નારિયેળ પાણીના ફાયદા અને નુકશાન | નારિયેળ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા

નારિયેળ પાણીના ફાયદા - નારિયેળ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા - નાળિયેર ના ફાયદા - નાળિયેર પાણી પીવાના ફાયદા - nariyal pani na fayda - coconut water benefits in Gujarati
Advertisement

આજ ના આર્ટીકલ મા મળવો માહિતી નારિયેળ ની માહિતી જેમાં વાંચો નાળિયેર પાણીના ફાયદા, નારિયેળ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા, નારિયેળ પાણી નુકશાન, nariyal pani na fayda, nariyal pani nuksan, coconut water benefits in Gujarati.

નારિયેળ પાણીના ફાયદા | નારિયેળ વિશે માહિતી

પ્રાચીનકાળ થી ભારતમાં ધાર્મિક પ્રસંગોમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કરનાર નારિયેળ અતિ પ્રાચીન વૃક્ષ છે. દરિયાકિનારા ની પોચી જમીન નારિયેળ ના વૃક્ષ ને વધારે માફક આવે છે.

નારિયેળ ની મુખ્ય બે જાતો આવે છે. એક મોહની નારિયેળ અને સાદું નારિયેળ. મોહની નારિયેળ નું કોપરું જાડુ તથા સાકર જેવું મીઠું હોય છે અને ખાતી વખતે કુચા વળતા નથી.

Advertisement

સાદી જાત ના નારિયેળ નું ટોપરું બહુ મીઠાશ વાળું હોતું નથી. ટોપરું શરીર ને બળવાન બનાવવા માટે અકસીર છે તેથી તેનો મીઠાઈઓ અને પાકોમાં છૂટ થી ઉપયોગ કરવામાં આવે છે.

ટોપરા માંથી જે તેલ કાઢવામાં આવે છે તેને કોપરેલ કહે છે. તેનો ઉપયોગ ખાવામાં અને તળવામાં થાય છે.

વાળમાં નાખવાનું તેલ, મીણબત્તી અને સાબુ બનાવવામાં નારિયેળ નો બહોળો ઉપયોગ થાય છે.

Nariyal vishe mahiti

કોપરેલ માંથી એક જાતનું માખણ બનાવવામાં આવે છે. કોપરેલ માંથી હાઈડ્રોજન તથા રસાયણિક ક્રિયાઓ કરીને વનસ્પતિ ઘી બનાવવામાં આવે છે.

નારિયેળ ને ત્રણ આંખો હોવાથી તેને ‘ત્ર્યમ્બક’ નામ પ્રાપ્ત થયેલ છે. નારિયેળનું કોપરું અને કોપરેલ ઔષધી તરીકે વપરાય છે.

આ ઉપરાંત તેની કાચલીનું તેલ પણ બનાવવામાં આવે છે અને તેને ઔષધી તરીકે વપરાય છે.

નારિયેળ ટાઈસીન અને ટ્રીપટોફેન એબેમાઈનો એસીડો(એક પ્રકાર ના પ્રોટીન ના ઘટકો) થી ભરપૂર છે. તદ્દઉપરાંત તેમાં કાર્બોહાઈડ્રેટ અને ખનીજ ક્ષારો પણ પુષ્કળ પ્રમાણ માં હોય છે.

લીલું નારિયેળ કેલેરી થી ભરપૂર છે તેમજ તેમાં બધા આરોગ્યપ્રદ તત્વો અને વિટામીનો રહેલા છે. નારિયેળ ના પાણીમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ નું પ્રમાણ પણ થોડું હોય છે.

નારિયેળ પાણીના ફાયદા અને ઘરેલું ઉપચાર

લીલા નારિયેળનું પાણી કાઢીને તેની મલાઈ, ત્રિફળા ચૂર્ણ, અને મરીની ભુક્કો નાખીને સવાર સાંજ ખાવાથી વા મટે છે.

નારિયેળ ના પાણીમાં ગોળ અને ધાણા મિલાવીને પીવાથી પેશાબ માં થતી બળતરા મટે છે. ટોપરું ખાવાથી અને તેને શરીરે લાગવાથી ખંજવાળ મટે છે.

nariyal pani na fayda જો નારિયેળ ના પાણીમાં ગોળ અને ધાણા મિલાવીને પીવાથી પેશાબ માં થતી બળતરા મટે છે. ટોપરું ખાવાથી અને તેને શરીરે લાગવાથી ખંજવાળ મટે છે.

નારિયેળ નું પાણી ઠંડુ, હૃદય માટે હિતકારી, વીર્ય ને વધારનાર પચવામાં હલકું, તરસ તથા પિત્ત ને શાંત કરનાર અને મૂત્રાશય ને સાફ કરનાર છે.

નાળિયેર પાણી પીવાના ફાયદા અને ઘરેલું ઉપચાર

લીલા નારિયેળ નું પાણી કાઢીને તે ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું, પછી તેમાં જાયફળ, સુંઠ, મરી, પીપર, અને જાવિત્રી નાખીને કાચ ની બોટલ માં ભરી લો.

ચૌદ દિવસ સુધી દરરોજ સવાર-સાંજ સેવન કરવાથી એસીડીટી, પેટની ચૂંક અને બરોળની વૃદ્ધિ મટે છે.

નારિયેળ પાણીના ફાયદા જો પાણીવાળું એક નારિયેળ લઇ તેની એક આંખમાં કાણું પાડી તેમાં મીઠું ભરી બહાર માટી લગાવી છાણાં ના દેવતા માં પકવવું,

પછી કોપરા નું મીઠા સહીત બારીક ચૂર્ણ કરી, આ ચૂર્ણ પીપીળ ના ચૂર્ણ સાથે સેવન કરવાથી બધા પ્રકાર નું શૂળ મટી જાય છે,nariyal pani na fayda.

નારિયેળ પાણીના ફાયદા ઘરેલું ઉપચારમા | નાળિયેર ના ફાયદા ઘરગથ્થું ઉપચારમા

નાના બાળકોને સાકર સાથે અથવા ગોળ સાથે નારિયેળ આપવાથી શરીર મજબૂત બને ને અને વજન વધે છે.

લીલા નારિયેળ ની મલાઈ તેમાં સેકેલા હિંગ નો ગાઠીયો ઘસીને ઘી સાથે સેવન કરવાથી હૃદયરોગ માં ફાયદો થાય છે.

નારિયેળ ઠંડુ, મૂત્રાશય ને સાફ કરનાર, ઝાડા ને રોકનાર, બળ આપનાર, વાયુ, પિત્ત, લોહીના બગાડ, કોઢ અને હૃદય રોગી માટે ખુબ જ સારું માનવામાં આવે છે.

લીલું નારિયેળ પિત્ત ને કારણે આવતા તાવ ને મટાડનાર અને પિત્ત દોષ ને મટાડનાર છે.

નાળિયેર ના ફાયદા ઘરેલું ઉપચારમા

ઝીણું છીણેલું લીલું ટોપરું લઇ તેને ઘી માં શેકો. પછી તેમાં ખાંડ અને નારિયેળ નું પાણી નાખી ગોળ ના પાક જેવું થાય ત્યાં સુધી ઉકાળવું.

પછી તેમાં ધાણા, પીપળ, નાગરમોથ, વાંસકપૂર, જીરું, શાહીજીરું, તજ,એલચી, તમાલપત્ર, અને નાગકેસર લઇ ને આ બધાનો ભુક્કો કરીને નાખીને ને પાક બનાવવો.

આ પાક ને “નારિકેલ ખંડપાક” કહે છે. આ પાક નું સેવન  થી અરુચિ, એસીડીટી, ઉલટી વગેરે માં ત્વરિત ફાયદો થાય છે.

નારિયેળ પાણીના ફાયદા વા મા | નારિયેળ નો ઉપયોગ સંધિવા માટે

એક નારિયેળ નું પાણી કાઢી લો. પછી  તેના ટોપરા ને ઝીણું છીણી પાણી સાથે મિક્ષ કરીને તેમાં બે ભીલામાં બારીક કરીને નાખવા અને ઉકાળવું.

ઉપર તેલ આવી જાય એટલે આ તેલ કાઢી લઇ વા દર્દીઓને આ તેલથી માલીશ કરવામાં આવે તો ખુબ જ ફાયદો થાય છે,

અને તેના બાકી રહેલા ટોપરા ના ભુક્કા નું સેવન કરવાથી પણ ફાયદો થાય છે.

નારિયેળ નો ઉપયોગ

સારા અને જુના સુકા નારિયેળ લઈને તેનો ભુક્કો કરો. પછી એ ભૂકા ને પીસીને રસ કાઢીને ઉકળવા મુકો.

ઉકળે એટલે તેમાં મીઠું અને હળદર ની ભૂક્કી નાખીને તેલ ઉપર આવે એટલે એ તેલ ને ઠંડુ કરીને બોટલ માં ભરી લેવું.

આ તેલ ને મોઢા માં ચાંદા પડ્યા હોય ત્યાં રૂં ના પૂમડા વડે લગાવવાથી તરત જ ફાયદો થાય છે.

નારિયેળ ના તેલ નો ઉપયોગ વાળ ના ગ્રોથ માટે

nariyel – નારિયેળ ના તેલ સાથે આ ત્રણ વસ્તુ નું મિશ્રણ કરી લો વાળ નો ગ્રોથ વધશે, વાળ લાંબા થશે અને કાળા પણ થશે.

નારિયેળ ના તેલ સાથે મીઠા લીંબડા નો ઉપયોગ

એક નાની વાટકી મીઠા લીંબડા ના પાંદ ને તડકામાં સુકવીને લગભગ ૧૦૦મિલિ નારિયેળ તેલ માં નાખીને થોડી વાર ઉકાળો. ઠંડુ થઇ જાય એટલે ગાડીને સ્ટોર કરી લો.

નારિયેળ તેલ ની સાથે સાથે લીંબડા ના પાન પણ વાળ માટે ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે.

મીઠા લીંબડા માં પ્રોટીન અને બીટા- કેરોટીન નામનું તત્વ હોય છે. જે વાળ માટે ખુબ જ સારું માનવામાં આવે છે.

નારિયેળ નું તેલ અને જાસુદ ના ફૂલ નો ઉપયોગ

જાસૂદ ના ફૂલ અને પાંદડાને લઈને સુકવીને સુકાઈ જાય એટલે નારિયેળ ના તેલ માં નાખીને તેલ ને ઉકળવા મુકો.

થોડીવાર ઉકાળીને ઠંડુ પડે એટલે બોટલ માં ગાળી ને રાખી દો. આ તેલ નો ઉપયોગ તમે અઠવાડિયા માં બે વાર કરી શકો છો.

નારિયેળ તેલ અને મંગરેલા( ડુંગળી ના બીજ) નો ઉપયોગ

એક મોટી ચમચી મંગરેલા ને પીસી લ્યો. ત્યારબાદ તેને નારિયેળ ના તેલમાં નાખીને બે ત્રણ દિવસ સુધી રહેવા દો, ત્યારબાદ તેનો ઉપયોગ કરી શકો છો.

જયારે તમે તેનો ઉપયોગ કરો ત્યારે નવસેકું કરીને જ કરવું.

મંગરેલા માં વિટામીન એ, બી અને સી મેગ્નેશિયમ, ઝીંક, આયરન, પોટેશિયમ જેવા તત્વો મળી રહે છે. જે વાદ ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

નારિયેળ ના નુકશાન

જો તમે કસરત કરીને તરસ છીપાવવા માટે નારિયેળ પાણી પીવો છો તો એ સેહત માટે નુકસાન કારક છે. તેની જગ્યા એ સાદું પાણી પીવું જોઈએ.

હાઈ કોલેસ્ટ્રોલ વાળી વ્યક્તિઓએ નારિયેળ ના દૂધનું સેવન કરવું જોઈએ નહિ.

નારિયેળ તેલ નું વધારે પડતું સેવન કરવાથી ઝાડા ની સમસ્યા થઇ શકે છે.

નારિયેળ તેલ નું વધારે સેવન કરવાથી એલર્જી ની સમસ્યા પણ થઇ શકે છે.

નારિયલ ને લગતા કેટલા પ્રશ્નો

એક દિવસ મા કેટલી નારીયેલ / નારીયેલ ની મલાઈ ખાઈ શકાય?

નારીયેલ ખાવા ની શરૂઆત તમે બે ચમચી થી કરી શકો છો જે તમને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થશે અને ધીમે ધીમે તેની માત્રા વધારી શકો છો.

શું રોજ 2 નારિયલ પાણી નું સેવન કરી શકાય?

સામાન્ય રીતે નારીયેલ પાણી નુકશાન કારક નથી પરંતુ જે વ્યક્તિ ને પેટ ને લગતી સમસ્યા હોય તેમને થોડું ધ્યાન રાખી તેનું સેવન કરવું ,નારિયેળ નું પાણી આપણા રક્ત ની અંદર પોટેશિયમ નું પ્રમાણ પણ અધરી શકે છે

શું નારીયેલ ની મલાઈ સ્કીન માટે ફાયદા કારક છે?

નૈયલ નું પાણી , નારીયેલ ની મલાઈ અને નારિયલ નું તેલ આપણી સ્કીન ને ગ્લો આપવામાં મદદરૂપ થાય છે.

આશા છે અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી નારિયેળ પાણીના ફાયદા, નારિયેળ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા ,નાળિયેર પાણીના ફાયદા, નારિયેળ ના તેલ નો વિવિધ રીતે ઉપયોગ વાળ ના ગ્રોથ માટે,

નાળિયેર ના ફાયદા, nariyal pani na fayda, nariyal pani nuksan, coconut water benefits in Gujarati માહિતી પસંદ આવી હશે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

અજમાનું પાણી બનાવવાની રીત | અજમાના પાણી ના ફાયદા | Ajma pani na fayda

નારિયેળ ના ફાયદા | Nariyal na fayda

ધાણા અને ખાલી પેટે ધાણા નું પાણી પીવાના ફાયદા | Dhana Na Fayda

રાઈ ના ફાયદા | રાઈ ના ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત| રાઈ ના તેલ ના ફાયદા | Rai na fayda

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement