તાડફળી ના ફાયદા જેને ગલેલી, તફડા, તાડ ગોલા નામે પણ ઓળખવામાં આવે છે

તાડફળી ના ફાયદા - ગલેલી - તફડા - તાડ ગોલા - Taad fadi na fayda in Gujarati
Advertisement

વાંચો તાડફળી વિશે માહિતી જેમાં તાડફળી ના ફાયદા, કે જેને ગલેલી, તફડા, તાડ ગોલા નામે પણ ઓળખવામાં આવે છે, Taad fadi na fayda in Gujarati.

Table of contents

તાડફળી વિશે માહિતી

તાડફળી એક એવું ફળ છે જેને અંગ્રેજીમાં “palm” તરીકે ઓળખવામાં આવે છે.

તાડના ઝાડમાં ડાળખીઓ હોતી નથી અને તેનું વૃક્ષ નારિયેળના ઝાડ ની જેમ જ એકદમ સીધા હોય છે. તેના પાંદડા એક દમ સીધા અને અણીદાર હોય છે.

Advertisement

ગરમ આબોહવા વાળી જગ્યાએ આ ઝાડ બહુ જ જોવા મળે છે. એક ડાળખીમાં અસરે ૮ થી ૧૦ તાડ ના ફળ આવે છે તે ફળ કાચા હોય ત્યારે લીલા રંગ ના અને પાકે ત્યારે પીળા રંગ ના થઇ જાય છે.

આ ફળ ખાવામાં ખુબ જ મીઠું અને સ્વાદિષ્ટ હોય છે, પેટ ની ગરમીને શાંત કરવા વાળું ફળ છે

તાડના ઝાડમાં નર અને માદા બે પ્રકાર હોય છે, નર વૃક્ષ પર ફક્ત ફૂલ જ આવે છે અને માદા વૃક્ષ પર નારિયેળ જેવા ગોળ ગોળ ફળ આવે છે, તેની ડાળખી કાપીને જે રસ નીકળે છે તેને તાડી કહેવામાં આવે છે.

તાડ ફળી માં ઘણા બધા પોષક તત્વો સમાયેલા છે. સોડીયમ, કાર્બોહાઈડ્રેટ, ચરબી, શુગર, પ્રોટીન, તાંબુ, વિટામીન બી-૬ વગેરે પોષક તત્વો સમાયેલા છે.

તો ચાલો જાણીએ તાડી ના ઘરેલું ઉપચારો અને તેના ફાયદાઓ.

તાડફળી ના ફાયદા

આંખ ના રોગો માં તાડી

આંખ આવી જવી એ સામાન્ય સમસ્યા છે પણ આ સમસ્યા બહુ જ સંક્રમિત સમસ્યા છે, મતલબ કે ચેપી રોગ છે.

તાજી તાડી થી સિધ્ધ કરેલ ઘી ના ૧-૨ ટીપાં આંખ માં નાખવાથી લાભ થાય છે.

પશાબ સબંધિત સમસ્યા માં તાડી નો રસ ફાયદેમંદ

પેશાબ કરવામાં તકલીફ અને પીળો પેશાબ આવવો એ એક સમસ્યા છે જેનું નિવારણ કરવું ફરજીયાત છે. ત્યારે તાડ ફળી નું તાજું નીકાદેલું દૂધ તથા ઘી નો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.

કોલેરાના રોગ માં તાડ નું ફળ

તાડ ના ઝાડના મૂળ ને ભાત સાથે પીસીને ડુંટી પર લગાવવાથી કોલેરા માં રાહત થાય છે.

તાડ પેટ ના કૃમીઓને દૂર કરે છે

નાના બાળકોને પેટ માં કીડા થઇ જતા હોય છે અને તેને કારણે તેઓ બીજી ઘણી બીમારિયો નો ભોગ બનતા હોય છે.

એવામાં તાડ ના મુળિયા નું ચૂર્ણ બનાવીને તેને કાનજી સાથે પીસીને થોડુક નાવ્સેકો લેપ બનાવીને બાળકોની ડુંટી પર લગાવવાથી પેટના કૃમીઓ નાશ પામે છે.

લીવર ની સમસ્યા માં તાડ નું જ્યુસ

લીવર ની કોઈ પણ પ્રકાર ની બીમારીમાં તાડી નું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે.

૧૦-૧૫ મિલી જેટલો તાડી નો રસ પાથી લીવર સબ્નાધિત સમસ્યાઓમાં ફાયદો થાય છે.

તાડફળી ના ફાયદા ડાયાબીટીશ મા

આજકાલ ડાયાબીટીશ ની સમસ્યા બહુ જ સામાન્ય થઇ ગઈ છે. દરેક ૧૦ માંથી ૨-૩ વ્યક્તિને તો ડાયાબીટીશ હોય જ છે અને આનું કારણ ખોટી કહાની પીણી અને ખોટી જીવનશૈલી છે.

ડાયાબીટીશ થી બચવા માટે તાડી નો આ પ્રયોગ કરવા જેવો છે.

તાજી તાડી ને લઈને તેને ચોખા ના લોટમાં મિક્ષ કરીને માધ્યમ તાપે પકવીને એક પોટલી બનાવી લો અને તેને બાંધવાથી ડાયાબીટીશ અને નાના મોટા ઘાવ માં ફાયદો થાય છે.

તાડી વજન વધારવામાં ઉપયોગી છે

દરેક વ્યક્તિ ને પાતળું શરીર સારું નથી લાગતું અને ગમતું પણ નથી હોતું અને જરૂરિયાત કરતા વધારે પાતળું શરીર બીજી અનેક બીમારિયો ને આમત્રણ પણ આપે છે. તાડી નું ફળ વજન વધારવા માટે જાણીતું છે.

નારિયેડ નું દૂધ, હળદર અને તાડી ના તાજા કાઢેલા રસ ને સારી રીતે મિક્ષ કરીને ઉકાળી લો. નવસેકું થાય એટલે પીવાનું રાખવું. થોડા જ સમય માં વજન વધવામાં મદદ કરશે.

Tadgola fruit benefits | Taad fadi na fayda in Gujarati

કબજીયાત ને દૂર કરે છે

શરીર માં કબજિયાત ની સમસ્યા ફાઈબર ની ઉણપ ને લીધે થતી હોય છે. પાચન તંત્ર ખરાબ થવું કારણ પણ એ જ છે માટે શરીર માં જરૂરી માત્ર માં ફાઈબર હોવું જોઈએ.

તાડી માં ફાઈબર ની માત્ર સારા એવા પ્રમાણ માં હોય છે માટે જો તે કબજીયાત થી પરેશાન છો તો તાડી ના તાજા રસ નો સેવન કરવાનું ચાલુ કરી દ્યો.

પેટ ના દુખાવામાં તાડી નો રસ

Taad fadi na fayda – પેટના દર્દમાં તાડ નો રસ ખુબ જ અસરકારક સાબિત થાય છે.

અડધા ગ્લાસ ગરમ પાણી આંબલી અને તાડી નો રસ નાખો અને તેને સારી રીતે મિલાવી લો અને ગાળી ને પીવો. આ શરબત પીવાથી પેટના દુખાવામાં રાહત થાય છે.

તાવ માં ફાયદો કરે છે તાડી

જયારે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઇ જાય છે ત્યારે શરીર માં બીમારીઓ પેદા થાય છે.

તાડી ના રસ ની સાથે બ્રાઉન શુગર મિલાવીને પીવાથી શરીર ને ગરમી મળે છે જેનાથી તાવ ના લક્ષણો પેદા થતા નથી અને જોતાવ આવી ગયો હોય અને આ મિશ્રણ પીશો તો તાવ માં રાહત મળશે.

તાડફળી ના ફાયદા તે હાડકાને મજબૂત બનાવે છે

તાડ ના રસ નું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે. હાડકામાં ચીકાશ બનાવી રાખવા માટે અને ખનીજ તત્વો ની જરૂરિયાત ને તાડી પૂર્ણ કરે છે.

સીમિત માત્રા માં તાળી નો રસ પીવાથી ફાયદો થાય છે.

ત્વચા માટે ફાયદેમંદ છે તાડી

તાડી માં આયરન અને વિટામીન બી ની માત્રા સારા એવા પ્રમાણ માં હોય છે, તેમાં રહેલા પોષક તત્વો ત્વચા, વાળ અને નખ ને સ્વસ્થ અને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

તાડી માં રહેલા આ પોષકતત્વો ત્વચાને અને વાળ ને ફાયદો કરે છે.

ખાટા ઓડકાર આવતા નથી

ક્યારેક ભોજન ન પચવાને કારણે ખાટા ઓડકાર આવવાની સમસ્યા થાય છે. ઓડકાર ની સમસ્યામાં તાડ નો રસ પીવાથી ફાયદો થાય છે.

સોજા ઓછા કરે છે તાડીના પાન નો રસ

જો શરીર ના કોઈ પણ ભાગ પર વાગવાથી સોજો આવી ગયો છે તો તાડ ના પાંદડા નો રસ પીવાથી સોજા ઉતરી જાય છે.

માનસિક રોગોના ઇલાઝ માટે

તાડ ફળી માં અમુક એવા ઔષધીય ગુણ સામેલ છે જે માનસિક બીમારીઓ ઓછી કરવામાં મદદ કરે છે.

તાડ ના પાંદડા નો રસ દિવસ માં બે વાર પીવાથી અવસાદ, બેહોશી ની સમસ્યા દૂર થાય છે.

જલોધર ની સમસ્યામાં રાહત મળે છે

જલોધર ની સમસ્યા એટલે પેટમાં પાણી ભરાઈ જવું. તાડી ના ફૂલ નો રસ નીકાળીને પીવાથી પેશાબ સારી રીતે થઈ જાય છે અને જલોધર ની સમસ્યા માંથી છુટકારો મળી જાય છે.  

તાડી નું સેવન કરવાના નુકસાન

તાડ ના રસ નું વધારે અને જાણકારી ના અભાવે સેવન કરવાથી નીચે મુજબ ના નુકસાન થઇ શકે છે.

માથામાં દુખાવો થઇ શકે છે ચક્કર આવી શકે છે.

જો તમે લાંબા સમય થી તેનો રસ પીવો છો તો હૃદય, મગજ, અને લીવર ને નુકસાન કરી શકે છે.

ગર્ભવતી મહિલાઓએ વધારે પ્રમાણ માં તેનું સેવન કરવું નહિ.

જે લોકોની પાચનશક્તિ નબળી છે તેઓએ તાડી નો રસ પીવો નહિ.

તાડફળી ને સંબંધિત મુજવતા પ્રશ્નો

તાડ ફળી ને અંગ્રેજી માં શું કહેવાય?

તાડ ફળી ને અંગ્રેજી માં ice apple , Borassus Flabellifer, Palm Fruit, Asian palmyra palm જેવા વિવિધ નામે ઓળખાય છે.

તાડફળી કેવી રીતે ખાવી?

તાજી તાડ ફળી ને કાપીને કાપીને છોલીને સેવન કરી શકાય છે. ગરમીની ઋતુ માં તાડ ફળી નો ઉપયોગ બહુ જ કરવામાં આવે છે.

તાડ ફળી નો સ્વાદ કેવો હોય છે?

તાડ ફળી નું વૃક્ષ નારિયેળ ના ઝાડ જેવું જ છે, માટે તેનો સ્વાદ પણ નારિયેળ પાણી જેવો જ મીઠો હોય છે. પરંતુ તેને તાજો જ પીવાનું રાખવું, કારણકે વધારે સમય રહી જવાથી તે કડવું અથવા ખાતું થઇ જાય છે અને તેની તાસીર પણ બદલાઈ જાય છે.

Palm Tree Fruit

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આંબા હળદર ના ફાયદા | Aamba Haldar na fayda

ફુદીના ના ફાયદા | ફુદીના નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા | ફુદીના ના તેલ ના ફાયદાઓ | fudina na fayda

કારેલા ના ફાયદા અને નુકશાન | કારેલા ના ઘરેલું ઉપચાર | Karela na fayda

કાચી ડુંગળી ખાવાના ફાયદા | ડુંગળી ખાવાના ફાયદા | ડુંગળી ના ઘરેલું ઉપાયો | બાળકો માટે ડુંગળી નો રસ

ડુંગળી ના રસ ના ફાયદા વાળ માટે અને વિવિધ રીતે ઉપયોગ કરવાની રીત

ગોરસ આંબલી ના ફાયદા | ગોરસ આંબલી ની છાલ અને પાંદ ના વિવિધ ઉપયોગો | Goras ambli na fayda

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement