જુવાર ની ખીચડી બનાવવાની રીત | Juwar ni khichdi banavani rit

જુવાર ની ખીચડી - Juwar ni khichdi - જુવાર ની ખીચડી બનાવવાની રીત - Juwar ni khichdi banavani rit
Image credit – Youtube/JYOTI'S DELICIOUS CUISINE
Advertisement

આપણે જુવાર ની ખીચડી બનાવવાની રીત – Juwar ni khichdi banavani rit શીખીશું. આજે આપણે વેજીટેબલ નો ઉપયોગ કરી ને જુવાર ની ખીચડી બનાવતા શીખીશું, do subscribe JYOTI’S DELICIOUS CUISINE YouTube channel on YouTube If you like the recipe , જુવાર ગ્લુટેન ફ્રી હોવાથી આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. જુવાર ની ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે સાથે હેલ્થી પણ છે. સાથે ખૂબ જ સરળતાથી બની ને તૈયાર થઇ જાય છે. સાથે હેલ્થી પણ છે. બાળકો પણ હસતા હસતા પેટ ભરીને ખાઈ લે છે. તો ચાલો દરેક ને પસંદ આવે તેવી ટેસ્ટી વેજીટેબલ થી ભરપુર જુવાર ની ખીચડી બનાવતા શીખીએ.

જુવાર ની ખીચડી બનાવવા જરૂરી સામગ્રી

  • પાણી 1 કપ
  • જુવાર 1 કપ
  • તેલ 2 ચમચી
  • જીરું 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચા 1
  • સીંગ દાણા 2 ચમચી
  • લીમડા ના પાન 8-10
  • ઝીણા સુધારેલા ટામેટા ½ કપ
  • ઝીણા સુધારેલા કેપ્સીકમ ½ કપ
  • આદુ ની પેસ્ટ 1 ચમચી
  • ઝીણા સુધારેલા ગાજર ½ કપ
  • વટાણા ½ કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું

જુવાર ની ખીચડી બનાવવાની રીત

જુવાર ની ખીચડી બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં જુવાર લ્યો. હવે તેને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં પાણી નાખી ને છ થી આઠ કલાક માટે સેટ થવા માટે રાખી દયો.

ત્યાર બાદ ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં પલાળી ને રાખેલ જુવાર ને એક્સ્ટ્રા પાણી કાઢી ને તેમાં નાખો. હવે તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે કુકર બંધ કરી દયો. હવે પાંચ સીટી વગાડી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. અને કુકર ને ઠંડું થવા માટે રાખી દયો.

Advertisement

ત્યાર બાદ ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં અને સીંગ દાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં લીમડા ના પાન અને આદુ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ત્રીસ સેકન્ડ સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા કેપ્સીકમ, ઝીણા સુધારેલા ગાજર અને વટાણા નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં બાફી ને રાખેલ જુવાર ને તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ધીમા તાપે ચાર મિનિટ સુધી ચડવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી વેજીટેબલ થી ભરપુર જુવાર ની ખીચડી. હવે તેને ગરમા ગરમ સર્વ કરો અને ખાવાનો આનંદ માણો.

Juwar khichdi recipe notes

  • જુવાર ની ખીચડી માં તમે તમારા પસંદ ના કોઈ પણ વેજીટેબલ નાખી શકો છો.

Juwar ni khichdi banavani rit | Recipe Video

Video Credit : Youtube/ JYOTI’S DELICIOUS CUISINE

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર JYOTI’S DELICIOUS CUISINE ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

રબડી ટાર્ટ બનાવવાની રીત | Rabdi Tart banavani rit

બાજરા ના લોટ ના લાડુ બનાવવાની રીત | Bajra na lot na ladoo banavani rit

ચોળાફળી બનાવવાની રીત | chorafali banavani recipe | ચોરાફરી બનાવવાની રીત

મકાઈ ની કટલેટ બનાવવાની રીત | Makai ni cutlet banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement