બીટ ના પરોઠા બનાવવાની રીત | beet na parotha banavani rit recipe in gujarati

બીટ ના પરોઠા બનાવવાની રીત - beet na parotha banavani rit - beet na parotha recipe in gujarati
Image credit – Youtube/Hebbars Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બીટ ના પરોઠા બનાવવાની રીત – beet na parotha banavani rit શીખીશું. do subscribe Hebbars Kitchen YouTube channel on YouTube  If you like the recipe  આ પરોઠા ખાવા માં ખૂબ ટેસ્ટી અને હેલ્થી હોય છે જો બાળકો કાચી બીટ ખાતા ના હોય તો આ રીતે બીટ ના પરોઠા બનાવી બાળકો ને ખવરાવી શકો છો તો ચાલો જાણીએ beet na parotha recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

બીટ ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • છીણેલું બીટ
  • લીલા મરચા 1-2
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ઘઉંનો લોટ 2 કપ
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • અજમો ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

બીટ ના પરોઠા બનાવવાની રીત | beet na parotha recipe in gujarati

બીટ ના પરોઠા બનાવવા માટે સૌ પ્રથમ બીટ ને ધોઇ લ્યો અને છોલી લ્યો ત્યાર બાદ એને છીણી લ્યો અથવા ઝીણા સુધારી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં આદુ પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી શેકી લ્યો

ત્યાર બાદ છીણેલું બીટ અથવા બીટ ના કટકા નાખી ને મિક્સ કરી પાંચ સાત મિનિટ સુધી ચડવા દયો હવે એમાં ત્રણ ચાર ચમચી પાણી નાખી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવો ત્યાર બાદ ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો ને મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો ( અહી તમે બીટ વાળા મિશ્રણ ને પિસ્યા વગર એમજ પણ નાખી શકો છો )

Advertisement

હવે એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠુ, આમચૂર પાઉડર, ગરમ મસાલો, હાથ થી મસળી અજમો, શેકેલ જીરું પાઉડર અને પીસી રાખેલ પેસ્ટ નાખી સોફ્ટ લોટ બાંધી લ્યો ને છેલ્લે એક બે ચમચી તેલ નાખી લોટ ને મસળી પાંચ દસ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો

હવે ફરી લોટ ને મસળી લ્યો અને જે સાઇઝ ના પરોઠા બનાવવા હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો ને એક લુવો લઈ કોરા લોટ સાથે પરોઠા ને વણી લ્યો ને ગેસ પર મૂકેલ તવી પર બને બાજુ થોડો ચડાવી લ્યો ત્યાર બાદ તેલ લગાવી બરોબર સેકી ને ચડાવી લ્યો આમ બધા પરોઠા વની શેકી ને તૈયાર કરી લ્યો તો તૈયાર છે બીટ ના પરોઠા

beet na parotha banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

દુધીનુ રાયતુ બનાવવાની રીત | dudhi nu raitu banavani rit | dudhi nu raitu recipe in gujarati

જામફળ નું શાક બનાવવાની રીત | jamfal nu shaak banavani rit | jamfal nu shaak recipe gujarati

મિલ્ક પાવડર થી કાળા જાંબુ બનાવવાની રીત | milk powder thi kala jamun banavani rit gujarati ma

ફરાળી સંભાર બનાવવાની રીત | farali sambar recipe in gujarati | farali sambar banavani rit

ફરાળી સાબુદાણા મરચા પકોડા બનાવવાની રીત | farali sabudana marcha pakoda banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement