દેશી ચણા ખાવાના ફાયદા | Deshi chana khava na fayda

દેશી ચણા ખાવાના ફાયદા - કાળા ચણા ના ફાયદા - deshi chana khava na fayda - black chickpeas health benefits in Gujarati
Advertisement

 જેમ આપણા રોજીંદા આહાર માં લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેમ કઠોળ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. કઠોળ ઘણા બધા પ્રકાર ના આવે છે. જેમકે, ચણા, વટાણા, વાલ, રાજમાં, મગ, વગેરે,આજ આપણે વાત કરશું દેશી ચણા ની, દેશી ચણા ખાવાના ફાયદા,deshi chana khava na fayda, black chickpeas health benefits in Gujarati

દેશી ચણા | Deshi chana

ભારત જેવા દેશ માં કાળા ચણા  લગભગ દરેક ઘર માં મળી રહે છે. ખાદ્ય અનાજ તરીકે ચણા ને ઉપયોગ કરવામાં આવે છે.

ચણા બે જાત ના આવે છે, એક દેશી ચણા અને બીજા કાબુલી ચણા.

Advertisement

દેશી ચણા આકારમાં નાના અને ઘેર ભૂરા રંગ ના હોય છે. જયારે કાબુલી ચણા મોટા હોય છે. જેને આપણે છોલે ચણા પણ કહીએ છીએ.

એક કપ કાળા ચણા માં (લગભગ ૧૬૪ ગ્રામ ચણા) ૨૬૯ કેલેરી હોય છે. તેના સિવાય યમાં ૪ ગ્રામ ફેટ અને ૧૧ મીલીગ્રામ સોડીયમ હોય છે. અન્ય પોષક તત્વો ની વાત કરીએ તો પ્રોટીન, મેગનીઝ, ફોલેટ, કોપર, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ, ઝીંક વગરે મળી રહે છે.

આ બધા પોષક તત્વો ને કારણે જ ચણા ને એક પૌષ્ટિક આહાર તરીકે ગણવામાં આવે છે. ચણા ખાદ્ય તરીકે અને ચણા નો ક્ષાર ઔષધ તરીકે વપરાય છે.

ચણા નો ક્ષાર બનાવાવની રીત

ચણા ના છોડ પર શિયાળામાં જે ઝાકળ ની બુંદ પડે છે, તેને વહેલી સવારે ચણા ના ખેતરમાં જી, સ્વચ્છ મલમલ ના કપડાને છોડ પર પાથરી, એ ક્ષારવાળી ઝાકળ લુછી લઇ, એક બોટલ માં એક્ષર રૂપી પાણી ભેગું કરાય છે.

એ ઝાકળ જયારે સુકાઈ જાય ત્યારે તેને ચણા નો ક્ષાર કહે છે.

ચણાનો ક્ષાર અતિ ઉષ્ણ, અગ્નીદીપ્ક, ખારો અને ખાટો હોય છે.

ચણા નો ક્ષાર પેટના દર્દો માટે એક ઉત્તમ ઔશાળી છે, કોલેરા માં પણ તે ખુબ જ ઉત્તમ છે.

Deshi chana khava na fayda – દેશી ચણા ખાવાના ફાયદા

 દેશી ચણા જેને કાળા ચણા પણ કહેવાય છે. ચણા ના બે પ્રકાર હોય છે એક દેશી ચણા અને બીજા કાબુલી ચણા, આમ તો દેશી અને કાબુલી બન્ને આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી છે.

પરંતુ કાળા ચણા માં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ ફાઈબર અને કેલ્શિયમ જેવા પોષક તત્વો ભરપુર માત્રા માં હોય છે. તેથી સ્વાસ્થ્ય પ્રેમી વ્યક્તિઓ કાળા ચણા ખાવાનું વધારે પસંદ કરે છે.

તો ચાલો આજે  પલાળેલા અથવા તો ફણગાવેલા ચણા ખાવા ના  ફાયદા અને નુકસાન તથા ક્યારે અને કઈ રીતે ખાવા એના વિશે માહિતી મેળવીએ,દેશી ચણા ખાવાના ફાયદા

દેશી ચણા ના ઘરગથ્થું ઉપચારો

રાત્રે પાણીમાં ચણા પલાળી રાખવા, સવારે એક મુઠ્ઠી એ ચણા ખાઈ તેના ઉપર એક ગ્લાસ દૂધ પીવું, આમ ત્રણ મહિના સુધી નિયમિત રીતે ખાવાથી શરીર ની નબળાઈ દૂર થાય છે, શરીર પુષ્ટ, કાર્યક્ષમ અને બળવાન બને છે.

શેકેલા ચણા ચાર તોલા, બાદમ બે તોલા, સાકર ત્રણ તોલા, એલચી દાણા, પીપર એક એક તોલો, પંજાબી સલામ બે તોલા, આ બધી વસ્તુ પીસી ચૂર્ણ બનાવી આ ચૂર્ણ સવાર સાંજ ગાયના દૂધ સાથે લેવાથી પણ શરીર ની નબળાઈ દૂર થાય છે.

રાત્રે સુતી વખતે ત્રણ ચાર તોલા શેકેલા ચણા ખાઈ ઉપર એક ગ્લાસ દૂધ પીવાથી શ્વાસનળીમાં એકઠો થયેલો કફ દૂર થાય છે.

રાત્રે થોડાક શેકેલા ચણા ખાઈ ઉપર પાણી પીધા વગર સુઈ જવાથી ઉધરસ મટે છે.

૬ તોલા ચણા ને અડધા શેર પાણીમાં ઉકાળી અડધું પાણી બાકી રહે એટલે ઉતારી તેમાં એક તોલો જવખાર તથા સિંધા નમક અને પીપર નાખી પીવાથી જ્ળોદરમાં ફાયદો થાય છે.

રાત્રે શેકેલા ચણા ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી બેસી ગયેલો અવાજ ખુલે છે,

ગોળ સાથે ચણા ખાવાથી પણ અવાજ સુરીલો બને છે.

Desi Chana na gharelu upchar

મીઠા પદાર્થો ખાવાથી કે મળાવરોધ ને લીધે આતરડા માં નાના નાના કૃમીઓ થઇ જાય છે. પેટમાં દર્દ અને ચૂંક આવે છે. આવા દર્દીઓએ એક મુઠી ચણા ને રાત્રે સરકા માં પલાળી રાખી સવારે ખાલી પેટે ખાવાથી કૃમીઓ મરી જાય છે અને ઉદરશુદ્ધિ થાય છે.

ચણા ના બે માસ ક્ષાર,ચાર માસ સાકર સાથે દિવસ માં બે વાર લેવાથી મેલેરિયા તાવ માં ફાયદો થાય છે.

ગરમીની ઋતુમાં પાણીમાં થોડોક ચણા નો ક્ષાર મેળવીને પીવાથી ઠંડક પ્રાપ્ત થાય છે અને લૂ લાગવાનો ભય રહેતો નથી.

ચણા નો ક્ષાર બે થી આઠ રત્તી, અથવા પ્રવાહી ક્ષારના પાંચ થી વીસ ટીપા બે થી ત્રણ વખત દર બે બે કલાકે લેવાથી દુર્ગંધયુક્ત ઓડકાર, પેતો દુખાવો, આફરો, વગેરે લક્ષણો વારો અપચો મટે છે.

લીંબૂ ના શરબત સાથે ચણા નો ક્ષાર લેવાથી પણ અપચામા તાત્કાલિક ફાયદો થાય છે.

ચણાનો બે માસ ક્ષાર લવિંગ અને મધ સાથે પીવાથી કોલેરા માં ફાયદો થાય છે.

ચણા ના ક્ષાર ને દસ ગણા પાણીમાં મિલાવી, તેના ટીપા નાકમાં નાખવાથી અથવા એમાં રૂં પલાળી તેનું પોતું લગાવવાથી નાક નો સોજો મટી જાય છે.

ચણાનો ક્ષાર લગાવવાથી ગુમડું પાકે છે, પાકેલા ગુમડા પર લગાવવાથી તેની અંદરનું ખરબ લોહી નીકળી જી ઘાવ સાફ થાય છે અને દર્દ મટી જાય છે.

ચણા ના લોટ ના ફાયદાઓ

ચણા ના લોટ ને પાણીમાં મિલાવી શરીરે ઘસી સ્નાન કરવાથી પરસેવાની દુર્ગંધ દૂર થાય છે, ચામડી સાફ થાય છે અને ખુજલી મટે છે.

સુકી ત્વચા માં ચણા ના લોટમાં દહીં મિક્ષ કરીને સ્નાન કરવાથી ત્વચા મુલાયમ બને છે.

ચણા નો લોટ પાણીમાં મિલાવી માથું ધોવાથી માથામાં આવતી ખંજવાળ અને ફોડલીઓ મટી જાય છે.

ચણા ના લોટમાં પાણી અને થોડું ઘી મિલાવી શરીરે માલીશ કરવાથી શરીર ગૌરવર્ણ અને તેજસ્વી બને છે. તેમજ ચણાના લોટની માલીશ ચહેરા પર કરવાથી ચહેરા ની ઝાંખપ દૂર થાય છે.

ગોળની સહેજ ગરમ ચાસણી માં ચણા ના ફોરતાં મિલાવી બાંધવાથી હાથપગ નો મચકોડ મટી જાય છે.

ચણા ના લોટ ને પાણીમાં મિક્ષ કરી, તેમાં મધ મિલાવીને લગાવવાથી અંડકોષ નો સોજો મટી જાય છે.

ચણા ના લોટમાં થોડો ગુગળ અને હળદર મેળવી, ગરમ કરી બાંધવાથી ગાંઠ બેસી જાય છે.

પલાળેલા ચણા ખાવા નો સાચો સમય કયો?

ઘણા વ્યક્તિઓ ને મુંજવણ હોય છે કે પલાળેલા ચણા ખાવા ક્યારે? તો અમે તમને આજ જણાવીશું કે ક્યારે ચણા ખાવા થી ફાયદો થશે ને ક્યારે ખાવા થી નુકસાન.

પલાળેલા ચણા ખાવાનો  સૌથી શ્રેઠ સમય છે સવારે ભૂખ્યા પેટે. દરરોજ સવારે એક મુઠી પલાળેલા ચણા ખાવાથી તમે આખો દિવસ  ફ્રેશ રહી શકો છો.

શું છે સાચી રીત પલાળેલા ચણા ખાવાની?

પલાળેલા કે ફણગાવેલા ચણા માં વિટામીન-એ, વિટામીન-સી, વિટામીન-ડી, વિટામીન-કે ની સાથે સાથે ફોસ્ફરસ,પોટેશિયમ, મેગ્નેશિયમ, અને બીજા અનેક પ્રકાર ના મિનરલ્સ હોય છે, એટલા માટે જ ચણા ને સુપેર ફૂડ માનવામાં આવે છે.

પલાળેલા કે ફણગાવેલા ચણા માટે તમારે ચણા ને ૭-૮ કલાક પાણી માં પલાળી ને રાખવા. જો તમે ઈચ્છો તો આખી રાત પણ પલાળી શકો છો.

સવારે ચણા  ને પાણી માંથી કાઢી ચાવી ચાવી ને ભૂખ્યા પેટે  ખાઓ. તેમજ તમે ફણગાવેલા ચણા પણ સવારે ખાઈ સકો છો

એ માટે ચણા સવારે પલાળી ને રાત્રે એક કોટન ના કપડા માં ટાઈટ બાંધી ને રાખી દેવા જેથી ચણા ફણગી જસે ને આ ફણગાવેલા ચણા પછી તમે તેને ફ્રીઝ માં સ્ટોર કરી ને વાપરી શકો છો.

પલાળેલા ચણા ખાવાના ફાયદાઓ – Deshi chana khava na fayda

આખી રાત ચણા ને પલાળવાથી તેમાં રહેલા પોષક તત્વો વધી જાય છે. પલાળેલા ચણા ની સાથે તમે ગોળ ખાઈ શકો છો.

સવારે કસરત અથવા યોગા કર્યા પછી નાસ્તા ની જગ્યા એ તમે આ પલાળેલા ચણા ખાવાનું રાખો,,ચણા ખાવથી શરીર માં આખો દિવસ એનેર્જી  રહે છે.

માસિક ધર્મ દરમિયાન ચણા અને ગોળ ખાવા થી ફાયદો થાય છે.

જો તમને વારંવાર પેશાબ જવાની સમસ્યા થી પરેશાન છો તો પલાળેલા ચણા ખાવાથી રાહત મળે છે,દેશી ચણા ખાવાના ફાયદા

ત્વચા અને વાળ માટે પણ ઉપયોગી છે.

પલાળેલા ચણા માં મેગનીઝ હોય છે. જે આપણી શરીર ની કોશિકાઓ ને ઉર્જા પૂરી પાડે છે. વધતી ઉમરની સાથે ચહેરા પર કરચલીઓ પડવા  લાગે છે.. દરરોજ એક મુઠી પલાળેલા કે ફણગાવેલા ચણા ખાવાથી કરચલીઓ પડતી નથી.

ત્વચા ની સાથે સાથે વાળ માટે પણ ફાયદેમંદ છે. ચણા માં રહેલું પ્રોટીન વાળ માટે ફાયદાકારક સાબિત થાય છે. ખરતા વાળ ની સમસ્યા થી પરેશાન વ્યક્તિઓએ  દરરોજ પલાળેલા ચણા ખાવા જોઈએ.

લોહી બનાવવા માં મદદ કરે છે.

જે વ્યક્તિ માં હિમોગ્લોબીન ની ઉણપ હોય તેઓએ પલાળેલા ચણા ખાસ ખાવા જોઈએ કારણ કે પલાળેલા  ચણા માં આયરન ભરપૂર માત્રા માં હોય છે.

ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી મહિલાઓ, નાના બાળકો  સીમિત માત્રા માં પલળેલા ચણા ખાઈ શકે છે.

કોલેસ્ટ્રોલ ઘટાડે છે

પલાળેલા ચણા માં રહેલું ફાઈબર બાઈલ એસીડ સાથે જલ્દી થી શરીર માં ભળી જાય છે જે કોલેસ્ટ્રોલ ને ઘટાડવા માં મદદ કરે છે. જો તમે દરરોજ અડધો કપ પલાળેલા ચણા ખાસો તો ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડી શકો છો.

ઈમ્યુંનીટી વધારે છે.

આજના કોરોના ની મહામારી ના સમય માં ઈમ્યુંનીટી વધારવી અથવા તો એમ કહીએ કે જાળવી રાખવી ખુબ જ ચિંતા નો વિષય બની ગયો છે.

ઘરેલું ઉપચાર તરીકે આપણે પલાળેલા ચણા નો ઈમ્યુંનીટી બુસ્ટર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ.

દરરોજ સવારે ફક્ત એક મુઠી પલાળેલા અથવા ફણગાવેલા ચણા ખાઈ જાઓ તો કફ અને પિત્ત ને પણ બેલેન્સ રાખી શકાય છે.

કબજિયાત ને દૂર કરે છે.

 તમને એમ થશે કે ચણા તો શરીર ને પચવામાં ભારે ખોરાક કહેવાય છે, પણ પલાળેલા કે ફણગાવેલા ચણા પચવામાં ભારે હોતા નથી ચણા નું વિવિધ મસાલા સાથે બનાવેલું શાક પચવામાં ભારે થાય છે.

દેશી ચણા માં રહેલું ફાઈબર કબ્જ થવા દેતું નથી તેથી જે વ્યક્તિઓ ને કબજિયાત ની સમસ્યા રહેતી હોય છે તેઓએ પલાળેલા ચણા માં ચાટ મસાલો અથવા સંચળ નાખીને ખાવા જોઈએ,

તેમજ જે પાણી માં ચણા પલાળ્યા છે એ પાણી પણ સવારે ઉઠી ને પી શકો છો,deshi chana khava na fayda.

ચણા ના નુકશાન | પલાળેલા ચણા ખાવાથી થતા નુકસાન.

આમ તો પલાળેલા ચણા ખાવા થી કોઈ પણ પ્રકાર નું નુકસાન થતું નથી પરંતુ જો વધારે પ્રમાણ માં ચણા ખવાઈ જાય તો જરૂર થી નુકસાન થઈ શકે છે.

ચણા માં ફાઈબર સારી માત્રા માં હોવાથી જો તમે વધારે પ્રમાણ માં ચણા ખાસો તો કબજિયાત, ઝાડા, પેટ ફૂલી જવું જેવી સમસ્યાઓ નો સામનો કરવો પડશે.

વધારે પ્રમાણ માં સેવન ત્વચા ને પણ નુકસાન પહોચાડી શકે છે.

જે લોકો  ને એલર્જી ની સમસ્યા હોય તેઓએ ચણા ખાવા જોઈએ નહિ.

તેની સાથે સાથે જ જો તમને ચણા ખાધા પછી ત્વચા પર ચકામાં થઇ જાય છે તો ચણા ખાવા નહિ

ચણા ખાધા પછી જો તમને માથામાં દુખાવો કે ઉધરસ જેવું થાય તો પણ ચણા ખાવા યોગ્ય નથી.

ચણા ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો

ચણા ને અંગ્રેજી માં શું કહેવાય?

ચણા ને અંગ્રેજી માં ‘BLACK GRAAM’ અને ‘ BLACK CHEAK PEAS’ કહેવાય છે.

૧૦૦ ગ્રામ શેકેલા ચણામાંથી કેટલું પ્રોટીન મળે છે?

૧૦૦ ગ્રામ શેકેલા ચણામાં ૧૬૪ કેલેરી હોય છે, તેમાં ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરે જેવા પોષકતત્વો પણ મળી રહે છે.

સવારે ખાલી પેટ પલાળેલા ચણા ખાવાથી શું ફાયદો થાય?

પલાળેલા ચણા ખાવાથી આયર્ન મળે છે, જેનાથી શરીર માં લોહીનું પ્રમાણ વધે છે.

ચણાને ગોળ ખાવાથી શું ફાયદો થાય?

ચણા અને ગોળ ખાવાથી શરીરમાં લોહીની કમી તદ્દન દૂર થઇ જાય છે. શરીર ને ભરપૂર એનર્જી મળી રહે છે, આયરન ની માત્ર જળવાઈ રહે છે.

ચણા ની તાસીર કેવી હોય છે?

ચણા ની તાસીર ઠંડી હોય છે માટે જ તેને ઉનાળા માં ખાવાની સલાહ આપવામાં આવે છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

ગરમ પાણી નો ઉપયોગ વજન ઘટાડવા | ગરમ પાણી પી ને આવી રીતે ઘટાડીએ વજન | hot water for weight loss in Gujarati | how to use hot water for weight loss in Gujarati

એવાકાડો ના ફાયદા | avocado na Fayda | health benefits of avocado in Gujarati | advantages and disadvantages of avocado in Gujarati

કબજિયાત થવાના કારણો | કબજિયાત નુસખા | કબજિયાત દૂર કરવાના ઘરેલુ ઉપાય | કબજિયાત પરેજી | કબજિયાત ના કારણો | કબજિયાતનો સરળ ઉપચાર | kabjiyat na upay in Gujarati | kabjiyat ke upay in Gujarati

લસણ ના ફાયદા | લસણ ના ઘરેલું ઉપચારો | લસણનો ઉપયોગ | lasan na gharelu upay | Lasan na fayda in Gujarati | Garlic health benefits in Gujarati

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement