લીલી ડુંગળી નું સેવન કરવાના ફાયદા – Lili dungri na fayda

lili dungri na fayda - લીલી ડુંગળી ના ફાયદા - spring onion health benefits
Advertisement

લીલી ડુંગળી ના ખાવા વાળા માટે આજ નો આ આર્ટીકલ ખુબ જ મહત્વપૂર્ણ રહેશે. કારણ કે તેઓ લીલી ડુંગળી ના ફાયદાઔ થી અજાણ છે. લીલી ડુંગળી ઘણા બધા પોષકતત્વો થી ભરપુર છે. તો ચાલો જાણીએ, લીલી ડુંગરી ના ફાયદા,lili dungri na fayda.

Lili dungri na fayda

લીલી ડુંગળી ઉપયોગ ચાઇનીઝ ફૂડ માં વધારે કરવામાં આવે છે. ફક્ત ચાઇનીઝ ફૂડ માં જ નહિ આપણા ભારતીય વ્યંજનો માં પણ તેનો ઉપયોગ આપને કરીએ જ છીએ. ખાસ કરી ને શિયાળા ની ઋતુ માં. કારણ કે શિયાળા માં આપણને જલ્દી થી મળી રહે છે.

લીલી ડુંગળી બાઝાર માં મળતી સાદી ડુંગળી નો જ એક પ્રકાર છે. તે તમને નાની નાની સફેદ પણ મળી જાય છે, લાલ રંગ ની પણ મળે છે અને કોઈક કોઈ જગ્યા એ પીડા રંગ ની પણ મળે છે. પરંતુ વધારે પડતી આપને લાલ ડુંગળી બાઝાર માં સરળતા થી મળી રહે છે.

Advertisement

વિટામીન સી અને ફાઈબર થી ભરપૂર આ ડુંગળી નો ઉપયોગ આપણે વિવિધ શિયાળુ વાનગીઓ બનવા માં કરીએ છીએ. જેમકે રીંગણ નો ઓળો બનાવામાં, કોઈ પણ ચાઇનીઝ વાનગી બનાવામાં, સલાડ માં, ગાર્નીશિંગ કરવામાં, વગેરે વગેરે.

લીલી ડુંગળી ને  વિટામીન સી, કેલ્શિયમ, ફાઈબર વિટામીન એ અને મિનરલ્સ નો સ્ત્રોત માનવામાં આવે છે. જે કોલેસ્ટ્રોલ ની માત્રા ઘટાડે છે. શું તમને ખબર છે ૧૦૦ ગ્રામ ડુંગળી માં ૧૧૦ કેલરી હોય છે,lili dungri na fayda.

લીલી ડુંગળી ના ફાયદા – Lili dungri na fayda

શું તમને ખબર છે લીલી ડુંગળી ખાવા થી આપણી પાચન શક્તિ માં સુધારો થાય છે, કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે, અને ત્વચા માટે પણ ફાયદાકારક છે, તો આવો જાણીએ આવા બીજા અલગ અલગ ફાયદાઓ.

હૃદય ને સ્વસ્થ રાખે છે:-

આપણે સૌ જાણીએ છીએ કે હૃદય રોગ થી બચવા માટે આપણને ફાઈબર યુક્ત ખોરાક ખાવો જરૂરી છે. તો લીલી ડુંગળી માં આપને ફાઈબર ભરપુર માત્રા માં મળી રહે છે. જે શરીર માં રહેલા કોલેસ્ટ્રોલ ને ઘટાડવામાં મદદ કરે છે.

રોગ પ્રતિકારક શક્તિ મા વધારો કરે છે:-

લીલી ડુંગળી ખાવા થી આપણી રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે અને આજ ના આ મહામારી ના કાળ મા આપણને આની ખાસ જરૂર છે. દરરોજ બે થી ત્રણ ડુંગળી નો સમાવેશ તમારા ભોજન માં અચૂક કરવો જ જોઈએ.

Lili dungri na fayda – આંખો નું તેજ વધારે છે :-

વધતી ઉમર સાથે નજર કમજોર થતી જાય છે. જો તમે એવું થવા દેવા ઈચ્છતા ના હોવ તો આજ થી જ લીલી ડુંગળી ખાવાનું ચાલુ કરી દયો. કારણ કે લીલી ડુંગળી માં આંખો ની રોશની તેજ કરતુ વિટામીન એ મળી રહે છે. રોજીંદા ખોરાક માં તમે તેને સલાડ તરીકે ખાવા માં ઉપયોગ કરી જ શકો છો.

હાડકા ને મજબૂત બનાવે છે?

આજના ફાસ્ટ ફૂડ ના જમાના માં હેલ્થ ની ધ્યાન રાખવી મુશ્કેલી ભર્યું કામ થઇ ગયું છે. અને ખાસકરી ને હાડકા નબળા થઈ જવા  જે સ્ત્રીઓ માં વધારે જોવા મળે છે. આવું ના થાય તેના માટે આપણને વિટામીન સી અને કે થી ભરપૂર ખોરાક ખાવો જોઈએ જે આપણા હાડકા ને મજબૂત બનાવે છે. લીલી ડુંગળી માં આ બન્ને વિટામીન આપણને મળી રહે છે.

ત્વચા માટે પણ ફાયદેમંદ છે :-

લીલી ડુંગળી માં રહેલું મેક્રોન્યુટ્રીએન્ટસ તમારી ચામડી ને ચમકદાર તો બનાવે જ છે સાથે સાથે કરચલીઓ થવા દેતી નથી,લીલી ડુંગળી ના ફાયદા,lili dungri na fayda.

લીલી ડુંગળી નું શાક પાચન ક્રિયા માં મદદરૂપ :-

એવું નથી કે ફક્ત કાચી લીલી ડુંગળી જ ફાયદો કરે છે. તેનું તમે અલગ અલગ રીતે શાક પણ બનાવી  શકો છો.આગળ જણાવ્યું તેમ લીલી ડુંગળી ફાઈબર થી ભરપૂર છે. તેને પકાવવા થી તેમાં રહેલો આ ગુણ જાણવી રહે છે અને તમારી પાચન ક્રિયા ને મજબૂત બનાવે છે.

ઠંડી અને તાવ થી રક્ષણ આપે છે :-

શિયાળા માં શરદી, તાવ, ઠંડી, ની સમસ્યા નાના થી મોટા ને બહુ જ હેરાન કરે છે. ગળા માં કફ થઇ જવો, ઉધરસ થઇ જવી, આવી સમસ્યાઓ થી આપને શિયાળા માં પરેશાન રહેતા હોઈએ છીએ, લીલી ડુંગળી ખાવા થી આ બધી સમસ્યાઓ થી તમે છુટકારો મેળવી શકો છો.

બ્લડ શુગર ને ઓછુ કરે છે – lili dungri na fayda :-

જે વ્યક્તિઓ બ્લડ શુગર (ડાયાબીટીસ) થી પીડિત છે એવ્યક્તિઓ તો ખાસ આ શિયાળા ની સીઝન માં લીલી ડુંગળી ખાવી જોઈએ. ડાયાબીટીસ થવાનું મુખ્ય કારણ લોહી માં શુગર નું પ્રમાણ વધી જવું અને લીલી ડુંગળી આ પ્રમાણ ને વધવા દેતી નથી. જેનું કારણ છે તેમાં રહેલું સલ્ફર નામનું તત્વ.

આ રીતે કરો લીલી ડુંગળી નું સેવન

લીલી ડુંગળી નો તમે સલાડ માં ઉપયોગ કરી શકો છો, તેનું શાક બનાવી શકો છો, સૂપ, નુડલ્સ, સાલસા માં નાખી ને તમે એનો સ્વાદ વધારી શકો છો. લસણ સાથે ડુંગળી ખાઈ શકો છો, ઓલીવ ઓઈલ સાથે તેનો સલાડ બનાવી શકાય છે.

તમને જણાવી દઈએ કે તમે લીલી ડુંગળી નો ઉપયોગ સવારે નાસ્તા માં, બપોર ના ભોજન માં, અને રાત્રી ના ભોજન માં કરી શકો છો.પણ ખ્યાલ રહે કે વધારે પડતી માત્રા માં ના ખાવી જોઈએ, નહિતર સ્વાસ્થ્ય ને નુકસાન પણ પહોચાડી શકે છે.

લીલી ડુંગળી થી થતા નુકસાન :-

જો તમે જરૂરત થી વધારે ડુંગળી ખાશો તો તમને નુકશાન કરી શકે છે. જેમકે, જે લોકો ને સદી ડુંગળી થી એલર્જી થાય છે એમને લીલી ડુંગળી પણ ના ખાવી જોઈએ.લીલી ડુંગળી નો વધારે પડતું સેવન કરવાથી હૃદય સંબંધિત સમસ્યાઓ માં વધારો થઇ શકે છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

ખસખસ ખાવાના ફાયદા | ખસખસ ના ફાયદા | khaskhas na fayda

અજમાનું પાણી પીવાના ફાયદા | ajmanu pani pivana fayda

વિશ્વમાં ઉત્તમ ફળો ની ગણતરી મા આવનાર એવોકાડો હર્દય, પાચનતંત્ર જેવી 10 સમસ્યા મા છે ફાયદાકારક વાંચો વિસ્તતૃત મા માહિતી

કબજિયાતની સમસ્યા મા રાખો આટલી વસ્તુ નું ધ્યાન કબજિયાત ની સમસ્યા માંથી છુટકારો મળશે

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement