ફરાળી કચોરી બનાવવાની રીત | farali kachori banavani rit | farali kachori recipe in gujarati

ફરાળી કચોરી બનાવવાની રીત - farali kachori recipe in gujarati - farali kachori recipe - upvas kachori
Image credit – Youtube/Gharpasand Food
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Gharpasand Food  YouTube channel on YouTube  આજે આપણે ફરાળી કચોરી બનાવવાની રીત – farali kachori banavani rit શીખીશું વ્રત ઉપવાસમાં ખાઈ શકાય ને બધા ને ખૂબ પસંદ આવે એવી કચોરી બનાવવી ખૂબ સરળ છે તો ચાલો જાણીએ farali kachori recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ફરાળી કચોરી નું પૂરણ બનાવવા માટેની સામગ્રી

 • છીણેલું નારિયેળ 1 ½ કપ
 • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
 • ઝીણા સમારેલા લીલાં મરચા 2-3
 • કાજુના ટુકડા 3-4 ચમચી
 • પિસ્તા ની કતરણ 2-3 ચમચી
 • કીસમીસ 7-8
 • ખાંડ 1 ચમચી
 • શેકેલ સીંગદાણા નો ભૂકો 2-3 ચમચી
 • સફેદ તલ 1 ચમચી
 • સ્વાદ મુજબ મીઠું
 • ખસખસ 1 ચમચી
 • જીરું ½ ચમચી
 • ઘી 1 ચમચી

ફરાળી કચોરી નું ઉપરનું પડ બનાવવા માટેની સામગ્રી

 • બાફેલા બટાકા 3-4
 • ફરાળી લોટ 2-3 ચમચી
 • સ્વાદ મુજબ મીઠું
 • કોટીંગ માટે ફરાળી લોટ 5-6 ચમચી
 • તરવા માટે તેલ

ફરાળી કચોરી નું પૂરણ બનાવવાની રીત

સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા નાખો પછી એમાં કીસમીસ નાખી ને ને ત્રણ સેકન્ડ શેકો ત્યાર બાદ એમાં ખસખસ, સફેદ તલ, સીંગદાણા ભૂકો અને ફરાળી મીઠું સ્વાદ મુજબ નાખી મે મિક્સ કરો

હવે એમાં કાજુ ના કટકા અને પિસ્તા ની કતરણ નાખો ત્યાર બાદ એમાં છીણેલું નારિયેળ ને ખાંડ નાંખી એક બે મિનિટ શેકી લ્યો ને મિશ્રણ બરોબર શેકી લીધા બાદ ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને તૈયાર મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી ને ઠંડા  થવા મૂકો

Advertisement

કચોરી નું પડ બનાવવાની રીત

એક વાસણમાં બાફી ને છીણીલા બટાકા લ્યો એમાં ફરાળી લોટ ને સ્વાદ મુજબ ફરાળી મીઠું ને બરોબર મિક્સ કરી લ્યો

ફરાળી કચોરી બનાવવાની રીત | farali kachori recipe in gujarati

તૈયાર કરેલ બટાકા ના મિશ્રણ માંથી જે સાઇઝ ની કચોરી બનાવી છે એ સાઇઝ નું મિશ્રણ લ્યો ને એમાં વચ્ચે દબાવી ને હોલ કરી લ્યો ને પૂરણ ભરી શકાય એ રીતે કટોરી બનાવો ને વચ્ચે તૈયાર કરેલ પૂરણ ની એક ચમચી મૂકી ફેરવતા જઈ બંધ કરી ને ગોળ આકાર આપી દયો

તૈયાર કચોરી ને ફરાળી લોટ માં ફેરવી ને કોટીંગ કરી એક પ્લેટ માં મૂકતા જાઓ આમ બધી જ કચોરી ભરી ને તૈયાર કરી લ્યો ને ફરાળી લોટ થી કોટીંગ કરી પ્લેટ માં મૂકતા જાઓ

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી એમાં તૈયાર કચોરી નાખી ને કચોરી ને થોડી વાત પછી ઝારા થી ફેરવી ફેરવીને ગોલ્ડન તરી લ્યો  આમ બધી જ કચોરી ગોલ્ડન તરી ને તૈયાર કરી લ્યો ને તૈયાર કચોરી ને ચટણી સાથે સર્વ કરો ફરાળી કચોરી.

farali kachori banavani rit | upvas kachori recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Gharpasand Food ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સોજી નો ક્રિસ્પી નાસ્તો બનાવવાની રીત | Soji no krispi nasto banavani rit

નાનખટાઈ બનાવવાની રીત | Nankhatai recipe in Gujarati | nankhatai banavani rit

દાલ બાટી ચુરમા બનાવવાની રીત | dal bati churma banavani rit | dal bati churma recipe in gujarati

ગાર્લિક બટર નાન બનાવવાની રીત | Garlic Butter Naan banavani rit | Garlic Butter Naan recipe in ujarati

ડુંગળીના ભજીયા બનાવવાની રીત | Dungri na bhajiya banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement