બોમ્બે કરાચી હલવો – હલવા બનાવવાની રીત | karachi halvo banavani rit

કરાચી હલવો - બોમ્બે કરાચી હલવો બનાવવાની રીત - બોમ્બે કરાચી હલવા બનાવવાની રીત - karachi halvo banavani rit bombay karachi halwa banavani rit - bombay karachi halwa recipe in gujarati
Image credit – Youtube/Creative World
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Creative World YouTube channel on YouTube આજે આપણે બોમ્બે કરાચી હલવો બનાવવાની રીત – બોમ્બે કરાચી હલવા બનાવવાની રીત શીખીશું. આ હલવો બનાવવો ખૂબ જ સરળ છે ને આ હલવા ને પંદર વીસ દિવસ સુધી સાચવી શકો છો ને આ હલવો ઘણો ચૂઈ હોવાથી બાળકો ને ખૂબ પસંદ આવશે કેમ કે એ બજારમાં મળતી જેલી જેવી લાગે છે અને બાળકો ને આપી શકાય એટલે આજ આપણે એને ખાંડ થી નહિ પરંતુ ગોળ માંથી બનાવશું તો ચાલો જાણીએ આ karachi halvo banavani rit , bombay karachi halwa banavani rit , bombay karachi halwa recipe in gujarati.

કરાચી હલવો બનાવવા જરૂરી સામગ્રી | karachi halwa ingredients

  • કોર્ન ફ્લોર 1 કપ
  • ગોળ 1 કપ
  • ઘી ¾ કપ આશરે અથવા  જરૂર મુજબ
  • કાજુ, બદામ, પીસ્તા ની કતરણ અને મગતરી બીજ ¼ કપ
  • પાણી 3 કપ
  • પાણી ¼ કપ

બોમ્બે કરાચી હલવો બનાવવાની રીત  |  બોમ્બે કરાચી હલવા બનાવવાની રીત | bombay karachi halwa recipe in gujarati

બોમ્બે કરાચી હલવો બનાવવા સૌપ્રથમ એક તપેલીમાં કોર્ન ફ્લોર લ્યો એમાં એક એક કપ કરી ત્રણ કપ પાણી નાખતા જઈ હલાવતા રહો ને ધ્યાન રહે કે કોઈ ગાંઠા ના રહે તૈયાર મિશ્રણ ને એક બાજુ મૂકો

એક બેકિંગ ટ્રે અથવા થાળી ને ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો

Advertisement

હવે ગેસ પર એક કડાઈમાં એક ચમચી ઘી ગરમ કરો ઘી નવશેકું થાય એટલે એમાં ડ્રાય ફ્રુટ કતરણ ને મગતરી ના બીજ નાખી શેકી લ્યો ડ્રાય ફ્રુટ શેકાઈ જાય એટલે એને એક વાટકામાં કાઢી લ્યો

હવે એજ કડાઈમાં છીણેલો ગોળ નાખો ને સાથે પા કપ જેટલું પાણી નાખી ગોળ ને ઓગાળો ગોળ ઓગળી જાય એટલે એને 4-5 મિનિટ ઉકળી લેવું (અહી તમે ગોળ ની જગ્યાએ ખાંડ પણ વાપરી શકો છો)

ગોળનું પાણી ઉકાળી જાય એટલે એમાં હલાવીને કોર્ન ફ્લોર નું મિશ્રણ ને થોડું થોડું નાખતા જઈ હલવો બધું જ મિશ્રણ નાખી લીધા બાદ લગાતાર હલાવતા રહો જેથી એમાં ગાંઠા ન પડે નહિયર હલવા નો સારો નહિ બને અને હલવાને હલાવતા રહેવું ખૂબ જરૂરી છે નહિતર હલવો નીચે તરીયામાં ચોંટી જસે ને બરી જસે જેનો સ્વાદ ખૂબ ખરાબ લાગશે

આશરે આઠ દસ મિનિટ હલાવ્યા પછી હલવા નું મિશ્રણ ઘટ્ટ થતું જસે આ સમયે એમાં એક ચમચી ઘી ઉમેરો ને ફરી હલવો ઘી બધી હલવા માં મિક્સ થઈ જાય એટલે ફરી એમાં એક ચમચી ઘી ઉમેરો ને મિક્સ કરો

હવે એમાં કેસરી ફૂડ કલર નાખો ને સાથે એક ચમચી ઘી નાખી મિક્સ કરો ઘી હલવામાં સમાઈ જાય એટલે ફરી એક વાર એક ચમચી ઘી ઉમેરી ને મિક્સ કરો આમ પાંચ છ ચમચી ઘી થોડું થોડું કરી ને નાખતા જાઓ ને હલાવતા જાઓ

છેલ્લે હલવો બિલકુલ પારદર્શક થઈ જશે ને કડાઈને છોડવા લાગે એટલે એમાં શેકેલા ડ્રાય ફ્રુટ માંથી બે ત્રણ ચમચી એક વાટકામાં રહેવા દઈ બાકીના ડ્રાય ફ્રુટ હળવામાં બરોબર મિક્સ કરો

હવે તૈયાર હલવા ને ગ્રીસ કરેલ ટ્રે માં નાખી બરોબર ફેલાવી લ્યો ને ઉપર બચાવી રાખેલા શેકેલ ડ્રાય ફ્રુટ છાંટો ને ગ્રીસ કરેલ વાટકી થી એક સરખો ફેલાવી દયો

તૈયાર હલવા ને એક બે કલાક ખુલ્લો અથવા  કપડું ઢાંકી ને ઠંડો થવા દયો બે કલાક પછી એને ડીમોલ્ડ કરો ને  એના જે સાઇઝ ના ટુકડા કરવા હોય એ સાઇઝ ના ટૂકડા કરો ને એક એક ટુકડા ને બટર પેપર કે પ્લાસ્ટિક રેપ માં રેપ કરી લ્યો કારણ કે જો તમે એમજ ટુકડાને ડબ્બામાં ભરસો તો એક બીજામાં ચીપકી જસે એટલે એમને બટર પેપર અથવા પ્લસિક રેપ માં વિટવા ખૂબ જરૂરી છે

આ રીતે રેપ કરેલ મીઠાઈ બાળકો માટે પણ ખૂબ આશ્ચર્ય કારક હસે ને બાળકો ને ખૂબ પસંદ આવશે કેમ કે તે બજારમાં મળતી જેલી જેવી લાગશે તો તૈયાર છે બોમ્બે કરાચી હલવો

karachi halvo banavani rit | bombay karachi halwa banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Creative World ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પાણીપુરી નું પાણી બનાવવાની રીત | panipuri nu pani recipe in gujarati

હેલ્ધી મેક્સિકન સલાડ રેસીપી | mexican Salad recipe in Gujarati

હેલ્ધી અને સ્વાદિષ્ટ મિક્ષ વેજ રાયતું બનાવવા ની રીત | Mix vej raita recipe Gujarati

સ્વાદિષ્ટ અને હેલ્ધી મિક્ષ વેજ રાયતું બનાવવા ની રીત | Mix vej Raita recipe in Gujarati

ઠંડક આપતું સાબુદાણા ફાલુદા બનાવવાની રીત | sabudana falooda recipe

હેલ્ધી મકાઈ પુલાવ | કોર્ન પુલાવ બનાવવાની રીત | Corn Pulao recipe Gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement