મલાઈ આઇસક્રીમ કેક બનાવવાની સરળ રીત | Malai Ice Cream Cake Recipe

મલાઈ આઇસક્રીમ કેક બનાવવાની રીત - Malai Ice Cream Cake Recipe in Gujarati
Image – Youtube/Anyone Can Cook with Dr.Alisha
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું ઠંડો ઠંડો મલાઈ આઇસક્રીમ કેક,આ મલાઈ આઇસક્રીમ કેક બનાવવાની ખુબજ સરળ રીત છે અને નાના મોટા દરેક ને પસંદ આવશે,do subscribe Anyone Can Cook with Dr.Alisha YouTube channel on YouTube If you like the recipe, Malai Ice Cream Cake Recipe in Gujarati.

મલાઈ આઇસક્રીમ કેક બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે

  • અડધો કપ મેંદો
  • તેલ ૨ ચમચી
  • દહીં ૨ ચમચી
  • દૂધ પા કપ
  • વેનીલા એસેંસ્સ પા ચમચી
  • ખાંડ ૩-૪ ચમચી
  • એલચી ભૂકો પા ચમચી
  • બેકિંગ પાઉડર અડધી ચમચી
  • બેકિંગ સોડા પા ચમચી
  • મીઠું એક ચપટી

આઇસક્રીમ બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે

  • દૂધ અડધો કિલો
  • એલચી ભૂકો પા ચમચી
  • ખાંડ ૫-૬ ચમચી ( સ્વાદ મુજબ વધુ ઓછી કરી સકો)
  • કેસર ના તાંતણા ૧૦-૧૫
  • ફૂડ કેસરી રંગ (ઓપ્શનલ)
  • વ્હીપ ક્રીમ ૧ કપ/ ફૂલ ફેટ ક્રીમ ૧ કપ
  • કાજુ ,બાદમ ,પિસ્તા ના કટકા ૧ કપ

મલાઈ આઇસક્રીમ કેક બનાવવાની સરળ રીત

મલાઈ આઇસક્રીમ કેક બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ માં રેતી કે મીઠું નખી તેના પર કાંઠો મૂકી ઢાંકણ ઢાંકી ગરમ કરવા મૂકો

કેક બનાવવાની રીત

એક વાસણમાં તેલ, દહીં, વેનીલા એસેન્સ્સ, એલચી નો ભૂકો ને દૂધ નાખી બરોબર મિક્સ કરો હવે એક લોટ ચારવા ના હરવારામાં મેંદો , બેકિંગ પાઉડર , બેકિંગ સોડા ને મીઠું નાખી ચારી નાખો,

Advertisement

ત્યાર બાદ મિશ્રણ ને બરોબર મિક્સ કરો તૈયાર મિશ્રણ ને કેક મોલ્ડને ગ્રીસ કરી તેમાં  નાખી દયો ને ગેસ ગરમ મુકેલી કડાઈ માં મૂકી દયો ને ધીમા તાપે ૨૦-૨૫ મિનિટ ચડાવો ૨૦-૨૫ મિનિટ પછી ચાકુ કે ટૂથપીક ચેક કરી લ્યો જો બરોબર ચડી ગયો હોય,

જો કેક ચડી ગયો હોય તો ગેસ બંધ કરો નહિતર ૨-૫ મિનિટ ચડાવો કેક બરોબર ચડી જાય એટલે તેને કડાઈ માંથી કાઢી ને કપડું ઢાંકી બિલકુલ ઠંડો થવા એક બાજુ મૂકી દયો

આઇસક્રીમ બનાવવાની રીત

હવે કેક પર મૂકવા ની આઇસક્રીમ બનાવવા ગેસ પર એક કડાઈ માં અડધો કિલો ફૂલ ફેટ દૂધ ગરમ કરવા મૂકો,

એમાં સ્વાદ મુજબ  ખાંડ નાખો ને દૂધ માં નાખેલ કેસર નાખો ને એલચી નો ભૂકો નાખી ફૂલ તાપે દૂધ ને હલાવતા રહો ને દૂધ અડધ થી ઓછું થાય ત્યાં સુંધી ઉકાળો ને રબડી તૈયાર કરી લ્યો,

ત્યાર બાદ ગેસ બંધ કરી ઠંડુ થવા દયો ઠંડુ થઈ જાય એટલે રબડી ને એક એર ટાઈટ ડબ્બા માં ભરી બંધ કરી ફ્રીજજર માં અડધો કલાક મૂકી દયો

હવે એક વાસણ માં વ્હિપ ક્રીમ અથવા ફૂલ ફેટ ક્રીમ લ્યો તેને વ્હિસપર વડે કે હાથ વડે ફૂલ ફેટો ૫-૭ મિનિટ ફેટો,

ફેટાયા પછી એમાં ફ્રીઝ માં મુકેલ રબડી , મિક્સ ડ્રાય ફ્રુટ ને પા ચમચી એલચી નો ભૂકો ને ફૂડ કલર નખવો હોય તો તેના ૩-૪ ટીપાં નાખી વ્હીપસ કરેલ ક્રીમ સાથે મિક્સ કરી ફરી ૩-૪ મિનિટ ફેટી ને તૈયાર કરી લ્યો

Malai Ice Cream Cake Recipe in Gujarati

હવે ઠંડા થયેલા કેક ને મોલ્ડ માંથી કાઢી  લ્યો ને લોક વાળું મોલ્ડ હોય તો કેક ને મોલ્ડ માં મૂકી ચારે બાજુ બટર પેપર રાખો,

હવે તેમાં તૈયાર કરેલ આઇસક્રીમ નું મિશ્રણ નાખી બરોબર ફેલાવી ઉપર થી ડ્રાય ફ્રુટ છાંટી ને પ્લાસ્ટિક રેપ વડે પેક કરી ફ્રીઝરમાં છથી સાત કલાક અથવા આખી રાત મૂકી આઇસક્રીમ ને સેટ થવા મૂકો

 જો તમારા પાસે સાદો મોલ્ડ હોય તો મોલ્ડ માં પ્લાસ્ટિક રેપ આખા મોલ્ડ માં બરોબર પથરી નાખો ને તેના પર કેક મૂકી કેક પર તૈયાર કરેલ આઇસક્રીમ મૂકી ઉપર થી ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરી ફરી પ્લાસ્ટિક રેપ વડે પેક કરી ૭-૮ કલાક કે આખી રાત ફ્રીઝર માં સેટ થવા મુકો

મલાઈ આઇસક્રીમ કેક ને ૭-૮ કલાક પછી મોલ્ડ માંથી કાઢી લ્યો,

જો તમે સાદા મોલ્ડ માં મુકેલ હોય તો ફ્રીઝ માંથી કાઢી ને  ૪-૫ મિનિટ બહાર મૂકો ત્યાં બાદ જે પ્લાસ્ટિક નીચે મોલ્ડ માં મુકેલી હતી તેને ધીમે થી બને હાથ વડે ખેચસો તો પ્લાસ્ટિક સાથે જ મલાઈ આઇસક્રીમ કેક પણ બહાર નીકળી આવશે.

જેટલી પણ મલાઈ આઇસક્રીમ કેક ખાવા ની હોય એટલે કાપી બાકી ની પાછી ફ્રીઝરમાં મુકી દેવી જેથી આઇસક્રીમ પીગળી ન જાય તો મજા માણો મલાઈ આઇસક્રીમ કેક

Malai Ice Cream Cake Recipe | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Anyone Can Cook with Dr.Alisha ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઘઉં ના લોટ નો એપલ કેક રેસીપી | Healthy Apple Cake

રેડ વેલવેટ કેક બનાવવાની સરળ રીત | Red velvet cake recipe in Gujarati

ખુબજ ટેસ્ટી આંબા ની ગુલ્ફી આઇસ્ક્રીમ – Mango Kulfi Ice cream

ઘરે બનાવો ખુબજ ટેસ્ટી ઘઉં ની બનાના કેક | Banana wheat cake recipe

મેથી મટર મલાઈ રેસીપી બનાવવાની રીત | Methi matar malai recipe Gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement