અજમા ના પાણી ના ફાયદા અને ઉપયોગ | Ajma na pani na fayda

ajwain water benefits in gujarati - Ajma na pani na fayda - અજમા ના પાણી ના ફાયદા - ajma nu pani
Advertisement

અજમા નો ઉપયોગ સામાન્ય રીતે આપણે મસાલા તરીકે કરીએ છીએ. ભારતમાં અજમા ને ઘણા અલગ અલગ નામ થી જાણવામાં આવે છે. વિશેષ રૂપ થી અજમો ભારત માં મસાલા તરીકે પ્રખ્યાત છે, તો ચાલો જાણીએ એના વિષે, Ajma na pani na fayda, ajwain water benefits in Gujarati, ajma nu pani – અજમા નું પાણી, અજમા ના પાણી ના ફાયદા.

Ajma na pani na fayda – અજમા ના પાણી ના ફાયદા

અજમો કે જેમાં સુગંધ,પાંદ અને મસાલેદાર સ્વાદ હોય છે. અજમાનું પાણી પીવાથી જાડાપણું ઓછું કરવાથી લઇ ને વજન ઘટાડવા સુધીના અનેક ફાયદાઓ છે

અજમા ના બીજ માં ઘણાબધા આવશ્યક ખનીજ અને વિટામીન નો સંગ્રહ હોય છે અજમા ના બીજ માં પ્રોટીન,વસા અને કાર્બોહાઈડ્રેટ હોય છે.અજમા ના બીજ થી મુખ્ય રીતે તેનું તેલ બનવાવામાં આવે છે,જેમાં બીજ ના ૨.૫ થી ૫% ભાગ તેલ હોય છે.

Advertisement

અજમા ના બીજ તેલને આપને અજમા નું તેલ તરીકે જાણીએ છીએ. જેનો કફનાશક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ તેલ નો સૌથી સારો ઉપયોગ આપને જીવાનુંનાશક તરીકે પણ કરી શકીએ છીએ.

વજન ઘટાડવા અજમા નું પાણી:

ઘણા ઓછા લોકો ને ખબર હશે કે અજમા નું પાણી વજન ઘટાડવા માં પણ મદદરૂપ થાય છે.અજમા ના બીજ પાચનશક્તિ માં વધારો કરે છે,જેનો સીધો ફાયદો એ છે કે આપની ચરબી જલ્દી ઘટે છે અને વજન પણ ઓછો કરી શકાય છે,Ajma na pani na fayda.

વજન ઘટાડવા માટે અજમાં નું પાણી બનાવા માટે ૨૫ ગ્રામ અજમા ને એક ગ્લાસ્ પાણી માં રાત્રે પલાળી  સવારે તેમાં એક ચમચી મધ ઉમેરી ને પી જવું.

આ પાણી તમારો વજન ઓછો કરવામાં મદદરૂપ થાય છે.આનો ઉપયોગ તમારે ૧૫ થી ૨૦ દિવસ કરવાનો રહેશે, સવારે નાસ્તા થી પહેલા ફક્ત અજમા ના બીજ ખાવાથી પણ ફાયદો થાય છે.

કબજીયાત માટે અજમા નું પાણી પીવાના ફાયદા:

પાચન સંબધી સમસ્યાઓ ને ઠીક કરવા માટે અજમો શ્રેઠ વિકલ્પ છે. આ તમને કબજીયાત થી છુટકારો મેળવવામાં મદદરૂપ થાય છે. થોડી માત્રામાં આનો ઉપયોગ કરી સકાય છે, જેથી એની કોઈ આડઅસર થતી નથી, ajwain water benefits in Gujarati.

બાળકો માટે અજમા નું પાણી:

બાળકો નું રડવાનું કારણ  ગેસ ની તકલીફ હોય તો તમે એને અજમાનું પાણી આપી શકોછો છો.જે બાળકો ને પાચન માં અને પેટ ને લગતી બીજી સમસ્યા દુર કરવામાં તમારી મદદ કરે છે. અડધી ચમચી તાજું તૈયાર કરેલું પાણી તમે પીવડાવી શકો છો.

અજમાનું પાણી જે બાળકો ને ગેસ ની સમસ્યા દુર કરે છે. એવી પણ સલાહ આપવામાં આવે છે કે બાળકો ને હાઈદ્રેટ્ટ રાખવા માટે ગરમ પાણી પીવડાવવું જોઈએ. તેની સાથે સાથે અજમો અને વરિયાળી ના મિશ્રણ વારા પાણી નો ઉપયોગ  બાળકો ની ઘણી બધી શારીરિક સમસ્યાઓં દુર કરવામાં થાય છે.

અજમા નું પાણી ગેસ સંબંધિત સમસ્યાઓ માટે:

જો કોઈને પેટ ની ગેસ ની સમસ્યા પરેશાન કરે છે તો તેના માટે અજમો અને બીજા આયુર્વેદિક તત્વો નો ઉપયોગ કરી ને તેને દૂર કરી શકાય છે.તેના માટે તમારે એક ગ્લાસ્ પાણી માં એક ચમચી અજમા નો પાવડર,એક ચમચી આદું નો પાવડર અને થોડુક સિંધવ નમક મિલાવી ને પી જવું.આ તમને પેટ ને લગતી બધી સમસ્યાઓ નો ઈલાજ કરવામાં મદદ કરશે.

ગેસ ની સમસ્યા ને દૂર કરવા માટે અજમા ના પાણીનો તમે બીજી રીતે પણ ઉપયોગ કરી શકો છો.એના માટે અડધા લિટર પાણી માં ૩ ચમચી અજમો નાખી ને ઉકાળો અને ઠંડુ કરી ને પીવો.આ પાણી તમારા પેટના ગેસની સમસ્યા ને દૂર કરવામાં મદદ કરે છે,

એસીડીટી માં અજમા નું પાણી:

ખોટી જીવન શૈલી અને ખરાબ ખાવાની અદાતો તથા વધારે પડતું તળેલું ખાવાથી ચિંતા, તણાવ,એસીડીટી  નું કારણ છે. આ પાણી hypersensitivity  અને એસીડિતી માટે કારગર સાબિત થાય છે.અજમા ના પાણીમાં એક ચમચી સિંધવ નમક નાખીને પીવાથી hypersensitivity માં ફાયદો કરે છે.એસીડીટી માં અજમા ના પાણી માં જીરું અને આદું નો પાવડર નાખી ને પીવાથી પણ ફાયદો થાય છે.

અજમા નું પાણી પથરી માટે:

કીડની ની પથરી ના લીધે તમને ખુબ જ પીડા થાય છે.જો એને તરત જ ઈલાજ કરવામાં ના આવે તો મોટી મુશ્કેલી નો સામનો કરવો પડે છે.વધુપડતું કીડની ની પથરી નબળી પાચનશક્તિ અને અમુક પાચન અંગો ખરાબ થવાને કરને થઇ શકે છે.અજમા ના પાણી પીવાથી તને એને નિયંત્રિત કરી શકો છો.

અજમા નું પાણી આમ તો પાચન ને લગતી સમસ્યાઓ ને દૂર કરવા માટે ઉપયોગ થાય છે.આ પાણી ના સચોટ કામ ને લીધે અજમા નું પાણી( ajma nu pani ) કિડનીની પથરી ને નાના નાના હિસ્સા માં તોડવામાં મદદ કરે છે તથા તેને મુત્ર માર્ગ દ્વારા બહાર કાઢવામાં મદદ કરે છે.

અજમા ના પાણી નો નિયમિત સેવન કરવાથી ભવિષ્ય માં પાથરી થવાની તમામ સંભાવનાઓ ને દૂર કરે છે કેમકે અજમા નું પાણી મૂત્રાશય ને સાફ કરવામાં ખુબ જ મદદ કરે છે,Ajma na pani fayda.

અસ્થમાં ના લક્ષણ રોકવામાં અજમા નું પાણી:

ભારતીય મસાલાઓ ની એક ખાસિયત એ છે એ એકબીજા ના પુરક તરીકે કાર્ય કરે છે. અજમા ના ગરમ અને સુખદાયક ગુણ ને લીધે અજમા નું પાણી ( ajma nu pani ) શ્વાસ ને લગતી બીમારીના ઈલાજ માટે ઉપયોગ કરવામાં આવે છે.અસ્થમા ના લક્ષણો ને રોકવા માટે તમે અજમા ના પાણી નો ઉપયોગ કરી શકો છો.

અજમા નું પાણી માઉથવોશ તરીકે:

આપના મોઢા માંથી આવતી દુર્ગંધ ને દૂર કરવામાટે અજમા ના પાણી નો ઉપયોગ કરી શકાય છે.તેના માટે તમે લવિંગ ના તેલ નો નો પણ ઉપયોગ કરી શકો છો, કહેવાય છે કે આ બન્ને મસાલા નો ઉપયોગ કરવાથી દાંત નો દુખાવો,મોઢામાંથી વાસ આવવી દાંત નો સડો દુર કરવામા ઉપયોગી સાબિત થાય છે.એવું એટલા માટે કે anti-inflammatory ગુણ હોવાને લીધે તે મોઢા માં રહેલા નાના નાના જીવાણુ ને મારવામાં મદદ કરે છે.

Ajma na pani fayda – અજમા નું પાણી સ્કીન માટે:

અજમા ના પાવડર ને પાણી સાથે મિક્ષ કરી ને પેસ્ટ બનાવી ને લગાવી સકાય છે.આ પેસ્ટ સ્કીન પર આવતી ખંજવાળ તથા સુજન ને શાંત કરવામાં મદદ કરે છે.સારા પરિણામ માટે અજમા ની પેસ્ટ તમે લીંબુ નાખી ને પણ બનાવી શકો છો.

પીરીયડ માટે અજમા ની ચાય:

પારમ્પરિક જડીબુટ્ટી યુક્ત ચાય આજકાલ અજમો ઘણા બધા રૂપે અને પેકિંગ સાથે બાઝાર માં મળી જાય છે. જે મહિલાઓ ના માસિકધર્મ ને નિયંત્રિત કરવા માટે સૌથી લોકપ્રિય ઉપચાર છે.અજમા નું પાણી પણ આવી જ એક જડીબુટ્ટી સમાન છે.રાત્રે સુતા પહેલા માટી ના વાસણ માં અજમા ને પાલડી ને સવારે પીવાથી તમને ફાયદો મળી શકે છે.

અજમા ના ઘરેલું ઉપચાર જે ખીલ ની સમસ્યા ને દૂર કરે:

અંતરીક અંગો ના ઉપચાર માટે અજમા નું પાણી ઉપયોગી તો છે અને શું તમે જનો છો કે આ પાણી તમારા ચહેરા ને સુંદર અને ખીલ રહિત બનાવી શકે છે.અજમા નું પાણી એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીમીક્રોબીયલ ગુણનો ભંડાર છે.તેથી જ આ પાણી આપની ત્વચા ને હાનીકારક સુક્ષ્મ જીવો થી રક્ષણ આપે છે.

આ પાણી થી ખાલી તમારી ક્જીલ ની સમસ્યા ને દૂર કરે છે પણ સાથે સાથે ખીલ ના દાગ ને પણ દૂર કરે છે. અજમા ના પાવડર ને દહીં સાથે મિક્ષ કરી ને લાગવાથી ફાયદો થાય છે.

સ્તનપાન ના સમયે અજમા નું પાણી ના ફાયદા:

મહિલાઓ ના સ્તનપાન સમયે અજમો અને વરિયાળી નું પાણી લાભદાયક હોય છે. અજમો અને વરિયાળી ના ગુણનો ને લીધે આ ગર્ભાશય ને સાફ કરવામાં તથા દૂધ ઉત્પાદન માં વૃદ્ધી કરે છે.આ રીતે પાણી સાથે ઘણા બધા સ્વાસ્થ્ય ને લગતા ફાયદા મેળવી શકીએ છીએ.

અજમા નું પાણી બનવાની રીત

Ajma nu pani – અજમાનું પાણી બનાવવું બહુજ સરળ છે. ૨ ચમચી અજમા ને ૨૦૦મિલિ લીટર પાણી લ્યો. સૌ પ્રથમ અજમા ને ધીમા તાપે શેકી લ્યો.ત્યારબાદ તેને પાણી માં નાખીને થોડીવાર માટે ઉકાળો પછી તેને ઠંડુ કરી ને ઉપયોગ કરો,

અજમા અને વરિયાળી નું પાણી બનવાની રીત:

આ પાણી બનવા ફક્ત ૧૦ થી ૧૫ મિનીટ જ લાગે છે.૧ લીટર પાણી માં અડધી ચમચી અજમો અને ૧ ચમચી વરિયાળી નાખી ને ઉકાળવામાં આવે છે.ઉકળ્યા પછી આ મિશ્રણ ને ઠંડુ કરી ને પી શકાય છે.

આ નુસખો પેટ અને ગર્ભાશય માટે સારો રહે છે.આ મિશ્રણ બાળકો ને પેટ ના દુખાવામાં પણ આપી શકાય છે,અજમા પાણી ના ફાયદા.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

ખાલી પેટે લીમડા ના પાન નું સેવન કરવાના ફાયદા

સારી ઊંઘ મેળવવા સુતા પહેલા કરો આ 8 માંથી 1 ઉપાય અને મેળવો ખુબજ સારી ઊંઘ

લાલ મરચા નું સેવન કરવાથી થતા સ્વાસ્થ્ય ને 7 લાભ

શા માટે કેળા લાલ હોય છે? તેમજ લાલ કેળા નું સેવન કરવાથી સ્વાસ્થ્ય ને થતા ફાયદા

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement