રેડ વેલવેટ કેક બનાવવાની સરળ રીત | Red velvet cake recipe in Gujarati

રેડ વેલવેટ કેક બનાવવાની સરળ રીત - red velvet cake recipe in Gujarati
Image – Youtube/HomeCookingShow
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે શીખીશું રેડ વેલવેટ કેક બનાવવાની સરળ રેસીપી, Red velvet cake recipe in Gujarati.

Red velvet cake recipe in Gujarati

રેડ વેલ્વેટ કેક રેસીપી માટે નીચે મુજબ ની સામગ્રી જોઈશે.

  • મેંદો દોઢ કપ
  • કોકો પાઉડર ૨ ચમચી
  • સોડા અડધી ચમચી
  • કોર્ન ફ્લોર ૨ ચમચી
  • છાસ/પાણી પોનો કપ
  • મીઠું  ૨-૩ ચપટી
  • ખાંડ ૧ કપ
  • માખણ/ તેલ અડધો કપ
  • ક્રીમ પા કપ
  • વિનેગર અડધી ચમચી
  • વેનીલા એસેન્સ ૧ ચમચી
  • લાલ રંગ ના ૨-૩ ટીપાં
  • વ્હાઈટ ચોકલેટ ૩૫૦ ગ્રામ
  • ક્રીમ ૨૫૦ ગ્રામ

રેડ વેલવેટ કેક બનાવવાની સરળ રીત

રેડ વેલ્વેટ કેક બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં ચારણીમાં મેંદો, કોકો પાઉડર, કોર્ન ફ્લોર, મીઠું, બેકિંગ સોડા નાખી ને બરોબર ચારી લ્યો ને ડ્રાય મિશ્રણ ને એક બાજુ મૂકી દયો

હવે કેક બનવવા માટે ખાંડ માખણ/ તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ તેમાં છાસ/ પાણી,  ક્રીમ ,વિનેગર, વેનીલા એસન્સ ને લાલ રંગ ના ૨-૩ ટીપાં નાખી બધું મિક્સ કરી ને ખાંડ ને ઓગળી લ્યો,

Advertisement

ત્યાર બાદ તેમ થોડું થોડું કરી ને ડ્રાય મિશ્રણ નાખતા જાઓ ને  ગાંઠા ના પડે તેમ મિક્સ કરી ને મિશ્રણ તૈયાર કરી લ્યો.

ગેસ પર કૂકર માં નીચે રેતી કે મીઠું મૂકી તેના પર કાંઠો કે વાટકી મૂકી ફૂલ તાપે ગરમ કરો,

કૂકર બરોબર ગરમ થાય એટલે હવે કેક મોલ્ડ માં કે તપેલી માં બધી બાજુ ઘી લગાડી ને કોરો લોટ છાંટી ને કોટિંગ તેમાં તૈયાર કરેલ કેક નું બેટર નાખી ને તપેલી કે મોલડ ને તમે મૂકી ૫-૭ મિનિટ ફૂલ તાપે,

ત્યાર પછી ૧૫-૨૦ મિનિટ ધીમા તાપે કેક ને ચડવો ને કેક ચડ્યો કે નહી ચેક કરવા કેક માં ચાકુ ભરાવો જો ચાકુ કોરો આવે તો કેક તૈયાર છે,

ગેસ બંધ કરી તપેલી કે મોલ્ડ કાઢી ઠંડુ થવા દયો.

રેડ વેલવેટ કેક બનાવવાની સરળ રેસીપી ઓવેન મા

ઓવેન ને પેલા ૧૨૦ ડિગ્રી ગરમ કરો ૫ મિનિટ ને ત્યાર બાદ તેમાં કેક બેટર વરો મોલડ મૂકી ૧૨૦ ડિગ્રી ૧૫-૨૦ મિનિટ ચડવો ને બરોબર ચડી જાય એટલે બાર કાઢી ઠંડો થવા દેવો

કેક ઠંડો ત્યાં ત્યાં સુંધી ગેસ પર એક કડાઈ માં ક્રીમ ગરમ મૂકો ક્રીમ ગરમ થાય એટલે,

તેમાં વ્હાઈટ ચોકલેટ ના કટકા નાખી બરોબર મિક્સ કરો ને ગેસ બંધ કરી તૈયાર ચોકલેટ ગનાશ ને ઠંડુ થવા દયો

કેક બરોબર ઠંડો થાય ત્યાર બાદ તેના સમાન બે – ત્રણ ભાગ કરી ને વચ્ચે વ્હાઈટ ચોકલેટ ગનાશ લગાડી એક ઉપર એક ગોઠવો,

ત્યાર બાદ ઉપર ના ભાગે આખા માં ચોકલેટ ગનાશ લગાડી ને બચેલા કેક ના ભૂરા થી ગાર્નિશ કરો તો તૈયાર છે રેડ વેલ્વેટ કેક.

Red velvet cake recipe video

 

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

બીટ નો હળવો બનાવવાની રીત | Beet no halvo banavani recipe Gujarati

બાસુંદી બનાવવાની રેસીપી | Basundi banavani rit

મેક્સિકન સલાડ રેસીપી | Mexican salad recipe in Gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી વિડીયો જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement