આંબા હળદર ના ફાયદા | સફેદ હળદર ના ફાયદા | Aamba Haldar na fayda in Gujarati

Aamba Haldar na fayda in Gujarati - Haldar na fayda in Gujarati - આંબા હળદર ના ફાયદા - સફેદ હળદર ના ફાયદા – safed haldar na fayda
Advertisement

શિયાળો આવી રહ્યો છે ત્યારે આપણે આંબા હળદર જે હવે ધીરે ધીરે બજાર માં આવતી થઇ ગઈ છે તો આ આંબા હળદર વિશે કેટલીક મહત્વ ની માહિતી જણાવીશું, પીડી હળદર ના તો દરેક યક્તિ ને ફાયદાઓ ખબર હશે જ તો ચાલો જાણીએ આંબા હળદર ના ફાયદા, સફેદ હળદર ના ફાયદા, Aamba Haldar na fayda in Gujarati,safed haldar na fayda in gujarati.

સફેદ હળદર એ એક છોડ છે. જે હળદર ની જ એક પ્રજાતિ છે. તેનું બોટાનિકાલ નામ કુરુકુમાં ઝેડોરીયાછે. તે સ્વાદમાં કડવી અને ઔષધીય ગુણોથી ભરપુર હોય છે માટે જ તેનો ઉપયોગ અનેક દવાઓમાં કરવામાં આવે છે. સફેદ હળદરનો ઉપયોગ મસાલાઓ માં થતો નથી. પરંતુ તેના અનેક ઔષધીય ગુણો અનેક બીમારીઓ સામે રક્ષણ પૂરું પડે છે. સફેદ હળદર ભારત સિવાય ઇન્ડોનેશિયા માં આરામથી મળી જાય છે.

સફેદ હળદરમાં એન્ટી ઈમ્ફ્લા મેન્ટ્રી, એન્ટી ફંગલ, એન્ટી માઈક્રોબેરીયલ, એન્ટી એમોય્બીક, એન્ટી અલ્સર, એન્ટી વેનમ, એન્લ્ઝેસિક અને એન્ટી ડીસીઝ ગુણો હોય છે. જે આપના સ્વાસ્થ્યને બહેતર બનાવે છે. સફેદ હળદર ફ્લુ, ગેસની બીમારી વગેરે દુર કરવામાં ઉપયોગી થાય છે.

Advertisement

આંબા હળદર ના ફાયદા – Aamba Haldar na fayda in Gujarati –

આંબા હળદર એ ઠંડી, ગેસ માં ફાયદો કરે છે, આપણું પાચનતંત્ર સારું કરે છે , ભૂખ વધારે છે, નાનીમોટી પથરી થઇ હોય તો તેમાં ફાયદો કરે છે.

સફેદ હળદર ના ફાયદા | safed haldar na fayda in gujarati

સફેદ હદ્દ્રકે જેને આંબા હળદર પણ કહેવામાં આવે છે, તે વાસ્તવિક રૂપમાં પીળી હળદરથી અલગ હોય છે. આંબા હળદરનો ઉપયોગ આયુર્વેદિક દવાઓમાં વધારે પડતો કરવામાં આવે છે. આંબા હળદરમાં સ્ટાર્ચ,શુગર, ટીયાન, સેપોનીન, રેઝીન જેવા અનેક પરકારના રસાયણિક તત્વો ભરપુર માત્રામાં હોય છે જે આપના સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી છે. તો ચાલો જાણીએ શિયાળામાં ભરપુર માત્રામાં મળતી આવી સફેદ હળદર/ આંબા હળદરના અનેક ફાયદાઓ અને અમુક નુકસાનો.

આંબા હળદર ના ફાયદા તે પાચનશક્તિ માટે ફાયદેમંદ છે | aamba haldar na fayda pachanshakti vadhare che:-

લીલી સફેદ હળદર ખાવાથી પેટની લગભગ સમસ્યાઓમાં ખુબ જ રાહત મળી જાય છે. પાચનતંત્ર ને લગતી બીમારીઓ મટી જાય છે. પાચનશક્તિ મજબુત બની જાય છે. સફેદ હળદર નું તેલ અને તેનો ભુક્કો પેટના દુખાવાથી લઈને અપચો, મરોડ, પેટના કૃમીઓ વગેરેમાં ખુબ જ ફાયદેમંદ છે. પેટમાં પડેલા ચાંદા પણ તેને ખાવાથી મટી જાય છે.

સફેદ હળદર – આંબા હળદર એન્ટી-એલર્જીક છે | safed haldar – aamba haldar anti elrgy che :-

આંબા હળદરના તેલમાં એન્ટી એલર્જીક ગુણ મળી રહે છે જે એલર્જીથી થવા વાડી સમસ્યાઓ સામે રક્ષણ પૂરું પાડે છે. સ્કીન ને લગતી જો કોઈ એલર્જી છે તો તેમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં રહેલા એન્તિએલ્ર્જિક ગુણ સંક્રમણ અને એલર્જીથી લડવામાં મદદરૂપ થાય છે.

સફેદ હળદર ના ફાયદા શ્વાસ ના રોગોમાં | safed haldar na fayda swash na rogo ma :-

સ્વાશને લગતી બીમારીઓમાં આંબા હળદર નો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે. આયુર્વેદના મત મુજબ શરીરમાં કફ જામી જવાના કારણે દમ અને શ્વાસ ની બીમારીઓ થાતી હોય છે. શરદી, ઉધરસ અને દમ જેવી સમસ્યાઓમાં આંબા હળદર/ સફેદ હળદરનું સેવન કરવું ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે.

સફેદ હળદર ના ફાયદા તે દર્દ નિવારક છે :-

આંબા હળદરમાં એન્ટી ઈમ્ફ્લા મેન્ટ્રી ગુણો હોય છે જેનો ઉપયોગ શરીર પરના સોજા, વાગ્યું હોય ત્યાં, વગેરે જેવી સમસ્યાઓમાં કરવામાં આવે છે. આતરડા માં જો સોજા આવી ગયા હોય તો તેમાં પણ સફેદ હળદર ખાવાથી ફાયદો થાય છે. આંબા હળદર ને થોડીક માત્રામાં લઈને તેમાં પાણી નાખીને ગેસ પર મૂકી તે મીશાર્ણ ને થોડું ઘાટું થવા દેવું. ઘાટું થઇ જાય એટલે નવશેકું હોય ત્યારે તે લેપ સ્વરૂપના મિશ્રણ ને સોજા વાળી જગ્યાએ અથવા તો જ્યાં દર્દ થાય છે ત્યાં લગાવીને રાખી મુકવું, તમે તેના ઉપર પાટો પણ બાંધી શકો છો.

સફેદ હળદર ના ફાયદા | સફેદ હળદર ના અન્ય ઉપયોગો | આંબા હળદર ના ઉપયોગ : –

આંબા હળદરના મુદીયાનો ઉપયોગ પેટને લગતા દર્દોમાં કરવામાં આવે છે.

માસિકધર્મ ની સમસ્યાઓમાં અને ઉલ્ટીની સમસ્યામાં સફેદ હળદર નો ઉપયોગ કરાય છે.

પેટની ચરબી ઓછી કરવામાં આંબા હળદરનો ઉપયોગ કરવામાં આવે છે.

આંબા હળદરનો ઉકાળો બનાવીને તેમાં આદું અને કાળા મરી નાખીને પીવાથી પેટના દુખાવામાં ફાયદો થાય છે.

૩ ગ્રામ આંબા હળદરમાં સરખા ભાગે તલનો ભુક્કો મિલાવીને દરરોજ સવારે ખાવાથી અને ખાવા પીવામાં ધ્યાન રાખવાથી દયાબીતીશમાં ખુબ જ લાભ થાય છે.

લીલી હળદરને અથવા આંબા હળદરને પીસીને તેને નવશેકું કરી તેને ઘુટણ પર બાંધવાથી ઘુટણ ના દુખાવામાં અને સંધિવા માં ખુબ જ રાહત મળે છે.

aamba haldar no upyog | safed haldar no upyog :-

૧ ગ્રામ આંબા હળદરનું ચૂર્ણ અને તેના જેટલો જ ઘઉંનો લોટ, સાકર અને ધૃતકુમારી મિલાવીને નિયમિત સવારે ખાવાથી આમવાત, સંધિવા વગેરેમાં ખુબ જ રાહત મળે છે. આ પ્રયોગ સતત ૧ મહિનો કરવો.

૫ ગ્રામ સફેદ ચંદન, ૭ ગ્રામ આંબા હળદરનું ચૂર્ણ બનાવીને તેને મિક્ષ કરી તેમાં મધ નાખીને મિલાવીને પીવાથી પીલીયા રોગ મટી જાય છે.

સરખી માત્રામાં ચૂનો લઈને તેની સાથે આંબા હળદર અને ગોળ મિલાવીને પીસી લો, અને તેને ટ્યુમર પર અથવા ગુમડા પર બાંધવાથી તે જલ્દી ફૂટી જાય છે.

કાળા ડાઘા થઇ ગયા હોય તો તેના ઉપર આંબા હળદર લગાવવાથી ડાઘા ઓછા થઇ જાય છે.

હળદર અને હિંગ બન્ને ને પીસીને તેમાં જરાક પાણી નાખીને નાની ગોળી બનાવી લો. તે ગોળીને દુખતા દાંત ની નીચે દબાવી રાખવાથી દાંતનો દુખાવો ઓછો થઇ જાય છે.

સફેદ હળદર ના પાવડરનું મંજન તરીકે પણ ઉપયોગ કરી શકાય છે, તેનાથી પેઢા મજબુત બને છે, પેઢા માંથી લોહી પડતું હોય તો તે પણ બંધ થઇ જાય છે.

પેટ માટે આંબા હળદર નો ઉપયોગ | pet mate aamba haldar no upyog

આંબા હળદર નું સેવન કરો છો તો તમારા પેટ ની અંદર થતી ગેસ ની સમસ્યા જલ્દી ઠીક થાય છે, તેનું સેવન કરવાથી, અપચો,ભૂખ ના લાગવાની સમસ્યા,અલ્સર, પેટ ફૂલી જવું, પેટ ની અંદર કૃમિ જેવી સમસ્યા માં ફાયદો કરે છે,Aamba Haldar na fayda.

શ્વાસ સબંધિત સમસ્યા માં સફેદ હળદર નો ઉપયોગ

આપણા આયુર્વેદ ની અંદર કફ ને ઘણીબધી સમસ્યાઓ નું કારણ માનવામાં આવ્યું છે જો કોઈ વ્યક્તિ ને કફ ની વધુ સમસ્યા રહેતી હોય તો તેને ફેફસા ને સંબંધી સમસ્યા થઇ શકે છે

કેમકે તેના કારણે શ્વાસ લેવા માં તકલીફ થાય છે અને ઉધારસ, સરદી ની તકલીફ રહે છે તેના થી છુટકારો મેળવવા આંબા હળદર નું સેવન કરવું.

આંબા હળદર સુગર લેવલ કન્ટ્રોલ કરે છે | safed haldar na fayda te sugar control kre che

ઘણીબધી રીસર્ચ પછી સાબિત થયું છે કે આ હળદર આપણા શરીર નું સુગર લેવલ ને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

સફેદ હળદર સોજા તેમજ દુખાવામાં ફાયદો કરે છે |safed haldar na fayda te soja dur kre che

આંબા હળદર ની અંદર એન્તીફ્લેમેટરી ગુણો હોય છે જે આપણા શરીર ની અંદર થયેલ સોજા, વાગેલહોય, ચામડી ના રોગો ની સમસ્યા તે કોઈજ પ્રકાર ની બીજી અસરો થવા દેતી નથી તેમજ જો કોઈ ને તાવ આવતો હોય તો તેને પણ આંબા હળદર ફાયદો કરે છે.

આંબા હળદર મા એંટીમાઇક્રોબ્યુઅલ ગુણો છે

સફેદ હળદર – આંબા હળદર ની અંદર એંટીમાઇક્રોબ્યુઅલ ગુણો છે જે ઇ-કોલી, એસએઅરસ, કોર્નેબેબેક્ટીરિયમ, કેન્ડિડા એસપી જેવા જીવાણું નો સામનો કરે છે અને તે જીવાણું મોઢા દ્વારા પેટ ની અંદર પ્રવેશ કરે છે.

સફેદ હળદર એન્ટી એલર્જી છે

આંબા હળદર ની અંદર એન્ટી એલર્જી ગુણો છે જો તમને કોઈ ચામડી ની સમસ્યા છે તો સરસ્યા તેલ અંદર આંબા હળદર ઉમેરી તેની માલીશ કરવાથી ફાયદો થશે.

આંબા હળદર અલ્સર સામે લડે છે

હળદર ની અંદર એવા ગુણો રહેલ છે જે આપણા શરીર ની અંદર જેર ફેલાવા દેતું નથી

આંબા હળદર ની અંદર પેટ ની અંદર બનતી એસીડીટી ને થવા દેતી નથી જેના કારણે તે પેટ ના અલ્સર ને પણ થવા દેતું નથી,Aamba Haldar na fayda in Gujarati.

સફેદ હળદરના નુકસાન | આંબા હળદર ના નુકશાન :-

સફેદ હળદર બ્લડ સર્ક્યુલેશન સારું કરે છે માટે પીરીય્ડ્સ દરમિયાન તેનું સેવન કરવું જોઈએ નહિ.

ગર્ભવતી, અને સ્તનપાન કરાવતી મહિલાઓએ સફેદ હળદર ખાવી જોઈએ નહિ.

જો તમે લોહી પાતળું થવાની દવા લઇ રહ્યા હોવ તો સફેદ હળદર ખાવી નહિ.

સફેડ હળદર નું તેલ આવે છે તેને ક્યારેય પણ આંખોના સંપર્કમાં આવવા દેવું નહિ.

સફેદ હળદર – આંબા હળદર ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો

સફેદ હળદર ને આંબા હળદર કેમ કહેવાય છે?

ભારત ની અંદર સામાન્ય રીત સફેદ હળદર – આંબા હળદર નું વાવેતર કરવામાં આવે છે. તે આંબા(કેરી) જેમ તેમાં કોઈ સુગંધ હોતી નથી તેથી તેને આંબા હળદર ના નામે ઓળખવામાં આવે છે.

હળદર કેટલા રંગ ની હોય છે

હળદર ના મુખ્યત્વે ત્રણ રંગ ની મળે છે જે છે સફેદ હળદર, કેસરી હળદર અને કાળી હળદર

સફેદ હળદર નો ફેસ પર કેવી રીત ઉપયોગ કરવો?

જે લોકો ને ઓઈલી સ્કીન જેવી સમસ્યા છે તેઓ એ સફેદ હળદર ને છીણી લઇ તેમાં બે ચમચી બેસન નાખી તેમાં થોડું ગુલાબજળ ઉમેરી તેનો પેક ફેસ પર લગાવી શકો છો.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

પાપડી વાલોળ ના ફાયદા | વાલોળ પાપડી ના ફાયદા | papdi valor na fayda | valor papdi benefits in gujarati

આમળા ના ફાયદા | આમળા નો ઉપયોગ | amda na fayda | amda no upyog

કેસર ના ફાયદા | કેસર નો ઉપયોગ ઉપચાર મા | કેસરનો ઉપયોગ | kesar na fayda in gujarati | kesar no upyog

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement