ફણસ ખાવાના ફાયદા અને ઘરેલું ઉપચાર | ફણસ ના નુકશાન | Fanas na fayda

ફણસ ખાવાના ફાયદા - ફણસ ના ફાયદા - ફણસ ના નુકશાન - fanas na fayda - jackfruit benefits in Gujarati
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર અમે માહિતી લાવ્યા છીએ ફણસ વિશે જેમાં ફણસ ખાવાના ફાયદા, ફણસ ના ફાયદા – fanas na fayda, Jack fruit benefits in Gujarati

Table of contents

ફણસ | Fanas | Jackfruit

ફણસ વિશ્વમાં થનારા ફળો પૈકીનું એક મોટામાં મોટું ફળ છે. કોળું કરતા પણ તેના ફળ મોટા હોય છે. ભારત અને દક્ષિણ એશિયા તેનું ઉત્તપન્ન સ્થાન મનાય છે. તેમાં પણ દક્ષિણ ભારતમાં એ સારા પ્રમાણ માં થાય છે.

ફણસ દૂધ વારુ ઝાડ છે તેથી તેને કલમ કરીને રોપાય છે. તેના પાન લાંબા અને લીલા હોય છે. ફણસી ના ઝાડ ખુબ જ મોટા થાય છે. તેના ઝાડ નું લાકડું પીળા રંગ નું હોય છે. તેના ઝાડ માંથી આશરે પાંચસો થી વધારે ફળ ઉતરે છે.

Advertisement

ફણસ ઉપર ઝાડા કાંટા હોય છે. ઉપરના કાંટાની ઝાડી છાલ ઉતરતા અંદરથી ફણસ ની પેશીઓ નીકળે છે. એ પેશીઓમાં કાળા અથવા લાલ રંગના ઠળિયા હોય છે, એ ઠળિયા શેકીને પણ ખવાય છે. આ ઠળિયા કેરીની ગોટલીના ઠળિયા થી પણ સ્વાદિષ્ટ લાગે છે. ઠળિયા નું શાક પણ થાય છે.

ફણસ ના પ્રકાર

ફણસમાં રસાળ અને કાપા એવા બે પ્રકાર થાય છે.

રસાળ ફળ રંગ માં સફેદ હોય છે અને કાપા નો રંગ સહેજ પીળાશ પડતો હોય છે. પાત ફણસ નામે ફાંસીનું એક બીજું ઝાડ પણ થાય છે, તેના પાન ખુબ જ મોટા હોય છે, તેના ફળ ખ્વાના ઉપયોગમાં આવતા નથી. પરંતુ તેનું લાકડું ફણસી કરતા વધુ ટકાઉ હોવાથી ઘણા ઉપયોગ માં આવે છે. ખાસ કરીને તેનું લાકડું હોળી બનાવવામાં વધુ વપરાય છે.

ફણસ ખાવાના ફાયદા અને ઘરેલું ઉપચાર | Jack fruit benefits in Gujarati

માથાના દુખાવા માં રાહત અપાવે છે

આજકાલના ભાગદોડ ભરી જીવન શૈલીમાં માથાનો દુખાવો સામાન્ય બાબત થઇ ગઈ છે. તેના માટે અનેક વ્યક્તિઓ અનેક દવાઓ લેતી હોય છે.

માથાના દુખાવા ને દૂર કરવામાટે કુદરતી ઉપચાર તરીકે ફણસનો ઉપયોગ કરવો જોઈએ. ફણસ ની ડાળી અને થડને પીસીને તેનો રસ કાઢીને તેના ૧-૨ ટીપા નાકમાં નાખવાથી માથાનો દુખાવમ રાહત મળે છે.

ફણસ ના ફાયદા નસકોરી ફૂટી હોય ત્યારે(નાકમાંથી લોહી નીકળવું)

ઉનાળામાં વધારે ગરમીના કારણે એક સામાન્ય સમસ્યા થઇ જતી હોય છે નાકમાંથી લોહી નીકળવાની. આ સમસ્યા ને દૂર કરવા માટે ફણસ નો આ પ્રયોગ કરવો.

ફણસ ના ૮ થી ૧૦ બીજ લઈને તેનો ઉકાળો બનાવીને પીવાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થઇ જાય છે,Jack fruit benefits in Gujarati.

ફણસ ખાવાના ફાયદા તે ભૂખ વધારવામાં મદદ કરે છે

ઘણીવાર લાંબી બીમારીને કારણે શરીર માં અશક્તિ આવી જતી હોય છે. અને આના કરને વ્યક્તિને ભૂખ ઓછી લગતી હોય છે. ફાનસમાં રહેલા ગુણો થી તે ભૂખ વધારવામાં મદદ કરે છે.

ફણસ ના ૧૦ મિલી રસમાં ૧૨૫ મિલી ગ્રામ કાળા મરીનો ભુક્કો અને સાકર મિક્ષ કરીને સેવન કરવાથી ભૂખ સારી લાગે છે.

અતિસાર અને ઝાડા ને રોકવામાં મદદરૂપ

ઘણીવાર વધારે મસાલેદાર ભોજન નું સેવન કરવાથી પેટ ખરાબ થઇ જાય છે અને ઝાડા થઇ જતા હોય છે ત્યારે ફણસ ની ડાળીને ઉકાળીને તેનો બનાવેલો ૧૦-૨૦ મિલી ઉકાળો પીવાથી અતિસારમાં ફાયદો થાય છે. ફણસ પેટ સબંધિત સમ્સ્યઓઅ નિવારણ માં ઉપયોગી થાય છે.

કોલેરા રોગ માં ફણસ નો ઉપયોગ

ઘણી વખત ફૂડ પોઈઝનીંગ ના કારણે કોલેરા થઇ જતું હોય છે. તેવામાં ફણસ નું સેવન કરવાથી ફાયદો થાય છે. ફણસ ના ૧-૨ ફૂલ ને પાણીમાં પીસીને પીવાથી કોલેરા માં રાહત થાય છે.

ફણસ ખાવાના ફાયદા ખંજવાળ ની સમસ્યા થી છુટકારો

ખંજવાળ ની સમસ્યા માંથી છુટકારો મેળવવા માટે ફણસ નો ઉપયોગ કરવો ફાયદેમંદ સાબિત થયો છે. ફણસ ના પાંદડાનો સહેજ પાણીમાં ઉકાળીને એ પાણી વડે પ્રભાવિત જગ્યા ધોવાથી ખંજવાળ મટી જાય છે.

ફણસ નો ઉપયોગ ત્વચા સબંધિત સમસ્યામાં

પ્રદુષિત વાતાવરણ ને કારણે એક ત્વચા સબંધિત રોગો નો સામનો કરવો પડતો હોય છે. સરસીયા તેલમાં ફણસ ના પાંદડા પીસીને તેનો લેપ જેવો બનાવીને તેનો લેપ લગાવવાથી ફાયદો થાય છે.

શરીર પરના સોજા દૂર કરે છે ફણસ

ફણસ ના ઝાડ અને તેના ફળ માંથી જે દૂધ નીકળે છે તે દૂધ ને સોજા વાળી જગ્યા એ લગાવવાથી સોજા ઝડપ થી ઉતરી જાય છે.

ફણસ ના ફાયદા અને ઘરેલું ઉપચાર | Fanas na fayda

સાંધા ના દુખાવામાં ફણસનો ઉપયોગ

વધતી ઉમર સાથે હાડકા નબળા થતા જાય છે અને શરીર માં વાત્ત નું દર્દ પેદા થાય છે. સંધિવા થી રાહત મેળવવા માટે ફણસ નો ઉપયોગ ફાયદેમંદ સાબિત થાય છે.

ફણસનું તેલ નારિયેળ નું તેલ વગેરેના તેલ થી માલીશ કરવાથી સંધીવા માં ફાયદો થાય છે.

ફણસ નો ઉપયોગ નબળાઈ દૂર કરવા

લાંબી બીમારીના કારણે ક્યારેક ક્યારેક વ્યક્તિને નબળાઈ જણાતી હોય છે, તેવામાં ફણસ ના ફળના જ્યુસ ને દૂધ સાથે લેવાથી ફાયદો થાય છે.

એનીમિયા ના દર્દીઓમાટે ફણસ નો ઉપયોગ

ફણસ માં પિત્ત નાશક ગુણ હોય છે અને તેમાં આયરન ની માત્રા પણ સારા એવા પ્રમાણ માં હોવાથી એનીમિયા માં ફણસ નો ઉપયોગ કરવો ફાયદેમંદ સાબિત થઇ શકે છે. એનીમિયા માં ફણસ ની ડાળખી અને પાંદડા નો ઉપયોગ કરવામાં આવે છે.

થાઈરોઈડ માં ફાયદેમંદ છે ફણસ

ફણસ માં કોપર પણ સાર પ્રમાણ માં હોવાથી તે શરીર માં હોર્મોન્સ બનાવામાં મદદ કરે છે. કોપર હવાને લીધે તે થાઈરોઈડ સામે રક્ષણ પૂરું પડે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે ફણસ

ઈમ્યુંનીટી વધારવા માટે ફણસ નું સેવન કરવું ફાયદેમંદ છે. ફણસ ના બીજ માં જેકલીન નામનું તત્વ હોય છે જે શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

આંખો માટે ફાયદેમંદ છે ફણસ

શરીરમાં જયારે પિત્ત વધી જાય છે ત્યારે આંખો સબંધિત નાની મોટી સમસ્યાઓ થવા લાગે છે. ફણસ માં પિત્ત નાશક ગુણ હોવાથી તેનું સેવન આંખો માટે સારું માનવામાં આવ્યું છે.

વજન ઓછું કરવામાં અને કબજીયાત દૂર કરવામાં ફણસ

ફણસ માં ફાઈબર ભરપૂર માત્રા માં હોવાથી તેનું સેવન કરવાથી પાચનશક્તિ એકદમ મજબૂત બની જાય છે અને આના કારણે જ તે વજન ઓછું કરવામાં મદદ કરે છે.અને ફાઈબર ના કરને જ કબજીયાત પણ થતી નથી.

ફણસ અન્ય ના ઘરગથ્થું ઉપચારો

પાકું ફણસ ઠંડુ, પિત્ત તથા ગેસને મટાડનાર, મીઠું, માંસ ને વધારનારું, બળ આપનારું અને રક્તપિત્ત નો નાશ કરનારું છે.

ફણસ ના અંકુર ને ઘસીને લગાવવાથી મોઢું ફાટ્યું હોય તો તે મટે છે.

કાચું ફણસ ઝાડા ને રોકનારું છે.

ફણસ ની દરેક ડાળીના છેવટના ભાગમાં અણીદાર કડીઓ હોય છે. તે વાટી તેની ગોળીઓ કરી, મોઢામાં રાખવાથી અથવા એ કડીઓ વાટી તેનો રસ કરીને થોડો થોડો ગળામાં ઉતરતા રહેવાથી ગળા ના રોગ માં ફાયદો થાયછે.

ફણસ ની અને આંબા ની છાલ નો રસ કાઢીને તેમાં ચુનાનું નીતર્યું પાણી મેળવી પીવાથી રકતઅતિસાર અને કોલેરા મટે છે.

ફણસ ના નુકસાન

ગોળાના દર્દીઓએ તથા મંદાગ્ની વાળા દર્દીઓએ ફણસ ખાવું જોઈએ નહિ, કારણકે તે પચવામાં ભારે છે.

ફણસ નો ગર્ભનું સેવન કાર્ય પછી ક્યારેય પણ નાગરવેલ ના પાન નું સેવન કરવું જોઈએ નહિ. તેનાથી આફરો ચડે છે અને ખુબ પીડા થાય છે.

ફણસ નું ખુબ જ વધારે માત્રા માં સેવન કરવું જોઈએ નહિ તેનાથી અપચા ની સમસ્યા થઇ શકે છે.

ફણસ ને સંબંધિત લોકોને મુજ્વતા પ્રશ્નો

ફણસ ને અંગ્રેજી માં શું કહેવાય છે? | ફણસ english name

અંગ્રેજીમાં ફણસ ને jackfruit  કહેવામાં આવે છે.

ફણસ ના બીજ ખાવાથી શું થાય છે?

ફણસ ના બીજ માં આયરનની માત્ર અસર એવા પ્રમાણ માં હોય છે. તેની સાથે સાથે તેના બીજ માં વિટામીન એ પણ મળી રહે છે. જેનાથી આંખોની રોશની તેજ થાય છે અને વાળ પણ સારા થાય છે.

ફણસ માં કેટલી કેલેરી હોય છે?

ફણસ માં ૦.૬ ગ્રામ ફેટ અને ૯૫ કેલેરી હોય છે.

ફણસ નું શાક નું સેવન કર્યા પછી શું ખાવું જોઈએ નહિ?

ફણસ નું શાક નું સેવન કર્યા પછી પપૈયું ખાવું જોઈએ નહિ. તે બન્ને એકસાથે ખાવાથી શરીર માં સોજા આવી શકે છે.

Jackfruit in Gujarati

Jackfruit ને ગુજરાતી મા ફણસ ના નામે ઓળખવામાં આવે છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

માથાનો ખોડો દુર કરવાના ઉપાય | ખોડો દૂર કરવાના ઉપાયો | ખોડો થવાના કારણો | khodo dur karvana upay | how to remove dandruff in Gujarati

શક્કરીયા ગાજર ખાવાના 8 ફાયદા| શક્કરીયા ના નુકસાન | Sweet potato benefits in Gujarati | shakkariya na fayda

પનીર ખાવાના ફાયદા | પનીર ના ફાયદા | health benefits of paneer in Gujarati | paneer na fayda in Gujarati

નાસપતી ના ફાયદા અને ઘરેલું ઉપચાર | Naspati na fayda | Pear fruit benefits in Gujarati

ચોળા ના ફાયદા અને ઘેરેલું ઉપચાર મા ઉપયોગ | BLACK EYED PEA Benefits | chora na fayda | Cowpea benefits in Gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement