ચીલ ની ભાજી ના પરોઠા બનાવવાની રીત | chil ni bhaji na paratha banavani rit

ચીલ ની ભાજી ના પરોઠા બનાવવાની રીત - બથુઆ ની ભાજી ના પરોઠા બનાવવાની રીત - Bathua Paratha Recipe In Gujarati - chil ni bhaji na paratha banavani rit - chil ni bhaji na paratha recipe in gujarati
Image credit – Youtube/chefharpalsingh
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ચીલ ની ભાજી ના પરોઠા બનાવવાની રીત – chil ni bhaji na paratha banavani rit – chil ni bhaji na paratha recipe in gujarati શીખીશું. do subscribe chefharpalsingh YouTube channel on YouTube  If you like the recipe  ચીલ ને બથુઆ પણ કહેવાય છે જે ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે ને શિયાળા માં જ આ ભાજી મળે છે ને એમાંથી મેથી જેમ જ એના પરોઠા બનાવી ને ખવાય છે ઘણા ભાજી ને બાફી ને બનાવે છે તો ઘણા એમજ બનાવે છે તો ચાલો જાણીએ બથુઆ ની ભાજી ના પરોઠા બનાવવાની રીત Bathua Paratha Recipe In Gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ચીલ ની ભાજી ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • ચીલ ઝીણી સુધારેલી 1 કપ
  • ઘઉં નો લોટ 1 ½ કપ
  • સત્તુ લોટ / બેસન ½ કપ
  • આખા ધાણા અધ કચરા કરેલ 1 ચમચી
  • અજમો ½ ચમચી
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • લીલા મરચા સુધારેલા 3-4
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • હળદર ½ ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ / ઘી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ
  • જરૂર મુજબ લાલ મરચાનો પાઉડર અને ચાર્ટ મસાલો ઉપરથી છાંટવા માટે

ચીલ ની ભાજી ના પરોઠા બનાવવાની રીત | chil ni bhaji na paratha recipe in gujarati  | Bathua Paratha Recipe In Gujarati

ચીલ ભાજી ના પરોઠા બનાવવા સૌપ્રથમ ચીલ ના પાંદડા અલગ કરી બે ત્રણ પાણી થી ધોઇ પાણી નિતારી લ્યો ત્યાર બાદ ઝીણી સુધારી લ્યો ( અહી તમે ચીલ ને સાફ કરી ધોઈ ને બાફી એનું પાણી નીતરી સુધારી ને પણ લઈ શકો છો) સાથે ડુંગળી અને લીલા મરચા સુધારી લ્યો

હવે એક વાસણમાં સુધારેલ ચીલ, ચાળી ને ઘઉંનો લોટ, સત્તુ લોટ / બેસન નાખો સાથે અધ કચરા પીસેલા ધાણા, ઝીણા સમારેલા લીલાં મરચા, ઝીણી સુધારેલી ડુંગળી, હાથ થી મસળી અજમો, આદુ પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, હળદર, આમચૂર પાઉડર, ગરમ મસાલો અને એક બે ચમચી તેલ / ઘી નાખી મસળી ને મિક્સ કરો

Advertisement

હવે એમાં થોડુ થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધો ને બાંધેલા લોટ ને ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો હવે દસ મિનિટ  લોટ ને મસળી લ્યો અને ગેસ પર તવી ગરમ કરવા મૂકો

ત્યારબાદ બાંધેલા લોટ માંથી એક લુવો લઈ  કોરા લોટ ને મદદ થી વણી લ્યો અને મનગમતા આકાર આપી શકો ગોળ, ત્રિકોણ કે ચોરસ બનાવી લ્યો 

વનેલા પરોઠા ને તવી પર નાખો ને મિડીયમ તાપે બને બાજુ શેકી લ્યો ત્યાર બાદ ઘી કે તેલ લગાવી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો પરોઠા શેકાઈ જાય એટલે ઉતારી લ્યો અને બીજા પરોઠા વણી શેકી લ્યો શેકેલ પરોઠા પર ચાહો તો થોડું ઘી અને લાલ મરચાનો પાઉડર અને ચાર્ટ મસાલો છાંટી શકો છો ને સોસ ચટણી સાથે મજા લ્યો ચીલ ભાજી ના પરોઠા.

બથુઆ ની ભાજી ના પરોઠા બનાવવાની રીત | chil ni bhaji na paratha banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર chefharpalsingh  ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઘઉં ના લોટ ની બ્રાઉની બનાવવાની રીત | Ghau na lot ni brownie banavani rit| Ghau na lot ni brownie recipe in gujarati

વાલોર નુ શાક બનાવવાની રીત | valor nu shaak banavani rit | valor nu shaak recipe in gujarati

મલટ્રીગ્રેન લોટ ના મેથી પરોઠા બનાવવાની રીત | Mulit grain lot na methi na parotha banavani rit

મૂળા નું શાક બનાવવાની રીત | mula nu shaak banavani rit | mula nu shaak recipe in gujarati

ગાજર મૂળા અને મરચા નું અથાણું બનાવવાની રીત | gajar mula marcha nu athanu banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement