મકાઈ ની કટલેટ બનાવવાની રીત | Makai ni cutlet banavani rit

મકાઈ ની કટલેટ - મકાઈ ની કટલેટ બનાવવાની રીત - Makai ni cutlet - Makai ni cutlet banavani rit - Makai ni cutlet recipe in gujarati
Image credit – Youtube/Nirmla Nehra
Advertisement

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે મકાઈ ની કટલેટ બનાવવાની રીત – Makai ni cutlet banavani rit શીખીશું , do subscribe YouTube channel on YouTube If you like the recipe ,મકાઈ ની કટલેટ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. તે ઉપર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ હોય છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. સાથે હેલ્થી પણ છે. સવાર ના નાસ્તા માં ચાય સાથે કે ચટણી સાથે તમે મકાઈ ની કટલેટ ખાઈ શકો છો. તો ચાલો આજે આપણે ઘરે Makai ni cutlet recipe in gujarati શીખીએ.

મકાઈ ની કટલેટ બનાવવા જરૂરી સામગ્રી

  • બાફેલા બટેટા 3
  • બ્રેડ 3
  • બાફેલા સ્વીટ કોર્ન ½ કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી ¼ કપ
  • ગ્રેટ કરેલા ગાજર ½ કપ
  • ઝીણા સુધારેલા કેપ્સીકમ ¼ કપ
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા ¼ કપ
  • ફુદીના ના પાન 3-4 ચમચી
  • આદુ ½ ઇંચ
  • ઝીણું સમારેલું લીલું મરચું 1
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચું પાવડર ¼ ચમચી
  • મરી પાવડર ½ ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • લીંબુ નો રસ 1 ચમચી
  • કોર્ન ફ્લોર ¼ કપ

મકાઈ ની કટલેટ બનાવવાની રીત | Makai ni cutlet recipe in gujarati

મકાઈ ની કટલેટ બનાવવા માટે સૌથી પેહલા એક બાઉલ માં બાફેલા બટેટા લ્યો. હવે તેને મેસર ની મદદ થી સરસ થી મેસ કરી લ્યો.

હવે બ્રેડ ના ટુકડા કરી ને તેને એક મિક્સર જાર માં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે  મિક્સર જાર માં બાફી ને રાખેલા સ્વીટ કોર્ન ને દરદરું પીસી લ્યો.

Advertisement

હવે પીસી ને રાખેલા  બ્રેડ અને મકાઈ ને મેસ કરી ને રાખેલા બટેટા વાળા બાઉલ માં નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી, ગ્રેટ કરેલું ગાજર, ઝીણું સમારેલું કેપ્સીકમ, ઝીણા સુધારેલા લીલાં ધાણા, ફુદીના ના પાન, આદુ ની પેસ્ટ અને  ઝીણું સમારેલું લીલું મરચું નાખો.

ત્યાર બાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર, મરી પાવડર, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુ નો રસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં બઈન્ડિંગ માટે કોર્ન ફ્લોર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું હસે.

  તેમાં થી લીંબુ ની સાઇઝ નું મિશ્રણ હાથ માં લ્યો. હવે તેને હાથ થી સરસ થી સિલિન્ડર સેપ આપો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે બધા કટલેટ બનાવી ને તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે કટલેટ નાખો. હવે કટલેટ ચારો તરફ સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી કટલેટ તળી ને તૈયાર કરી લ્યો.

હવે તૈયાર છે આપણી ટેસ્ટી મકાઈ ની કટલેટ. હવે તેને સોસ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ મકાઈ ની કટલેટ ખાવાનો આનંદ માણો.

Makai ni cutlet recipe in gujarati notes

  • કટલેટ માં તમે ઝીણી સુધારેલી કોબી અને બીન્સ નાખી શકો છો.
  • કોર્ન ફ્લોર ની જગ્યા એ તમે બેસન કે ચોખા ના લોટ નો ઉપયોગ કરી શકો છો.
  • લીંબુ ના રસ ની જગ્યા એ તમે ચાટ મસાલો કે આમચૂર પાવડર નાખી શકો છો.

Makai ni cutlet banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

બચેલી રોટલી ની સેન્ડવીચ બનાવવાની રીત | Bacheli rotli ni sandwich banavani rit

ઇન્સ્ટન્ટ પૌવા ઉત્તપમ બનાવવાની રીત | Instant pauva uttapam banavani rit

ડ્રાયફ્રુટ મઠો બનાવવાની રીત | Dry fruit matho banavani rit

બદામ મિલ્ક શેક બનાવવાની રીત | Badam milk shake banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement