ડુંગળી ના રસ ના ફાયદા વાળ માટે અને વિવિધ રીતે ઉપયોગ કરવાની રીત

ડુંગળી ના રસ ના ફાયદા વાળ માટે - વાળ માટે ડુંગળીનો રસ - benefits of onion juice for hair in Gujarati - ડુંગળી ના રસનો ઉપયોગ
Advertisement

આજ ના આઅર્તિકલ મા વાંચો વાળ માટે ડુંગળી નો ઉપયોગ, ડુંગળી ના રસ ના ફાયદા વાળ માટે , વાળ માટે ડુંગળીનો રસ નો વિવિધ રીતે ઉપયોગ કરવાની રીત,ડુંગળી ના રસનો ઉપયોગ, dungri na ras no upyog,benefits of onion juice for hair in Gujarati.

ડુંગળી ના રસ ના ફાયદા વાળ માટે

વાળ ની સંભાળ રાખવી એ આજ ના આ પ્રદુષિત વાતાવરણમાં મુશ્કેલી ભર્યું કામ થઇ ગયું છે. કારણકે આવા વાતાવરણ ને લીધે વાળ વધતા નથી અને ખરવા લાગી જાય છે.

તો આવી સમસ્યા માં ડુંગળી એ ઉત્તમ ઔષધી છે.

Advertisement

ડુંગળી ના ઉપયોગ દ્વારા વાળ ના ગ્રોથ માં વધારો કરી શકાય છે, ખરતા અટકાવી શકાય છે, ચમકદાર બનાવી શકાય છે.

તો ચાલો આજ જણાવીએ ડુંગળીના રસ ના વાળ માટેના ફાયદાઓ, ડુંગળીનો રસ બનાવવાની રીત, કેવી રીતે લગાવવો, વગેરે વિષે જાણકારી આજ ના લેખ માં જાણો

ડુંગળીનો રસ કાઢવાની રીત

એક ડુંગળી ને નાના કટકા કરીને મીક્ષર માં પીસી લો. હવે તેને ગરણી ની મદદ થી ગાળી લો. પીસતી વખતે તેમાં થોડું પાણી નાખવું. ડુંગળીનો રસ જ માત્ર ઉપયોગ લેવો જોઈએ.

ડુંગળીનો રસ અને નારિયેળ ના તેલ નો ઉપયોગ વાળ માટે

બે ચમચી ડુંગળીનો રસ, બે ચમચી નારીયેલ તેલ લઈને એક મુલાયમ પેસ્ટ જેવું બનાવી લો.

હવે આ મિશ્રણ ને ફક્ત વાળ ના મૂળ માં જ લગાવો. અને ૨૦ મિનીટ જ રહેવા દો. થોડી વાર આંગળી ના ટેરવા વડે મસાજ કરો.

થોડા સમય પછી આયુર્વેદિક શેમ્પૂ ની મદદ થી ધોઈ નાખો. નારિયેળ ના તેલમાં એન્ટી બેકટેરીયલ ગુણ હોવાથી તે વાળ ની ત્વચા ને રુક્ષ થવા દેતી નથી.

ઓલીવ ઓઈલ અને ડુંગળી ના રસનો ઉપયોગ વાળ માટે

ત્રણ ચમચી ડુંગળીનો રસ અને એક ચમચી ઓલીવ ઓઈલ લઈને મિક્ષ કરી લો. હવે તેને વાળ ના મુળિયા માં લગાવી થોડી વાર મસાજ કરો.

૧૫ થી ૨૦ મિનીટ રહેવા દઈને ઠંડા પાણી વડે ધોઈ લો. વાળ માં સારી ચમક આવી જશે ઓલીવ ઓઈલ માં ખોળા ને દૂર કરવાનો ગુણ રહેલો છે.

વાળ ને નેચરલી કંડીશનર કરે છે અને ડુંગળીનો રસ વાળ ને ચમકદાર બનાવે છે અને વાળ વધારવામાં મદદ કરે છે.

એરંડિયું તેલ અને ડુંગળી ના રસનો ઉપયોગ વાળ વધારવા માટે

બે મોટી ચમચી એરંડિયું તેલ અને બે મોટી ચમચી ડુંગળીનો રસ મિક્ષ કરી ને વાળ ના મૂળ માં લગાવો.

થોડી વાર આંગળીના ટેરવા વડે મસાજ કરીને એક કલાક રહેવા દો પછી ઠંડા પાણી અને શેમ્પૂ વડે વાળ ધોઈ લો.

એરંડિયું તેલ વાળ વધારવા માટે ઉત્તમ તેલ છે, તેને ડુંગળીના રસ સાથે મિક્ષ કરીને લગાવવાથી વાળ ખરતા અટકે છે, ચમકદાર બને છે.

ડુંગળીનો રસ અને ઈંડું વાળ માટે

એક ચમચી ડુંગળીનો રસ, એક ઈંડું, બે થી ત્રણ ટીપાં રોઝમેરી તેલના. આ બધું બરાબર મિક્ષ કરીને મુલાયમ પેસ્ટ જેવું બનાવી લો,

વાળ ના મૂળ માં આ પેસ્ટ બરાબર લગાવીને થોડીવાર મસાજ કરીને ૩૦ મિનીટ સુધી રહેવા દો, પછી ઠંડા પાણી અને શેમ્પૂ ની મદદ થી વાળ ધોઈ લો.

ઈંડા માં રહેલું પ્રોટીન વાળ ને પોષણ આપે છે અને વાળ સ્વસ્થ બનાવે છે અને તેની સાથે ડુંગળી રસ વાળ ને વધારવામાં મદદ કરે છે અને તેલ સાથે ઈંડું નાખવાથી ઈંડા ની દુર્ગંધ પણ આવતી નથી.

આદું અને ડુંગળીનો રસ વાળ માટે

એક ચમચી આદુનો રસ અને એક ચમચી ડુંગળીનો રસ મિક્ષ કરીને વાળ ના મૂળ માં લગાવો.

લગભગ ૨૦-૩૦ મિનીટ રહેવા દઈ ને વાળ ને શેમ્પૂ કરી લો,

આદું સાથે ડુંગળીનો રસ મિક્ષ કરીને લગાવવાથી લોહીનું પરિભ્રમણ વધે છે અને વાળ નું તૂટવાનું ઓછું થાય છે.

મધ અને ડુંગળીના રસ નો ઉપયોગ વાળ વધારવા

એક નાની વાટકી ડુંગળીનો રસ અને એક ચમચી મધ લઈને સારી રીતે મિક્ષ કરી લો. ત્યારબાદ વાળ ના મૂળ માં લગાવીને થોડી વાર મસાજ કરો,

લગભગ અડધા કલાક સુધી વાળ માં રહેવા દો,પછી ઠંડા પાણી અને શેમ્પૂ ની મદદ થી ધોઈ લો.

મધ એક પ્રકાર નું કુદરતી મોશ્ચ્યુંરાઈઝર છે જે વાળ અને વાળ ના મૂળ ને મોશ્ચ્યુંરાઈઝ્ર કરે છે અને તેને ડુંગળીના રસ સાથે મિક્ષ કરવાથી તેનો ફાયદો બેવડો થઇ જાય છે.

એલોવેરા જેલ અને ડુંગળીનો રસ | Dungri na ras no upyog

એક ડુંગળીનો રસ અને નાની વાટકી એલોવેરા જેલ. આ બન્ને ને સારી રીતે મિક્ષ કરીને વાળના મૂળ માં લગાવી લો, અને લગભગ એક કલાક સુધી વાળ અ રહેવા દો.

ત્યાર બાદ કોઈપણ આયુર્વેદિક શેમ્પૂની મદદ થી વાળ ધોઈ લો.

એલોવેરા જેલ વાળ માટે ખુબજ ઉપયોગી ઔષધી છે. તેમાં રહેલું એન્ટી ઓક્સીડેન્ટ વાળ ને સ્વસ્થ બનાવે છે અને તેની સાથે નો ડુંગળીનો રસ મિક્ષ કરવાથી વાળ ખરતા અટકી જાય છે અને વાળ વધવાનું ચાલુ થઇ જાય છે.

ધ્યાન મા રાખવાની બાબત

ખરતા વાળ ને રોકવા, તેને લાંબા બનાવવા, ચમકદાર બનાવવા બધા માં ખુબ જ ધીરજ ની જરૂર હોય છે

સાથે સાથે પૌષ્ટિક આહાર પણ લેવો જોઈએ, પ્રોટીનયુક્ત આહાર લેવો જોઈએ, દરેક વ્યક્તિ ના વાળ વધવાની ઝડપ અલગ અલગ હોય છે,

જે આપણા શરીર ની તાસીર પર આધાર રાખે છે. આપને કેવો ખોરાક ખાઈએ છીએ તેના પર આધાર રાખે છે.

રોજબરોજ ની દિનચર્યા માં કેવી રીતે ધ્યાન રાખશો તમારા વાળ ની?

તમાર વાળ ના પ્રકાર ને આધારે કોઈપણ ઘરેલું ઉપચાર ને અજમાવવો. એવી જ રીતે પ્રકાર ને આધારે જ શેમ્પૂની પસંદગી કરવી.

બદલાતી જતી ઋતુ પ્રમાણે વાળ ની દેખભાળ કરવી, જેમકે ગરમીના દિવસો માં બહાર નીકળતી વખતે હમેશા વાળ માં કોટન નું કપડું બાંધીને જ બહાર નીકળવું.

વાળ ને સુકાવા માટે વાળ માં ટુવાલ ઘસવો નહિ, નેચરલી જ સુકાવા દ્યો.

વાળ માં સમયાન્તરે તેલ નાખતા રહેવું. બદામ નું તેલ, ઓલીવ ઓઈલ, અને નારિયલ ના તેલ ને ઉત્તમ માનવામાં આવે છે.

ડુંગળી ના રસ ના ઉપયોગ ને લગતા કેટલાક મુજ્વતા પ્રશ્નો

વધુ મા વધુ કેટલા સમય સુધી ડુંગળી ના રસ ને વાળ મા રાખવો જોઈએ?

વધુમાં વધુ ૩૦ મિનીટ સુધી ડુંગરી ના રસ ને વાળ મા રાખવો હિતાવહ છે

શું ડુંગરી ના રસ નો ઉપયોગ રોજ કરી શકાય?

તમારા વાળ ના સારા ગ્રોથ માટે તમે ડુંગરી ના રસ નો ઉપયોગ કરી શકો છો પરંતુ ફક્ત ડુંગળી ના રસ ને બદલે તેની સાથે કોઈ તેલ નો ઉપયોગ કરવો જેથી તમારી સ્કીન ને નેક્ષણ ના કરે

શું ડુંગળી ના રસ નો ઉપયોગ કરવાની કોઈ આડ અસર થઇ શકે?

સામાન્ય રીતે ટેઈ કોઈ આડ અસર નથી પરંતુ જો તમને ડુંગળી ની એલર્જી હોય તો તમને ડુંગળી ના રસ નો ઉપયોગ ટાળવો જોઈએ

શા માટે ડુંગરી ના રસ નો ઉપયોગ કરવાથી વાળ ખરે છે?

ડુંગળી ની અંદર સલ્ફર, પ્રોટીન અને વાળ નો ગ્રોથ વધારે તેવા ઉત્સેચકો હોય છે અને આ સલ્ફર આપણા વાળ ના ઘટકો મા પણ હોય છે જેથી સલ્ફર વાળ ના ગ્રોથ મા મદદરૂપ થાય છે પરંતુ કોઈ કિસ્સામા માથાની ચામડી મા ચેપ ને કરને વાળ ખરી શકે છે.

Dungri na ras no upyog

આશા છે અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી ડુંગળી ના રસ ના ફાયદા, વાળ માટે ડુંગળીનો રસ, benefits of onion juice for hair in Gujarati, ડુંગળી ના રસનો ઉપયોગ, dungri na ras no upyog પસંદ આવી હશે

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

વાળ ખરવાના કારણો – ખરતા વાળ રોકવાના ઉપાયો | Val kharvan karan

કાચી ડુંગળી ખાવાના ફાયદા | ડુંગળી ના ઘરેલું ઉપાયો | બાળકો માટે ડુંગળી નો રસ

માથાનો ખોડો દુર કરવાના 13 ઘરગથ્થું ઉપાય | khodo dur krvana upay

લીલી ડુંગળી નું સેવન કરવાના ફાયદા – Lili dungri na fayda

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement