ajnu rashifal gujarati ma 11 November 2021 | આજ નું રાશિફળ ૧૧ નવેમ્બર

આજ નું રાશિફળ ૧૧ નવેમ્બેર ૨૦૨૧ – દૈનિક રાશિફળ ૧૧ નવેમ્બેર ૨૦૨૧ – aaj nu rashifal 11 november 2021 – dainik rashifal gujaratima 11 november 2021

આજ નો દિવસ સિહ અને મિથુન રાશી માટે માટે થોડો મુશકેલી ભર્યો રહેવાની સંભાવના છે વાંચો વિસ્તૃત મા આજ નું રાશિફળ

મેષ રાશિ નું આજનું રાશિફળ (અ,લ,ઈ):-

સમજદારી અને અથાગ પ્રયાસો તમને સફળતા જરૂર અપાવશે,બસ થોડી ધીરજ ધરવાની જરૂર છે. આજે તમને પૈસા ને લગતી બાબતોમાં અડચણો આવી શકે છે, જેના માટે તમે તમારા પિતાજી ની મદદ લઇ શકો છો. આજનો તમારો ઝીંદાદિલ સ્વભાવ, ઉષ્માભર્યો વ્યવહાર તમારી આસપાસના વ્યક્તિઓને ખુશ કરી દેશે. કાર્યસ્થળ પર તમને તમારી કાર્યદક્ષતા દેખાડવા માટે એકાગ્રતા દર્શાવવી પડશે. ઘરમાં વિખેરાયેલી વસ્તુઓ સરખી કરવાનો પ્લાનિંગ કરશો પણ તમને સમય મળી શકશે નહિ. અસહજતા ને કરને તમે તમારા વૈવાહિક જીવનમાં પોતાને ફસાયેલો અનુભવ કરશો, માટે જીવનસાથી સાથે આત્મીયતા કેળવવી અને વાતચીત કરવી.

વૃષભ રાશિ નું આજનું રાશિફળ (બ,વ,ઉ):-

મિત્ર વર્તુળ અથવા પરિવાર સાથે કોઈ પ્રવાસનું આયોજન તમને સુકુન આપશે. સંદિગ્ધ આર્થિક વ્યવહાર કરવામાં સાવચેતી જરૂરી છે. અન્ય વ્યક્તિઓ સાથે સમય પસાર કરવો ફાયદાકારક સાબિત થઇ શકે છે. તમારા પ્રિય પાત્ર સાથે ક્યાંક ફરવા જવનો પ્લાન કરશો, પરંતુ કોઈ કામ ને કારણે તે સફળ થઇ શકશે નહિ, જેના લીધે તમારા પ્રિયપાત્ર સાથે અણબનાવ થઇ શકે છે. આજનો દિવસ ખુબ જ સક્રિય અને અન્ય વ્યક્તિઓ સાથે મેલ મિલાપ નો છે. પરિવારના નાના બાળકો સાથે બહાર ફરવા અથવા શોપીંગમાં જી શકો છો. તમારા જીવનસાથી તરફથી ખુબ જ સારો સમય મળી શકે છે.

મિથુન રાશિ નું આજનું રાશિફળ (ક,છ,ઘ):-

કોઈ જૂની સમસ્યાઓ ફરી ઉભી થવાની સંભાવનાઓ છે, જે તમને માનસિક તણાવમાં મૂકી શકે છે. તમે જેના પ્ર્પુરેપુરો ભરોસો કરો છો બની શકે તે તમને પૂરું સત્ય જણાવી રહ્યું નાં હોય. બીજાને મદદ કરવાનો સ્વભાવ તમને આગળના સમયમાં આવનારી મુશ્કેલીઓ થી બચાવી શકે છે. થોડીક કોશિશ કરો, આવનારો સમય તમારો જરૂર સાથ આપશે કારણકે આજનો દિવસ એ તમારો છે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ થી સંપર્ક કરવો એ તમારા માટે ખુબ જ સારા સંચાર લઈને આવી શકે છે.તમારા જીવનસાથી તરફથી આજ તમને ખુબ જ પ્રશંસા અને પ્રેમ મળશે.

કર્ક રાશિ નું આજનું રાશિફળ (ડ,હ):-

આજના દિવસે તમે ખેલકૂદમાં ભાગ લઇ શકો છો, જેનાથી તમારું શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે. આજ આંખો દિવસ રૂપિયા ની અવર જવર રહેશે અને દિવસ પૂરો થતા થતા તમે રૂપિયાની બચત કરી શકશો. જો તમારા હુકમ ચલાવવા વાળા સ્વભાવને કારણે તમારા અને તમારા પ્રિય પાત્ર વચ્ચે અણબનાવ થઇ શકે છે. બપોર પછીનો સમય તમે તમારા પરિવાર સાથે પસાર કરવાનું પસંદ કરશો. મનોરંજન માટે આજનો દિવસ ખુબજ સારો છે, પરંતુ જો તમે કામ ના સ્થળ પર છો તો સાવધાની રાખવાની જરૂર છે. વ્યવસાયિક લેવડદેવડ માં સાવધાની રાખવી. કામકાજ ના મામલામાં કરેલી યાત્રા લાંબાગળે ફાયદેમંદ સાબિત થઇ શકે છે. તમારા જીવનસાથીના અણધાર્યા કામના લીધે તમારી બીજી યોજનાઓ પૂર્ણ થઇ શકશે નહિ.

સિંહ રાશિ નું આજનું રાશિફળ (મ,ટ):-

આજનો દિવસ તણાવ ભર્યો રહેવાનો છે, માટે અન્ય વ્યક્તિઓ સાથે વાણીવર્તન માં ધ્યાન રાખવું. આજના દિવસે તમે ખુબ જ ધન કમાઈ શકો છો, પરંતુ ધ્યાન રાખવું કે એ હાથમાંથી સરકી નાં જાય. આજના દિવસે કોઈ સારા સમાચાર મળી શકે છે, જે તમને અને તમારા પરિવાર ને ખુબ જ ખુશી આપશે. આજના દિવસે તમે ભૂતકાળની યાદોમાં વ્યસ્ત રહેશો. આજનો તમારો નવરાશનો સમય ઘરની સાફ સફાઈમાં નીકળી જશે. આજનો દિવસ તમે એકાંતમાં વિતાવવાનું વધારે પસંદ કરશો.

કન્યા રાશિ નું આજનું રાશિફળ (પ,ઠ,ણ):-

આજના દિવસે કોઈ વિપરીત લિંગી ની મદદ કરવી તમારા માટે અને તમારા વ્યવસાય માટે ખુબજ આર્થિક લાભ આપી શકે છે. જે વ્યક્તિઓ સાથે તમે રહો છે એ લોકો તમારાથી ખુશ નહિ રહે, ભલે તમે તેમના માટે ઘણું બધું કર્યું હશે. તમારા નજીક ના વ્યક્તિ સાથે તમે તમારી પરેશાની બાટવા માંગશો પરતું તે પોતાની પરેશાની તમને કહીને તમારી મુશ્કેલી વધારી દશે. આજના દિવસે તમે નવા વિચારો થી ભરપુર કામ કરશો અને જે કામ કરવાનું પસંદ કરશો તે કામ માં ધર્યા કરતા વધારે સારું પરિણામ મેળવી શકશો. જીવનસાથી થી વધારે અપેક્ષા રાખવી તમને ઉદાસ કરી શકે છે.

તુલા રાશિ નું આજનું રાશિફળ (ર,ટ):-

આજના દિવસે મિત્રો સાથેનો સહયોગ તમને ખુશ રાખશે. કોઈપણ વ્યક્તિને ઉધાર રૂપિયા આપતા પહેલા સાવધાની રાખવી. તમારા સંવાદ અને સહયોગ ભર્યું વર્તન તમારા અને તમારા જીવનસાથી ના સબંધો વધારે મજબુત બનાવશે. કામ ના બાબતમાં કરેલી યાત્રા ભવિષ્યમાં સારું ફળ આપી શકે છે. જો કોઈ ઈન્ટરવ્યું આપવા જી રહ્યા છો તો દિમાગને ઠંડુ રાખવાની સલાહ આપવામાં આવે છે. આજના દિવસે તમને તમારા કામને ઝડપ થી પૂરું કરવાની કોશિશ કરવી જોઈએ. જીવનસાથી તમારી જરૂરીયાતોને નજરઅંદાજ કરી શકે છે.  

વૃશ્ચિક રાશિ નું આજનું રાશિફળ (ન,ય):-

આજના દિવસે તમે મહેસુસ કરી શકશો કે તમારી આસપાસના વ્યક્તિઓ તમારી પાસેથી વધારે અપેક્ષા રાખે છે પરંતુ ધ્યાન રાખવું કે તમારાથી જેટલું થાય એટલું જ કરવું. જે વ્યક્તિઓ સાથે તમારી વાતચીત ક્યારેક ક્યારેક જ થાય છે તેમની સાથે સંપર્કમાં રહેવાનું રાખવું તમારા માટે ભવિષ્યમાં ફાયદેમંદ સાબિત થઇ શકે છે. એવા વ્યક્તિઓ સાથે સંપર્કમાં રહો જે તમારી ભવિષ્યની સમસ્યાઓ ને હલ કરવમાં તમારી મદદ કરે. પરિવાર ની જરૂરિયાતો ને પૂરી કરતા કરતા તમે ખુદને સમય આપી શાતા નથી તો આજનો દિવસ શ્રેષ્ઠ છે કે તમે તમારી જાત ને સમય આપીને ખુશ રહી શકશો.

ધન રાશિ નું આજનું રાશિફળ (ભ,ફ,ધ):-

તમારા જીવનસાથી નો પ્રેમભર્યો વયવહાર તમને ખુશખુશાલ કરી દેશે. આજના દિવસે પૈસાની અવાર જવર દિવસભર રહેશે અને દિવસ પૂરો થતા થતા તમે બચત કરી શકશો. પરિવારમાં ખુશીનો માહોલ તમને તણાવ થી મુક્ત કરી દેશે. લાંબા સમય થી અટકેલી યોજનાઓ પૂરી થવાની શક્યતાઓ છે.

મકર રાશિ નું આજનું રાશિફળ (ખ,જ):-

તમારી બૌધિક ક્ષમતાઓ તમને તમારામાં રહેલી ખામીઓને દુર કરવામાં મદદ કરશે. દિવસભર સકારાત્મક વિચાર રાખવાની જરૂરત છે. લાંબા સમય થી અટકેલા ઘરના કાર્યો આજે પૂર્ણ થવાની સંભાવના છે. તમારા પ્રિયપાત્ર ને તમારી મુશ્કેલી જણાવવામાં તમે સંકોચ અનુભવશો. આજનો દિવસ તમારા માટે ખુબજ રોમાંચિત અને ખુશીનો રહેશે.

કુંભ રાશિ નું આજનું રાશિફળ (ગ,સ,શ):-

જે વ્યક્તિઓએ કોઈ જગ્યાએ રોકાણ કર્યું હોય તો આજના દિવસે સંભાળીને રહેવું. દરેક વય્ક્તિઓ સાથે અંગત વાતો કરવાથી આજના દિવસે બચવું. સહકર્મચારીઓ અને ઉપરી અધિકારી ના સહયોગથી કામકાજ માં ખુબ જ સફળતા મળી શકે છે. તમારામાં રહેલા આત્મવિશ્વાસનો ભરપુર ફાયદો ઉઠાવો, બહાર ની દુનિયાથી સંપર્કમાં આવો અને નવા નવા મિત્રો બનાવો.

મીન રાશિ નું આજનું રાશિફળ (ડ,ચ,ઝ,થ):-

આજના દિવસે તમે બાળપણ ની યાદોમાં ખોવાયેલા રહેશો. આજના દિવસે તમારી પાસે પૈસા ની તંગી રહેશે. સગાસબંધીઓ અને મિત્રોની અવાર જવર આજે રહેશે. ઓફીસ માં આજે એવું કામ મળી શકે છે જેની તમને લાંબા સમય થી ઈચ્છા હતી. ઓફીસથી આવીને તમે ઘરમાં તમારી પસંદ નું કામ કરી શકશો જેનાથી તમારા મન ને શાંતિ મળશે.