દાળ પાલક નું શાક અને મટર પુલાવ બનાવવાની રીત | Daal palak nu shaak ane matar pulav banavani rit

દાળ પાલક નું શાક અને મટર પુલાવ બનાવવાની રીત - Daal palak nu shaak ane matar pulav banavani rit
Image credit – Youtube/Nikita's Kitchen Recipes
Advertisement

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે પંજાબી ઢાબા સ્ટાઈલ માં દાળ પાલક નું શાક અને મટર પુલાવ બનાવવાની રીત – Daal palak nu shaak ane matar pulav banavani rit શીખીશું, do subscribe Nikita’s Kitchen Recipes YouTube channel on YouTube If you like the recipe , ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. તેનું સાથે એક લસણ નું ચટણી પણ બનાવતા શીખીશું. જે દાળ ઉપર વઘાર કરવામાં પણ કામ લાગશે. દાળ પાલક નું શાક અને મટર પુલાવ ને તમે બપોરે કે રાતે જમવામાં બનાવી શકો છો. તો ચાલો આજે આપણે ઘરે  પંજાબી ઢાબા સ્ટાઈલ માં ટેસ્ટી દાળ પાલક નું શાક અને મટર પુલાવ બનાવતા શીખીએ.

દાળ પાલક નું શાક બનાવવા માટેની સામગ્રી

  • તુવેર દાળ ½ કપ
  • ચણા દાળ ½ કપ
  • પાણી 3 કપ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હળદર ½ ચમચી
  • ઝીણી સુધારેલી પાલક 200 ગ્રામ
  • તેલ 2 ચમચી
  • જીરું 1 ચમચી
  • આખા લાલ મરચાં 2
  • મીઠો લીમડો 8-10
  • ઝીણી સુધારેલી ડુંગળી 2
  • લસણ ની પેસ્ટ 1 ચમચી
  • ઝીણા સુધારેલા ટામેટા 1
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • પાણી ¼ કપ
  • ઘી 1 ચમચી
  • લીંબુ નો રસ ½ ચમચી

શાક વઘાર કરવા માટેની સામગ્રી

  • તેલ 2 ચમચી
  • જીરું 1 ચમચી
  • ઝીણું સુધારેલું લસણ 8-9 કડી
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • આમચૂર પાવડર ½ ચમચી
  • લીંબુ નો રસ ½ ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે

મટર પુલાવ બનાવવાની સામગ્રી

  • તેલ 2 ચમચી
  • તેજપત્તા 1
  • લવિંગ 1
  • તજ 1 ઇંચ
  • એલચી 1
  • જીરું 1 ચમચી
  • વટાણા ¼ કપ
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • બાસમતી ચોખા 1 કપ
  • પાણી 1.5 કપ

દાળ પાલક નું શાક અને મટર પુલાવ બનાવવાની રીત

આજ સૌપ્રથમ દાળ પાલક નું શાક બનાવવાની રીત શીખીશું ત્યારબાદ તેનો વઘાર કરી મટર પુલાવ બનવતા શીખીશું

દાળ પાલક નું શાક બનાવવાની રીત

દાળ પાલક નું શાક બનાવવા માટે સૌથી પેહલા તુવેર દાળ અને ચણા ની દાળ ને એક બાઉલ માં લ્યો. હવે તેને પાણી થી બે વાર સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેમાં પાણી નાખી અડધો કલાક માટે પલળવા દયો.

Advertisement

હવે અડધી કલાક પછી દાળ ને એક કુકર માં નાખો. હવે તેમાં ત્રણ કપ પાણી, મીઠું સ્વાદ પ્રમાણે અને હળદર નાખો. હવે તેને બંધ કરી ગેસ ઉપર રાખો. હવે ચાર થી પાંચ સીટી વાગવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે કુકર ઠંડું થાય ત્યારે દાળ ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, આખા લાલ મરચાં અને મીઠો લીમડો નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેમાં લસણ ની પેસ્ટ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સરસ થી સેકી લ્યો.

 ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ધાણા પાવડર, લાલ મરચું પાવડર, હળદર અને ગરમ મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં થોડું પાણી નાખી સરસ થી હલાવી લ્યો. હવે ટામેટા અને મસાલા ને સરસ થી ચડાવી લ્યો. ત્યાર બાદ તેમાં ઝીણી સુધારેલી પાલક નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે પાલક સરસ થી ચડી જાય ત્યાર બાદ તેમાં બાફી ને રાખેલી દાળ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે દાળ ને એક થી બે મિનિટ સુધી સરસ થી ઉકાળી લ્યો. હવે તેમાં એક ચમચી જેટલું ઘી નાખો. હવે ફરી થી દાળ ને ઉકાળી લ્યો. હવે તેમાં લીંબુ નો રસ નાખો. હવે ફરી થી દાળ ને સરસ થી હલાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે આપણી દાળ પાલક નું શાક.

વઘાર કરવા માટેની રીત

વઘાર કરવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ નાખો. હવે તેને ધીમા તાપે સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં લાલ મરચું પાવડર, આમચૂર પાવડર, લીંબુ નો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક થી બે મિનિટ સુધી સરસ થી સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે આપણો વઘાર.

મટર પુલાવ બનાવવાની રીત

મટર પુલાવ બનાવવા માટે સૌથી પેહલા બાસમતી ચોખા ને એક બાઉલ માં લયો. હવે તેને બે વાર પાણી થી સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં પાણી નાખી અડધી કલાક માટે પલાળવા માટે રાખી દયો.

હવે અડધી કલાક પછી ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તેજપત્તાં, લવિંગ, તજ, એલચી અને જીરું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં ફ્રોઝન વારા વટાણા નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી સરસ થી સેકી લ્યો.

ત્યારબાદ  તેમાં પલાળવા માટે રાખેલ બાસમતી ચોખા માંથી પાણી કાઢી ને તેને કઢાઇ માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં પાણી નાખો. હવે ફરી થી ભાત ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ધીમા તાપે ભાત ને ચડાવી લ્યો. ભાત સરસ થી ચડી જાય ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે આપણું દાળ પાલક નું શાક અને મટર પુલાવ. હવે એક પ્લેટ માં મટર પુલાવ રાખો. હવે તેની બીજી બાજુ દાળ પાલક નું શાક રાખો. હવે શાક ની ઉપર ચમચી થી વઘાર રેડો. હવે ગરમા ગરમ ટેસ્ટી દાળ પાલક નું શાક અને મટર પુલાવ ખાવાનો આનંદ માણો.

Daal palak nu shaak ane matar pulav recipe notes

  • વઘાર ને તમે ચટણી ની જેમ રોટલી સાથે ખાઈ શકો છો. તેમજ સ્ટોર કરી ને રાખી શકો છો.

Daal palak nu shaak ane matar pulav banavani rit | Recipe video

 જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nikita’s Kitchen Recipes ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પૌંઆ ની મસાલા પાપડી બનાવવાની રીત | Paua ni masala papdi banavani rit

ઘઉંના લોટના પાસ્તા બનાવવાની રીત | Ghu na lot na pasta banavani rit

દહીં પાપડી ચાટ બનાવવાની રીત | Dahi papdi chat banavani rit

જલેબી બનાવવાની રીત | jalebi banavani rit | jalebi recipe

ઘી ના ખૂર્ચન માંથી બરફી બનાવવાની રીત | Ghee na khurchun mathi barfi banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement