ગાજર મૂળા અને મરચા નું અથાણું બનાવવાની રીત | gajar mula marcha nu athanu banavani rit

ગાજર મૂળા અને મરચા નું અથાણું બનાવવાની રીત - gajar mula marcha nu athanu banavani rit
Image credit – Youtube/MEENU GUPTA KITCHEN
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ગાજર મૂળા અને મરચા નું અથાણું બનાવવાની રીત – gajar mula marcha nu athanu banavani rit શીખીશું. do subscribe MEENU GUPTA KITCHEN YouTube channel on YouTube  If you like the recipe આ અથાણું તમે બનાવી ને તરત ખાઈ શકો છો અને પાંચ છ મહિના સુંધી સાચવી શકો છો તો ચાલો જાણીએ ગાજર મૂળા અને મરચા નું અથાણું બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ગાજર મૂળા અને મરચા નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • મૂળો 2-3 આંગળી જેટલી લાંબા લાંબાસુધારેલ
  • ગાજર 1-2 આંગળી જેટલા લાંબા લાંબા સુધારેલ
  • લીલા મરચા 10-15 બે ભાગમાં સુધારેલ
  • હળદર 1 ચમચી
  • રાઈ 2-3 ચમચી
  • સરસો 1 ચમચી
  • મરી 10-12
  • વરિયાળી 2-3 ચમચી
  • મેથી દાણા ¼ ચમચી
  • અજમો ½ ચમચી
  • કલોંજી 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • આમચૂર પાઉડર 2 ચમચી
  • સરસો નું તેલ / તેલ 1 કપ
  • હિંગ 2 ચપટી
  • લસણ ની કણી 2-3 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

ગાજર મૂળા અને મરચા નું અથાણું બનાવવાની રીત

ગાજર મૂળા અને મરચા નું અથાણું બનાવવા સૌપ્રથમ ગાજર, મૂળા અને મરચા ને ધોઇ ને સાફ કરી કપડા થી સાવ કોરા કરી લ્યો ત્યાર બાદ ગાજર મૂળા ને છોલી લ્યો અને આંગળી ની સાઇઝ ના લાંબા પાતળા કટકા કરી લ્યો અને મરચા ની દાંડી દૂર કરી એના પણ બે ભાગ કે ચાર ભાગ કરી લ્યો

હવે એક મોટા વાસણમાં સુધારેલ ગાજર, મૂળા અને મરચા લ્યો એમાં હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી ચમચા વડે બરોબર મિક્સ કરો ત્યાર બાદ એને ઢાંકી ને ત્રણ ચાર કલાક સુધી એક બાજુ મૂકો ત્રણ કલાક પછી ફરી બરોબર મિક્સ કરી એમાં બનેલ પાણી ચારણી વડે કાઢી લ્યો

Advertisement

હવે બધી સામગ્રી ને સાફ કપડા પર એક સરખી ફેલાવી ઘરમાં કે બહાર તડકા માં ત્રણ ચાર કલાક સૂકવી સાવ કોરી કરી લ્યો  ( જો તમારે અથાણું લાંબુ સાચવી રાખવું હોય તો બે દિવસ સૂકવી નાખવું ને દસ પંદર દિવસ માટે બનાવો તો ત્રણ ચાર કલાક સૂકવી કોરું કરી લેવું )

ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં રાઈ, સરસો, મરી, વરિયાળી, મેથી દાણા, અજમો નાખી ને ધીમા તાપે ચાર પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ઠંડા કરી મિક્સર જારમાં અધ કચરા પીસી લ્યો

હવે ગેસ પર એજ કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ અને લસણ ની કણી નાખી ગેસ બંધ કરી નાખો અને તેલ ને નવશેકું રહે ત્યાં સુધી ઠંડુ કરી લ્યો

હવે સુકાઈ ગયેલ ગાજર, મૂળા અને મરચા ને ભેગા કરી એક મોટા વાસણમાં લ્યો એમાં તૈયાર કરેલ મસાલો, ક્લોજી, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને જો જરૂર લાગે તો મીઠું નાંખી એને પણ મિક્સ કરી લ્યો

છેલે એમાં તેલ નાખી મિક્સ કરો ને તૈયાર અથાણાં ને કોરી બરણી માં ભરી લ્યો ને મજા લ્યો ગાજર મૂળા અને મરચા નું અથાણું.

 gajar mula marcha nu athanu banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર MEENU GUPTA KITCHEN ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મિક્સ વેજ ફરસાણ રાયતું બનાવવાની રીત | mix farsan raitu banavani rit

પાલક મકાઈની સેન્ડવીચ બનાવવાની રીત | palak makai ni sandwich banavani rit | palak makai ni sandwich recipe in gujarati

રસમ વડા બનાવવાની રીત | rasam vada banavani rit | rasam vada recipe in gujarati

ખમંગ કાકડી બનાવવાની રીત | khamang kakdi banavani rit | khamang kakdi recipe in gujarati

ફુલાવર બટાકા નું સુકુ શાક બનાવવાની રીત | fulavar bataka nu shaak banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement