ચોખા ના પાપડ બનાવવાની રીત | chokha na papad banavani rit | chokha na papad recipe in gujarati

ચોખા ના પાપડ - ચોખા ના પાપડ બનાવવાની રીત - chokha na papad banavani rit - chokha na papad banavani recipe - chokha na papad recipe in gujarati - ચોખા ના પાપડ કેવી રીતે બનાવાય - ચોખા ના પાપડ બનાવતા શીખવાડો - chokha na papad
Image credit – Youtube/Brijwasi Vyanjan With Seema
Advertisement

નમસ્તે મિત્રો do subscribe Brijwasi Vyanjan With Seema YouTube channel on YouTube  If you like the recipe  આજે આપણે અમને આવતી રીક્વેસ્ટ ચોખા ના પાપડ કેવી રીતે બનાવાય ? ચોખા ના પાપડ બનાવતા શીખવાડો તો આજ ચોખા ના પાપડ બનાવવાની રીત – chokha na papad banavani rit recipe gujarati ma શીખીશું. જેને ખીચિયા પાપડ પણ કહેવાય છે આ પાપડ તમે સાદા કે પછી મસાલા વાળા બનાવી શકો છો અને એક વખત પાપડ બનાવી ને બાર મહિના સુંધી સાચવી શકો છો અને જ્યારે પણ ખાવા નું મન થાય ત્યારે તરી ને કે શેકી ને ખાઈ શકો છો તો ચાલો જાણીએ chokha na papad recipe in gujarati.

ચોખા ના પાપડ બનાવવા જરૂરી સામગ્રી

  • ચોખાનો લોટ 1 કપ
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • મીઠું ½ ચમચી
  • ફટકડી 1 ચપટી
  • જીરું 1 ચમચી
  • પાણી 1 + 1 ½ કપ

ચોખા ના પાપડ બનાવવાની રીત | chokha na papad recipe in gujarati

ચોખા ના પાપડ બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં ચોખાનો લોટ ચાળી લ્યો ત્યાં બાદ એમાં એક કપ પાણી ને ધીરે ધીરે નાખતા જઈ લોટ ને મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં દોઢ કપ પાણી નાખી ગરમ કરવા મૂકો ત્યાર બાદ એમાં જીરું અને  ફટકડી નાખી મિક્સ કરી ઓગળી લ્યો ફટકડી ઓગળી જાય એટલે એમાં ચોખા નું મિશ્રણ નાખી ગેસ ધીમો કરી હલાવતા જઈ મિક્સ કરી લ્યો અને મિશ્રણ થોડું મિક્સ થઈ ઘટ્ટ થવા લાગે એટલે એમાં મીઠું અને બેકિંગ સોડા નાખી મિક્સ કરો

Advertisement

ધીમા તાપે હલાવતા રહો ને દસ પંદર મિનિટ સુંધી ચડાવી લ્યો દસ મિનિટ પછી ઢાંકી ને બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને ઢાંકી ને એક બાજુ મૂકો દસ મિનિટ પછી મિશ્રણ ને ખોલી ને મિક્સ કરી લ્યો ને થોડું ઠંડું થવા એક બાજુ પંદર વીસ મિનિટ સુધી રહેવા દયો

હવે લોટ ને હાથ થી મસળી લ્યો ને જે સાઇઝ ના પાપડ બનાવવા હોય એ સાઇઝ ના ગોળી બનાવી લ્યો અને બે પ્લાસ્ટિક લ્યો એની એક એક બાજુ તેલ લાગવી લ્યો અને વચ્ચે તૈયાર કરેલ લોટ નો ગોળી મૂકી થાળી થી દબાવી લ્યો  (જો પાપડ પાતળા કરવા હોય તો સેજ વધારે દબાવવા અને જો થોડા ઝાડા પસંદ હોય તો થોડા ઓછા દબાવવા )

ત્યાર બાદ એને બીજી મોટી પ્લાસ્ટિક પર સુકાવા માટે તડકા માં અથવા પંખા નીચે નાખો આમ એક એક ગોળી લઈ પ્લાસ્ટિક વચ્ચે મૂકી થાળી થી દબાવી પાપડ બનાવો ને એને સુકાવા મૂકો જો તડકા માં પાપડ સૂકવો તો બે દિવસ માં  બરોબર સુકાઈ જસે ને જો પંખા નીચે સૂકવો તો ત્રણ ચાર દિવસ માં બરોબર સુકાઈ જસે

પાપડ બરોબર સુકાઈ જાય ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા અને જ્યારે ખાવા હોય ત્યારે તેલ માં તરી ને અથવા ઘણા લોકો શેકી ને ખાતા હોય છે તો શેકી ને મજા લ્યો ચોખા ના પાપડ

chokha na papad banavani rit | chokha na papad banavani recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Brijwasi Vyanjan With Seema ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મમરા ની ટીક્કી બનાવવાની રીત | mamara ni tikki banavani rit | mamara ni tikki recipe in gujarati

સિંધી ડોડા બનાવવાની રીત | sindhi doda banavani rit | sindhi doda recipe in gujarati

મિક્સ વેજીટેબલ સલાડ બનાવવાની રીત | mix vegetable salad banavani rit | mix vegetable salad recipe in gujarati

રસાવાળા બટાકા નું શાક બનાવવાની રીત | rasa vada batata nu shaak banavani rit |rasa vada batata nu shaak recipe in gujarati

વેજ કટલેસ બનાવવાની રીત | veg cutlet recipe in gujarati | veg cutlet banavani rit

ચટપટા મસાલેદાર મરચા બનાવવાની રીત | chatpata masaledar marcha banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement