દુધીનુ રાયતુ બનાવવાની રીત | dudhi nu raitu banavani rit | dudhi nu raitu recipe in gujarati

દુધીનુ રાયતુ બનાવવાની રીત - dudhi nu raitu banavani rit - dudhi nu raitu recipe in gujarati
Image credit – Youtube/Bhusanur.cooking
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે દુધીનુ રાયતુ બનાવવાની રીત- dudhi nu raitu banavani rit શીખીશું. do subscribe Bhusanur.cooking YouTube channel on YouTube  If you like the recipe રાયતા તો તમે ઘણા પ્રકારના બનાવ્યા હસે પણ આજ એક અલગ પ્રકારનું રાયતું બનાવશું જે ભાત કે રોટલી સાથે ખૂબ સારું લાગે છે તો ચાલો જાણીએ દૂધી નું રાયતું – dudhi nu raitu recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

દુધીનુ રાયતુ બનાવવા જરૂરી સામગ્રી

  • મોરું દહી 1 ½ કપ
  • દૂધી 1 સાવ નાની
  • હળદર ½ ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • પાણી ¼ કપ
  • મીઠું સ્વાદ મુજબ

રાયતા ના વઘાર માટેની સામગ્રી

  • તેલ 2 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • અડદ દાળ ½ ચમચી
  • સૂકા લાલ મરચા 1-2
  • મીઠા લીમડાના પાન 8-10

દૂધી નું રાયતું બનાવવાની રીત | dudhi nu raitu recipe in gujarati

દૂધી નું રાયતું બનાવવા સૌપ્રથમ દૂધી ને ધોઇ ને છોલી લ્યો અને છોલ્યા પછી ફરી ધોઇ લ્યો અને ચાર સરખા ભાગ માં કાપી લ્યો અને ઝીણી ઝીણી સુધારી લ્યો અને જો બીજ વાળી દૂધી હોય તો વચ્ચે થી બીજ કાઢી ને ઝીણી ઝીણી સુધારી લ્યો અને ફરી ધોઇ ને નિતારી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં કાપેલી દૂધી ના કટકા નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, હળદર અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરો ને પા કપ પાણી નાખો અને ઢાંકી ને દસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો (અહી તમે એક ચમચી બેસન દૂધ સાથે નાખી મિક્સ કરી ચડાવી લેશો તો સ્વાદ ને અલગ થઈ જસે)

Advertisement

ત્યારબાદ એક વઘારીયા માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને અડદ દાળ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી શકો ને ગેસ બંધ કરી તૈયાર વઘાર ને દૂધી માં નાખી મિક્સ કરી નાખો

હવે વઘાર વાળા દૂધી ના મિશ્રણ ને થોડું ઠંડું થવા દયો અને ઠંડુ થાય એટલે એમાં  દહી ને ઝેણી વડે વલોવી સ્મુથ કરી લ્યો ને જરૂર હોય તો દહી જેટલું મીઠું નાખવું અને દહી ને ઠંડી થયેલા દૂધી ના મિશ્રણ સાથે બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે દૂધી નું રાયતું

દુધીનુ રાયતુ બનાવવાની રીત | dudhi nu raitu banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bhusanur.cooking ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જામફળ નું શાક બનાવવાની રીત | jamfal nu shaak banavani rit | jamfal nu shaak recipe gujarati

આમળા નો રસ બનાવવાની રીત | આમળા નો જ્યુસ | amla no juice banavani rit

ટમેટા રસમ બનાવવાની રીત | tameta rasam banavani rit | tomato rasam recipe in gujarati

શિંગોડા લોટ ના પરોઠા બનાવવાની રીત | Singoda na lot na paratha banavani rit | Singoda na lot na paratha recipe in gujarati

બિરિસ્તા બનાવવાની રીત | birista banavani rit | birista recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement