ડાર્ક સર્કલ દુર કરવાના ઉપાય | dark circles dur karna upay gujarati

ડાર્ક સર્કલ દુર કરવાના ઉપાય - dark circles dur karna upay gujarati
Advertisement

આપણે બધા આપણી ત્વચાની બાબત માં ખુબ જ સજાગ રહેતા હોય છે અને તેમાં પણ ચહેરા ની બાબતમાં તો ખાસ. જો આંખો નીચે ડાર્ક સર્કલ્સ થઇ જાય છે તો તે આપણા ચહેરાની સુંદરતા ને બગડી નાખે છે. જો સમયાન્તરે તેનો ઇલાજ કરવામાં ના આવે તો ચહેરા ની રોનક ખોવાઈ જાય છે. આં ડાર્ક સર્કલ ને દૂર કરવા માટે ઘરેલું ઉપાયો અજમાવવા જોઈએ, dark circles dur karna upay gujarati.

ડાર્ક સર્કલ્સ થવાના મુખ્ય કારણો :-

આંખો નીચે કાળા કુંડાળા થવા એ વારસાગત પણ હોઈ શકે છે. જો પરિવારમાં કોઈ સભ્ય ને ડાર્ક સર્કલ્સ છે તો તમને પણ થઇ શકે છે.

  1. પુરતી ઊંઘ ના થવી.
  2. જરૂરીયાત કરતા વધારે વખત સુઈ જવું.
  3. શરીર ને થાક લાગવાથી.
  4. ડાયેટ સરખી રીતે ના થવું.
  5. શરીરને જોઈતા વિટામિન્સ અને પોશાક્ત્ત્વો નાં મળતા હોય ત્યારે.
  6. વધારે મેકઅપ કરવો.
  7. ત્વચામાં સંક્રમણ થઇ જવું.
  8. વધતી ઉમરના કારણે.
  9. વધારે વખત તડકામાં રહેવાથી

ડાર્ક સર્કલ દૂર કરવા જીવનશૈલીમાં બદલાવ લાવવો જરૂરી :-

ડાર્ક સર્કલ્સ દૂર કરવા માટે ફક્ત ઘરેલું ઉપાય જ કાફી નથી તેને દૂર કરવા માટે રોજીંદા આહાર અને જીવનશૈલીમાં બદલાવ લાવવો જરૂરી છે. જેવી આપણી આહાર વિહાર ની અડત એવી અસર આપણા શરીર પર પણ પડે છે. ચાલો જાણીએ આહાર માં શું વસ્તુ ખાવી જોઈએ ડાર્ક સર્કલ્સ નાં થાય એના માટે.

Advertisement

શાકભાજીમાં બ્રોકોલી, પાલક, શક્કરીયા ગાજર, શિમલા મરચા, લાલ ગાજર, ટામેટા, વગેરે ખાવાનું રાખવું. સલાડ દરરોજ ખાવું.

પપૈયું, સંતરા, કેળા, સ્ટ્રોબેરી, દાડમ, જેવા રસદાર ફળોનું સેવન નિયમિત કરવું.

ડ્રાયફ્રુટ્સ ખાવાનું પણ રાખવું.

વિટામીન-કે યુક્ત ખોરાક ખાવાનું રાખવું વિટામીન-કે સ્વસ્થ લોહીના પરિભ્રમણ માટે ખુબ જ આવશ્યક છે. આંખોની નીચે પણ લોહીનું સંચાર થવો જરૂરી છે, જેથી કરીને ડાર્ક સર્કલ્સ થાય નહિ.

ડાર્ક સર્કલ દૂર કરવાના ઘરગથ્થું ઉપાયો | Dark circles dur karna upay gujarati :-

દરરોજ આંખોની આસપાસ કાચા બટેકા અથવા મૂળા નો રસ લગાવવો.

દાડમની છાલની પેસ્ટ બનાવીને આંખોની આસપાસ લગાવવાથી પણ ફાયદો થાય છે.

ખીર કાકડી ને ક્રશ કરીને તેમાંથી રસ કાઢી તેમાં ગુલાબજળ નાખી રું ની મદદથી આંખો પર મૂકી રાખો. દિવસમાં બે વખત કરવું. આમ કરવાથી ડાર્ક સર્કલ્સ સમય જતા ઓછા થઇ જાય છે.

દરરોજ રાત્રે સુતા પહેલા કાચા દુધમાં રું બોળીને આંખો પર રાખવું. ૧૦ મિનીટ પછી હટાવી નાખવું, અને એમને એમ જ સુઈ જવું. સવારે ચહેરા ને પાણી વડે સાફ કરી લેવો.

દરરોજ આંખમાં ગુલાબજળના ટીપાં અચૂક નાખવા આંખોની ચમક વધે છે.

બ્રેડક્રમ્સ ને દુધમાં પલાળી રાખો. તેમાં થોડાક ટીપાં બદામ ના તેલ ના નાખો અને તેને કોટન ના નવસેકા કપડામાં લઈને તે કપડા ને આંખો ઉપર ૧૫ મિનીટ રાખી મુકો. અઠવાડિયામાં ૩ વખત આ પ્રયોગ કરવાથી થોડાક જ દિવસોમાં આંખો નીચેના કાળા કુંડાળા અને કર્ચીલીઓ દૂર થઇ જશે.

કાચું બટેકુ અને ખીરા કાકડી નો રસ કાઢીને તેને આંખો ઉપર ૧૫ થી ૨૦ મિનીટ સુધી રાખી મુકવો. પછી ઠંડા પાણી વડે ધોઈ નાખવું. આંખો એકદમ રીલેક્સ થઇ જશે.

દરરોજ રાત્રે સુતા પહેલા બદામ ના તેલ ની માલીશ આંખોની આસપાસ કરવી.

એરંડિયા તેલની મદદથી :-

વાળ અને ત્વચા માટે એરંડિયા તેલનો ઉપયોગ વર્ષો થી કરવામાં આવે છે. એરંડિયું તેલ ડાર્ક સર્કલ્સ દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.

ડાર્ક સર્કલ દુર કરવા ટામેટા નો ઉપયોગ :-

ટામેટા દરેક ઘરની રસોઈમાં વપરાય છે. સ્વાસ્થ્ય ની સાથે સાથે તે આપણી ત્વચા માટે પણ ખુબ જ લાભકારી અને ગુણકારી છે. ત્વચા મેં તે અનેક ફાયદાઓ પહોચાડે છે. ડાર્ક સર્કલ ને દૂર કરવામાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

એક ચમચી ટામેટા ના રસમાં એક નાની ચમચી લીંબુ નો રસ મિક્ષ કરીને હળવે હાથે આંખોની આસપાસ લગાવવું. લગભગ ૧૦ મિનીટ સુધી લગાવી રાખીને ઠંડા પાણી વડે ધોઈ લેવું. લગભગ  ૨-૩ અઠવાડિયા સુધી નિયમિત આ પ્રયોગ કરતા રહેવાથી અવશ્ય પરિણામ મળે છે. જો તમારી ત્વચા એકદમ સેન્સીટીવ છે તો લીંબુ નો ઉપયોગ કરવો નહિ. તેની જગ્યા એ ગુલાબજળ નાખી શકાય છે.

ટામેટા માં લાઈકોપીન નામનું તત્વ હોય છે. લાઈકોપીન એક પ્રકારનું ફાઈટોકેમિકલ છે જે આપણી ત્વચા માટે ખુબ જ ફાયદેમંદ છે. જે આપણી ત્વચાને સૂર્યની હાનીકારક કિરણો થી રક્ષણ પૂરું પાડે છે.

ડાર્ક સર્કલ દુર કરવા ગુલાબજળ નો ઉપયોગ :-

ગુલાબજળ નો ઉપયોગ વર્ષો થી સ્કીન ની સમસ્યાઓ દૂર કરવા માટે થતો આવ્યો છે. ડાર્ક સર્કલ્સ દૂર કરવા માટે ગુલાબજળ નો આ રીતે ઉપયોગ કરવો.

ગુલાબ જળ માં રૂ નું નાનું પૂમડું બોળીને આંખોની આસપાસ લગભગ ૧૦-૧૫ મિનીટ સુધી રાખી મુકવું. પછી તેને ઠંડા પાણી વડે ધોઈ લો.

ગુલાબજળમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે જે આપણી ત્વચાને મજબુત બનાવવાનું કામ કરે છે. ડાર્ક સર્કલ્સ માં ગુલાબજળ નો ઉપયોગ કરવાથી ખુબ જ સારું પરિણામ મેળવી શકાય છે.

બદામ નું તેલ ડાર્ક સર્કલ્સમાં :-

આપને બધા એ તો જાણીએ જ છીએ કે સારા સ્વાસ્થ્ય માટે બદામ ખાવી ખુબ જ ફાયદાકારક છે. તેવી જ રીતે બદામ નું તેલ પણ ખુબ જ ગુણકારી છે. વાળ અને ત્વચા બન્ને માટે બદામ નું તેલ ખુબ જ અસરકારક સાબિત થાય છે.

બદામ ના તેલ ના થોડાક ટીપા લઈને આંખોની આસપાસ લગાવી હળવે હાથે મસાજ કરો. રાત્રે સુતા પહેલા લગાવવું.

બદામ નું તેલ અનેક પોષક તત્વો થી ભરપુર છે. તે આપણી ત્વચા ની રંગત નિખારવામાં ખુબ જ કામ આવે છે. તેમાં રહેલા એમોલીએન્ટ ગુણ ત્વચા ને સોફ્ટ બનાવે છે અને નીખર લાવે છે. ખાસ નોંધ લેવું કે ત્વચા માટે નું જે બદામ નું તેલ આવે છે એ તેલ નો જ ઉપયોગ કરવો.

ડાર્ક સર્કલ દુર કરવા ગ્રીન ટી નો ઉપયોગ :-

ગ્રીન ટી બેગ લઈને તેને થોડી વાર પાણીમાં રાખી મુકો અને પછી તેને ફ્રીઝમાં જમવા મૂકી દો. બરફ જામી જાય એટલે એ ટી બેગ ને આંખોની નીચે ૧૫ મિનીટ સુધી રાખી મુકો ત્યારબાદ ઠંડા પાણી વડે ધોઈ લો. જ્યાં સુધી આંખો નીચેના કાળા કુંડાળા ઓછા થવા ના લાગે ત્યાં સુધી આ પ્રયોગ ચાલુ રાખવો.

ગ્રીન ટી માં પોલીફેનોલ હોય છે જે એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી ઈમ્ફ્લા મેન્ટ્રી જેવું કામ કરે છે. આ ગુણો ત્વચા ને સુરજની કિરણો સામે રક્ષણ પૂરું પાડે છે.

ઓલીવ ઓઈલ ની મદદથી ડાર્ક સર્કલ નો ઉપાય :-

ઓલીવ ઓઈલ આજે દરેક ઘરમાં વપરાય છે. તે સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ તો છે સાથે સાથે ત્વચા અને વાળ માટે પણ ખુબ જ ગુણકારી છે. ઓલીવ ઓઈલ નો ઉપયોગ ડાર્ક સર્કલ્સ દૂર કરવા માટે પણ કરી શકાય છે.

થોડાક ટીપાં ઓલીવ ઓઇલના લઈને તેમાં ચપટી હળદર નાખી મિક્સ કરીને હળવા હાથે આંખો ની આસ પાસ માલીશ કરો. દરરોજ રાત્રે સુતા પહેલા ઓલીવ ઓઈલ લગાવવું.

ઓલીવ ઓઈલમાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી ઈમ્ફ્લા મેન્ટ્રી ગુણો હોય છે. સાથે સાથે તેમાં અનેક પ્રકારના મિનરલ્સ પણ હોય છે જે ત્વચા ને હેલ્ધી બનાવે છે અને ડાર્ક સર્કલ્સ દૂર કરવામાં મદદ કરે છે.

ડાર્ક સર્કલ દુર કરવા બટેટા નો ઉપયોગ :-

બટેટા નો ઉપયોગ આપને સ્કીન સબંધિત અનેક સમસ્યાઓમાં કરી શકીએ છીએ જેમની એક ડાર્ક સર્કલ્સ પણ છે. ડાર્ક સર્કલ્સ ને દૂર કરવા માટે એક નાનું કાચું બતેતું લઇ તેને છીણી તેનો રસ કાઢીને તેમાં રૂ બોળી આંખ ની આસ પાસ ૧૫-૨૦ મિનીટ લગાવી રાખો. ત્યાર બાદ ઠંડા પાણી વડે ધોઈ લો. લગાતાર બે થી ત્રણ અઠવાડિયા સુધી આ પ્રયોગ કરતા રહેવાથી ડાર્ક સર્કલ્સ ઓછા થતા જોવા મળે છે.

ડાર્ક સર્કલ દુર કરવા કાકડી નો ઉપયોગ :-

કાકડી અનેક પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે. ઉનાળામાં તેનું સેવન અર્વાથી શરીર ઠંડુ રહે છે અને પાણી પર્યાપ્ત માત્રામાં મળી રહે છે. કાકડી ને છીણી ને તેને આંખો પર ૧૦-૧૫ મિનીટ સુધી લગાવી રાખો. જ્યાં સુધી ડાર્ક સર્કલ્સ ઓછા નથી થઇ જાતા ત્યાં સુધી કાકડી નો આ પ્રયોગ કરતા રહેવો.

એલોવેરા દ્વારા ડાર્ક સર્કલ્સ દૂર કરવાના ઉપાય :-

એલોવેરા એક એવું નાનું છોડ છે જે અનેક ગુણો નો ભંડાર છે. તે ત્વચા ની સાથે સાથે અનેક બીમારીઓમાં રામબાણ ઇલાઝ છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા થી લઈને પાચન શક્તિ મજબુત બનાવવી હોય તો પણ એલોવેરા નો ઉપયોગ કરવામાં આવે છે. આંખો નીચેના કાળા કુંડાળા ઓછા કરવા માટે એલોવેરા નો ઉપયોગ અવશ્ય કરવો.

તાજી એલોવેરાનો નાનો ટુકડો કાપીને તેમાંથી જેલ કાઢી તેને રૂં અથવા આંગળીની મદદ થી આંખોની આસ પાસ લગાવી લો. દરરોજ સવારે અથવા રાત્રે સુતા પહેલા લગાવી શકાય છે. એલોવેરા આપણી ત્વચાને હાઈદ્રેટ કરે છે તેમાં રહેલા પોષક તત્વો એન્ટીસેપ્ટિક નું કામ કરે છે.

લોકો ને મુજ્વતા પ્રશ્નો

ડાર્ક સર્કલ શા કારણે થાય છે?

પુરતી ઊંઘ ના થવી, જરૂરીયાત કરતા વધારે વખત સુઈ જવું, શરીર ને થાક લાગવાથી, ડાયેટ સરખી રીતે ના થવું, શરીરને જોઈતા વિટામિન્સ અને પોશાક્ત્ત્વો નાં મળતા હોય ત્યારે, વધતી ઉમરના કારણે. વધારે મેકઅપ, મુખ્ય કારણ છે.

ડાર્ક સર્કલ દુર કરવા શું ખાવું જોઈએ?

ખીરા કાકડી,તરબૂચ, ટામેટા,તલ નું સેવન ડાર્ક સર્કલ ની સમસ્યામા ખાવાથી ખુબજ ફાયદો કરે છે

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

જાસુદ ના ફાયદા | જાસુદ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા | jasud na fayda | jasud no upyog

કૌચા નો ઉપયોગ | કૌચા બીજ નો ઉપયોગ | kaunch na fayda | kaucha no upyog | kauncha churna benefits in gujarati

પથરી દૂર કરવાના ઉપાયો | પથરી થવાના કારણો | pathari ni dava gujarati ma | pathri in gujarati | pathari dur karvana upayo

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement