આદુ, લસણ, મરચા, ડુંગરી ને ટમેટા નો મસાલા પાઉડર બનાવવાની સરળ રીત શીખીશું

Masala powder banavani rit – મસાલા પાવડર બનાવવાની રીત
Image credit – Youtube/Masala Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે આદુ, લસણ, મરચા, ડુંગરી ને ટમેટા નો પાઉડર બનાવવાની સરળ રીત શીખીશું. આજ કાલ બજારમાં આદુ, લસણ, મરચા, ડુંગરી ને ટમેટા નો પાઉડર તૈયાર મળે છે જે ખૂબ મોંઘા હોય છે આજ આપણે ઘરે ખૂબ ઓછી મહેનતે બનાવતા શીખીશું

મસાલા પાવડર બનાવવા જરૂરી સામગ્રી | masala powder banava jaruri samgri

  • આદુ 250 ગ્રામ
  • લસણ 500 ગ્રામ
  • મરચા 1 કિલો
  • ડુંગરી 1 કિલો
  • ટમેટા 1 કિલો

આદુ નો પાઉડર બનાવવાની રીત | સુંઠ પાઉડર બનાવવાની રીત | aadu no powder banavani rit

સૌ પ્રથમ આદુ ને ધોઇ ને સાફ કરી લેવું ત્યાર બાદ એની છાલ ઉતારી લેવી

હવે આદુ ને જીણું સુધારી લેવું અથવા  છીણી વડે છીણી લેવું ( જો તડકો બરોબર આવતો હોય તો સુધારવું નહિતર છીણી લેવું)

Advertisement

હવે થાળી કે પ્લેટ માં એક સરખું ફેલાવી નાખવું ને બે ત્રણ દિવસ તડકા માં સૂકવી દેવું ત્યાર બાદ  આદુ ને મિક્સર જારમાં પીસી લેવું ને ચારણી વડે ચારી લેવું ને એક એર ટાઈટ બરણીમાં ભરી લેવું તો તૈયાર છે આદુનો પાઉડર/સુંઠ પાઉડર

લસણ નો પાઉડર બનાવવાની રીત | lasan no powder banavani rit

સૌ પ્રથમ લસણ ની કણીઓ અલગ કરી લેવી ત્યાર બાદ લસણ ને પાણી થી ધોઈ લેવું અથવા તો ભીના કપડા થી લૂઈ લેવું હવે લસણ ને કોરા કપડા થી કોરા કરી લેવા

મિક્સર જાર માં લસણ ને અધ્ધ કચરું પીસી લેવું પીસેલા લસણ ને એક થાળી માં પાતળું ફેલાવી નાખવું ને તડકે ત્રણ ચાર દિવસ સૂકવી લેવું ત્યાર બાદ ફરી મિક્સર જારમાં લઈ પીસી લ્યો ને ચારણી વડે ચારી લ્યો ને તૈયાર લસણ પાઉડર ને એર ટાઈટ બરણીમાં ભરી લ્યો તો તૈયાર છે લસણ નો પાઉડર

લીલા મરચા નો પાઉડર બનવવની રીત | lila marcha no powder banavani rit

સૌ પ્રથમ લીલા મરચા ને પાણી થી ધોઈ લેવા ત્યાર બાદ કોરા કપડા થી કોરા કરી લ્યો ને નાના નાના કટકા કરી લ્યો કટકા ને થાળીમાં ફેલાવી દયો ને બે ત્રણ દિવસ તડકે સૂકવી લેવા મરચા બરોબર સુકાઈ જાય એટલે મિક્સર જાર માં પીસી લઈ ચારણી થી ચારી લ્યો  ને એર ટાઈટ બરણીમાં ભરી લો તો તૈયાર છે લીલા મરચા નો પાઉડર

ડુંગરી નો પાઉડર બનાવવાની રીત | dungri no powder banavani rit

સૌ પ્રથમ ડુંગરી ને છોલી લ્યો ને એના લાંબા ઊભા ઝીણી સુધારી લેવી સુધારેલી ડુંગરી ને થાળીમાં ફેલાવી નાખી ત્રણ ચાર દિવસ કે પાંચ દિવસ તડકે સૂકવી ડુંગરી બરોબર સુકાઈ જાય એટલે એને મિક્સર જારમાં લઈ એને થોડી થોડી વારે મિક્સર હલાવી પીસી લેવી

( જો પીસવા માં તકલીફ પડે તો એક ચમચી કોર્ન ફ્લોર કે આરા લોટ નાખી પીસવા જેથી ડુંગરી માં ભેજ ના કારણે પાઉડર ના ગાંઠા ન બને ને) ત્યાર બાદ ચારણી થી ચારી લ્યો ને તૈયાર પાઉડર ને એર ટાઈટ બરણીમાં ભરી લ્યો તો તૈયાર છે ડુંગરી નો પાઉડર

ટમેટા નો પાઉડર બનાવવાની રીત | pometo no powder banavni rit

સૌ પ્રથમ ટમેટા ને પાણી થી ધોઈ લ્યો ત્યાર બાદ એના જીણા કટકા કરી લેવા

ગેસ પર એક કડાઈમાં સુધારેલા ટમેટા નાખી હલાવતા રહો ને ટમેટા નું પાણી બરી જાય ત્યાં સુધી હલાવો ટમેટા નું બધું પાણી બરી જાય એટલે ગેસ બંધ કરો ને એક થાળી ને તેલ થી ગ્રીસ કરો ને ટમેટા ની જે પેસ્ટ  છે એને થાળીમાં ફેલાવી દયો.

હવે ત્રણ ચાર દિવસ તડકે સૂકવી ત્યાર બાદ પેસ્ટ જે થાળીમાં ચોંટી ગઈ છે એને તવિથા થી ઉખાડી લ્યો ફરી એક બે દિવસ તડકે સૂકવી

હવે મિક્સર જારમાં સુકેલા ટમેટા ને પીસી લ્યો ને ચારણી થી ચારી લ્યો ને એર ટાઈટ બરણીમાં ભરી લો તો તૈયાર છે ટમેટા નો પાઉડર

મસાલા પાવડર બનાવવાની નોટ્સ

  • આ બધા પાઉડરમાં અડધી ચમચી શેકેલું મીઠું નાખવા પાઉડર બગડશે નહિ જલ્દી ને બને તો ફ્રીઝ માં મુકવા
  • બને તો તડકે સુકાવા ને જો તડકો ઓછો હોય તો એક બે દિવસ વધુ સૂકવવા

મસાલા પાવડર બનાવવાની રીત વિડીયો | masala powder recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Masala Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

દાળિયા ની ચીકી બનાવવાની રીત | dariya ni chikki recipe in gujarati

બ્રેડ પકોડા બનાવવાની રીત | Bread pakoda recipe in gujarati | Bread pakoda banavani rit

પાવભાજી બનાવવાની રીત | pav bhaji banavani rit | pav bhaji recipe in gujarati

ઢાબા સ્ટાઈલ વેજ કડાઈ બનાવવાની રીત | વેજ કડાઈ બનાવવાની રીત | Dhaba style veg kadai recipe | veg kadai recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement