રાગી ની બરફી બનાવવાની રીત | Ragi ni barfi banavani rit

રાગી ની બરફી બનાવવાની રીત - Ragi ni barfi banavani rit
Image credit – Youtube/Homemade Flavors
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે રાગી ની બરફી બનાવવાની રીત – Ragi ni barfi banavani rit શીખીશું, do subscribe Homemade Flavors YouTube channel on YouTube If you like the recipe , બરફી એટલે નાના મોટા દરેક પ્રસંગ મા મીઠાઈ બનતી ને ખવાતી હોય છે જે હમેશા દૂધ માંથી કે દૂધ માંથી બનેલ માવા, મિલ્ક પાઉડર જેવી સામગ્રી માંથી બનેલી જોવા મળતી હોય છે પણ આજ આપણે એક અલગ જ ધાન માંથી બનાવેલ બરફી બનાવશું તો ચાલો જાણીએ રાગી ની બરફી બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

રાગી ની બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • ખાંડ / બ્રાઉન સુગર/ ગોળ 1 કપ
  • રાગી નો લોટ 1 કપ
  • કાજુ ટુકડા 2-3 ચમચી
  • પાણી 1 કપ
  • સોજી 2 ચમચી
  • ઘી 2-3 ચમચી +2 ચમચી
  • એલચી ½ ચમચી

રાગી ની બરફી બનાવવાની રીત

રાગી ની બરફી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી ઘી ગરમ કરવા મૂકી એમાં સોજી નાખી મિકસ કરી લ્યો ને બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ચાળી ને રાગી નો લોટ નાખી ધીમા તાપે લોટ ને બરોબર આઠ દસ મિનિટ શેકી લ્યો રાગી નો લોટ બરોબર શેકી લ્યો 

એક તપેલીમાં એક કપ પાણી ગરમ મૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં ખાંડ / બ્રાઉન સુગર/ છીણેલો ગોળ નાખી ને ઓગળી ને પાંચ સાત મિનિટ ઉકડાઈ ગેસ બંધ કરી ગાળી ને ખાંડ / બ્રાઉન સુગર/ ગોળ વાળુ પાણી શેકેલ રાગી લોટ માં નાખી બરોબર મિક્સ કરી લ્યો

Advertisement

હવે બે ચાર મિનિટ હલાવી ને ચડાવી લ્યો મિશ્રણ બરોબર ઘટ્ટ થઈ જાય એટલે એમાં કાજુના કટકા નાખી મિક્સ કરી લ્યો અને કડાઈ મુકવા લાગે એટલે એમાં એલચી પાઉડર અને ઘી નાખી બરોબર મિક્સ કરી ને બે મિનિટ ચડાવી લ્યો ને ત્યાર બાદ થાળી ને ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો

બરફી નું મિશ્રણ બરોબર ચડી જાય ને કડાઈ મુકવા લાગે એટલે ગેસ બંધ કરી મિશ્રણ ને ઘી થી ગ્રીસ કરેલ થાળીમાં એક સરખું ફેલાવી લ્યો ને ઠંડી થવા દયો બરફી સાવ જ ઠંડી થાય એટલે ચાકુથી કાપી ને કટકા કરી લ્યો ને મજા લ્યો રાગી ની બરફી.

Ragi ni barfi banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Homemade Flavors ને Subscribe કરજો.

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

નારિયળ ના દૂધ માંથી પુડિંગ બનાવવાની રીત | Nariyal na dudh mathi pudding banavani rit

પાલક પેન કેક બનાવવાની રીત | palak pancake banavani rit | palak pancake recipe in gujarati

ડુંગળી લસણ વગરની ટમેટા ચટણી | dungri lasan vagar tametani chutney banavani rit

મૂળા ડુંગળી નું કચુંબર બનાવવાની રીત | Mula dungri nu kachumber banavani rit

તંદૂરી શાક કે પંજાબી શાક માટે કલર બનાવવાની રીત | Panjabi shaak mate colour banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement