બચેલી રોટલી ની સેન્ડવીચ બનાવવાની રીત | Bacheli rotli ni sandwich banavani rit

બચેલી રોટલી ની સેન્ડવીચ - બચેલી રોટલી ની સેન્ડવીચ બનાવવાની રીત - Bacheli rotli ni sandwich banavani rit
Image credit – Youtube/Hebbars Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બચેલી રોટલી ની સેન્ડવીચ બનાવવાની રીત – Bacheli rotli ni sandwich banavani rit શીખીશું, do subscribe Hebbars Kitchen YouTube channel on YouTube If you like the recipe , આપણા માંથી ઘણા ના ઘરે રોટલી બપોર ના કે રાત્રિ ના ભોજન પછી અવાર નવાર રોટલી બચી જતી હોય છે અને રોજ રોજ બચેલી રોટલી માંથી શું બનાવવું એ મોટો પ્રશ્ન થતો હોય છે તો આજ આપણે એમાંથી સેન્ડવીચ બનાવવાની નવી રીત શીખીશું જે નાના મોટા બધા ને પસંદ આવશે. આ સેન્ડવીચ તમે બચેલી રોટલી અથવા તાજી રોટલી તૈયાર કરી ને બનાવી શકો છો. તો ચાલો જાણીએ બચેલી રોટલી માંથી સેન્ડવીચ બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

બચેલી રોટલી માંથી સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી

  • તેલ 1-2 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી
  • લીલા મરચા ઝીણા સમારેલા 2-3
  • મકાઈ ના દાણા 3-4 ચમચી
  • છીણેલું ગાજર 5-7 ચમચી
  • કેપ્સિકમ ઝીણું સમારેલું 6-7 ચમચી
  • ઝીણી સુધારેલી પાનકોબી 3-4 ચમચી
  • પાઉંભાજી મસાલો  1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • છીણેલું પનીર 2-4 ચમચી
  • ટમેટા સોસ 2 ચમચી
  • ચીલી સોસ ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • બચેલી રોટલી
  • માયોનિઝ જરૂર મુજબ
  • લીલી ચટણી જરૂર મુજબ
  • ચીઝ જરૂર મુજબ
  • માખણ / તેલ જરૂર મુજબ

બચેલી રોટલી ની સેન્ડવીચ બનાવવાની રીત

બચેલી રોટલી ની સેન્ડવીચ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી શેકો ડુંગળી થોડી નરમ થાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ, ઝીણા સમારેલા લીલાં મરચા નાખી ને બે મિનિટ શેકી લ્યો. લસણ અને આદુ બરોબર શેકવું.

આદુ લસણ બરોબર શેકી લીધા બાદ એમાં ઝીણા સમારેલા કેપ્સીકમ, છીણેલું ગાજર, ઝીણી સુધારેલી પાનકોબી, મકાઈ ના દાણા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બે મિનિટ ફૂલ તાપે શેકી લ્યો. શાક ને બે મિનિટ શેકી લીધા બાદ એમાં પાઉંભાજી મસાલો, હળદર અને લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો.

Advertisement

હવે એમાં છીણેલું પનીર, ટમેટા સોસ, ચીલી સોસ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી મિશ્રણ ને થોડુ ઠંડુ કરી લ્યો.

મિશ્રણ ઠંડુ થાય એટલે બચેલી રોટલી લઈ એના અડધા ભાગ માં માયોનીઝ લગાવો અને અડધા ભાગ માં લીલી ચટણી લગાવો અને એના પર ચીઝ ને છીણી નાખો અને એક બાજુ તૈયાર કરેલ મસાલો લગાવી નાખો.

હવે રોટલી ને અડધી ફોલ્ડ કરી નાખો. ગેસ પર એક તવી ગરમ કરી એના પર તૈયાર સેન્ડવીચ મૂકી ધીમા તાપે તેલ કે માખણ લગાવી ને ક્રિસ્પી થાય ત્યાં સુંધી બને બાજુ શેકી લ્યો.

આમ બધી રોટલી માં તૈયાર મિશ્રણ લગાવી ફોલ્ડ કરી ધીમા તાપે શેકી ને સેન્ડવીચ તૈયાર કરી લ્યો ને સોસ કે ચટણી સાથે સર્વ કરો બચેલી રોટલી માંથી સેન્ડવીચ.

Bacheli rotli ni sandwich banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઘઉં ના લોટ ના પોકેટ ચીઝ પકોડા બનાવવાની રીત | Ghau na lot na pocket cheese pakoda banavani rit

મમરા માંથી ઉપમા બનાવવાની રીત | Mamra mathi upma banavani rit

અંકુરીત મેથી દાણા નું અથાણું બનાવવાની રીત | Methi dana nu athanu banavani rit

સરગવાના પાંદ નો પુલાવ બનાવવાની રીત | Sargva na pand no pulao banavani rit

દાળ પકવાન બનાવવાની રેસીપી | Sindhi Dal Pakwan recipe in Gujarati |dal pakwan banavani rit

દુધનો માવો બનાવવાની રીત | dudh no mavo banavani rit | dudh no mavo recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement