લીલા વટાણા નું અથાણું બનાવવાની રીત | Lila vatana nu athanu banavani rit

લીલા વટાણા નું અથાણું બનાવવાની રીત - Lila vatana nu athanu banavani rit - Lila vatana nu athanu recipe in gujarati
Image credit – Youtube/Recipes Hub
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે લીલા વટાણા નું અથાણું બનાવવાની રીત – Lila vatana nu athanu banavani rit શીખીશું, do subscribe Recipes Hub YouTube channel on YouTube If you like the recipe , આજકાલ લીલા વટાણા સારા ને સસ્તા આવતા હોય છે ને તમે લીલા વટાણા નું શાક, પરોઠા, મિક્સ શાક કે કચોરી તો બનાવી હસે પણ હવે લીલા વટાણા નું ચતપટુ ને સ્વાદિષ્ટ અથાણું બનાવો ને મહિનાઓ સુધી મજા લ્યો તો ચાલો જાણીએ Lila vatana nu athanu recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

લીલા વટાણા નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • સરસ્યું તેલ / તેલ 1 કપ
  • લીલા વટાણા 2 કપ
  • આખા ધાણા 2 ચમચી
  • વરિયાળી 2 ચમચી
  • સરસો / રાઈ 2-3 ચમચી
  • જીરું 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • મેથી દાણા ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
  • અજમો ½ ચમચી
  • આમચૂર પાઉડર 1-2 ચમચી
  • કલોજી 1 ચમચી
  • હિંગ ½ ચમચી
  • વિનેગર 2-3 ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • સંચળ 1 ચમચી

લીલા વટાણા નું અથાણું બનાવવાની રીત | Lila vatana nu athanu recipe in gujarati

લીલા વટાણા નું અથાણું બનાવવા સૌપ્રથમ પાકા લીલા વટાણા લ્યો ને ધોઇ સાફ કરો ત્યાર બાદ ગેસ પર તપેલી માં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં વટાણા નાખો ને એમાં પા ચમચી ખાવાના સોડા નાખી મિક્સ કરી બે ચાર મિનિટ બાફી લ્યો ચાર મિનિટ પછી વટાણા કાઢી લ્યો

ત્યાર બાદ બાફેલા વટાણા ને  બરફ વાળા ઠંડા પાણી માં પાંચ મિનિટ નાખો પાંચ મિનિટ પછી ચારણી માં કાઢી લ્યો ત્યાર બાદ કપડા પર કે પેપર પર  ફેલાવી ને ઘરમાં બે થી ત્રણ કલાક સૂકવી ને સાવ કોરા કરી લ્યો

Advertisement

હવે એક કડાઈમાં આખા ધાણા, મેથી દાણા, જીરું, વરિયાળી, અજમો અને સરસો / રાઈ નાખી ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા કરવા મૂકો અને મસાલા ઠંડા થાય એટલે એને મિક્સર જાર માં નાખી ને એમાં પીળી સરસો નાખી અધ કચરા પીસી લ્યો

ત્યારબાદ એજ કડાઈ માં તેલ ને ગરમ કરવા મૂકો ફૂલ ગરમ થાય ત્યાર બાદ ગેસ બંધ કરી થોડું ઠંડું થવા દયો તેલ નવશેકું રહે ત્યાં એમાં કલોંજી , હિંગ અને હળદર નાખી મિક્સ કરી એક બાજુ મૂકો

હવે સૂકવેલા વટાણા લ્યો એમાં પીસી રાખેલ મસાલા નાખો અને સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, સંચળ નાખી મિક્સ કરી લ્યો,

ત્યાર બાદ એમાં ગરમ કરી ઠંડુ કરેલ તેલ નાખો ને સાથે વિનેગર  ( જો તરત અથાણું ખાઈ જવું હોય તો વિનેગર ના નાખો તો ચાલે )નાખી મિક્સ કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો મે મજા લ્યો લીલા વટાણા નું અથાણું

Lila vatana nu athanu banavani rit | Recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Recipes Hub ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઈડલી ઢોંસા સાથે સર્વ થતો મિલગપોડી પાઉડર | Gun powder recipe in gujarati

કાકડી નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત | Kakdi nu instant athanu banavani rit

આદુ નું અથાણું બનાવવાની રીત | aadu nu athanu banavani rit | aadu nu athanu recipe in gujarati

ગાજર મૂળા અને મરચા નું અથાણું બનાવવાની રીત | gajar mula marcha nu athanu banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement