પોડી બાઇટ્સ બનાવવાની રીત | Podi Bites banavani rit | Podi Bites recipe in gujarati

પોડી બાઇટ્સ - પોડી બાઇટ્સ બનાવવાની રીત - Podi Bites banavani rit - Podi Bites recipe in gujarati
Image credit – Youtube/Yum
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે પોડી બાઇટ્સ બનાવવાની રીત – Podi Bites banavani rit શીખીશું, do subscribe Yum YouTube channel on YouTube If you like the recipe , આ પોડી બાઇટ્સ ને તમે સવાર કે સાંજ ના નાસ્તા માં બનાવી ને મજા લઇ શકો છો સાથે બાળકો ને ટિફિન માં સોસ કે ચટણી સાથે પણ આપી શકો છો. જે ખાવા માં ટેસ્ટી ની સાથે હેલ્થી પણ હોય છે જે એક ખાસ પ્રકારના મસાલા સાથે શેકી ને તૈયાર કરવા માં આવે છે તો ચાલો જાણીએ Podi Bites recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

પોડી બાઇટ્સ બનાવવા જરૂરી સામગ્રી

  • ચણા દાળ ½  કપ
  • મગ દાળ ½ કપ
  • તુવેર દાળ ½ કપ

મસાલો બનાવવા માટેની સામગ્રી

  • સૂકા લાલ મરચા 8-10
  • ચણા દાળ 2 ચમચી
  • અડદ દાળ 2 ચમચી
  • મરી ½ ચમચી
  • ચોખા 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • સીંગદાણા 2 ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • સૂકું નારિયળ છીણેલું 1-2 ચમચી
  • મીઠા લીમડાના પાન 10-15
  • હિંગ ⅛ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

વઘાર માટેની સામગ્રી

  • તેલ 3-4 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • મીઠા લીમડાના પાન 5-7
  • રાઈ 1 ચમચી

પોડી બાઇટ્સ બનાવવાની રીત | Podi Bites recipe in gujarati

પોડી બાઇટ્સ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચણા દાળ, તુવેર દાળ અને મગ દાળ ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ને બે ત્રણ ગ્લાસ પાણી નાખી ને બે કલાક પલાડી મૂકો.

દાળ બે કલાક પલાડી લીધા બાદ દાળ નું પાણી નિતારી ને મિક્સર જાર માં નાખી સાથે લીલા મરચા અને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી લ્યો ને ઈડલી ના મિશ્રણ જેવું ઘટ્ટ પીસવા જરૂર મુજબ પાણી નાખી પીસી ને તૈયાર કરી લ્યો

Advertisement

હવે મિશ્રણ ને બરોબર પાંચ સાત મિનિટ ફેટી લ્યો. ત્યાર બાદ ગેસ પર એક તવી પર એક બે ચમચી તેલ લગાવી એમાં પીસેલા મિશ્રણ માંથી એક બે ચમચી મૂકતા જઈ ધીમા તાપે નાની ઈડલી જેમ બનાવી ને શેકી લ્યો,

 એક બાજુ ગોલ્ડન શેકાઈ જાય એટલે ઉઠલવી ને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો આમ બને બાજુ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ તવી પર થી ઉતારી લ્યો. આમ બધી જ નાની ઈડલી શેકી ને તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં સૂકા લાલ મરચા, ચણા દાળ, અડદ દાળ, મરી, ચોખા, જીરું, સીંગદાણા, સફેદ તલ, સૂકું નારિયળ છીણેલું, મીઠા લીમડાના પાન, હિંગ અને મીઠું સ્વાદ મુજબ નાખી ને ધીમા તાપે દાળ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો,

 બધી સામગ્રી બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ને ઠંડી કરી લ્યો ને સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જાર માં નાખી ને પીસી ને મસાલો તૈયાર કરી લ્યો.

વઘાર ની રીત

ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન નાખો સાથે જરૂર મુજબ તૈયાર કરેલ મસાલો નાખી તેલ સાથે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર કરેલ નાની ઈડલી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર પોડી ને ગરમ ગરમ કે ઠંડી સોસ કે ચટણી સાથે સર્વ કરો પોડી બાઇટ્સ.

Podi Bites banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Yum ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મીઠા લીમડા ના પાન વાળા ભાત બનાવવાની રીત | Mitha limda na paan vala bhaat banavani rit

સોયા ચંકસ કબાબ બનાવવાની રીત | soya chunks kabab banavani rit

બ્રેડ પકોડા ચાટ બનાવવાની રીત | Bread pakoda chaat banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement