રાજગરા ની ચીક્કી બનાવવાની રીત | rajgara ni chikki banavani rit

રાજગરા ની ચીક્કી બનાવવાની રીત - rajgara ni chikki recipe in gujarati - rajgara ni chikki banavani rit
Image credit – Youtube/Poonam Kothari
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Poonam Kothari YouTube channel on YouTube આજે આપણે રાજગરા ની ચીક્કી બનાવવાની રીત – rajgara ni chikki banavani rit શીખીશું. રાજગરા ને રામદાણા પણ કહેવાય છે આ રાજગરાનો લોટ માંથી તો આપણે ઘણી વાનગીઓ  બનાવતા હોઈએ આજ એમાંથી ચીકી બનાવશું જે ખુબજ પોસ્ટિક ને સ્ટીરોઇડ માટેનું કુદરતી સ્ત્રોત્ર છે તો ચાલો બનાવીએ રાજગરાની ચીક્કી rajgara ni chikki recipe in gujarati જે બનાવવા નીચે મુજબ સામગ્રી જોઈશે.

રાજગરા ની ચીક્કી બનાવવા જરૂરી સામગ્રી | rajgara ni chikki recipe ingredients

  • રાજગરો 1 કપ
  • ગોળ 1 કપ સુધારેલ
  • ઘી 1 ચમચી
  • પિસ્તા કાજુની કતરણ 3-4 ચમચી
  • પાણી જરૂર મુજબ

રાજગરા ની ચીક્કી રેસીપી

રાજગરાની ચીક્કી બનાવવા રાજગરા ની ધાણી તૈયાર કરવી પડશે ને રાજગરા ને ફોડવો પડે તો  સૌ પ્રથમ રાજગરા ને ફોડવાની રીત શીખીએ

રાજગરા ને ફોડવાની રીત | rajgara ne fodva ni rit

 ગેસ પર એક કડાઈ ને ફૂલ ગરમ કરો કડાઈ ગરમ થાય એટલે એમાં એક બે ચમચી જેટલા રાજગરા ના બીજ નાખો ને ઢાંકી દયો બે ત્રણ સેકન્ડમાં રાજગરો ફૂટી ને ધાણી તૈયાર થઈ જસે એને બીજા વાસણમાં કાઢી લ્યો

Advertisement

 ફરીથી એક બે ચમચી રાજગરાના બીજ નાખી ઢાંકી ને ફોડો ને ફૂટેલ રાજગરો વાસણમાં કાઢી લ્યો આમ બે બે ચમચી કરી બધો રાજગરો ફોડી લ્યો

હવે રાજગરા ને ચારણી થી ચારી લ્યો જેથી જો કોઈ બીજ રહી ગયા હોય એ નીકળી જાય ને જો કોઈ બરી ગયા હોય તો એ પણ નીકળી જાય

( ફોડલો રાજગરાની ધાણી તૈયાર બજારમાં મળે છે ચાહો તો એ પણ વાપરી શકો છો જો તમે બજારમાંથી તૈયાર રાજગરાની ધાણી લ્યો છો તો આશરે 250-300 ગ્રામ લેવી અને એને ચારી ને અડધો કલાક તડકે કે પાંચ મિનિટ ગેસ પ્ર કડાઈમાં શેકી ને એમાં રહેલ ભેજ દૂર કરી લીધા બાદ ઉપયોગ કરવો)

રાજગરા ની ચીક્કી બનાવવાની રીત | rajgara ni chikki recipe in gujarati

જે થાળી કે ટ્રે માં ચીકી ને ફેલાવી હોય એને ઘી કે તેલ થી ગ્રીસ કરી એક બાજુ મૂકો

હવે ગેસ પર એજ કડાઈમાં સુધારેલ ગોળ લ્યો ને બે ચમચી પાણી નાખી હલાવતા થી ગોળ ને ઓગળી લ્યો ને એક ચમચી ઘી નાખો ને ગોળ ઓગળી જાય એટલે એને હલ્લવતા રહો ને એનો પાક તૈયાર કરવો

 (પાક તૈયાર થયો કે ની ચેક કરવા એક વાટકામાં પાણી લ્યો એમાં ગોળ ના એક બે ટીપાં નાખો ને  ગોળ ને તોડી જોવો જો શેલાઈથી તૂટે તો પાક તૈયાર છે નહિતર હજી ગોળ ને હલાવતા રહો ને ફરી બે ત્રણ મિનિટ પછી પહેલા જેમ જ પાણી માં એક બે ટીપાં નાખી ચેક કરી લ્યો જો ગોળ તૂટી જાય તો પાક તૈયાર છે )

તૈયાર પાક માં રાજગરાની ધાણી નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરવો ધાણી ને ગોળ ઝડપી મિક્સ કરો ને તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ ટ્રે માં ફેલાવી દયો ઉપર કાજુ પિસ્તા ની કતરણ નાખો ને વાટકા થી થોડું થોડું દબાવી ને સેટ કરો

હવે ચાકુ થી એમાં કાપા પાડી નાખો ને ઠંડુ થવા દયો ઠંડી થાય એટલે એના પીસ ને અલગ અલગ કરી ને એર ટાઈટ ડબ્બામાં ભરી લો

જો આમ પીસ ના કરવા હોય ને રજગરના લાડવા કરવા હોય તો ગોળ ને ધાણી બરોબર મિક્સ કરી લીધા પછી સેજ ઠંડી થવા દયો ને ત્યાર બાદ હાથમાં ઘી કે પાણી લગાવી થોડું થોડું મિશ્રણ લઈ નાના નાના લાડવા તૈયાર કરી લ્યો ને તૈયાર લાડવા ને ઠંડા કરી લ્યો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા

આ રાજગરાની ચીક્કી કે રાજગરાના લાડવા પંદર દિવસ થી મહિના સુંધી સાચવી શકો છો

rajgara ni chikki banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Poonam Kothari ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

શક્કરિયા ની વેફર બનાવવાની રીત | shakkariya ni vefar banavani rit

પનીર ની જલેબી બનાવવાની રીત | paneer ni jalebi banavani rit

ચા નો મસાલો બનાવવાની રીત | cha no masalo banavani rit

ભટુરે બનાવવાની રીત | bhature banavvani rit | Bhature recipe in gujarati

ગુજરાતી દાળ ઢોકરી બનાવવાની રીત | gujarati dal dhokri banavani rit | dal dhokri recipe in gujarati

પંજાબી રાજમા બનાવવાની રીત | panjabi rajma banavani rit | panjabi rajma recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement