ભરેલા ભીંડા નું શાક બનાવવાની રીત | bharela bhinda nu shaak banavani rit

ભરેલા ભીંડા નું શાક બનાવવાની રીત - bharela bhinda nu shaak - bharela bhinda nu shaak banavani rit -bharela bhinda shaak gujarati recipe
Image credit – Youtube/Eat Yammiecious
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Eat Yammiecious YouTube channel on YouTube આજે આપણે ભરેલા ભીંડા નું શાક બનાવવાની રીત શીખીશું. ભરેલા ભીંડા ખૂબ ટેસ્ટી લાગતા હોય છે તો ચાલો બનાવીએ ભરેલા ભીંડા,how to make bharela bhinda nu shaak – bharela bhinda nu shaak banavani rit – bharela bhinda shaak gujarati recipe એના માટે નીચે મુજબની સામગ્રી જોઈશે.

ભરેલા ભીંડા નું શાક બનાવવા જરૂરી સામગ્રી | bharela bhinda nu shaak ingredients

  • ભીંડા 250 ગ્રામ
  • બેસન 4-5 ચમચી
  • લસણ પેસ્ટ 1-2 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • મરી પાઉડર 2-3 ચપટી
  • ગરમ મસાલો ½ ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી / લીંબુ નો રસ 1 ચમચી
  • તેલ 4-5 ચમચી
  • લીલા ધાણા ઝીણા સુધારેલા 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

ભરેલા ભીંડા નું શાક બનાવવાની રીત | bharela bhinda shaak gujarati recipe

ભરેલા ભીંડા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં લસણની પેસ્ટ નાખી શેકો પેસ્ટ શેકાઈ જાય એટલે તેમાં બેસન/ ચણાનો લોટ નાખી ને ધીમે તાપે શેકો બેસન શેકાઈ ને સેજ ગોલ્ડન થાય અથવા સુગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી ને શેકેલો બેસન બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડો થવા દયો  (બેસન ને આમ શેકી લેવાથી ભીંડા ને ભરી ને શેકતી વખતે અંદર ભરેલા મસાલા નો સ્વાદ કાચો નહિ લાગે)

બેસન ઠંડો થાય ત્યાં સુધી ભીંડા ને પાણી મા બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ કોરા કપડાથી બરોબર લૂઈ ને કોરા કરી લ્યો હવે એના ટોપ અને બોટમ ને કટ કરી લ્યો ને એક બાજુ ઊભા ચીરા કરી લ્યો

Advertisement

હવે બેસન થોડો ઠંડુ થઈ ગયો હસે એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, મરી પાઉડર, ગરમ મસાલો,આમચૂર પાઉડર, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો અને જરૂર લાગે તો એક બે ચમચી તેલ નાખી મિક્સ કરો ( લીલા ધાણા થી મસાલા નો સ્વાદ ખૂબ સારો આવશે)

 (અહી તમે આમચૂર ની જગ્યાએ લીંબુ નો રસ પણ વાપરી શકો છો અથવા અડધું લીંબુ અને અડધું આમચૂર બને વાપરી શકો છો લીંબુ કે આમચૂર નાખવાથી ભીંડા માં રહેલી ચિકાસ દૂર થઈ જાય છે  )

તૈયાર મસાલા ને ભીંડા માં કરેલ ઊભા કાપા માં બરોબર ઉપર થી નીચે સુંધી ભરી લેવા આમ બધા ભીંડા ને ભરી ને તૈયાર કરી લ્યો

હવે ગેસ પર પહેલા જે કડાઈ વાપરી હતી એમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરો ને હિંગ નાખો ને ત્યાર બાદ એક એક ભીંડા ને એમાં મૂકો ને સાવ ધીમા તાપે ભીંડા ને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવો ત્યાર બાદ ઢાંકણ ખોલી હલકા હાથે ચમચા થી ભીંડા ને ઉઠલવો ને ફરી ઢાંકી ને બે ત્રણ મિનિટ સુધી ચડવા દયો

ત્યાર બાદ ફરી ઢાંકણ ખોલી ફરી ભીંડા ને થોડા ફેરવો ને ફરી ઢાંકી ને ચડવો ને ત્રણ ચત મિનિટ બાદ ચેક કરો ભીંડા બરોબર ચડી ગયા હોય તો ગેસ બંધ કરી ઢાંકી ને પાંચ મિનિટ રહેવા દયો ત્યાર બાદ ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરો ભરેલા ભીંડા

અથવા

 ભરેલા ભીંડા ને ચારણીમાં મૂકો ગેસ પર એક ઢોકરીયા માં બે ગ્લાસ પાણી ગરમ મૂકો પાણી ગરમ થાય એટલે વચ્ચે કાંઠો મૂકી એના પર ભરેલા ભીંડા વાળી ચારણી મૂકો ને ઢાંકી ને દસ પંદર મિનિટ ચડવા દયો ત્યાર બાદ ચારણી બહાર કાઢી લ્યો આમ ભીંડા ને વરાળમાં બાફી લ્યો અને એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ, એક ચમચી તલ, મીઠા લીમડા ના પાન અને હિંગ નાખો અને મિક્સ કરો અને એમાં બાફેલા ભીંડા નાખી મિક્સ કરી મજા લ્યો ભરેલા ભીંડા

bharela bhinda nu shaak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Eat Yammiecious ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ખમણ ઢોકળા બનાવવાની રીત | khaman dhokla recipe in Gujarati | khaman banavani rit

ક્રિસ્પી મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત | mix vegetable bhajiya banavani rit

નાનખટાઈ બનાવવાની રીત | Nankhatai recipe in Gujarati | nankhatai banavani rit

દાલ બાટી ચુરમા બનાવવાની રીત | dal bati churma banavani rit | dal bati churma recipe in gujarati

ગાર્લિક બટર નાન બનાવવાની રીત | Garlic Butter Naan banavani rit | Garlic Butter Naan recipe in ujarati

ડુંગળીના ભજીયા બનાવવાની રીત | Dungri na bhajiya banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement