લીમડા ના ફૂલ નો ઉપયોગ | લીમડા ની છાલ નો ઉપયોગ | limda ni chal no upyog

લીમડા ના ફૂલ નો ઉપયોગ - લીમડા ની છાલ નો ઉપયોગ - limda na phool no upyog gujarati ma, limda ni chal no upyog gujarati ma
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર અમે માહિતી લાવ્યા છીએ લીમડા ની છાલ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા કરવાની રીત સાથે સાથે  લીમડા ના ફૂલ નો ઉપયોગ ઉપચારમા કરવાની રીત, limda na phool no upyog gujarati ma, limda ni chal no upyog gujarati ma

ભારત દેશમાં લીમડાનું વૃક્ષ સમાજના તમામ વર્ગોને સુપરિચિત અને અનેક પ્રકારે ઉપયોગી છે. મૂળ થી માંડી છેક ઉપરના પાંદડા સુધી સર્વાંગ રીતે અનેકવિધ રૂપે ઉપયોગમાં આવતું લીમડાનું વૃક્ષ એ પ્રાકૃતિક સંપતી છે. લીમડો એક શુભ વૃક્ષ છે. તેની નીચે અનેક શુભ કર્યો થાય છે. ભારતના વૈદ્યો લીમડાને એક મહાન ઔષધી માને છે. તેમાંથી તેઓ અનેક દવાઓ બનાવી અનેક રોગોનું નિવારણ કરે છે. લીમડાનું પ્રતિક અંગ સ્વદે ખુબ જ કડવું હોય છે. લીમડો કડવો છે પણ તેના ગુણ અમૃત જેવા મીઠા હોય છે.લીમડાના થડની બહારની છાલ અને તેની નીચેની કે મૂળની ઉપરની અંતરછાલ પણ ઔષધરૂપ વપરાય છે.

લીમડાના ઝાડની ડાળીની છાલમાંથી કડવું, રાળમય, ‘માર્ગોસિન’ કે ‘માર્ગોસિક એસીડ’ નામનું તત્વ પ્રાપ્ત થાય છે. છાલ સ્વાદે તીખી અને તુરી હોય છે. તેમાં લસણ જેવી તીવ્ર ગંધ પણ આવે છે.આ એસીડ ના કારણે જ આયુર્વેદની ઉકાળા જેવી અનેક દવાઓમાં લીમડાની અંતરછાલ નો જ વધુ ઉપયોગ થાય છે.

Advertisement

લીમડાની છાલના સંઘટકો :-

  1. ટેનિન એસીડ ૬%
  2. એસેન્સિઅલ ઓઈલ
  3. રાળ
  4. કેય્લક ગ્લાય્કોસાઈડ
  5. વસા
  6. એમીનો એસીડ
  7. ગુંદ
  8. સ્ટાર્ચ

લીમડા ની અંતરછાલ ના ઔષધી પ્રયોગો | લીમડા ની છાલ નો ઉપયોગ | limda ni chal no upyog gujarati ma

લીમડાની છાલના રસમાં મધ મેળવીને રોજ પીવાથી અરુચિ, ઉલટી, તથા લીવરના વિકારોમાં ખાસ લાભદાયક થાય છે.

૫ ગ્રામ લીમડાની છાલ, ૫ રત્તી લવિંગ કે ૪ રત્તી તજ ભેગું કરી બારીક ચૂર્ણ બનાવીને સવાર-સાંજ ૨ ગ્રામની માત્રામાં લેવાથી સાદો તાવ,તરીયા તાવ તથા રક્તવિકાર દૂર થઇ શક્તિ વધે છે.

લીમડાની છાલ, ત્રિફળા, ગરમાળાનો ગોળ, પટોલપત્ર, કાળીદ્રાક્ષ અને સુગંધી વાળો ૧૦-૧૦ ગ્રામ તથા સાકર ૬ ગ્રામ એકત્ર કરી અધકચરું ખાંડી ઉકાળો બનાવી, તેના ત્રણ ભાગ કરી મધ મેળવી પીવાથી પિત્તના કારણે આવતો તાવ, અને કબજીયાત મટે છે.

લીમડાની છાલ, સુંઠ, ગંઠોડા પાવડર, હરડે, કડું અને ગરમાળાનો ઉકાળો કરી પીવાથી કફ જન્ય અને શરદી વાળા તાવમાં લાભ થાય છે.

લીમડા ની અંતરછાલ ના ૫૦ ગ્રામ નાના ટુકડાને ૩૦૦ ગ્રામ પાણીમાં નાખીને ઉકાળો બનાવીને ગાળી લો. ફરી તે આંતરછાલ ને બીજા ૩૦૦ ગ્રામ પાણીમાં નાખી ૧૦૦ ગ્રામ પાણી બાળી, ઉતારીને ગાળી લો. પહેલાના અને પછીના ઉકાળાને એક બોટલમાં મેળવી ભરી લો. દર્દીને ૫૦-૫૦ ગ્રામ જેટલી દવા દિવસમાં ૩ વાર આપવાથી ઝાડા મટી જાય છે.

લીમડાની છાલ, સાટોડીના મૂળ, દારુ હળદર, સુંઠ, ગળો, કડું, હરડે, અને કડવા પરવળ સરખા ભાગે લઈને તેમાંથી બનાવેલા ક્વાથમાં ૪૦ ગ્રામ ગૌમૂત્ર મેળવી રોજ પીવાથી પાંડુ રોગમાં ખાસ લાભ થશે. ઉધરસ, શ્વાસ, સોજા જેવા વિકારો પણ નાશ પામે છે.

લીમડાની આંતરછાલ, ઇન્દ્રજવ અને વાવડીંગ સરખા ભાગે લઇ બનાવેલ ચૂર્ણ માં શેકેલી હિંગ મેળવી સવાર-સાંજ લેવાથી આતરડાના નાના નાના કૃમીઓ મરી જાય છે.

લીમડા ની અંતરછાલ અને ખેરછાલ બન્ને નું ૧૦-૧૦ ગ્રામ ચૂર્ણ લઇ તેને ૫૦ ગ્રામ ગૌમૂત્રમાં વાટીને ગાળી તેમાં ૧ ચમચી મધ મેળવીને રોજ પીવાથી હાથીપગું મટે છે.

લીમડાની છાલને પીસીને તેનો લેપ બનાવી તાળવા પર લગાવવાથી નસકોરી ફૂટતી હોય તો મટી જાય છે.

લીમડાની અંતરછાલ ને પાણી નાખીને પીસીને તેને ગરમ કરીને તેમાં થોડુક આખું મીઠું અને એરંડિયું તેલ નાખીને દુખતા સાંધા પર લેપ કરવો. લેપ સુકાઈ જાય એટલે તે કાઢીને નવો લેપ લગાવવો. આમ અમુક અઠવાડિયા સુધી કરવાથી સંધીવા માં અચૂક રાહત મળે છે.

૪૦૦ ગ્રામ પાણીમાં લીમડાની અંતરછાલ ૪૦-૫૦ ગ્રામ લઈને તેને ખુબ જ ઉકાળવું. તેમાં ૧૦ ગ્રામ જેટલું મીઠું નાખીને ૨૦૦ ગ્રામ પાણી બાકી રહે ત્યારે તેને ઉતારી ગાળી નવશેકું પીવાથી પેટમાં થતો દુખાવો મટે છે. પેટના તમામ દર્દોમાં આ પ્રયોગ કરી શકાય છે.

લીમડાની અંતરછાલ નો કાઢો બનાવી તેમાં ૪ ગ્રામ આંબળાનું ચૂર્ણ નાખી રોજ સવાર-સાંજ નિયમિત પીવાથી ગમે તેવું જુનું શીળસ મટી જાય છે.

limda ni chal – લીમડાની અધકચરી છાલ, ગાજરના બીજ, પિતપાપડ ના બીજ ૫-૫ ગ્રામ, કાળા તલ અને જુનો ગોળ ૨૦-૨૦ ગ્રામ લઈને આ બધું ભેગું કરી એક વાસણમાં ઉકાળો. ૧૦૦ ગ્રામ પાણી બાકી રહે ત્યારે ગાળીને પી જવું. આમ ૭ દિવસ સુધી કરવાથી અટકેલું માસિકધર્મ બરાબર આવે છે.

લીમડાની છાલ તથા બાવળની છાલ સરખા ભાગે લઈને અધકચરી કુટી તેનો ઉકાળો બનાવવો. ઉકાળાનો ચોથો ભાગ બાકી રહે એટલે તેમાં સાકર નાખીને પીવાથી લ્યુકોરિયા રોગમાં રાહત મળે છે.

લીમડા ની છાલ નો ઉપયોગ મા લીમડા ની અંતરછાલ નું ૫ ગ્રામ ચૂર્ણ લઇ તેમાં મરીનો ભુક્કો નાખીને પાણીમાં વાટીને પીવાથી ઉલટી મટે છે.

લીમડા ના ફૂલ નો ઉપયોગ | લીમડાના ફૂલના ઔષધી પ્રયોગો | limda na phool no upyog gujarati ma

લીમડાના વૃક્ષ પર સફેદ રંગના, નાના નાના અને કડવી સુગંધ વાળા ફૂલ થાય છે. ચૈત્ર માસ માં આ ફૂલો આવે છે. લીમડાના ફૂલ આંખ માટે ખુબ જ ફાયદેમંદ છે. ચાલો તેના ઘરગથ્થું ઉપચારો વિષે જાણીએ.

લીમડા ના ફૂલ પેઢા તથા દાંતના દર્દો મા ઉપયોગી :-

લીમડાના ફૂલોનો ઉકાળો બનાવી તેના વડે દરરોજ કોગળા કરવાથી હલતા દાંત મજબૂત થાય છે. પેઢાની પીળા, અને દાંત નો સડો મટી જાય છે.

કફ તથા પિત્તજન્ય વિકારો મા લીમડા ના ફૂલ નો ઉપયોગ :-

લીમડા ના ફૂલોને પાકી આંબલી અને ખાંડ સાથે ખાવાથી કફ અને પિત્ત ના વિકારો મટે છે.

મંદાગ્ની મા લીમડા ના ફૂલ નો ઉપયોગ :-

લીમડાના તાજા ફૂલ લઇ તેને મરી સાથે ખાવાથી મંદાગ્ની દૂર થાય છે.

લીમડા ના ફૂલ નો ઉપયોગ ઉલટી માં:-

લીમડાના ફૂલને પાણીમાં વાટી તેનો નભી પર લેપ કરવાથી ઉલટી થતી બંધ થઇ જાય છે.

જૂની કબજિયાતમાં લીમડા ના ફૂલ નો ઉપયોગ :-

લીમડાના સુકા ફૂલમાં તેના ૮મા ભાગે મીઠું મેળવી તેમાંથી ૨ ગ્રામ જેટલી આ દવા લઇ નવશેકા પાણી સાથે લેવાથી દરરોજ મળ સાફ આવે છે અને જૂની કબજિયાત દૂર થાય છે, આતરડા ની શક્તિ પણ વધે છે.

લીમડાના ફૂલોનું સેવન કરવાથી લોહીનો બગાડ દૂર થાય છે.

તાવની નબળાઈમાં લીમડા ના ફૂલ નો ઉપયોગ:-

સવાર-સાંજ લીમડાના તાજા ફૂલ ૫ ગ્રામ જેટલા ઘી અને સાકર સાથે ખાઈ, ઉપરથી દૂધ પીવાથી તાવ આવ્યા પછીની નબળાઈ દૂર થાય છે.

શક્તિ વધારવા લીમડા ના ફૂલ :-

લીમડાના ફૂલનો ફાંટ બનાવી તેમાં સાકર કે મધ નાખી થોડા દિવસો સુધી પીવાથી પાચનવિકાર દૂર થાય છે અને શક્તિ વધે છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

મેથી દાણા ના ફાયદા અને ઘરેલું ઉપચાર ની માહિતી | Methi na dana na fayda | fenugreek benefits in gujarati

અળસી ખાવાના ફાયદા | અળસી નો ઉપયોગ કરવાની રીત | Alsi Khavana Fayda | flax seed benefits in gujarati

મોઢામાં છાલા ની દવા | મોઢામાં છાલા પડવાનું કારણ | modha ma chanda ni dava | modha ma chandi no upay | mouth ulcer home remedies in gujarati

રસાયણ ચૂર્ણ ના ફાયદા | rasayan churna benefits in gujarati | rasayan churna ingredients in gujarati

ખજૂર ના ફાયદા | ખજૂર ખાવાના ફાયદા | khajur na fayda | khajur khavana fayda

મેથી ના ફાયદા | મેથી દાણા ના ફાયદા | methi na fayda | methi na fayda gujarati ma | methi na dana na fayda

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement