ખીર મોહન બનાવવાની રીત | Kheer mohan banavani rit

ખીર મોહન બનાવવાની રીત - Kheer mohan banavani rit
Image credit – Youtube/Shobha Nandan's Recipes
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ખીર મોહન બનાવવાની રીત – Kheer mohan banavani rit શીખીશું. આ ખીર મોહન ને ખીર કદમ, ખીર મોહન મીસ્ટી, છેના ગોજા, ઓડીશા અને ગંગાપુર ની પ્રખ્યાત મીઠાઈ જેવા અલગ અલગ નામો થી ઓળખાય છે, do subscribe Shobha Nandan’s Recipes YouTube channel on YouTube If you like the recipe , આ મીઠાઈ ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે અને બનાવી પણ બહુ સહેલી છે પણ બનાવવામાં સમય ઘણો લાગે છે તો થોડો વધારે સમય કાઢી ને ઘરે બનાવતા શીખીએ તો ચાલો જાણીએ ખીર મોહન બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ખીર મોહન બનાવવા જરૂરી સામગ્રી

  • દૂધ 1 લીટર
  • ખાંડ 1 + ½  + ¼ કપ
  • સોજી 1-½  ચમચી
  • પાણી 7 +¼ કપ
  • લીંબુ નો રસ / વિનેગર 1-2 ચમચી

ખીર મોહન બનાવવાની રીત

ખીર મોહન બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ બરોબર ગરમ થાય એટલે એનો ગેસ બંધ કરી એમાં લીંબુનો રસ થોડો થોડો નાખી ને મિક્સ કરી દૂધ ને ફાડી લ્યો દૂધ બરોબર ફાટી જાય એટલે એક કપડા માં કાઢી બે ત્રણ પાણી થી ધોઇ ને ઠંડુ કરી લ્યો.

પનીર ને બરોબર દબાવી ને ટીંગાડી અથવા ચારણી માં મૂકો અને અડધો થી એક કલાક એમજ રહેવા દયો હવે પનીર માંથી પાણી બરોબર નિતારી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો હવે એમાં સોજી નાખી હથેળી વડે મિક્સ કરી સ્મુથ કરી લ્યો, પનીર બરોબર સ્મુથ થઈ જાય એટલે એના જે સાઇઝ ની મીઠાઈ બનાવવી હોય એ સાઇઝ ના ગોલા બનાવી લ્યો અને ત્યાર બાદ હથેળી વડે થોડા દબાવી ચપટા કરી લ્યો આમ બધા પનીર ના ગોલા બનાવી લ્યો.

Advertisement

હવે ગેસ પર એક મોટી કડાઈ માં દોઢ કપ ખાંડ નાખો સાથે ત્રણ કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ખાંડ ઓગળી જાય અને પાણી ઊકળવા લાગે એટલે એમાં તૈયાર કરેલ ગોલા  નાખતા જાઓ બધા ગોલા નાખ્યા પછી ઢાંકણ બંધ કરી દસ મિનિટ ફૂલ તાપે ચડવા દયો ત્યાર બાદ ફરી ઢાંકી ને દસ મિનિટ ઢાંકી ને ચડવા દયો સાથે બીજા ગેસ પર બીજા ત્રણ કપ પાણી ગરમ કરવા મૂકો.

પનીર ના ગોલા પાણી માં ચડે છે ત્યાં સુંધી બીજી કડાઈ માં પા કપ ખાંડ નાખી ગેસ ચાલુ કરી લ્યો ને ધીમા તાપે ખાંડ ને હલાવ્યા વગર એમજ ઓગળવા દયો ખાંડ ઓગળી ને થોડો રંગ બદલવા લાગે,

 ત્યાર બાદ ચમચા થી હલાવી લ્યો ને ખાંડ બરોબર ઓગળી ને ગોલ્ડન થાય એટલે એમાં એક કપ પાણી નાંખી મિક્સ કરી લ્યો ને ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.

હવે તૈયાર કરેલ ખાંડ નું પાણી ઉકળતા પનીર ના ગોલા માં નાખી ફરી ઢાંકી ને દસ બાર મિનિટ ચડાવા દયો ને બીજા ગેસ પર એક કપ પાણી ગરમ કરવા મૂકો ને દસ મિનિટ પછી ઢાંકણ ખોલી ને એમાં ગરમ પાણી નાખી ફરી ઢાંકણ બંધ કરી નાખો આમ જ્યારે ચાસણી ઘટ્ટ થવા લાગે એટલે એમાં એક કપ ગરમ પાણી નાખો.

આમ ત્રણ વખત ગરમ પાણી નાખી ચડવા દયો આમ દસ દસ મિનિટ ઢાંકણ ખોલી ચેક કરતા રહેવું આમ ટોટલ બે થી અઢી કલાક lagche ચડવા માં અને ઓછા માં ઓછા સાત કપ પાણી નાખ્યા પછી ઢાંકણ ઢાંકી ચડવા દયો ને છેલ્લે એક તાર ની ચાસણી બને અને ખીર મોહન નો રંગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.

ને ત્યાર બાદ એમજ રહેવા દઈ ને ત્રણ ચાર કલાક ઠંડા થવા દયો ને ઠંડા થાય ત્યાર બાદ ચાસણી માંથી કાઢી ને ચારણી માં મૂકો અને ચારણી ને તપેલી પર મૂકી ફ્રીઝ માં મૂકી દયો ને ત્રણ ચાર કલાક ઠંડી થઇ જાય એટલે ઠંડી ઠંડી મજા લ્યો ખીર મોહન.

Kheer mohan banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shobha Nandan’s Recipes ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ગુલકંદ નો આઈસ્ક્રીમ બનાવવાની રીત | gulkand no ice cream banavani rit

બિહારી દાલ પૂરી બનાવવાની રીત | Bihari dal puri banavani rit

દહીં મરચા બનાવવાની રીત | દહીં મિર્ચી બનાવવાની રીત | dahi marcha banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement