નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Chef Ravi Mathur YouTube channel on YouTube આજે આપણે ચાઇનીઝ સમોસા બનાવવાની રીત – ચાઇનીઝ નુડલ્સ સમોસા બનાવવાની રીત શીખીશું આ સમોસા ખૂબ ક્રિસ્પી ને ટેસ્ટી લાગે છે તો ચાલો જાણીએ chinese samosa banavani rit – chinese samosa recipe in gujarati – ચાઇનીઝ સમોસા રેસીપી બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.
ચાઇનીઝ સમોસા બનાવવા જરૂરી સામગ્રી | chinese samosa ingredients
- નુડલ્સ 100 ગ્રામ
- કેપ્સીકમ ½ કપ સાવ ઝીણા સુધારેલા
- ગાજર ½ ઝીણા સુધારેલા
- ડુંગરી ½ કપ ઝીણી સુધારેલી
- પાનકોબી ¼ કપ ઝીણી સુધારેલી
- લીલા વટાણા ¼ કપ
- ટમેટા 1 સુધારેલ
- તેલ 2-3 ચમચી
- લસણની કળીઓ ઝીણી સુધારેલી 1-2 ચમચી
- લીલા મરચા ઝીણા સમારેલા 1-2 ચમચી
- આદુ ઝીણું સમારેલું 1 ચમચી
- ફણસી / ફ્રેંચ બીંસ ઝીણી સુધારેલી ½ કપ (ઓપ્શનલ છે)
- બાફેલ મકાઈ ના દાણા ½ કપ
- ટમેટા કેચઅપ 1 ચમચી
- ચીલી સોસ 1 ચમચી
- ગ્રીન ચીલી સોસ 1 ચમચી
- સોયા સોસ 1 ચમચી
- હળદર ½ ચમચી
- લીલી ડુંગળી ¼ કપ (ઓપ્શનલ છે)
- મીઠું સ્વાદ મુજબ
ચાઇનીઝ નુડલ્સ સમોસા નો લોટ બનાવવા માટેની સામગ્રી
- મેંદા નો લોટ 1 કપ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ / ઘી 2-3 ચમચી
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
ચાઇનીઝ સમોસા બનાવવાની રીત | chinese samosa banavani rit | chinese samosa recipe in gujarati
ચાઇનીઝ નુડલ્સ સમોસા નો લોટ બાંધવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચારી લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું ને તેલ /ઘી નાખી ને બરોબર મિક્સ કરો
ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી મિક્સ કરી મીડીયમ કઠણ લોટ બાંધી ને મસળી લ્યો ત્યાર બાદ પંદર વીસ મિનિટ સુધી ઢાંકી રાખી દયો
ચાઇનીઝ નુડલ્સ સમોસા નો સ્ટફિંગ બનાવવાની રીત
ગેસ પર બે ગ્લાસ પાણી ગરમ મૂકો એમાં સ્વાદ મુજબ મીઠું ને એક ચમચી તેલ નાખી પાણી ઉકાળો ત્યાર બાદ એમાં નુડલ્સ નાખી ને દસ મિનિટ બાફી લ્યો નુડલ્સ બાફી લીધા બાદ ચારણીમાં કાઢી ઉપર એક ચમચી તેલ લગાવી એક બાજુ મૂકો
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ના કટકા, આદુના કટકા ને લીલા મરચા ના કટકા નાખી મિક્સ કરી લ્યો ને એક બે મિનિટ શેકો ત્યાર બાદ એમાં ઝીણા સુધારેલ કેપ્સીકમ, ગાજર, પાનકોબી, ડુંગરી, ટમેટા નાખી બે ત્રણ મિનિટ શેકી લ્યો
(અહી તમે ડુંગરી, પાનકોબી, કેપ્સીકમ, ગાજર પર પા ચમચી મીઠું નાખી મિક્સ કરી પંદર મિનિટ એક અભુ રાખી દયો પંદર મિનિટ પછી હાથ થી કે કપડા થી નીચોવી ને પાણી અલગ કરી લેશો તો સ્ટફિંગ ખૂબ ક્રિસ્પી બનશે)
ત્યાર બાદ એમાં બાફી રાખેલ નુડલ્સ, સ્વાદ મુજબ મીઠું નાખી ને શેકો હવે એમાં સોયા સોસ, ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, હળદર નાખી ને ફૂલ તાપે શેકી લ્યો ને તૈયાર સ્ટફિંગ ને ઠંડુ થવા મૂકો
ચાઇનીઝ નુડલ્સ સમોસા બનાવવાની રીત
બાંધેલા લોટ ને ફરી એક વખત મસળી લ્યો ત્યાં બાદ અને નાના નાના લુવા કરી પુરી જેટલી સાઇઝ ના સાવ પાતળી વણી લ્યો
હવે તૈયાર પુરી ને સમોસા બનાવવા ના સંચા માં મૂકો ને વચ્ચે તૈયાર કરેલ સ્ટફિંગ મૂકો ને ચારે બાજુ પાણી વારો હાથ કરી સંચો દબાવી ને પેક કરી લ્યો આમ બધા સમોસા તૈયાર કરી લ્યો
અથવા લુવાની પાતળી ગોળ પુરી બનાવી વચ્ચે સમોસા નું સ્ટફિંગ ભરી ચારે બાજુ પાણી વારો હાથ લગાવી લ્યોએક બાજુ થી વારી બીજી બાજુ દબાવી દયો ( એટલે કે અર્ધ ગોળ કરી નાખો) દબાવી બરોબર પેક કરી નાખો
એક કિનારી થી બીજી કિનારી સુંધી વારતા જઈ આકાર આપી દયો અથવા પુરી ને અડધી કાપી એમાંથી ત્રિકોણ કરી એમાં સ્ટફિંગ ભરી ને પણ સમોસા તૈયાર કરી શકો છો આમ બધા સમોસા તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તાપ ધીમો કરી તેમાં તૈયાર કરેલા સમોસા નાખી બે મિનિટ એક બાજુ તરવા દઈ થોડી વાર પછી બીજી બાજુ તરી લ્યો
આમ ઉથલાવી ઉથલાવી ને ગોલ્ડન તરી લ્યો આમ બધા સમોસા તરી ને તૈયાર કરી લ્યો ને તૈયાર સમોસા ને સોસ સાથે સર્વ કરો ચાઇનીઝ સમોસા
ચાઇનીઝ નુડલ્સ સમોસા બનાવવાની રીત | ચાઇનીઝ સમોસા રેસીપી | chinese samosa banavani recipe
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Chef Ravi Mathur ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
કટોરી ચાટ બનાવવાની રીત | katori chaat banavani rit | katori chaat recipe in gujarati
કાંજી વડા બનાવવાની રીત | kanji vada banavani rit recipe in gujarati
રવા મસાલા ઢોસા બનાવવાની રીત | rava masala dosa banavani rit | rava masala dosa recipe in gujarati
મસાલા પુરી બનાવવાની રીત | masala puri banavani rit | masala puri recipe in gujarati
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે