કાચી ડુંગળી ખાવાના ફાયદા | ડુંગળી ના ઘરેલું ઉપાયો | બાળકો માટે ડુંગળી નો રસ

કાચી ડુંગળી ખાવાના ફાયદા - ડુંગળી ના ઘરેલું ઉપાયો - બાળકો માટે ડુંગળી નો રસ ના ફાયદા - કાંદા ના ફાયદા - ડુંગળી ના ફાયદા – ડુંગળી નો ઉપયોગ - dungri khavana fayda - dungri na gharelu upay
Advertisement

આજ ના આર્ટીકલ મા વાંચો ડુંગળી ના ફાયદા – કાંદા ના ફાયદા, કાચી ડુંગળી ખાવાના ફાયદા, ડુંગળી ના ઉપયોગ કરવાની રીત, બાળકો માટે ડુંગળી નો રસ ના ફાયદા, ડુંગળી ના ઘરેલું ઉપાયો, dungri khavana fayda, dungri na gharelu upay.

Table of contents

ડુંગળી

પ્રાચિનકાળ થી ભારતમાં ડુંગળીનો ઉપયોગ થતો આવ્યો છે. ભારતમાં સર્વત્ર તેનું વાવેતર થાય છે. ડુંગળી સફેદ અને લાલ એમ બે પ્રકારની આવે છે. તેમાં જંતુનાશક ગુણો પણ છે. એલિસન નામનું ઉડ્યનશીલ તત્વ ડુંગળીમાં વધારે હોય છે. તો પણ સફેદ ડુંગળી કરતા લાલ ડુંગળી ખાવામાં મીઠી હોય છે. ડુંગળીમાં ગંધક, ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડીયમ, લોહ, તંબુ, ક્લોરીન, પ્રોટીન, ચરબી, સાકર અને વિટામીન-એ  આ દરેક નું પ્રમાણ હોય છે. શિયાળામાં લીલી ડુંગળી વધારે ખાવામાં આવતી હોય છે. લીલી ડુંગળી ના ગુણો સુકી ડુંગળી જેવા જ હોય છે. લીલી ડુંગળીના પાનમાં રહેલી લીલાશ ક્લોરોફીલ નામનો ખાસ ગુણ ધરાવે છે જે લીવર માટે લાભપ્રદ ગણાય છે.

કાચી ડુંગળી ખાવાના ફાયદા | Dungri khavana fayda

લગભગ બધાના ઘરમાં ખવાતી, જેના વગર ભોજન તો જાણે અધૂરું જ લાગે, પંજાબી સબ્જી હોય, તીખી-મીઠી ચાટ હોય, કચુમ્બર હોય આ બધા વ્યંજન એના વગર અધૂરા જ લાગે, વાત થાય છે ડુંગળીની.

Advertisement

ડુંગળી એક એવી શાકભાજી છે જે ખાવાના શોખીન બધાના ઘર માં હોય જ છે. ભારતમાં સર્વત્ર તેની ખેતી થાય છે.

ડુંગળીમાં બે જાત આવે છે. સફેદ ડુંગળી અને લાલ ડુંગળી. સફેદ ડુંગળીનો વધારે પડતો ઉપયોગ ઔષધ તરીકે થતો હોય છે અને લાલ ડુંગળી નો ભોજન માં.

સફેદ ડુંગળી બળ આપનારી, તીખી, રુચિકર છે,ઉલટી, અરુચિ, વાત-પિત્ત, પરસેવો, સોજા, કોલેરા, હૃદયરોગ વગેરેમાં ખુબ જ ફાયદેમંદ છે.

લાલ ડુંગળી રૂચી આપનારી, આયરન ની માત્રા ને લેવલ માં રાખનારી, ઠંડી, ગેસ, કફ, તાવ અને પેટના કીદાઓનો નાશ કરનારી છે.

ડુંગળીની તાસીર ગરમ હોવા છતાય જમ્યા પછી પેટ માં ઠંડક આપે છે. પેટ ના અનેક જંતુઓનો નાશ કરે છે. શરીર ની અંદર રહેલી શરદીને દૂર કરે છે અને શરીર ને ઠંડક પ્રદાન કરે છે.

તો ચાલો આજે જણાવીએ તમને ડુંગળીના આવા જ ઘરેલું ઉપચારો અને અલગ અલગ રોગો માં તે કેવી રીતે કામ કરે છે, તેનો ઉપયોગ કેવી રીતે કેટલો, અને ક્યારે કરવો અને સાથે સાથે તેના અમુક નહીવત્ત નુકસાનો પણ.

ડુંગળી ના ઘરેલું ઉપાયો

ઉનાળા માં લૂ લાગી ગઈ હોય અને લૂ ના કારણે તાવ આવી ગયો હોય ત્યારે ડુંગળીનો રસ કાઢીને શરીરે તે રસ ની માલીશ કરવાથી અથવા પગ ના તળિયે માલીશ કરવાથી ખુબ જ ફાયદો થાય છે.

ડુંગળી નું દરરોજ સેવન કરવાથી આંખો નું તેજ વધે છે, ત્વચા રોગ માં ડુંગળી ઉત્તમ છે. ચહેરા પર ફોડલીઓ, ખીલ, વગેરેમાં માં પણ ડુંગળી ફાયદો કરે છે.

દર પંદર દિવસે ભરેલી ડુંગળીનું અથાણું ખાવાથી ઊંઘ સારી આવે છે, થાક ઉતરે છે, ખોરાક ઝડપથી પચે છે અને દસ્ત સાફ આવે છે.

ડુંગળી અને ઘી ને સરખે ભાગે લઇ ને ડુંગળીના નાના નાના કટકા કરીને શેકીને ૨૧ દિવસ સુધી ખાવાથી ક્ષયરોગ ને કારણે ખરાબ થઇ ગયેલા ફેફસાં મજબૂત થાય છે અને તેની અંદર થઇ ગયેલા જંતુઓનો નાશ થઇ જાય છે. સ્વસ્થ વ્યક્તિ પણ આ પ્રયોગ કરી શકે છે. તેનાથી શરીર બળવાન થાય છે અને શરીર માં લોહતત્વ માં વધારો થાય છે.

ત્વચામાં ચમક લાવવા, શારીરિક શક્તિ વધારવા, રાત્રે પગ માં થતી કળતર દૂર કરવા, માટે ગાયનું ઘી, મધ, આદુનો રસ, અને ડુંગળીનો રસ મિક્ષ કરીને પીવાથી આ તમામ સમસ્યામાં ઝડપથી રાહત મળે છે.

Gungri na gharelu upay

ડુંગળીને પકવીને ખાવાથી સામાન્ય તાવ માં ફાયદો થાય છે સાથે સાથે ડુંગળીનો ઉકાળો પીવાથી કફ ઝડપથી દૂર થાય છે.

સફેદ ડુંગળીને પીસી, તેને દહીં અને સાકર મેળવીને પીવાથી ગળાની બળતરા અને એસીડીટી મારાહત થાય છે.

ડુંગળી ખાવાથી ગળું અને મોઢું ચીકાશ વગર નું થઇ અને સાફ થઇ જાય છે, દાંત સફેદ થાય છે, યાદશક્તિ વધે છે, અને ઢીલા પડી ગયેલા સ્નાયુઓ મજબૂત બને છે.

ડુંગળીને ગરમ રાખમાં દબાવી રોજ સવારે ખાવાથી આતરડા મજબૂત બને છે અને પેટ સાફ આવે છે. ડુંગળીના રસ માં કારેલા નો રસ મિક્ષ કરીને પીવાથી અજીર્ણ મટે છે.

શેકેલી હિંગ અને મીઠા ને ડુંગળીના રસ માં મિક્ષ કરી ને પીવાથી આફરો આવતો નથી. સાથે સાથે ગોળ, હળદર અને સફેદ ડુંગળીને મિલાવીને સાવર સાંજ સેવન કરવાથી કમળો મટે છે.

એક ડુંગળી લઇ તેના પર ભીનું કપડું વીટીને તેને કોલસામાં, સગડીમાં અથવા ચુલ્લા માં બાફીને આખી રાત રહેવા દઈ, સવારે નરણેકોઠે હળદર સાથે ખાવાથી વધેલી બરોળ મટે છે.

ડુંગળી ના ફાયદા | Dungri khavana fayda

સાકર, ઘી અને ડુંગળી નો રસ મિક્ષ કરીને પીવાથી અને રોજ રાત્રે પેટ સાફ કરવા ઈસબગુલ સાથે લેવાથી અર્શ ની બીમારીમાં ફાયદો થાય છે.

ડુંગળી, જીરું, અને સાકર વાટીને તેનું સેવન કરવાથી ગરમીની લૂ લાગી હોય તો તે મટી જાય છે. ડુંગળીને વાટીને તેનો રસ સુંઘાડવાથી અથવા નાકમાં તેના રસ ના ટીપા નાખવાથી નાકમાંથી પડતું લોહી બંધ થાય છે.

ગરમીને લીધે માથું દુખતું હોય તો ડુંગળીને કાપી ને સુંઘવાથી અથવા તેનો રસ પગના તળીયે લગાડવાથી માથાના દુખાવામાં રાહત થાય છે.

ડુંગળીના રસ ને રાઈના તેલ સાથે મિક્ષ કરીને લગાવવાથી સંધિવા માં ફાયદો થાય છે અને દાદર કે ખંજવાળ વાળી જગ્યાએ લગાડવાથી તે મટે છે.

ગુમડું પાકતું ના હોય અને રાહત થતી નાં હોય તો પાકેલી ડુંગળીને મીઠા સાથે મિલાવીને તેની પોટીશ બનાવીને ગુમડા પર બાંધવાથી ગુમડું પાકીને રૂઝ ઝડપથી વળી જાય છે.

સફેદ ડુંગળીના રસ ના ટીપાં રોજ બે વખત કાન માં નાખવાથી કાન ની બહેરાશ મટે છે અને મધ સાથે ડુંગળીના રસ ને મિક્ષ કરીને તેના ટીપાં નાખવાથી પણ કાન ના ચસાકા મટે છે અને જો રસી નીકળતી હોય તો તે પણ મટે છે.

દાત ના રોગો મા ડુંગળી નો ઉપયોગ

દાંતના રોગોમાં ડુંગળીનો ઉપયોગ ત્વરિત કરવો. ડુંગળીના ટુકડા ચાવીને ખાવાથી દાંતની પીડા શાંત થાય છે.

દાંતમાં કૃમિ થયા હોય તો ડુંગળી નો રસ પાણીમાં મિલાવીને કોગળા કરવાથી ફાયદો થાય છે.

પાયોરિયા માં ડુંગળીના ટુકડાને તવી પર ગરમ કરીને એ ટુકડા દાંતની વચ્ચે દબાવી મોઢું બંધ રાખવું, જેથી ૮-૧૦ મીનીટમાં લાળ એકઠી થઇ જશે, તેને મોઢામાં ચારે બાજુ ફેરવી પછી થૂકી દેવું. દિવસમાં ચાર પાંચ વખત આ રીતે કરવું. પંદર દિવસના પ્રયોગથી પાયોરિયા જળમૂળ થી મટી જશે.

પેઢા ફૂલી જાય ત્યારે ડુંગળીના રસ પર જીરું ભભરાવીને મોઢામાં ૧૦-૧૫ મિનીટ સુધી રાખવું અને લાળ ભેગી થાય તેને થૂકી નાખવી. આવું દરરોજ બે ત્રણ વખત કરવાથી પેઢા ફૂલેલા હશે તો મટી જશે.

લૂ લાગે ત્યારે ઉપયોગી ડુંગળી ના ફાયદા

સખત તાપમાં ફરવાથી લૂ લાગી જાય ત્યારે ડુંગળી અદભૂત ઉપાય છે. ડુંગળીનો રસ કાનપટ્ટી ઉપર તેમજ પગના તળિયા અને છાંટી પર માલીશ કરવાથી લૂ નો પ્રકોપ શાંત થાય છે.

લૂ લાગેલી વ્યક્તિને ડુંગળીનો રસ અને લીંબુ નું મિશ્રણ મધમાં શરબત કરી આપવાથી લૂ મટે છે.

રક્ત વિકાર પર ડુંગળી નો ઉપયોગ

સફેદ ડુંગળીનો અડધા કપ જેટલો રસ લઈને તેમાં ચપટી ઇસબગુલ અને એક ચમચી દળેલી ખાંડ નાખી દરરોજ સવારે પીવું. દસ દિવસના પ્રયોગ થી રક્ત વિકાર દૂર થશે.

સફેદ ડાઘ પર ડુંગળીના રસ થી માલીશ કરવાથી રાહત થશે.

ડુંગળીના બીજ ને ગૌમૂત્ર માં વાટીને ડાઘ પર લેપ કરવાથી ફાયદો થાય છે.

ખંજવાળ પર ડુંગળીનો ઉપયોગ

ખુજલી મટાડવા ડુંગળીનું સેવન નિયમિત કરવું જોઈએ. ચામડી પર ડુંગળીના રસની માલીશ કરવાથી ફાયદો થાય છે.

ડુંગળી ના રસમાં સરસીયું તેલ મિલાવીને તેને રૂના પૂમડા વડે ચામડીના રોગવાળા ભાગ પર લગાવવો.ધીરે ધીરે માલીસ એવી રીતે કરો કે તેલ અંદર ઉતરી જાય જેથી દાદર, ખરજવું, ખુજલી, ચાંદા, ડાઘા જેવા ચામડીના રોગો મટી જાય.

ડુંગળીના બીજ ના પાવડરમાં મધ મિક્ષ કરીને ધીમે ધીમે ચહેરા પર માલીશ કરવાથી ચહેરો ચમકી ઉઠશે અને ચામડીની લચક નીકળી જશે.

ડુંગળી ના રસમાં મધ અને બદામ વાટીને લગાવવાથી થોડા જ દિવસોમાં ચહેરો સુંદર બની જશે. દાદર પર ડુંગળીના બીજ ને લીંબુના રસમાં વાટીને લગાવવાથી દાદર ઝડપ થી મટે છે.

ચામડીના રોગો પર ડુંગળી

ચામડી પર ચકામાં પડે છે, તેનો રંગ સફેદ કે કાળો હોય છે. ચામડીની સફાઈનો અભાવ, પ્રદુષિત વાતાવરણથી ચામડીના રોગો થતા હોય છે. તેને મટાડવા ડુંગળીના રસમાં શેકેલું સફેદ જીરું, દળેલી ખાંડ અને લીંબુનો રસ ભેગા કરીને દિવસમાં ત્રણ વાર એક મહિના સુધી કરવાથી ચામડીના રોગો મટી જાય છે.

પરું વાળા ઘા ઉપર ડુંગળી

જેમને ઘા-જખમ પાકતો હોય અને રસી થઇ જતી હોય તેમણે ડુંગળીના રસમાં લીંબુનો રસ મેળવી દરરોજ પીવાની ટેવ પડવી જોઈએ. તેનાથી લોહીની શુદ્ધિ થશે.

ડુંગળીને શેકીને તેની લુગદી બનાવી ઘાવ પર બાંધવાથી ઘાવ માં રૂઝ આવી જશે.

ડુંગળીને તલના તેલમાં શેકીને તેમાં લીંબુ નીચોવી ઘાવ પર બાંધવાથી ઘાવ જલ્દી ભરાઈને રુઝાઈ જશે.

ઇન્ફ્લુએન્ઝા પર ડુંગળીનો ઉપયોગ

ફ્લુ સંસર્ગથી થતો રોગ છે. આ રોગમાં તાવ આવે છે, પાચનશક્તિ મંદ પડે છે, પેટ બગડે છે, શરદી અને ઉધરસનો પ્રકોપ વધે છે અને કફ પણ વધી જાય છે.

ડુંગળીમાં ફ્લુને જળમૂળથી નાબુદ કરવાના મહત્વના ગુણો છે. ફ્લુના દર્દીને ડુંગળીના રસ સાથે આદુનો રસ અને મધ ત્રણેય સરખા ભાગે લઈને મિક્ષ અક્રીને આ મિશ્રણ ને સવાર-સાંજ લેવાથી બે જ દિવસમાં સમસ્યા માંથી છુટકારો મળી જાય છે.

પેશાબના રોગો મા ડુંગળી ના ફાયદા

પેશાબમાં થતી બળતરા દૂર કરવા એક ડુંગળીના ટુકડા કરી ચારપાંચ મિનીટ ઉકાળવા. તેનું પાણી પી જઈ ટુકડા ખાઈ જવા ચારેક દિવસના પ્રયોગ થી પેશાબની બળતરા શાંત થઇ જાય છે.

એક કિલોગ્રામ પાણીમાં ૫૦ ગ્રામ ડુંગળીના કટકા કાપીને નાખો તેને ધીમા તાપે ઉકાળો.તૈયાર થયેલું પાણી દિવસમાં ત્રણ વાર પીઓ.એક અઠવાડિયા સુધી પ્રયોગ ચાલુ રાખવાથી વારંવાર આવતો પેશાબ બંધ થશે અને બંધ થયેલો પેશાબ છૂટથી કષ્ટ વગર આવશે.

શ્વસનતંત્રના રોગોમાં ડુંગળી નો ઉપયોગ

ડુંગળીનો રસ દરેક પ્રકાર ની ઉધરસ મટાડવામાં ઉપયોગી છે. તેને મધ સાથે મિલાવીને લેવાથી ઉધરસ મટે છે.

જ્યાં સ્પર્શ દ્વારા રોગ થઇ જવાનો ભય હોય ત્યાં ડુંગળીનો રસ પીને અથવા ડુંગળીને ચાવી જવાથી શરદી, સળેખમ, ઉધરસ, ફ્લુ જેવા સ્નાક્રમક રોગોના ચેપથી બચી શકાય છે.

ડુંગળી શરદીની ઉત્તમ દવા છે. કાચી ડુંગળી ખાવાથી નાકમાંથી પડતું પાણી બંધ થઇ જાય છે.ડુંગળીને પીસીને એક કપ પાણીમાં ડુંગળીનો રસ અને ચપટી મીઠું મેળવીને પીવાથી પણ શરદી મટે છે.

શરદીથી કફ જમા થવાનો ભય બહુ રહે છે પણ ડુંગળી કફને શેકે છે. ડુંગળી, આદું, લીંબુ આ ત્રણેયનો રસ દિવસમાં ત્રણ વાર લેવાથી કફ અને શરદી મટી જાય છે.

અસ્થમા/દમ માં બે ચમચી ડુંગળીનો રસ અને મધ મિલાવીને વહેલી સવારે લેવાથી ૫-૬ અઠવાડિયામાં જ અસ્થમામાં ફાયદો થાય છે.

કફવાળી ઉધરસમાં ડુંગળીનો ઉકાળો બનાવીને દિવસમાં ત્રણ વાર પીવાથી ઉધરસમાં ફાયદો થાય છે.

ડુંગળીને કાપીને તેને અધકચરી પીસીને સુંઘવાથી શ્વાસનળી ના સોજામાં રાહત થશે. મેલેરિયામાં સફેદ ડુંગળી સાથે બે લીંડી પીપર ને વાટીને રોગીને દિવસમાં ત્રણ વાર એમ એક અઠવાડિયા સુધી આપવાથી મેલેરિયા જળમૂળ માંથી નીકળી જાય છે.

ક્ફ્વૃદ્ધી ને તોડવા હમેશા સફળ ડુંગળીનો જ ઉપયોગ કરવો. સફેદ ડુંગળીના રસમાં એલોવેરા ના કટકા ૫૦ ગ્રામ બરાબર વાટીને મિશ્રણ તૈયાર કરવું. તેને ૩-૪ દિવસ મૂકી રાખું. પછી સવાર-સાંજ બે ચમચી સેવન કરવાથી કફની વૃદ્ધિ અટકશે અને બે અઠવાડિયા સુધી નિયમિત સેવન કરવાથી કફ પીગળીને ધીમે ધીમે નીકળી જશે તેમજ નવો કફ બનવાનો બંધ થઇ જશે.

નાડીતંત્રના રોગો મા ડુંગળી ના ફાયદા અને ઉપચાર

ડુંગળીને સારી રીતે શેકીને તેનો રસ કાઢવો તેમાં મધ મિલાવીને પીવાથી અનિદ્રાનો રોગ મટે છે.

એક ચમચી લીંબુના રસમાં એક ચાચી ડુંગળીનો રસ મિક્ષ કરીને પીવાથી તથા એક ચમચી એજ રસ ગરમ કરીને પગના તળિયામાં માલીશ કરવાથી થાક અને કળતર મટી જશે.

મગજની કમજોરી દૂર કરવામાટે અડધો શેર ડુંગળીને ત્રણ કપ પાણીમાં અડધી ચમચી મીઠું અને ચપટી મરી પાવડર નાખી ધીમી આંચે ઉકાળો જયરે એક કપ પાણી બાકી રહે ત્યારે તેને ઉતારી ગાળીને સૂપ તૈયાર કરવો.તે સૂપમાં એક લીંબુનો રસ મિલાવીને પીવો. આવી રીતે સવારસાંજ બે વાર પીવાથી મગજની કમજોરી દૂર થઇ જશે.

રદયના ગભરાટ અને નાબ્દાઈમાં ડુંગળીનો રસ અને મધ સરખે ભાગે લઈને દિવસમાં ત્રણ વાર એક્માંહીના સુધી સેવન કરવાથી રાહત મળે છે.

એક ચમચી સફેદ ડુંગળીનો રસ, અડધી ચમચી મધ અને અડધી ચમચી આદુનો રસ, એક ચમચી ગાયના ઘીમાં મિક્ષ કરીને દિવસમાં ત્રણ વાર ત્રણ અઠવાડિયા સુધી સતત પીવાથી યાદશક્તિ તેજ બને છે.

આંખોના રોગોમાં ડુંગળીનો ઉપયોગ

આંજણી મટાડવા ડુંગળીના રસમાં કપૂર ઘુટી આંજણી પર લગાવવાથી મટે છે.

આંખોની બળતરા માં ડુંગળીનો રસ પાણીમાં મેળવીને, આંખો રાત્રે સુતી વખતે બરાબર ધોવાથી અને બે ટીપા રસ આંખમાં નાખવાથી આંખની બળતરા જરૂર મટે છે.

કાન,નાક અને કંઠના રોગોમા ડુંગળી નો ઉપયોગ

કાનના દુખાવામાં ડુંગળીના રસના બે ટીપા કાનમાં નાખવાથી દર્દ મટી જાય છે. કાના તમરા જેવો વાજ આવતો હોય ત્યારે ડુંગળીના રસમાં ગુલાબજળ મિલાવી ૨-૨ ટીપા સવાર-સાંજ નાખવા. ચાર-પાંચ દિવસના પ્રયોગથી કાનનો અવાજ બધ થઇ જશે.

કાનમાંથી વહેતા પૃને સાફ કરીને ડુંગળીનો રસ સહેવાય તેવો ગરમ કરી તેના ૫ થી ૬ ટીપાં દિવસમાં ત્રણવાર નાખવાથી કાનમાંથી નીકળતું પરું બંધ થઇ જાય છે.

ગળાના દુખાવામાં ડુંગળીનો રસ મધમાં નાખીને મિક્ષ કરીને ગળામાં લગાવવાથી ગળાનો દુખાવો મટી જાય છે.

ગળાની બળતરા દૂર કરવા એક કપ દહીંમાં એક ડુંગળી ઝીણી કાપીને મિલાવો. થોડું વાટેલું મરચું મિલાવીને બરાબર મિક્ષ કરી લો. આ મિશ્રણ ધીમે ધીમે ખાવાથી ગળાની બળતરામાં ફાયદો કરે છે.

નસકોરીનું લોહી બંધ કરવા ડુંગળીના રસના બે ટીપા નાકમાં નાખવાથી નસકોરી બંધ થાય છે. જો રસ નાકમાં ન નાખો તો ડુંગળી કાપીને સુન્ગ્વાથી પણ નસકોરી બંધ થઇ જાય છે.

પેટના રોગોમાં ડુંગળીનો ઉપયોગ

પેટને બધા રોગોનું કારણ માનવામાં આવે છે. જો પેટમાં કોઈપણ તકલીફ હોય તો બેચેની અને અનેક વ્યાધીનો ભોગ બનવું પડે છે.

આફરો થાય તો ડુંગળીના રસમાં આદું અને લસણ નો રસ એક ચમચી મેળવી આ રસમાં ત્રણ ચમચી મધ મિલાવી ચટણ બનાવી ચાટવાથી આફરો મટે છે. દિવસમાં બે-ત્રણ વાર પ્રયોગ કરવાથી અવશ્ય આફરો મટે છે.

એસીડીટીની બળતરા ને મટાડવા ૫૦ ગ્રામ ડુંગળીને દહીંમાં મિલાવીને સેવન કરવાથી બળતરા શાંત થાય છે.

ઉલટી થતી હોય ત્યારે તેને બંધ કરવા એક ચમચી ડુંગળીના રસમાં આદુનો રસ મિલાવીને પીવાથી ઉલટી બંધ થઇ જાય છે.

કબજીયાતને દૂર કરવા ડુંગળીનું નિયમિત સેવન કરો.

૧૦૦ ગ્રામ ડુંગળીમાં ૨૫ ગ્રામ આમલીના કુણા પાન મેળવી બારીક પીસી ચટણી બનાવી લો, અને તેનું સેવન ખોરાક સાથે બે-ચાર દિવસ નિયમિત લો. કબજીયાત અવશ્ય દૂર થશે.

મંદાગ્ની કે અપચામાં ડુંગળીનો રસ, લીંબુનો રસ અને આદુનો રસ ત્રણેય સરખા ભાગે લઈને સેવન કરવાથી મંદાગ્ની દૂર થશે.

પેટના દુખાવામાં ડુંગળીનો રસ મધ સાથે લો. મોટી વ્યક્તિએ એક ચમચી અને બાળકોએ અડધી ચમચી રસ લેવો. જેટલો રસ એટલું જ મધ મીલાવવું.

પેટના કૃમીઓ માટે ૨૫ ગ્રામ ડુંગળીનો રસ,૧૫ ગ્રામ પાણીમાં મિલાવી બાળકોને આપવાથી ઝાડા અને કૃમિ નીકળી જશે.

ડુંગળી ના ફાયદા હરસ- મસામાં અને ડુંગળી નો ઉપયોગ કરવાની રીત

હરસ અને મસા દૂર કરવા ભોજન પછી નિયમિત ડુંગળીનો રસ બે ચમચી એકાદ મહિના સુધી લેવાથી મસા મટી જાય છે.

ડુંગળીના કટકા કરી સુકવી તેનું ચૂર્ણ બનાવવું. તેને ગાયના ઘીમાં સતડી લેવું. આ ચૂર્ણમાં ખાંડ અને સફેદ તલ મિલાવીને નિયમિત સેવન કરવાથી હરસ-મસા ઝડપથી મટી જાય છે.

લોહી પડતું હોય તેવા મસામાં એક ચમચી ડુંગળીના રસમાં થોડું ઘી મેળવીને લેવાથી ચોક્કસ લાભ થાય છે.

ડુંગળીના નાના નાના ટુકડા કરીને તડકામાં સુકવીને આ ડુંગળીની સુક્મની ને ઘી માં તળીને તેમાં તલ અને સાકરનો ભુક્કો મિક્ષ કરીને રોજ સવારે ખાવાથી હરસ અને મસા મટી જાય છે.

કાચી ડુંગળી, દહીં અને મીઠી મિક્ષ કરીને રોજ સવારે ખાવાથી મસા માંથી નીકળતું લોહી બંધ થાય છે.

હિસ્ટીરિયા(ફીટ આવવી) ના દર્દીમાટે ડુંગળીનો ઉપયોગ

ડુંગળી પર ચાર કાપા કરીને તરત જ બેહોશ માનસ ને સુંઘાડવાથી બેહોશી દૂર થાય છે ફીટ વખતે કાપેલી ડુંગળી સુંઘવાથી ચમત્કારિક ફાયદો થાય છે. નાકમાં ડુંગળીના રસ ના ટીપાં નાખવાથી ફીટ આવવી તથા શરદી મટી જાય છે.

કાચી ડુંગળી ના ફાયદા કોલેરાના દર્દીઓ માટે

ડુંગળીના રસ માં હિંગ, વરિયાળી અને ધાણા નાખીને પીવાથી કોલેરા માં ફાયદો થાય છે,કાચી ડુંગળી ખાવાના ફાયદા.

કોલેરા ના રોગ માં દર્દીને ડુંગળીનો રસ વારંવાર પીવડાવવાથી આરામ થાય છે. કોલેરા ની શરૂઆત થી જ ડુંગળીના રસ માં હિંગ નાખીને અડધા અડધા કલાકે પીવડાવવાથી કોલેરા મટે છે.

કોલેરા થી શરીર ઠંડુ પડી જાય છે તો ડુંગળીના રસ માં આદુનો રસ તથા મરી નાખીને આપવાથી શરીર માં પુન: ગરમી આવે છે અને પીડા ઓછી થાય છે,dungri khavana fayda.

અપછો મટાડવા માટે ડુંગળીનું સેવન કરવું

આદુનો રસ, હિંગ,મીઠું અને પાણી સાથે ડુંગળી નો રસ મિક્ષ કરીને પીવાથી અપચો મટે છે. એક કપ પાણીમાં ડુંગળીનો થોડો રસ નાખીને પીવાથી અપચા ને લીધે જે ઉલટી થતી હોય છે તે અને ઝાડા બંધ થઇ જાય છે.

બાળકો માટે ડુંગળી નો રસ ના ફાયદા

બાળકને ડુંગળીના રસમાં થોડો ગોળ મિક્સ કરીને ચટાડવાથી તેનામાં સ્ફૂર્તિ આવે છે, એમની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને દુર્બળતા દૂર થાય છે તેમજ શારીરિક વિકાસ વધે છે.

બાળકોને દાંત આવે ત્યારે થતી પીડા માંથી મુક્ત કરવા ડુંગળીનો રસ અડધી ચમચી દિવસમાં ત્રણ વાર આપવો હિતાવહ છે.

લીંડીપીપર ને બાળીને તેની રાખને ડુંગળીના રસમાં મિલાવી બાળકને આપવાથી વારંવાર થતા ઝાડા મટે છે. આ રસ દિવસમાં ત્રણ વાર આપવો.

બાળકો ને ડુંગળી અને ગોળ રોજ ખવડાવવાથી બાળકોની ઉચાઇ વધે છે.

જો બાળકને ઊંઘ પુરતી ના થતી હોય અથવા બાળક ઊંઘ નથી કરતુ ત્યારે પાણી ને ખુબ ઉકાળીને તેમાં ડુંગળીનું છીણ નાખીને ઠંડુ પડે એટલે ગાળી તેમાંથી એક ચમચી પાણી લઇ તેમાં મધ નાખીને બાળક ને પીવડાવવાથી બાળક સારી ઊંઘ કરે છે.

નાના બાળકોને થઇ જતા અપચા અને પેટ માં થતા કીડા ને મારવા માટે ડુંગળીનો એક ચમચી રસ આપવાથી ફાયદો થાય છે.

જેમ સીક્કા ની બે બાજુ છે તેમ વસ્તુ ના પણ ફાયદા અને ગેરફાયદા બન્ને છે. વ્યક્તિઓની અપૂરતી જાણકારી અને બેદરકારીને લીધે કોઈ પણ ચીજ નો પુરતો લાભ મળી શકતો નથી. એવા જ કેટલાક નુકસાન છે ડુંગળીના જે નીચે મુજબ છે.

ડુંગળી નું સેવન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત

કેટલીક વ્યક્તિઓ ડુંગળીના પોષક તત્વોને પચાવી શકતા નથી, કારણકે તેઓનો શારીરિક શ્રમ એટલો હોતો જ નથી તો તેવી વ્યક્તિઓએ ડુંગળીનું સેવન પ્રમાણસર કરવું જોઈએ.

પોતાની પાચન શક્તિ અને શરીર ની તાસીર ને ધ્યાન માં રાખીને જ ડુંગળીનું સેવન કરવું.

ડુંગળી અને દૂધ નું સેવન ક્યારેય પણ સાથે કરવું નહિ. આ બન્ને વિરુદ્ધ આહાર છે. દૂધ પિતા પહેલા કે પછી તરત જ ડુંગળી ખાવાથી કોઢ, રક્તદોષ વગેરે વિકારો પેદા થાય છે.

આંખો ઉઠી હોય ત્યારે ડુંગળીનું સેવન કરવું હિતાવહ નથી.

ડુંગળીને સમારીને તરત જ તેનું સેવન કરવું. સમારીને રાખી મુકવાથી તેમાં રહેલા પોષક તત્વો ઉડી જાય છે.

ડુંગળી ને લગતા કેટલાક પ્રશ્નો

ડુંગળી નો રસ વાળ મા કેવી રીતે લગાવવો?

ડુંગરીને કાપી તેને પીસી તેને ગરણી વડે ગાળી તેમાં ઓલીવ ઓઈલ અથવા નારિયેળ ના તેલ સાથે મિક્ષ કરી બનેલ તેલ ધીમે ધીમે મસાજ કરી માથામા નાખી 2 કલાક પછી કોઈ પણ આયુર્વેદિક શેમ્પુ ની મદદથી વાળ ધોઈ નાખો.

ડુંગળી મા ક્યાં ક્યાં વિટામિન્સ હોય છે?

ડુંગળી મા ભરપુર પ્રમાણમાં વિટામીન-એ, વિટામીન બી-૬, વિટામીન બી કોમ્પ્લેક્ષ અને થોડી માત્રામાં વિટામીન-સી પણ હોય છે તેની સાથે તેની અંદર એન્ટી એમ્ફ્લીમેટરી ગુણ અને આયરન, ફોલેટ અને પોટેશિયમ જેવા ખનીજ તત્વો પણ રહેલ છે

ડુંગરી ની તાસીર કેવી હોય છે?

ડુંગળી ની તાસીર ગરમ હોય છે, જો તમને શરદી કે તાવ આવ્યો છે તો તમારા માટે ડુંગળીનું સેવન રામબાણ ઈલાજ છે.

અમારા દ્વારા આપેલ માહિતી ડુંગળી ના ફાયદા, કાચી ડુંગળી ખાવાના ફાયદા, બાળકો માટે ડુંગળી નો રસ ના ફાયદા, ડુંગળી ના ઘરેલું ઉપાયો, dungri khavana fayda, dungri na gharelu upay વિશે તમારું મંતવ્ય જણાવજો.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

લીલી ડુંગળી નું સેવન કરવાના ફાયદા | Lili dungri na fayda

લીંબુ ના ફાયદા |લીંબુ ની છાલ ના ફાયદા | લીંબુ ના ઘરેલું ઉપચાર |Limbu na fayda

હિંગ ના ફાયદા અને નુકસાન | હિંગ નો ઘરેલું ઉપચારમા ઉપયોગ કરવાની રીત | Hing na fayda

ટામેટા ના ફાયદા અને નુકશાન | ટામેટા ના ઘરેલું ઉપચાર | Tameta na fayda

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ  OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement