અમૃતસરી આલુ કૂલચા બનાવવાની રીત | Amritsari aloo Kulcha banavani rit

અમૃતસરી આલુ કૂલચા - Amritsari aloo Kulcha - અમૃતસરી આલુ કૂલચા બનાવવાની રીત - Amritsari aloo Kulcha banavani rit - Amritsari aloo Kulcha recipe in gujarati
Image credit – Youtube/CookingShooking Hindi
Advertisement

આપણે ઘરે અમૃતસરી આલુ કૂલચા બનાવવાની રીત – Amritsari aloo Kulcha banavani rit શીખીશું. આજે આપણે કુલ્ચા માં વચ્ચે બટેટા નું મિશ્રણ ભરી ને એકદમ નવી રીતે ફૂલચા બનાવતા શીખીશું , do subscribe CookingShooking Hindi YouTube channel on YouTube If you like the recipe  , વગર ઈસ્ટ અને વગર તંદુર ના આજે આપણે એક દમ ઉપર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ કુલચા બનાવીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. આલુ કુલચા ને તમે છોલે કે બટેટા ના સુખા શાક કે ચટણી સાથે ખાઈ શકો છો. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે Amritsari aloo Kulcha recipe in gujarati શીખીએ.

અમૃતસરી આલુ કૂલચા બનાવવા જરૂરી સામગ્રી

  • મેંદો 2 કપ
  • બેકિંગ પાવડર ½ ચમચી
  • ખાંડ 2 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • પાણી જરૂર મુજબ
  • બટર 30 ગ્રામ

બટેટા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • બાફેલા બટેટા 4-5
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • આખા ધાણા અને મીરી 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 1
  • ઝીણું સુધારેલું આદુ 1 ઇંચ
  • કસૂરી મેથી 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • સંચળ પાવડર ½ ચમચી
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • જીરું પાવડર 1 ચમચી
  • આમચૂર પાવડર ½ ચમચી
  • મેંદો 2 ચમચી

કુલચા માટે લોટ બાંધવા માટેની રીત

કુલચા બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં મેંદો લ્યો. હવે તેમાં બેકિંગ પાવડર, ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને એક લાઇ જેવો ચીપ ચીપો લોટ ગુંથી લ્યો. હવે તેમાં દસ ગ્રામ જેટલું બટર લગાવી ફરી થી લોટ ને બાંધી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને ત્રીસ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.

Advertisement

ત્રીસ મિનિટ બાદ ગૂંથેલા લોટ માં મેંદા ના લોટ નાખી ફરી થી તેને ગુંથી લ્યો. હવે તેને ગુંથી ને હાથ થી પ્રેસ કરતા અડધી ઇંચ થીક રહે તે રીતે રોટલી જેવું બનાવી દયો. હવે તેની ઉપર બટર ની એક લેયર લગાવી લ્યો. હવે તેની ઉપર મેંદો છાંટો. હવે તેને સામ સામે ફોલ્ડ કરી લ્યો.

ફરી થી તેને હાથ થી પ્રેસ કરતા થોડું ફેલાવી લ્યો. હવે ફરી થી તેની ઉપર બટર ની એક લેયર લગાવો. હવે તેની ઉપર ફરી થી થોડો મેંદો છાંટી લ્યો. હવે ફરી થી તેને ફોલ્ડ કરી ને પેક કરી ને એક રોલ બનાવી લ્યો. હવે તેના એકસરખા માપ ના પાંચ થી છ લુવા બનાવી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને દસ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.

કુલચા નું સ્ટફિંગ બનાવવા માટેની રીત

સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં બાફેલા બટેટા ને હાથ થી મસળી ને લઇ લ્યો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી અને આખા ધાણા અને મિરી ને દર દરૂ કૂટી ને તેમાં નાખો.

હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં, ઝીણું સુધારેલું આદુ, ઝીણા સુધારેલા લીલાં ધાણા, કસૂરી મેથી, સંચળ પાવડર, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, જીરું પાવડર અને  આમચૂર પાવડર નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં મેંદો નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું સ્ટફિંગ.

અમૃતસરી આલુ કૂલચા બનાવવાની રીત

અમૃતસરી આલું કુલચા બનાવવા માટે સૌથી પહેલાં બનાવી ને રાખેલા લુવા માંથી એક લુવો લ્યો. હવે તેમાં કોરો લોટ લગાવી ને વેલણ ની મદદ થી સરસ થી વણી લ્યો. હવે તેમાં વચ્ચે આલું નું સ્ટફિંગ રાખો. હવે તેને પ્લેટ ભરતાં પેક કરી લ્યો. હવે ફરી થી તેનો લુવો બનાવી ને કોરો લોટ લગાવી ને વેલણ ની મદદ થી વણી લ્યો.

હવે વણી ને રાખેલ કુલચા ઉપર આંગળી થી પ્રેસ કરી લ્યો. હવે તેની ઉપર પાણી લગાવી લ્યો. હવે તેની ઉપર ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે ફરી થી તેને પ્રેસ કરી લ્યો.

ગેસ પર એક તવી મૂકો. હવે તેની ઉપર પાણી લગાવેલ ભાગ તવી ઉપર મૂકો. હવે તેની ઉપર આંગળી થી પ્રેસ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તવી ને ઉંધી કરીને ગેસ પર ધીમા તાપે ત્રણ થી ચાર મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તવીથા ની મદદ થી કાઢી ને એક પ્લેટ માં રાખી લ્યો. હવે તેની ઉપર બટર લગાવી લ્યો. હવે તેને બને હાથ ની મદદ થી ચોરી લ્યો.

તૈયાર છે આપણા ટેસ્ટી અમૃતસરી આલું કુલચા. હવે તેને છોલે નું શાક કે ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ અમૃતસરી આલું કુલચા ખાવાનો આનંદ માણો.

Amritsari aloo Kulcha recipe notes

  • સ્ટફિંગ માં તમે આમચૂર પાવડર ની જગ્યા એ ચાટ મસાલો કે લીંબુ નો રસ નાખી શકો છો.

Amritsari aloo Kulcha banavani rit | Recipe Video

Video Credit : Youtube/ CookingShooking Hindi

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર CookingShooking Hindi ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

લીલી ડુંગળી ની કઢી બનાવવાની રીત | Lili dungli ni kadhi banavani rit

જૈન રોટલી સેન્ડવીચ બનાવવાની રીત | Jain rotli sandwich banavani rit | Jain rotli sandwich recipe in gujarati

બટાકા ની ચિપ્સ નું શાક બનાવવાની રીત | Bataka ni chips nu shak banavani rit

ફરાળી કેક બનાવવાની રીત | Farali cake banavani rit

લીલા વટાણા નું અથાણું બનાવવાની રીત | Lila vatana nu athanu banavani rit

ગાજર ની ખીર બનાવવાની રીત | gajar ni kheer banavani rit | gajar ni kheer recipe gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement