ગાજરનો કેક બનાવવાની રીત | gajar no cake banavani rit

ગાજરનો કેક બનાવવાની રીત - gajar no cake banavani rit - carrot cake recipe in gujarati
Image credit – Youtube/Yummy
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ગાજરનો કેક બનાવવાની રીત શીખીશું. ગાજરનો હલવો તો શિયાળામાં ખતાજ હોય છીએ કેમ કે શિયાળામાં લાલ ગાજર ખૂબ સારા આવતા હોય છે આજ આપણે ગાજર નો કેક બનાવતા, gajar no cake banavani rit, carrot cake recipe in gujarati શીખીએ જેના માટે નીચે મુજબની સામગ્રી જોઈએ.

ગાજરનો કેક બનાવવા જરૂરી સામગ્રી | gajar no cake banava jaruri samgri

  • મેંદાનો લોટ 1 કપ
  • છીણેલું લાલ ગાજર ½ કપ
  • દહીં ½ કપ
  • દૂધ 4-5 ચમચી
  • ખાંડ ½ કપ
  • તજ નો ભૂકો ½ ચમચી
  • તેલ/ઘી ¼ કપ
  • બેકિંગ પાઉડર 1 ચમચી
  • બેકિંગ સોડા ½ ચમચી
  • વેનીલા એસેંસ 1 ચમચી

ગાજરનો કેક બનાવવાની રીત | carrot cake recipe in gujarati

ગાજરનો કેક બનાવવા સૌપ્રથમ એક તપેલીમાં દહીં , ખાંડ ને તેલ નાખી ખાંડ ઓગળે ત્યાં સુંધી મિક્સ કરો (ખાંડ ની જગ્યાએ છીણેલો ગોળ પણ લઈ શકાય)

હવે એમાં ચારણી વડે ચારી ને મેંદો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા નાખો ને બરોબર મિક્સ કરો (મેંદા ની જગ્યાએ ઘઉં નો લોટ પણ લઈ શકાય. જો ઘઉં નો લોટ લેસો તો કેક નો રંગમાં થોડો ફરક આવશે)

Advertisement

ત્યાર બાદ એમાં છીનોલું ગાજર નાખો ને દૂધ નાંખી બરોબર મિક્સ કરો, હવે એમાં તજનો પાઉડર ને વેનીલા એસેંસ્સ નાખી મિક્સ કરો

હવે ગ્રીસ કરેલ બેકિંગ ટ્રે કે ગ્રીસ કરેલી તપેલીમાં તૈયાર મિશ્રણ નાંખી દયો ને એક બે વાર ટપ ટપપવો જેથી એમાં વચ્ચે રહેલી હવા નીકળી જાય

હવે તૈયાર તપેલી ને ગેસ પર ગરમ કરવા રાખેલ કડાઈમાં મૂકો ને ઢાંકણ ઢાંકી 20-30 મિનિટ મિડીયમ તાપે ચડાવો 25 મિનિટ પછી ઢાંકણ ખોલી ચાકુ વડે ચેક કરો જો ચાકુ કોરો આવે તો કેક તૈયાર છે નહિતર બીજી પાંચ મિનિટ ધીમા તાપે ચડાવો

બરોબર ચડી ગયેલા કેક ને કડાઈ માંથી બહાર કાઢી દસ મિનિટ ઠંડો થવા દયો ત્યાર બાદ ડીમોલ્ડ કરી લ્યો ને તેના કટકા કરી લ્યો

તૈયાર લાલ ગાજરનો કેક ગરમ ગરમ ચા સાથે સર્વ કરો.

Gajar no cake banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Yummy ને Subscribe કરજો.

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

અંજીર હલવો બનાવવાની રીત | anjir halvo banavani rit | anjir halva recipe in gujarati

મસાલા પુરી બનાવવાની રીત | masala puri recipe in gujarati | masala puri banavani rit

ચોકલેટ મોદક બનાવવાની રીત | chocolate modak banavani rit | chocolate modak recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement