સરગવાની સિંગ ના ફાયદા અને ઘરેલું ઉપચાર ની માહિતી| Saragva ni sing fayda

સરગવાની સિંગ ના ફાયદા – sargva ni sing na fayda - Drumstick benefits in Gujarati
Advertisement

આજ ના આ આર્ટીકલ ની અંદર અમે જણાવીશું તમને સરગવાની સિંગ ના ફાયદા અને ઘરેલું ઉપચાર મી માહિતી, Drumstick benefits in Gujarati, sargva ni sing na fayda.

સરગવાની સિંગ ના ફાયદા – Saragva ni sing na fayda

બારીક પાનવાળા પંદર થી ત્રીસ ફૂટ ના સરગવાના ઝાડ દરેક જગ્યા એ મળી રહે છે. સરગવાના બીજ સફેદ અને ત્રિકોણ હોય છે. તે સફેદ મારીચ ના નામ થી પણ ઓળખાય છે.

કડવા સરગવા ના બીજ આછા પીળા રંગ ના હોય છે. સરગવો મીઠો અને કડવો એમ બે જાત નો થાય છે.

Advertisement

મીઠો સરગવો ખેતર કે વાડીઓમાં થાય છે અને શાક માટે વપરાય છે. આ સરગવાની સીંગો નરમ અને ગુણકારી હોય છે.

વગડામાં થનાર સરગવાને વગડાઉ સરગવો કહે છે. તેની સિંગ ભારે વાયડી અને કડવી હોય છે. સરગવાની બન્ને જાતોમાંથી મીઠા સરગવાનો ઔષધીરૂપે વધારે ઉપયોગ થાય છે.

કડવો સરગવો વાતરોગ તેમજ બાહ્ય ઉપચારોમાં કરવામાં આવે છે

સરગવા ને અંગ્રેજીમા Drumstick (ડ્રમસ્ટીક ) અને Moringa (મોરિંગા ) પણ કહેવાય છે

સરગવાની સિંગ ના ફાયદા ટાઈફોઈડ તાવ માં

તમે ઇચ્છો તો સરગવાની છાલ ને પાણીમાં ઘસીને તેના બે ટીપા નાકમાં નાખવાથી તાવ માં ફાયદો થાય છે.

સરગવાના ૨૦ ગ્રામ મુળિયા લો તેને ૧૦૦ ગ્રામ પાણી માં ઉકાળીને ગાળી ને પીવાથી ટાઈફોઈડ તાવ માં ખુબ જ ફાયદો થાય છે.

સરગવાની સિંગ કાન સંબધિત સમસ્યામા

૨૦ મિલી સરગવાના મૂળ ને એક ચમચી મધ ને અને ૫૦ મિલી તેલ મિલાવી લો. ગરમ કરી ગાળી અને ૨-૨ ટીપા કાન માં નાખવાથી કાન ના દુખાવામાં રાહત થાય છે.

સરગવાના ગર્ભ ને તલ ના તેલ સાથે મિક્ષ કરી ગરમ કરીને ગાળી લો. હવે આ તેલને ૨-૨ ટીપા કાન માં નાખવાથી કાન ના દુખાવામાં રાહત થશે.

શારીરિક કમજોરી દૂર કરે છે

સરગવા ના ૮થી૧૦ ફૂલ ને ૨૫૦ મિલી દૂધમાં ઉકાળી લો. સવાર-સાંજ આ દૂધ પીવાથી શારીરિક કમજોરી દૂર થાય છે.

સરગવાની સિંગ ના ફાયદા સંધી વા માટે

સરગવાના ગર્ભનો લેપ કરવાથી સંધીવા માં રાહત થાય છે. સરગવાના પાંદને તેલ સાથે બારીક પીસી લેવું.  હવે આને નવસેકું ગરમ કરીને ઘુટણ પર લગાવવાથી રાહત થાય છે.

દરરોજ સવારે ખાલી પેટે સરગવાની સિંગ ને બાફીને તેમાં ઘી નાખીને ખાવાથી જુના સંધિવા માં ગજબનો ફાયદો થાય છે અને હાડકા મજબૂત થાય છે.

સરગવાની સિંગ ના ફાયદા બાળકો માટે

કેલ્શિયમ નો મોટો સ્ત્રોત તરીકે સરગવા ને ઓળખવામાં આવે છે, બાળકો માટે તે ખુબ જ ફાયદેમંદ છે. જેનાથી હાડકા અને દાંત મજબૂત બને છે.

ગર્ભાવસ્થા દરમિયાન સિંગ ખાવાથી બાળક ને ભરપૂર પ્રમાણ માં કેલ્શિયમ મળે છે.

આ સિવાય તેમાં આયરન, મેગ્નેશિયમ, અને ફોસ્ફરસ ની માત્રા ખુબ જ હોય છે.

સરગવાનું સેવન વજન ઓછું કરવા માટે

ફોસ્ફરસ પણ સરગવાની સિંગ માં ખુબજ હોય છે. જે શરીર માં રહેલી વધારાની ચરબી દૂર કરે છે. સરગવાના પાંદડા નો રસ પીવાથી વજન ધીમે ધીમે ઓછું કરી શકાય છે.

સરગવો ત્વચા ને જવાન રાખે છે

સરગવા માં એન્ટી બેકટેરીયલ, એન્ટી ફંગલ અને એન્ટી વાયરલ ગુણ હોય છે. જે આપણી ત્વચાને ઘણા બધા ચેપી રોગોથી બચાવે છે. તેની સાથે સાથે સરગવામાં પ્રોટીન પણ ભરપૂર માંત્રામાં હોય છે જે ત્વચા પર કરચલીઓ પડવા દેતી નથી.

સરગવાની સિંગ ના ફાયદા વાળ માટે

સરગવામાં વાળ માટે જોઈતા બધા પોશાક્તત્વો સામેલ છે. કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, તાંબુ, અને મેગનીઝ જેવા તત્વો સરગવામાં છે. જે બધા તત્વો વાળ ને સ્વસ્થ રાખવા માટે જોઈએ છે. વિટામીન-એ અને વિટામીન-ઈ ના લીધે સરગવો વાળ માટે ખુબજ ફાયદેમંદ છે.

સરગવાના લાભ

સરગવા માં વિટામીન-સી ની માત્રા હોય છે જે સામાન્ય તાવ અને ઉધરસ માં ફાયદો કરે છે.

પાયોરિયા માં સરગવા નું સેવન ફાયદાકારક સાબિત થાય છે. દાંત માં સડો થયો હોય તો સરગવા ના પાંદડા ચાવવાથી ફાયદો થાય છે.

સરગવાની સિંગ ના સેવન થી લોહી સાફ થાય છે. આંખોનું તેજ વધે છે,. સરગવાના પાંદડાને સુકાવી તેની ચટણી પણ બનાવી શકાય છે. જે આંખો માટે ખુબ જ ફાયદો કરે છે.

પગ મેડાઈ જાય છે તો સરગવાના પાંદડા ને સરસીયા તેલ માં ગરમ કરીને લગાવાથી જલ્દીજ આરામ મળે છે.

ડાયાબીટીશ ને પણ કન્ટ્રોલ માં રાખે છે. સરગવાના ફૂલ પેટના કૃમીઓને મારીનાખે છે. અને પિત્ત દોષ ને લેવલ માં રાખે છે.

સરગવાના ઘરેલું ઉપચાર

સરગવાની છાલ નો લેપ સોજા પર કરવાથી સોજા જલ્દીથી ઉતરી જાય છે. સરગવાના પાંદ નો રસ પીવડાવવાથી હેડકી અને શ્વાસનો હુમલો દૂર થાય છે.

સરગવાના પાંદ ના રસ માં સાકર મિક્ષ કરીને ત્રણ દિવસ પીવાથી પેટ માં ભરાયેલો ગેસ દૂર થાય છે.

સરગવાની છાલ નું ચૂર્ણ પીપળીમૂળ નું ચૂર્ણ અને સિંધા નમક મિક્ષ કરીને પીવાથી જ્લોધાર મટે છે.

વાયુપ્રકોપ ને લીધે શરીર ના કોઈ પણ ભાગ પર ચૂંક આવતી હોય તો સરગવાના પાંદ નો રસ પીવાથી મટે છે. આ રસ માં હિંગ અને સુંઠ નાખીને પીવાથી વધારે ફાયદો થાય છે.

સરગવાની સિંગ ના ઘરેલું ઉપચાર

કોઈપણ પ્રકારનું ગુમડું થયું હોય તો સરગવાની છાલ નો રસ પીવાથી અને તેની પોટીસ બનાવીને ગુમડા પર લગાવવાથી ગુમડું ઝડપ થી પાકીને મટી જાય છે.

સરગવાના મૂળ ના રસ માં જવખાર મિલાવીને પીવાથી કફ થી થતું દર્દ મટી જાય છે. સરગવાની સિંગ નું ચૂર્ણ મધ માં મિલાવીને દિવસમાં બે વાર પીવાથી નાના નાના કીડા પેટ માંથી નીકળી જાય છે.

સરગવાની મૂળ નો કવાથ ખાવાના સોડા સાથે મિક્ષ કરીને પીવાથી પથરી તૂટીને નીકળી જાય છે. તેના મૂળ નો ઉકાળો પીવાથી પણ પથરીમાં ફાયદો થાય છે.

દાદર થઇ હોય તો સરગવાના મૂળની છાલ ને પાણી અથવા ગૌમૂત્ર માં ઘસીને દાદર પર લેપ કરવાથી દાદર મટે છે.

સરગવાના પાન નો રસ માથામાં લગાવવાથી માથાનો ખોળો ઝડપથી દૂર થઇ જાય છે.

Sargva ni sing na fayda

સરગવાના પાનના રસમાં મરી પીસીને કપાળ પર બાંધવાથી માથાનો દુખાવો મટે છે. સર્ગ્વાનોગુન્દ્ર ને પોલા દાંતમાં ભરવાથી દાંતનો દુખાવો મટે છે.

Sargva ni sing na fayda સરગવાના રસ માં મધ તેલને સિંધા નમક મિક્ષ કરીને ટેન ટીપા કાન માં નાખવાથી કાન ના દુખાવામાં રાહત થાય છે.

સરગવા માં વિટામીન-સી ની માત્રા હોય છે જે સામાન્ય તાવ અને ઉધરસ માં ફાયદો કરે છે.

સરગવાની સિંગ ના ઘરગથ્થુ ઉપચાર

પાયોરિયા માં સરગવા નું સેવન ફાયદાકારક સાબિત થાય છે. દાંત માં સડો થયો હોય તો સરગવા ના પાંદડા ચાવવાથી ફાયદો થાય છે.

સરગવાની સિંગ ના સેવન થી લોહી સાફ થાય છે. આંખોનું તેજ વધે છે,. સરગવાના પાંદડાને સુકાવી તેની ચટણી પણ બનાવી શકાય છે. જે આંખો માટે ખુબ જ ફાયદો કરે છે.

પગ મેડાઈ જાય છે તો સરગવાના પાંદડા ને સરસીયા તેલ માં ગરમ કરીને લગાવાથી જલ્દીજ આરામ મળે છે.

ડાયાબીટીશ ને પણ કન્ટ્રોલ માં રાખે છે. સરગવાના ફૂલ પેટના કૃમીઓને મારીનાખે છે. અને પિત્ત દોષ ને લેવલ માં રાખે છે.

સરગવાનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ જાણો

સરગવાનું આખું ઝાડ ઔષધી જ છે. તેના બીજ ફાઈબર થી ભરપૂર હોય છે.

તેના પાંદડાનો ઉપયોગ તમારી ઈચ્છા મુજબ કરી શકો છો. તેને તમે સલાડ ના રૂપમાં પણ ખાઈ શકો છો.

સરગવાનો પાવડર બનાવીને પણ વાપરી સકાય છે. આ પાવડરને સૂપ અને શાક માં નાકહીને ઉપયોગ માં લઇ શકાય છે.

સરગવાની સિંગ તેનું મુખ્ય ખાવા લાયક વસ્તુ છે. તેનો વિવિધ રીતે ઉપયોગ કરી સકાય છે. અલગ અલગ શાક બનાવી શકાય છે ,તેને બાફીને ખાઈ શકાય છે, તળીને ખાઈ શકાય છે.

સરગવાના અમુક નુકસાનો

જે વ્યક્તિની પાચનશક્તિ નબળી હોય તેમણે સરગવાનું સેવન કરવું જોઈએ નહિ.

માસિક ધર્મ દરમિયાન સરગવા નું સેવન કરવું જોઈએ નહિ કારણકે તે પિત્ત ને વધારે છે.

સરગવાની સિંગ પ્રોટીન વિટામીન અને ખનીજ તત્વોથી ભરપૂર હોય છે. તેથી ગર્ભાવસ્થા દરમિયાન તેનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ તેના પાંદડા, ફૂલ, છાલ અને મુળિયા ને ગર્ભાવસ્થા દરમિયાન ખાવામાં ઉપયોગ કરવો નહિ.

સરગવા ને લગતા કેટલા લોકો ને મુજાવતા પ્રશ્નો

સરગવાનું ક્યારે સેવન કરી શકાય ?

સરગવાની સિંગ , છાલ , પાંદડા નું સેવન કરવા વિશે એવો કોઈ નિયમ નથી પરંતુ ખાલી પેટે જો તેનું સેવન કરવામાં આવે તો તે ઉત્તમ ફાયદાકારક સાબિત થાય છે

શું સરગવો શરીર ના દુખાવા મા ફાયદાકારક છે ?

આપને સૌ જાણીએ છીએ સરગવો ગુણો નો ભંડાર છે અને તેના કેટલા બધા ઉદાહરણો પણ છે જેમા તે શરીર ના વિવિધ દુખાવા મા ફાયદાકારક થયેલ છે

શું સરગવો સ્કીન માટે ફાયદાકારક છે ?

સરગવાની અંદર કુદરતી વિટામીન સી રહેલ છે જે સ્કીન માટે ફાયદાકારક છે

અમારા દ્વાર આપવામાં આવેલ માહિતી સરગવાની સિંગ ના ફાયદા અને ઘરેલું ઉપચાર મી માહિતી, Drumstick benefits in Gujarati,Sargva ni sing na fayda, સરગવાના ઘરગથ્થું ઉપચાર,

આ માહિતી વિશે તમારો અભિપ્રાય અચૂક જણાવશો

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

સરગવા ના પાન ના ફાયદા | sargva na pan na fayda | sargava na pan benefits in gujarati

લીંબુ ના ફાયદા | લીંબુ ની છાલ ના ફાયદા | limbu na fayda | limbu ni chhal na fayda

આંબા હળદર ના ફાયદા | આંબા હળદર નું સેવન કરવાના ફાયદા | aamba haldar na fayda | safed haldar na fayda | સફેદ હળદર ના ફાયદા

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement