ચકોતરું ના ફાયદા અને નુકશાન | ચકોતરા નો ઉપયોગ વિવિધ સમસ્યાઓ મા

ચકોતરું ના ફાયદા અને નુકશાન - chakotra na fayda - pomelo benefits in Gujarati

આજ ના આર્ટીકલ મા મેળવીશું માહિતી ચકોતરા વિશે તેમાં ચકોતરુ ખાવાના ફાયદા અને વિવિધ સમસ્યામાં ચકોતરા નો ઉપયોગ કરવાની રીત જણાવીશું, Chakotra na fayda, Pomelo benefits in Gujarati

ચકોતરુ | Chakotra | Pomelo

ગ્રેપફ્રુટ જેને આપણે હિન્દી અને ગુજરાતી બન્ને માં ચકોતરા તરીકે ઓળખીએ છીએ. ચકોતરું એ લીંબૂ અને સંતરાની પ્રજાતિ નું ફળ છે.

સંતરાની તુલનામાં ચકોતરા માં સાઈટ્રીક એસીડ વધારે માત્રામાં હોય છે અને શુગર ઓછું હોય છે. કાચા ચકોતરા નો રંગ લીલો હોય છે અને પાક્યા પછી થોડોક નારંગી રંગ નો થઇ જાય છે.

તે સ્વાદમાં ખાટું મીઠું હોય છે, ભારત માં તેની ખેતી પુષ્કળ પ્રમાણ માં થાય છે સ્વાસ્થ્ય માટે ચકોતરું ખુબ જ ફાયદાકારક હોય છે.

ચકોતરા માં ઘણા બધા પોષકતત્વો હોય છે. પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, વગેરે ખનીજ તત્વોથી ભરપૂર છે. વિટામીન એ અને વિટામીન સી પણ હોય છે. જે શરીર ની ઈમ્યુંનીટી વધારે છે.

ચાલો જાણીએ ચકોતરું ના ફાયદા અને ઘરગથ્થું ઉપાયો.

ચકોતરું ના ફાયદા અને ઘરેલું ઉપચાર

ચકોતરા માં કુદરતી રીતે જ કેનીન નામનું દ્રવ્ય હોય છે જે મેલેરિયા તાવમાં ખુબ જ લાભકારી છે તાવ થી રાહત મેળવવા માટે ચકોતરા નું નિયમિત સેવન કરવું જોઈએ.

સંધિવા માં ચકોતરા નું સેવન કરવું ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. ચકોતરા માં કેલ્શિયમ ભરપૂર પ્રમાણ માં હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે અને સંધિવા ને દૂર કરે છે ઓછું કરે છે.

ચકોતારું પચવામાં એક્દમ હલકું હોય છે પાચનક્રિયાને સરખી રાખવા માટે ચકોતરા નું સેવન કરવું જોઈએ. તેમાં રહેલો ખાટો મીઠો સ્વાદ ખોરાકને આરામ થી પચાવી નાખે છે.

વાળ ને મજબૂત બનાવવવા માટે ચકોતરું ખુબ જ ઉપયોગી છે ચકોતરા માં વિટામીન-“સી” એન્ટી ઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે વાળ ના મુળિયા ને મજબૂત બનાવે છે.

જે વ્યક્તિઓને અનિદ્રા ની સમસ્યા છે તેઓએ ચકોતરા નું સેવન કરવું જોઈએ, તેઓએ ચકોતરા નું જ્યુસ દરરોજ પીવો જોઈએ.

શરીરમાં કોલેસ્ટ્રોલ ની માત્રા લેવલ માં હોવી ખુબ જ જરૂરી છે કોલેસ્ટ્રોલ વધી જવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઇ શકે છે અથવા તો પથરી ની સમસ્યા પણ થઇ શકે છે.

કોલેસ્ટ્રોલ ને નિયંત્રિત રાખવા માટે ચકોતરા નું સેવન કરવું હિતાવહ છે તેમાં રહેલા ખનીજ તત્વો અને વિટામિન્સ કોલેસ્ટ્રોલ ને નિયંત્રિત રાખે છે.

દરરોજ નિયમિત રીતે ચકોતરા નું જ્યુસ પીવાથી શરીર ને લાગતો વધારાનો થાક દૂર કરી શકાય છે તેમાં રહેલા વિટામિન્સ અને નોનકેટન શરીર ને ઉર્જા પૂરી પાડે છે.

Chakotra na fayda ane gharelu upchar | Pomelo benefits in Gujarati

કબજીયાત ની સમસ્યા વાળા વ્યક્તિઓએ ચકોતરા નું સેવન અવશ્ય કરવું જોઈએ અથવા ચકોતરા નું જ્યુસ બનાવીને પણ પીવું જોઈએ તેમાં રહેલા વિટામીન સી ફાઈબર ને ઉત્તેજીત કરે છે અને પાચનક્રિયા મજબૂત બનાવે છે.

ચકોતરા માં વિટામીન સી અને બીટા કેરોટીન નામનું તત્વ હોય છે, જે આંખો નું તેજ વધારવામાં મદદ કરે છે આંખો નું તેજ વધારવામાટે ચકોતરા નું સેવન ફાયદાકારક સાબિત થાય છે.

ચકોતરા નો જ્યુસ પીવાથી પેશાબ સબંધિત લગભગ બધી સમસ્યાઓ માંથી છુટકારો મેળવી શકાય છે ચકોતરમાં પોટેશિયમ, વિટામીન સી ની માત્રા સર પ્રમાણ માં હોય છે.

લીવર ની સમસ્યામાં ચકોતરું ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે, ચકોતરા ના સેવન થી લીવર માં રહેલા ઝેરી પદાર્થો જે લીવર ને કમજોર બનાવે છે તે દૂર થાય છે.

દાંત ના પેઢા માંથી જો લોહી નીકળે છે તો ચકોતારનું સેવન કરવાથી તે સમસ્યા દૂર કરી શકાય છે.

પથરી ની સમસ્યામાં દરરોજ આખા દિવસ માં ૧ લીટર જેવું ચકોતરા નું જ્યુસ પીવાથી ખુબ જ ફાયદો થાય છે.

ચકોતરા માં વિટામીન એ અને સી મળી રહે છે સાથે સાથે ખનીજ તત્વો અને એન્ટી ઓક્સીડેન્ટ પણ હોવાથી ચકોતરા માંથી બનાવેલો ફેસ માસ્ક લગાવવાથી સ્કીન ને ઘણો જ ફાયદો થાય છે,

તેનો ફેસ પેક ત્વચાને ચમકીલી અને ટાઈટ બનાવે છે કરચલીઓ જલ્દી પડતી નથી.

ચકોતરા ના નુકસાન

જો તમે કોઈપણ પ્રકાર ની દવાઈ નું સેવન કરો છો ચકોતરા નું જ્યુસ પીવું જોઈએ નહિ.

જે વ્યક્તિઓને એલર્જીની સમસ્યા છે તેઓએ ચકોતરા નું સેવન કરવું જોઈએ નહિ.

ચકોતરા ને સંબંધિત લોકો ને મુજવતા પ્રશ્નો

ચકોતરું ખાવાનો સૌથી શ્રેષ્ઠ સમય કયો છે?

પાચનક્રિયા ને સારી બનાવવા માટે જમ્યા પહેલા ચકોતરા નું સેવન કરવું જોઈએ, એ શ્રેષ્ઠ સમય છે.

ચકોતરા ને અંગ્રેજી માં શું કહેવાય છે?

ચકોતરા ને અંગ્રેજી માં “grapefruit” અને “pomelo”  કહેવાય છે.

શું ચકોતરું દરરોજ ખાઈ શકાય?

હા,ચકોતરા નું સેવન દરરોજ કરી શકાય છે. દરરોજ ૨ કપ ચકોતરા નું સેવન કરવાથી ઘણા ફાયદાઓ થાય છે.

શું ચકોતરા નું સેવન ડાયાબીટીશ માં કરી શકાય છે?

હા,ચકોતરા નું સેવન ડાયાબીટીશ માં કરી શકાય છે, ચકોતારું શુગર ને કંટ્રોલ માં રાખવાનું કામ કરે છે.

શું ચકોતરું ખાવું વાળ માટે ફાયદેમંદ છે?

હા ચકોતરા નું સેવન કરવાથી વાળ ને ઘણો ફાયદો થાય છે, તેમાં રહેલા વિટામીન-એ અને વિટામીન-સી વાળ વધારવામાં મદદ કરે છે, વાળ ને ચમકદાર બનાવે છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

મોઢા ના છાલા દુર કરવાના ઘરઘથ્થુ ઉપચાર | Modha na chanda na upay

કીવી ફળ ના ફાયદા | વિવિધ સમસ્યાઓ મા કીવી નો ઉપયોગ કરવાની રીત | kiwi khavana fayda | kiwi fruit benefits in Gujarati

ફણગાવેલા મગ ના ફાયદા અને નુકશાન | Fangavela mag na fayda | Fangavela mag benefits in Gujarati

તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદા અને નુકશાન | Tamba na vasan ma pani pivana fayda

એલચી ના ફાયદા | એલચી નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા | Elchi na fayda in Gujarati

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે