જાસુદ ના ફાયદા અને નુકશાન| જાસુદ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા | jasud na fayda

જાસુદ ના ફાયદા - જાસુદ નો ઉપયોગ - jasud na fayda - jasud no upyog
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર માહિતી મેળવીએ જાસુદ ના ફાયદા અને જાસુદ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા કરવાની રીત, જાસુદ ના ગુણધર્મો, jasud na fayda, jasud no upyog gharelu upcharma કરવાની રીત.

જાસુદ | Jasud

કાળકા માં અને ગણેશજી નું પ્રિય એવું ફૂલ છે જાસુદ. સનાતન ધર્મમાં પૂજનીય એવું ફૂલ છે જાસુદ. દરેક દેવી દેવતાઓની પૂજામાં વપરાતું ફૂલ છે જાસુદ. આયુર્વેદમાં પણ જાસુદનું ઘણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તેના મૂળથી લઈને તેના ફૂલ સુધી ના દરેક અંગો આયુર્વેદમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ઘણી બધી બીમારીઓના ઇલાઝ માટે વપરાય છે જાસુદનું ફૂલ. અને ખાસ કરીને વાળ અને સ્કીન ની દેખભાળ માટે વાપરવામાં આવે છે. જાસુદના ફૂલ તેના આકર્ષક રંગ અને નૈસર્ગિક સૌન્દર્ય ને કારણે જ અતિ પ્રિય છે. જાસુદના ફૂલ ઘણા બધા રંગોમાં જોવા મળે છે. પરંતુ આયુર્વેદિક ઉપચાર તરીકે વધારે પડતા દેશી જાસુદ એટલેકે લાલ ગુચ્છાદાર ફૂલનો જ વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે.

જાસુદ ના ગુણધર્મો :-

જાસુદનો છોડ પિત્ત નો નાશ કરનાર છે. રક્ત વિકાર જેવી સમસ્યામાં ઉપયોગી છે, વાળ માટે ગુણકારી છે.

Advertisement

સફેદ ડાઘમાં જાસુદ નો ઉપયોગ :-

સફેદ ડાઘમાં જાસુદ નું ફૂલ ખુબ જ કામ ની વસ્તુ છે. જાસુદ ના ૪-૫ ફૂલ લઈને સવાર-સાંજ તેનું સેવન કરવાથી સફેદ ડાઘ માં અવશ્ય ફાયદો થાય છે.

બળવર્ધક છે જાસુદ :-

જાસુદના ફૂલને સુકાવીને ચૂર્ણ બનાવી લો. આં ચૂર્ણને દરરોજ સવાર-સાંજ એક એક ચમચી લઇ દૂધમાં નાખીને પીવાથી ફક્ત બે મહિનામાં જ લોહીની ઉણપ હશે તો દૂર થઇ જશે અને શરીર ને એનર્જી મળશે.

હરસ અને મસામાં જાસુદના ફૂલ નો ઉપયોગ :-

જાસુદની કળીઓ લઈને તેને ઘીમાં શેકીને તેમાં ખાંડ અને નાગકેસર નાખીને મિલાવીને દરરોજ સવાર-સાંજ સેવન કરવાથી લાભ થાય છે.

જાસુદ નો ઉપયોગ વાળની ટાલ માં | jasud no upyog tal ni samsyama :-

ગૌમૂત્રમાં જાસુદના ફૂલ ને પીસીને તાલ વાળા ભાગ પર લગાવવાથી વાળ આવવા લાગે છે. તેના પાંદડાને પીસીને પણ લેપ કરી શકાય છે. નિયમિત આ લેપ કરવાથી અવશ્ય ફાયદો થાય છે.

દરેક પ્રકારની ઉધરસમાં જાસુદ નો ઉપયોગ | jasud no upyog udharas ni samsyama :-

જાસુદ ના મુળિયા લઈને તેનું ચૂર્ણ બનાવીને રાખી દો. આ ચૂર્ણને પાણીમાં નાખીને તેનો ઉકાળો બનાવીને પીવાથી ઉધરસમાં ખુબ જ જલ્દી રાહત મળે છે. ઉકાળો સવાર-સાંજ પીવો.

મોઢાના ચાંદામાં જાસુદ નો ઉપયોગ | jasud no upyog chanda ni samsya ma :-

જાસુદના મુળિયા ને એકદમ સાફ કરીને તેને એક-એક ઇંચના ટુકડામાં કાપી લો. ચાંદા પડ્યા હોય ત્યારે દિવસમાં ત્રણ ચાર વાર આ ટુકડા ચુસ્ત રહેવા. એક બે દિવસમાં જ મોઢાના ચાંદા મટી જાય છે.

શરીર પરના સોજામાં જાસુદ ના ફાયદા  :-

જાસુદના પાંદડાનો લેપ બનાવીને સોજા પર લગાવવાથી સોજા ઉતરી જાય છે અને શરીરમાં ઠંડક મળે છે.

અનિદ્રાની સમસ્યામાં જાસુદ ના ફાયદા | jasud na fayda anidra ni samsyama :-

જાસુદના લગભગ ૧૦૦ ફૂલ લઈને માત્ર તેની પાંખડી ને જે લીંબુના રસમાં નાખી કાચની બોટલમાં નાખી રાત્રે કોઈ ખુલ્લી જગ્યા પર રાખી દો. સવારે હાથ વડે મસળીને ગાળી લો. હવે તે મિશ્રણ માં ૬૫૦ગ્રામ સાકર અને ૧ બોટલ ગુલાબ જળ નાખી દો. આ મિશન ને લગાતાર બે-ત્રણ દિવસ સુધી તડકે રાખો. સમયાન્તરે બોટલ ને હલાવતા રહેવું. જયારે સાકર એકદમ ઓગળીને શરબત જેવું બની જાય પછી તેને ઉપયોગમાં લેવું. આ શરબત ૧૫-૪૫ મિલીની માત્રામાં પીવાનું રાખવાથી અનિદ્રાની સમસ્યા દૂર થઇ જાય છે.

લ્યુકોરીયામાં જાસુદ નો ઉપયોગ :-

૧૦ થી ૧૨ જાસુના ફૂલની કળીઓને દૂધમાં નાખીને પીસીને પીવાથી ફાયદો થાય છે.

જાસુદની કળીઓને ઘીમાં શેકીને સાત દિવસ સુધી સતત ખાવાથી લ્યુકોરીયામાં અવશ્ય રાહત મળે છે.

જાસુદના પન્ચંગને આખી રાત પાણીમાં પલાળી રાખીને સવારે મસળીને ગાળી લો. આમાં ખાંડ મિલાવીને પીવાથી ફાયદો થાય છે.

જાસુદ ના ફાયદા તે યાદશક્તિ વધારવા મદદ કરે છે | jasud na fayda te yas shakti vadhare :-

જાસુદના ફૂલ અને પાંદડાને સુકવીને તેનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ ને દરરોજ સવાર-સાંજ દુધમાં નાખીને પીવાથી યાદશક્તિ વધે છે

લોહીની ઉણપ દૂર કરવા જાસુદ ઉપયોગી છે | jasud no upyog loi ni unap ni samsyama :-

જાસુદના ફૂલને સુકવીને બનાવેલા એક ચમચી ચૂર્ણને એક કપ દુધમાં નાખીને નિયમિત રીતે સવાર-સાંજ પીવાથી થોડાક જ મહિનામાં લોહીની કમી દૂર થઇ જાય છે.

જાસુદના મૂળ અને ફૂલનો ઉકાળો બનાવી લો. આ ઉકાળો ૨૦-૪૦ મિલી ની માત્રામાં સવાર સાંજ પીવાથી ગર્ભ નો વિકાસ ખુબ જ સારો થાય છે.

જાસુદ ના ફાયદા તે કોલેસ્ટ્રોલ ઘટાડે છે | jasud na fayda te colestrol ghatade :-

જાસુદના પાંદડા માંથી બનેલી ચાય પીવાથી કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે. જાસુદ ના પાંદડામાં મળી રહેતા તત્વો આદું થતા રોકે છે. જાસુદના ફૂલોમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જે કોલેસ્ટ્રોલ ને નિયંત્રિત રાખે છેં અને બ્લડ પ્રેશર ને વધવા દેતું નથી.

જાસુદ ના ફાયદા તે ચહેરા ને ચમકીલો બનાવે છે| jasud na fayda chahero chamkave che :-

આયરન, વિટામિન્સ અને એન્ટી ઓક્સીડેન્ટ થી ભરપૂર જાસુદ અને તેના પાંદડા ચહેરાના સૌન્દર્ય માટે પણ ફાયદેમંદ છે. ચહેરા ના ડાઘ, ધબ્બા, કરચલી દૂર કરવા માટે જાસુદનો ઉપયોગ કરી શકાય છે.

જાસુદના પાંદડાને પાણીમાં નાખીને ઉકાળીને તે જ પાણી સાથે પીસી લો. પીસીને તેમાં મધ નાખી ફેસ પેક બનાવી ચહેરા પર લગાવી લો. આ ફેસપેક લગાવવાથી ચહેરો ચમકીલો તો બને જ છે સાથે સાથે ત્વચામાં નમી પણ આવે છે. ખીલ થઇ ગયા હોય ત્યારે પણ આ ફેસપેક લગાવ્વવો ખુબ જ ફાયદેમંદ છે. આ ફેસપેક દરરોજ લગાવી શકાય છે.

માસિકધર્મ સબંધિત સમસ્યાઓમાં જાસુદ નો ઉપયોગ :-

આપણી રોગપ્રતિકારક શક્તિ મજબુત હોવી ખુબ જ જરૂરી છે. જાસુદનું છોડ આપણને અનેક રોગો સામે લડવાની શક્તિ પૂરી પાડે છે. જાસુદના પાંદડા મેનોપોઝ અને માસિકધર્મ સબંધિત સમસ્યામાં ખુબ જ ઉપયોગી છે. જાસુદના પાંદડાની ચાય પીવાથી ખુબ જ ફાયદો થાય છે. જે મહિલાઓને માસિક સમયસર નથી આવતું તેઓએ આ ચાય ઉ સેવન અચૂક કરવું જ જોઈએ. મેનોપોઝ દરમિયાન જાસુદના પાંદડાને સુકાવીને ચૂર્ણ બનાવીને તેને ગરમ પાણી સાથે સેવન કરવું જોઈએ.

જાસુદના અન્ય ઉપયોગો ઘરેલું ઉપચારમા | jasud no upyog anya gharelu upcharma :-

ડાયટીંગ કરતી વ્યક્તિઔ જાસુદનું સેવન ખાંડ અને બરફ નાખ્યા વગર જ કરે છે. કારણકે જાસુદમાં પ્રાકૃતિક રીતે જ મુત્ર્વર્ધક ગુણો રહેલા છે.

મોઢાના છાલમાં જાસુદના પાંદડા ચાવવાથી ફાયદો થાય છે.

જાસુદના પાન્ડા અને ફૂલ નો ઉપયોગ વાળની સુંદરતા વધારવા માટે કરવામાં આવે છે. મહેંદીમાં જાસુદના પાંદડા અને ફૂલની પેસ્ટ બનાવીને નાખવાથી વાળ ને ખુબ જ પોષણ મળે છે અને મજબૂત થાય છે.

મહેંદી અને લીંબુના રસમાં ૧૦ગ્રામ જાસુદના પન્દ્દ્ડા ની પેસ્ટ મિલાવીને માથામાં નાખવાથી ખોડાની સમસ્યામાંથી છુટકારો મળી જાય છે.

સૌન્દર્ય પ્રસાધનો બનાવવામાં જાસુદનો ઉપયોગ કરવામાં આવે છે. જાસુદના પાંદડા અને ફૂલ નો ઉપયોગ હર્બલ આઈ શેડો બનાવવામાં થાય છે.

જાસુદના ફૂલ શરીર ના સોજા અને ખુજ્લીની સમસ્યામાં ખુબ જ ફાયદો કરે છે. જાસુદના તાજા પન્દ્દ્ડા લઈને તેને સુજન વાળા ભાગ પર લગાવવાથી અમુક જ મીનીટમાં સમસ્યા દૂર થઇ જાય છે.

બાળકો માટેના હર્બલ શેમ્પૂ બનાવવામાં જસુદનો ઉપયોગ કરવામાં આવે છે.

શ્વાસનળી માં સોજા આવી ગયા હોય ત્યારે જાસુદના ફૂલ નો ઉકાળો બનાવીને સેવન કરવું. ઉકાળો ૧૫-૨૦ મિલી ની માત્રામાં જ પીવો.

જાસુદ ની ચાય બનાવવાની રીત :-

જાસુદ ની ચાયને હર્બટ ટી, કે કોકટેલ સ્વરૂપે પીવામાં આવે છે. તેના ફૂલ ને સુકવીને તેની હર્બલ ટી બનાવવામાં આવે છે. ચાય બનાવવા માટે સૌપ્રથમ જાસુદના સુકવેલા ફૂલો લઈને તેને પાણીમાં થોડી વાર ઉકાળીને પીવાના ઉપયોગમાં લેવાય છે. કોકટેલ બનાવવા માટે તેના સુકેલા ફૂલના ભૂક્કામાં બરફ વાળું ઠંડુ પાણી નાખીને બનાવાય છે.

જાસુદની ચાય વજન ઓછું કરવા માટે પીવામાં આવે છે. યાદશક્તિ વધારવા માટે પણ તેનું સેવન કરવામાં આવે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ કરવામાં આવે છે. હાર્ટ પેશન્ટ માટે પણ આ ચાય ખુબ જ ગુણકારી છે.

જાસુદ ના નુકસાન :-

ગર્ભવતી મહિલાઓં અને સ્તનપાન કરાવતી મહિલાઓએ જાસુદની ચાય પીવી જોઈએ નહિ. ગર્ભપાત થવાની શક્યતા રહે છે.

જો તમે કોઈ હોર્મોનલ સમસ્યા થી પરેશાન છો તો જાસુદનો ઉપયોગ કરવો નહિ.

જો તમને લો બ્લડ પ્રેશરની સમસ્યા છે તો જાસુદ નું સેવન કરવું નહિ, તેનાથી શુગર વધારે ઘટી શકે છે.

જાસુદને અંગ્રેજી માં શું કહેવાય ?

જાસુદ ના ફૂલ ને અંગ્રેજીમાં hibiscus કહેવામાં આવે છે.

જાસુદના ફૂલ ની તાસીર કેવી હોય છે ?

જાસુદના ફૂલ ની તાસીર ઠંડી હોય છે.

સવારે ભૂખ્યા પેટે જાસુદનું ફૂલ ખાવાથી શું થાય છે?

જાસુદના પાંદડા અને ફૂલમાં ફ્લેવોનોઈડ અને પોલીફેનોલ્સ હોય છે જે આપણા શરીરમાં કોઈપણ પ્રકારના સોજા કે પેટ ની ગડબડીને દૂર કરવામાં મદદ કરે છે.

જાસુદના પાંદડા ખાવાથી શું ફાયદો થાય ?

જાસુદ ના પાંદડામાં આયરન, વિટામિન-સી અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણો હોય છે. જે આપના શરીર ને ઘન જ ઉપયોગી છે. ચહેરા પરના ડાઘ-ધબ્બા દૂર કરવામાં ખુબ જ ઉપયોગી છે આ છોડ.

જાસુદ ના ફૂલ ની ચાય કેવી રીતે બનાવાય ?

જાસુદના તાજા ફૂલ લઈને તેને ઉકળતા પાણીમાં નાખીને થોડી વાર ઉકાળો. પાણી નો રંગ હલકો લાલ થાય એટલે ઉતારીને ગાળી ને સેવન કરો.

જાસુદનો પાવડર કેવી રીતે બનાવવો ?

જાસુદના ફૂલ અને પાંદડા ને તોડીને સુકાવીને તેને બારીક પીસીને પાવડર બનાવી શકાય છે

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

લીમડા ના ફૂલ નો ઉપયોગ | લીમડા ની છાલ નો ઉપયોગ | limda ni chal no upyog | limda na ful no upyog gujarati ma

રસાયણ ચૂર્ણ ના ફાયદા | રસાયણ ચૂર્ણ નો ઉપયોગ | rasayan churna na fayda | rasayan churan no upyog in gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement