અર્જુન ની છાલ ના ફાયદા અને અર્જુન ની છાલ નો ઉપયોગ | arjun chhal na fayda

અર્જુન ની છાલ ના ફાયદા - અર્જુન ની છાલ નો ઉપયોગ - arjun chhal na fayda - arjun chhal no upyog
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર અમે માહિતી લાવ્યા છીએ અર્જુન ની છાલ ના ફાયદા અને અર્જુન ની છાલ નો ઉપયોગ ઉપચારમા કરવાની રીત , arjun chhal na fayda ane arjun chhal no upyog upcharma karvani rit.

અર્જુન ની છાલ | arjun chhal

આયુર્વેદમાં એવા ઘણા બધા ઝાડ છે, છોડ છે તેના ફળ, ફૂલ તેની છાલ વગેરેનો ઔષધી સ્વરૂપે ઉપયોગ કરવામાં આવે છે. તેમાંથી જ એક વૃક્ષ છે અર્જુન વૃક્ષ. અર્જુન વૃક્ષ ની છાલ નો આયુર્વેદમાં ખુબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. અર્જુન વૃક્ષ એક સદાબહાર વૃક્ષ છે જે ૬૦ થી ૮૦ ફૂટ ઊંચું થાય છે. તેના પાંદડા જામફળના પાંદડા જેવા જ હોય છે. આ વૃક્ષ હિમાલયના પહાડોમાં વધારે જોવા મળે છે. અર્જુન વૃક્ષના બહારના ભાગને અર્જુન છાલ કહેવાય છે. વૃક્ષના બહારના ભાગને ઝાડથી અલગ કરીને ઔષધીય ઉપયોગમાં લેવામાં આવે છે. આ છાલ લગભગ ૪ મિલીમીટર જેટલી જાડી હોય છે અને તે આપમેળે ઝાડ થી અલગ થઇ જાય છે.  

અર્જુન છાલ તાસીરમાં ઠંડી હોય છે. તે હૃદય માટે ફાયદેમંદ છે, લોહીના વિકારો સબંધી સમસ્યાઓમાં, ડાયાબીટીશમાં, અલ્સર, કફ, પિત્ત વગેરે જેવા રોગોમાં ઉપયોગી છે. અર્જુન છાલના સેવન થી હૃદય ને બળ મળે છે અને તેની પોષણ ક્રિયા સારી બને છે. માંસપેશી ને બળ મળવાથી હૃદય ની ગતી પણ સારી ચાલે છે.

Advertisement

અર્જુન ની છાલ ના ફાયદા દરેક પ્રકારના તાવમાં | arjun chhal na fayda tav ma :-

બદલાતી જતી ઋતુમાં તાવ શરદી જેવી સમસ્યા સામાન્ય થઇ જાય છે. તેનાથી રક્ષણ અને રાહત મેળવવા અર્જુન છાલ નો ઉપયોગ નીચે મુજબ કરવો જોઈએ.

અર્જુન છાલ ની એક ચમચી ચૂર્ણને ગોળ સાથે સેવન કરવાથી તાવ મટી જાય છે.

અર્જુન છાલ માંથી બનાવેલો ઉકાળો પીવાથી અથવા તેની ચાય પીવાથી તાવ માં રાહત મળે છે. ચાય ની માત્ર ૨૦ મિલી રાખવી.

અર્જુન ની છાલ ના ફાયદા ક્ષય રોગ માં | arjun chhal na fayda xay rogma:-

અર્જુન છાલ, નાગબલા અને કેવાંચ ના બીજ લઇ તેનું ચૂર્ણ બનાવી લો. તેમાંથી ૨-૪ ગ્રામ ચૂર્ણ લઈને તેમાં મધ, ઘી અને સાકર મિલાવીને સેવન કરવાથી ક્ષય રોગમાં ફાયદો થાય છે.

અર્જુન ની છાલ નો ઉપયોગ રક્તપિત્ત મા | arjun chhal no upyog raktpitma:-

૨ ચમચી અર્જુન છાલને આખી રાત પાણીમાં પલાળી રાખો, સવારે તેને મસળીને ગાળીને તેનો ઉકાળો બનાવીને પીવાથી રક્તપિત્ત માં લાભ થાય છે.

અર્જુન ની છાલ ના ફાયદા હૃદયરોગમાં | arjun chhal na fayda hardayrog ma:-

અર્જુન છાલ ના ૧ ચમચી ચૂર્ણને ૧ કપ દૂધ સાથે નિયમિત પીવાથી હૃદયને લગતા તમામ દર્દમાં ખુબ જ ફાયદો થાય છે.

૫૦ ગ્રામ ઘઉંનો લોટ અને તેમાં ૨૦ ગ્રામ ઘી મિલાવીને સેકી લો. બ્રાઉન રંગ નું થઇ જાય એટલે તેમાં ૩ ગ્રામ જેટલી અર્જુન છાલનું ચૂર્ણ અને ૪૦ ગ્રામ જેટલી સાકર નાખી ને હલાવો. ત્યારબાદ તેમાં અસરે ૧૦૦ ગ્રામ જેટલું ગરમ પાણી નાખીને શીરો/હલવો બનાવી લો. આ શીરો/હલવો દરરોજ સવારે ખાવાથી હૃદયમાં થતો દુખાવો, ઘભરાહ્ટ, હૃદયના ધબકારા વધી જવા વગેરેમાં ખુબ જ ફાયદો થાય છે.

અર્જુન ની છાલ નો ઉપયોગ એસીડીટી માં | arjun chhal no upyog esiditima:-

અર્જુન છાલ એસીડીટી ને દુર કરવામાટે ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે. ૧૦-૨૦ મિલી અર્જુન છાલ નો ઉકાળો નિયમિત પીવાથી એસીડીટીમાં ખુબ જ રાહત મળે છે.

પેચીશ માં ફાયદેમંદ છે અર્જુન છાલ :-

૫ ગ્રામ અર્જુન છાલ ને ૨૫૦ મિલી દૂધ અને તેના જેટલું જ પાણી લઈને ધીમા તાપે ચડવા મુકો. જયારે દૂધ અડધું રહે ત્યારે તેમાં ૧૦ ગ્રામ સાકર નાખીને નવસેકું પીવું. આ પ્રયોગ દરરોજ કરવો. આનાથી હૃદય સબંધી વિકારો, રક્ત-અતિસાર અને રક્તપિત્ત માં ખુબ જ લાભ થાય છે.  

અર્જુન ની છાલ નો ઉપયોગ પેશાબમાં થતી બળતરા માં | arjun chhal no upyog pesab ni samsya ma :-

પેશાબમાં બળતરા થાય છે તો અર્જુન છાલ નો ઉકાળો બનાવીને પીવાથી ખુબ જ ફાયદો થાય છે. ઉકાળાની માત્રા ૨૦ મિલી જેટલી લેવી.

માસિકધર્મ સબંધિત સમસ્યાઓમાં :-

ઘણી વખત વધારે માસિક આવવું, સમયથી પહેલા માસિક આવી જવું, જેવી સમસ્યાઓ ઘણી મહિલાઓને સતાવતી હોય છે, અર્જુન છાલ નો ઉપયોગ કરીને આ બધી સમસ્યાઓથી રાહત મેળવી શકાય છે, ૧ ચમચી અર્જુન છાલનું ચૂર્ણ લઈને તેને આશરે ૧ કપ દૂધ માં નાખીને ઉકાળો. અડધું બાકી રહે ત્યારે તેમાં ખાંડ અથવા સાકર નાખીને દિવસમાં ૨-૩ વખત સેવન કરવું. આ પ્રયોગથી માસિકધર્મ સબંધિત સમસ્યાઓમાં ખુબ જ ફાયદો થાય છે.

અર્જુન ની છાલ નો ઉપયોગ હાડકાના રોગોમાં | arjun chhal no upyog hadka na rog ma:-

હાડકા નો દુખાવો, સાંધાનો દુખાવો, હાડકું તૂટી જવું, હાડકા નબળા થઇ ગયા હોય વગેરે હાડકાને લગતી બીમારીઓમાં અર્જુન છાલ ખુબ જ ઉપયોગી થાય છે.

અર્જુનછાલ ના ચૂર્ણને દરરોજ દૂધ સાથે લેવાથી હાડકા મજબુત થાય છે. ૧ ચમચી ચૂર્ણ હોય તો એક કપ દૂધ.

હાડકું તૂટી ગયું હોય તો તેમાં અર્જુન છાલને પીસીને લેપ કરવાથી ફાયદો થાય છે.

અર્જુનના વૃક્ષની છાલ તથા તેના મુળિયા ને સરખી માત્રામાં લઈને તેનું ચૂર્ણ બનાવી લો. તેમાં ૨-૪ ગ્રામ ગુગળ અને ઘી નાખીને સેવન કરવાથી તૂટેલા હાડકા સંધાય જવામાં મદદ મળે છે.

અર્જુન ની છાલ નો ઉપયોગ સફેદ ડાઘમાં | arjun chhal no upyog safed dagh ni samsyama :-

અર્જુનછાલના ૧ ચમચી ચૂર્ણને પાણી અથવા દૂધ સાથે સેવન કરવાથી અને તેની છાલને પાણીમાં ઘસીને ત્વચા પર લગાવવાથી સફેદ ડાઘ ઓછા થઈ જાય છે.

મોઢાના છાલા/અલ્સર માં અર્જુન છાલ :-

અલ્સર/ મોઢાના છાલા એક એવી વસ્તુ છે કે જે એક પછી એક થયા જ કરે છે અર્જુન છાલ તેમાં ખુબ જ ઉપયોગી થાય છે. અર્જુન છાલનો ઉકાળો બનાવીને પીવાથી અથવા તેના કોગળા કરવાથી મોઢાના છાલામાં ખુબ જ ફાયદો થાય છે.

પિમ્પલથી છુટકારો અપાવે છે અર્જુન છાલ :-

અર્જુન છાલના ચૂર્ણમાં મધ મિલાવીને તેને ચહેરા પર લગાવવાથી પીમ્પલ્સ થી છુટકારો મેળવી શકાય છે.

શરીર પરના સોજા દુર કરવામાં ઉપયોગી :-

અર્જુન છાલનો ઉકાળો અથવા અર્જુન છાલ ની ચાય બનાવીને પીવાથી સોજા ઓછા થઇ જાય છે.

અર્જુનછાલ અને ગંગેટીના મૂળ ના ચૂર્ણને સરખી માત્રામાં લઈને પીસી લો. તેમાંથી ૨-૨ ગ્રામ ચૂર્ણને નિયમિત સવાર-સાંજ સેવન કરવાથી સોજા ઓછા થઇ જાય છે.

રક્તપિત્ત માં ફાયદેમંદ અર્જુનછાલ :-

રક્તપિત્ત નાક અને કાનમાંથી લોહી નીકળતું હોય તો અર્જુનછાલ નો ઉપયોગ કરવાથી ખુબ જ ફાયદો થાય છે.

ફેફસામાં પાણી ભરાઈ જવું :-

ફેફસાના રોગમાં અર્જુન છાલનો ઉપયોગ કરવો ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે. અર્જુન છાલનું ચૂર્ણ, યષ્ટિમૂળ અને તેનું લાકડું, બન્નેને  સરખી માત્રામાં લઈને બારીક ચૂર્ણ બનાવી લો. દિવસમાં બે વખત આ ચૂર્ણને દૂધ સાથે લેવાથી ફેફસામાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે તો તે દુર થઇ જાય છે.

ડાયાબીટીશમાં ફાયદેમંદ :-

ડાયાબીટીશમાં અર્જુન વૃક્ષની છાલ, કદમ્બ ના વૃક્ષની છાલ, જાંબુના વૃક્ષની છાલ અને અજમો આ બધું સરખી માત્રામાં લઈને અધકચરું પીસી લો. તેમાં ૨૪ ગ્રામ જેટલું જૌકૂટ લઈને તેને અડધા લીટર પાણીમાં નાખી ઉકાળો બનાવો. ઉકાળો અડધો બાકી રહે એટલે તેને ગાળી લો અને નવસેકો રહે ત્યારે તેનું સેવન કરો. લગાતાર ૩-૪ અઠવાડિયા સુધી સેવન કરવાથી ડાયાબીટીશ માં અવશ્ય ફાયદો થાય છે.

નીલ કમળ, હળદર, આમલકી છાલ, લીમડાની છાલ અને અર્જુન છાલ આ બધું સરખા ભાગે લઈને ચૂર્ણ બનાવી લો. હવે તેમાંથી થોડું ચૂર્ણ લઈને તેનો ઉકાળો બનાવીને તેમાં મધ નાખીને દરરોજ સવારે પીવાથી ડાયાબીટીશ માં ખુબ જ ફાયદો થાય છે.

અર્જુન છાલના અન્ય ઉપયોગો :-

અર્જુન છાલની એક ચમચી ચૂર્ણને એક કપ દૂધમાં નાખીને ઉકાળી લો. દૂધ અડધું રહે એટલે તેમાં થોડીક સાકર નાખીને સેવન કરવાથી શ્વેત પ્રદર ની સમસ્યામાં ખુબ જ રાહત મળે છે.

arjun chal – અર્જુન છાલના ચૂર્ણમાં વાસા ના પાંદડાના રસ ને નાખીને તેને ઉકાળી તેમાં ૨-૩ ગ્રામ જેટલું મધ નાખીને ચાટવાથી ટીબી ની ઉધરસ હોય તો તેમાં રાહત મળે છે.

અર્જુનછાલ ને પીસીને તેમાં મધ નાખીને ફેસ માસ્ક બનાવીને લગાવવાથી ચહેરા પરની કરચલીઓ દુર થાય છે.

અર્જુન વૃક્ષના પાંદડાના રસના ૨-૩ ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવોમતી જાય છે.

અર્જુન છાલ ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો

અર્જુન છાલ નોઉકાડો ક્યારે અને કેવી રીતે પીવો જોઈએ ?

અર્જુન છાલ નો ઉકાળો સવાર અને સાંજ એમ બે ટાઇમ પી શકાય છે અથવા તો દરેક વ્યક્તિની પોતપોતાની શારીરિક ક્ષમતા અનુસાર પીવો જોઈએ.

અર્જુનછાલનો ઉકાળો ભૂખ્યા પેટે પી શકાય ?

હા, અર્જુન છાલનો ઉકાળો ભૂખ્યા પેટે પી શકાય છે.

અર્જુન વૃક્ષને બીજા કયા કયા નામે ઓળખવામાં આવે છે ?

અર્જુન વૃક્ષને ધવલ, કકુભ, નદીસર્જ, કહુઆ અને કોઈ કોઈ જગ્યાએ સાદડી નામથી પણ ઓળખવામાં આવે છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

નગોડ ના ફાયદા | નગોડ નો ઉપયોગ | Nagod na fayda | Nagod no upyog

બ્રાહ્મી ના ફાયદા | બ્રાહ્મી નો ઉપયોગ ઉપચારમા | Brahmi na fayda | Brahmi no upyog

જાસુદ ના ફાયદા | જાસુદ ના નુકશાન | જાસુદ નો ઉપયોગ ઘરેલું ઉપચારમા | jasud na fayda | jasud no upyog

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement