માથાનો ખોડો દુર કરવાના 13 ઘરગથ્થું ઉપાય

how to remove dandruff in Gujarati - ખોડો દૂર કરવાના ઉપાયો

શિયાળો આવતા ની સાથેજ દરેક વ્યક્તિ ને હેરાન કરતી સમસ્યા હોય તો તે છે ખોડો આજે અમે તમારા આવાજ કેટલાક પ્રશ્નો જેવાકે ખોડો દૂર કરવાના ઉપાયો, ખોડો થવાના કારણો , ખોડો કાઢવાની રીત, how to remove dandruff in Gujarati, વિશે માહિતી આપીશું

How to remove dandruff

વાળ આપણા વ્યક્તિત્વ નો એક મહત્વ નું અંગ છે. આપણે બધા વાળ ને સ્વસ્થ અને  ચમકદાર બનાવવા માટે કઈક ને કઈક નવું નવું કરતાજ હોઈએ છીએ અને એમાં પણ ખાસ કરી ને મહિલાઓ વાળ માટે કઈક વધારે જ સમસ્યાઓ નો સામનો કરતી હોય છે જે જલ્દી થી જતી જ નથી, એમાની એક સમસ્યા ખોડો ની છે. જે નાના થી મોટા દરેક વ્યક્તિ ને હેરાન કરે છે.

ખાસ કરી ને આ શિયાળા ની મૌસમ માં તો ખોડા ની સમસ્યા વધારે જોવા મળે છે અને જો આપણે ખોડો થયા ની શરૂઆત થી જ જો ધ્યાન નથી આપતા તો આપણા વાળ ખરાબ થઇ શકે છે.

એવા માં આપણે કેટલાક ઘરેલું ઉપચાર અપનાવી શકીએ છીએ.આજ ના ફેશન ના અને વિવિધ પ્રકાર ની સ્ટાઈલ ના જમના માં અમે અમારા આ લેખ માં તમને અમુક ઘરેલું ઉપચાર જણાવીશું, જે તમને ખોડો ની સમસ્યા ને દૂર કરવામાં મદદરૂપ થશે.

ખોડો શું છે?

ખોડો એ સ્કેલ્પ સંબંધિત એક વિકાર છે, જેમાં આપણા માથા માંથી સફેદ મૃત કોશિકાઓ ખરવા લાગે છે. જેને આપણે ચોક્ખીરીતે જોઈ શકીએ છીએ. આમાં વ્યક્તિ ને વાળ માં ખંજવાળ આવે છે.

આની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે  જેમકે , ચામડી માં  ખંજવાળ આવવી, ફૂગ  થવી, અને ખોડા ને બનાવતા બેક્ટેરિયા નું પ્રમાણ વધી જવું અને આ ખોડો ની સમસ્યા લગભગ બધા ને પરેશાન કરતી જ હોય છે. આ લેખ માં અમે તમને ખોડો થવાના કારણ અને તેને દૂર કરવાના ઉપાયો વિશે વિસ્તાર પૂર્વક જાણકારી આપશું.

ખોડો કેટલા પ્રકાર ના હોય છે:

બેકટેરીયલ ખોડો: આપણા વાળ ની સ્કેલ્પ માં રહેલા બેક્ટેરિયા જે ખોડા ને કાબુ માં રાખે છે. અથવા તો એમ કહીએ કે થવા નથી દેતા, તેના અસંતુલન ને કારણે આ બેકટેરીયલ ખોડો થઈ શકે છે.

ડ્રાય સ્કીન નો ખોડો: જે વ્યક્તિની ની સ્કેલ્પ ની ચામડી ડ્રાય હોય તેને ખોડો થઇ શકે છે. એનું મુખ્ય કારણ મૌસમમાં આવતો બદલાવ અને સ્કેલ્પ માં ભેજ ની કમી હોય છે.

સેબોરેહિક ડરમેંટાઇસ : ખોડા નો આ એક ગંભીર પ્રકાર છે. જેમાં તમારા સ્કેલ્પ માં ખુબજ ખંજવાળ આવે છે, અને ત્વચા લાલ થઇ જાય છે સાથે સાથે સફેદ પોપડા જેવું ખરવા લાગે છે,How to remove dandruff.

ખોડો થવાના મુખ્ય કારણો :

મેલેસેઝીયા(malassezia) , આ એક પ્રકાર ની ફૂગ છે. જે  માણસો અને જાનવરો માં જોવા મળે છે. જે ચામડી માં સોજો અને ચેપ નું મુખ્ય કારણ છે, જેનાથી ખોડો થઇ શકે છે, ડ્રાય સ્કીન, ખોડો થવાનું સૌથી જવાબદાર કારણ છે,પ્રદુષણ ના લીધે વાળ માં મેલ જામી જવો, સમયાંતરે શેમ્પૂ ના કરવું,એવી પ્રોડક્ટ વાપરવી જે તમારા વાળ ને અનુકુળ ના હોય.

ચાલો હવે જાણીએ કે કેવી રીતે ઘરેલું ઉપચાર થી ખોડા ને દૂર કરી શકાય – how to remove dandruff in Gujarati.

આંબળા ના ઉપયોગ થી ખોડા ને દૂર કરો:

આમળા એક પ્રકાર ના ટોનિક નું કામ કરેછે. આમળા માં રહેલ વિટામીન એ અને વિટામીન સી ખોડા ને જલ્દી થી દૂર કરવામાં મદદ કરે છે.

૨ ચમચી આંબળા પાવડર અને એક કપ નારિયેળ/ઓલીવ ઓઈલ ને મિક્ષ કરી ને ગરમ કરો. જ્યાં સુધી તેલ નો રંગ ભૂરો ના થાય ત્યાં સુધી ઉકાળો અને ઠંડુ થયા બાદ વાળ માં લગાવો. ત્યાર બાદ શેમ્પૂ કરી લ્યો.

લીલી ચાય નું તેલ ( tea tree oil):

ટી ટ્રી ઓઈલ માં રહેલો અન્ટી ફંગલ ગુણ ખોડા માટે અસરકારક નીવડે છે. પાંથી માં થવા વાડી ફૂગ ને રોકવામાં મદદ કરે છે,જો તમને કોઈ પણ પ્રકાર ની એલર્જી ની સમસ્યા હોય તો  ટી ટ્રી ઓઈલ નો ઉપયોગ કરવો નહિ.

૨થી ૩ ટીપા બાદમ અથવા જોજોબા તેલ માં ૨ થી ૩  ટીપા ટી ટ્રી ઓઈલ ને મિક્ષ કરી લ્યો. ત્યાર બાદ રૂં ની મદદ થી વાળ ની પાંથી માં લગાવી લ્યો.

જો તમે ઈચ્છો તો આખી રાત લગાવી શકો છો અને સવારે  કોઈ પણ આયુર્વેદિક શેમ્પૂ  થી ધોઈ નાખવું, તમે શેમ્પૂ માં આ ટી ટ્રી ઓઈલ મિક્ષ કરી ને પણ વાળ ધોઈ શકો છો.

બેકીગ સોડા – How to remove dandruff :

સોડામાં રહેલ એન્ટી ફંગલ ગુણ ખોડા ને દૂર કરવામાં મદદ કરે છે. જો કોઈ વ્યક્તિ ને એલર્જી ની સમસ્યા હોય તો વાળ માં લગાવતા પહેલા પેચ ટેસ્ટ કરી લેવું.

વાળ ને ભીના કરીને એક થી બે ચમચી બેકીગ સોડા લઇ ને સ્કેલ્પ માં ૧ થી ૨ મિનીટ જ રાખી ને વાળ ને શેમ્પૂ કરી લેવું. તમે શેમ્પૂ માં મિલાવી ને પણ વાપરી શકો છો.અઠવાડિયા માં ૨ વખત આનો ઉપયોગ કરી શકો છો.

સફરજન નું વિનેગર – apple cyder vinegar:

સફરજન ના વિનેગર માં રહેલા તત્વો સ્કેલ્પ માં રહેલા પી.એચ ના સ્તર ને સંતુલિત રાખે છે. જેના લીધે માથા માં યીસ્ટ નું પ્રમાણ ઓછુ થતું જાય છે, અને ખોડા ની સમસ્યા માં રાહત મળે છે.

apple cyder vinegar – સફરજન નું વિનેગર ફક્ત સ્કેલ્પ ને જ સાફ કરવાનું કામ કરે છે, સાથે સાથે ખોડા ને પણ દૂર કરે છે. ઓલીવ ઓઈલ સાથે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો.

તમને જોઇશે, ૨-૪ ચમચી સફરજન નું વિનેગર અને ૨-૪ ચમચી પાણી. એક બાઉલ માં વિનેગર અને પાણી ને મિક્ષ કરી ને શેમ્પૂ કરેલા વાળ માં લગભગ ૧૫ મિનીટ રહેવા દો. ત્યાર બાદ ફક્ત સાદા પાણી થી વાળ ને ધોઈ લ્યો.

બારમાસી નું તેલ:

બારમાસી ના તેલ માં રહેલો એન્ટીફંગલ ગુણ ખોડા ને દૂર કરવામાં ઉપયોગી થાય છે.

તમે જે શેમ્પૂ વાપરતા હોવ એમાં બારમાસી ના તેલના ૨ થી ૩ ટીપા નાખી ને વાળ ધોઈ શકાય છે, અઠવાડિયા માં એક થી બે વાર આનો ઉપયોગ કરવો.

લેમનગ્રાસ  તેલ:

આ તેલ  આયુર્વેદિક ગુણોથી ભરપુર છે. ફક્ત ભોજન બનાવવા માં નહિ પણ બીજી ઘણી દવાઈઓ બનાવવા માટે પણ વપરાય છે.

આ તેલ માં રહેલું એન્ટીફંગલ ગુણ ખોડા ને દૂર કરવામાં મદદ કરે છે. આ તેલ તમને બજાર માં તથા ઓનલાઈન પણ મળી રહે છે.

૨ થી ૩ ટીપા લેમનગ્રાસ તેલ ના શેમ્પૂ માં નાખી ને તેના વડે હલકા હાથે સ્કેલ્પ માં મસાજ કરો. ત્યારબાદ સાદા પાણી થી વાળ ધોઈ લો. અઠવાડિયા માં ૨ વાર તમે અનો ઉપયોગ કરી શકો છો.

દહીં નો ઉપયોગ:

દહીંમાં લેક્ટ્ટોબેસિલસ પેરાંસેસી નામ ના બેક્ટેરિયા હોય છે. જે વાળ માં ખોડા ને જલ્દી થી થવા દેતા નથી. અથવા તો કહી શકાય કે અટકાવે છે. આનો તમારે દર ૧૫ દિવસે ઉપયોગ કરી શકો છો.

એક કપ દહીં ને અથવા તો તમારા વાળ ના ગ્રોથ મુજબ શેમ્પૂ કરેલા વાળ માં ૧૫ થી ૨૦ મિનીટ લગાવી રાખો. ત્યારબાદ ફરી વાળ ને શેમ્પૂ વડે ધોઈ નાખવા.

લીમડા નું તેલ:

આપને સૌ જાણીએ છીએ કે લીમડો એક બહુ જ ગુણકારી વ્રુક્ષ છે, જેના પાંદ અનેક ગુનો થી ભરપુર છે. ખોડો દૂર કરવા માટે આ પાંદડા ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.

લીમડા માં ઘણા બધા આયુર્વેદિક  ગુણો છે. લીમડા માં ફૂગ ને દૂર કરવાનો ગુણ હોય છે. એટલે જ આપને ખોડા ને ફૂગ ને દુર કરવા લીંબડા ના પાંદડા નો ઉપયોગ કરી શકીએ છીએ.

લીમડા નું તેલ બનાવવા માટે સૌ પ્રથમ જરૂરત પ્રમાણે લીમડા ના પાંદડા લ્યો. ત્યારબાદ તેને  નારિયેળ ના તેલ માં નાખીને ૩૦ મિનીટ ધીમાંતાપે ઉકાળો.

ઠંડુ પડી જાય એટલે ગરણી ની મદદ થી ગાળી ને બોટલ માં ભરી લ્યો. રાત્રે આ તેલ ને માથા માં પાંથી પાડી ને સારી રીતે મસાજ કરી ને લગાવો. અને સવારે શેમ્પૂ થી ધોઈ લ્યો.

નીલગીરી નું તેલ:

નીલગીરી નું તેલ ખોડા ને દૂર કરવામાં મદદ કરે છે. નીલગીરી નો અર્ક વાળ માં રહેલી ડ્રાયનેસ  ને દૂર કરે છે.

૨ થી ૩ ટીપા નીલગીરી નું તેલ અને ૨ થી ૩ ટીપા  નારિયેળ  તેલ ના મિક્ષ કરી ને વાળ ની પાથીએ પાથીએ લગાવી ને ૩૦-૩૫ મિનીટ વાળ માં રહેવા દો પછી સાદા પાણી વડે વાળ ધોઈ લ્યો.

મેથી દાણા :

બીજા બધા આયુર્વેદિક ઉપચાર ની જેમ મેથી પણ ખોડો દૂર કરવામાં ખુબ જ મદદ કરે છે. સાથે સાથે ફંગલ ની સમસ્યા પણ થવા દેતી નથી તેમજ ખરતા વાળ ને પણ  અટકાવે છે.

૨ થી ૩ ચમચી મેથી ના દાન ને રાત્રે પલાળી લો. સવારે તેની ફાઈન પેસ્ટ બનાવી ને તેને દહીં અથવા નારિયેળ ના તેલ સાથે મિક્ષ કરી ને અડધા કલાક સુધી વાળમાં રહેવા દો. ત્યાર બાદ શેમ્પૂ વડે વાળ ને ધોઈનાખો, ૧૫ થી ૨૦ દિવસે આ ઉપાય કરવો.

લીંબૂ નો ઉપયોગ કરો:

જેમ કે આગળ લેખ માં મેલેસેઝિયા વિષે માહિતી મેળવી, જે એક પ્રકાર ની ફૂગ છે અને એ કારણે પણ છે ખોડો થવાનું. અહી લીંબૂ માં રહેલ એન્ટી ફંગલ ગુણ જે ખોડો અને ફૂગ ને દૂર કરે છે.

તેથી લીંબૂ નો ઉપયોગ તમે ખોડો દૂર કરવા કરી શકો છો,ધ્યાન રાખવું કે જો તમને માથા માં કઈ પણ વાગ્યું હોય તો લીંબૂ નો આ ઉપયોગ ટાળવો.

એક ચમચી લીંબૂ ના રસ ને પાંચ ચમચી નારિયેળ ના તેલ માં મિક્ષ કરી ને નહાવા ના ૩૦ મિનીટ પહેલા વાળ માં લગાવી લો. ત્યારબાદ કોઈ પણ આયુર્વેદિક શેમ્પૂ  થી વાળ ધોઈ લ્યો.

લસણ નો ઉપયોગ કરી :

ઘણા બધા એન્ટીડેન્ડ્રફ શેમ્પૂ માં લસણ નો ઉપયોગ થાય છે. લસણ માં એન્ટી ફંગલ ગુણ હોવાથી ખોડા ને દૂર કરવામાં મદદ કરે છે,

ઓલીવ ઓઈલ સાથે લગાવાનો ફાયદો એ છે કે તેમાં રહેલ OLIYOROPIN  નામનું તત્વ. જે વાળ ને સ્વસ્થ રાખવામાં ખુબ જ મદદ કરેછે.

એક થી બે લસણ ની કડી ને છોલી ને કચડી ને એક કપ ઓલીવ ઓઈલ સાથે મિક્ષ કરી ગરમ કરો. ઠંડુ થઇ ગયા પછી વાળ ની પાથી પાડી લગાવો લગભગ અડધા કલાક પછી શેમ્પૂ કરી લ્યો.

અઠવાડિયા માં બે વખત તમે અનો ઉપયોગ કરી શકો છો, how to remove dandruff.

એલોવેરા નો ઉપયોગ કરો :

એલોવેરા માં રહેલા એનટીબેકટેરીયલ અને એન્ટીફંગલ  ગુણ ખોડા ને દૂર કરવામાં ખુબ જ કારગર  સાબિત થાય છે. એટલું જ નહિ તમારા વાળ ને મોશચ્યુંરીઝ પણ કરે છે અને તમારા વાળ સિલ્કી પણ બની જાય છે.

એ માટે તમને જોઇશે એલોવેરા જેલ. એલોવેરા જેલ બનવા માટે, એલોવેરા ની એક પાંદ કાપીને એક કલાક સુધી એમનું એમ રહેવા દો. તેમાં રહેલું પીળા રંગ  નું ચીકણો પદાર્થ નીકળી જવો જોઈએ.

એ નીકળી જાય પછી જેલ ને કાઢી ને  તમારા વાળ ના ગ્રોથ પ્રમાણે જેલ અને થોડું નારિયેળ નું તેલ નાખી ને મીક્ષર માં ક્રશ કરી ૩૦ મિનીટ સુધી વાળ માં રહેવા દો. ત્યારબાદ શેમ્પૂ વડે વાળ ને ધોઈ લો. ધ્યાન રહે કે  જેલ લગાવતા પહેલા તમારા વાળ કોરા હોવા જોઈએ.

How to remove dandruff – ખોડો દૂર કરવાના બીજા ઉપાયો :

બને તેટલી વધારે માત્રા માં પાણી પીવો,વાળ ની ત્વચા ને સુકી થવા ના દયો,દાંતિયો હમેશા સાફ રાખો,વધારે પડતા HAIR STYLING ઉપકરણો નો ઉપયોગ ટાળવો,how to remove dandruff in Gujarati.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

કાચા બટાકા નો આ રીતે રસ પીવાથી માઈગ્રેન જેવી અનેક સમસ્યામાં ફાયદો મળે છે

બાળકોને શરદી ઉધરસ ની સાથે કફ થવાના કારણ અને તેને દૂર કરવાના ઉપાય

પપૈયા ના ફાયદા | કાચા પપૈયા ના ફાયદા | kacha papaya benefits in gujarati

તલ નું તેલ બાળકો ને માલીશ પેઢા નો સોજો જેવી બીજી 7 સમસ્યા મા કરે છે ઉત્તમ ફાયદો | તલ ના તેલ ના ફાયદા| તલ ના તેલ નો ઉપયોગ | tal na tel na fayda | tal na tel no upyog

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે