ફુલાવર બટાકા નું સુકુ શાક બનાવવાની રીત | fulavar bataka nu shaak banavani rit

ફુલાવર બટાકા નું સુકુ શાક બનાવવાની રીત - ફ્લાવર બટાકા નું શાક બનાવવાની રીત - fulavar bataka nu shaak banavani rit - flower batata nu shaak banavani rit - cauliflower batata nu shaak gujarati - cauliflower batata nu shaak banavani rit
Image credit – Youtube/Shyam Rasoi
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Shyam Rasoi  YouTube channel on YouTube  આજે આપણે ફૂલાવર બટાકા નું સૂકું શાક ફ્લાવર બટાકા નું શાક બનાવવાની રીત – fulavar bataka nu shaak banavani rit શીખીશું. આ શાક રોટલી પરાઠા અને પુરી સાથે ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો જાણીએ cauliflower batata nu shaak banavani rit recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ફ્લાવર બટાકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી | cauliflower batata nu shaak ingredients

  • ફુલાવર 350 ગ્રામ
  • બટકા 200 ગ્રામ
  • તેલ 5-6 ચમચી
  • હળદર ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ટમેટા 2 સુધારેલ
  • ડુંગળી 1 સુધારેલ
  • લીલા મરચા સુધારેલા 1-2
  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લસણ 4-5 કણી
  • આદુ નો 1 ઇંચ નો ટુકડો
  • હળદર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ગરમ મસાલો ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી

ફુલાવર બટાકા નું સુકુ શાક બનાવવાની રીત | fulavar bataka nu shaak banavani rit | flower batata nu shaak banavani rit

ફુલાવર બટાકા નું સૂકું શાક બનાવવા સૌપ્રથમ એક મિક્સર જારમાં ટમેટા , ડુંગળી અને લીલા મરચા ને અધ કચરા પીસી લ્યો અને એક બાજુ મૂકો સાથે આદુ અને લસણ ને પણ અધ કચરા પીસી ને લ્યો અને એને પણ એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં ફુલાવર ના કટકા નાખી જરૂર મુજબ મીઠું અને પા ચમચી હળદર નાખી મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહી શેકી ને 70-80% ચડાવી  લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો

Advertisement

ત્યારબાદ એજ ગરમ તેલ માં બટાકા ના કટકા નાખી એને સ્વાદ મુજબ મીઠું નાખી હલાવતા રહી 70-80% સુંધી શેકી લ્યો બટાકા શેકવા આવે એટલે એને પણ ફુલાવર સાથે કાઢી લ્યો

હવે કડાઈ માં બચેલ તેલ જો વધારે હોય તો થોડું કાઢી લ્યો અથવા બરોબર હોય તો તેલ ને બરોબર ગરમ કરો તેલ ગરમ થાય એટલે જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં આદુ લસણ પેસ્ટ નાખી મિક્સ કરો અને એક મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા ડુંગળી મરચા ની પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો

પેસ્ટ ને ત્રણ ચાર મિનિટ શેકી લ્યો પેસ્ટ શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, મરી પાઉડર નાખી મિક્સ કરી શેકી ને તેલ અલગ થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ એમાં તરેલ ફૂલાવર અને બટાકા નાખી બરોબર મિક્સ કરો

હવે એમાં હાથ થી મસળી મેથી નાખો સાથે ગરમ મસાલો  નાખી બરોબર મિક્સ કરી ધીમા તાપે ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો પાંચ મિનિટ પછી ફરી શાક ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ફરી ઢાંકી ને બીજી ને ત્રણ મિનિટ ચડવી લ્યો

ફુલાવર અને બટાકા બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને શાક ને ઢાંકી ને પાંચ મિનિટ રહેવા દયો જેથી ધાણા નો સ્વાદ અને સુગંધ શાક માં બરોબર આવી જાય તો તૈયાર છે ફુલાવર બટાકા નું સૂકું શાક.

ફ્લાવર બટાકા નું શાક બનાવવાની રીત | cauliflower batata nu shaak gujarati | cauliflower batata nu shaak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shyam Rasoi ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

તળીને મોદક બનાવવાની રીત | tari ne modak banavani rit | fried modak recipe in gujarati

પંજાબી રાજમા બનાવવાની રીત | panjabi rajma banavani rit | panjabi rajma recipe in gujarati

બ્રેડ પકોડા બનાવવાની રીત | Bread pakoda recipe in gujarati | Bread pakoda banavani rit

દાલ બાટી ચુરમા બનાવવાની રીત | dal bati churma recipe in gujarati

ભરેલા પરવળ નું શાક બનાવવાની રીત | bharela parval nu shaak banavani rit | bharela parval nu shaak recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement