માવા મોદક અને પાન મોદક બનાવવાની રીત | Mava modak ane pan modak banavani rit

માવા મોદક અને પાન મોદક બનાવવાની રીત - Mava modak ane pan modak banavani rit - Mava modak and pan modak recipe in gujarati
Image credit – Youtube/Mrunal's Kitchen
Advertisement

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે માવા મોદક અને પાન મોદક બનાવવાની રીત – Mava modak ane pan modak banavani rit શીખીશું, do subscribe Mrunal’s Kitchen YouTube channel on YouTube If you like the recipe , ગણેશ ચતુર્થી ના દિવસે ગણેશજી ને ભોગ લગાવવા માટે ઘરો ઘર મોદક બનતા હોય  છે. આપણે પણ આજે માવા મોદક અને પાન મોદક બનાવતા શીખીશું. ખૂબ જ ઓછી સામગ્રી થી અને ખૂબ જ ઓછા ખર્ચ માં આ મોદક બની ને તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે ગણેશ ચતુર્થી સ્પેશિયલ Mava modak and pan modak recipe in gujarati શીખીએ.

માવા મોદક અને પાન મોદક બનાવવા જરૂરી સામગ્રી

  • ઘી ૨+૧ ચમચી
  • દૂધ ૧ કપ
  • મિલ્ક પાવડર ૨ કપ
  • એલચી પાવડર ૧/૪ ચમચી
  • ગ્રીન ફુડ કલર ૨ ટીપાં
  • ગુલકંદ ૨ ચમચી
  • કાજુ, બદામ અને પીસ્તા ના બારીક ટુકડા ૨ ચમચી

માવા મોદક અને પાન મોદક બનાવવાની રીત | Mava modak and pan modak recipe in gujarati

માવા મોદક બનાવવાની રીત

માવા મોદક બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ધી નાખો. ત્યાર બાદ તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી મિક્સ કરી લ્યો. એક પણ ગાંઠા ન રહે તે રીતે સરસ થી હલાવી ને મિક્સ કરો.

ત્યાર બાદ તેમાં ફરી થી એક ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં ખાંડ નાખો. હવે તેને  સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે મિશ્રણ સરસ થી ઘટ થઈ જાય અને કઢાઇ માં ચોટવનું બંધ થઇ જાય ત્યાં સુધી ધીમા તાપે તેને હલાવતા રહો. ત્યાર બાદ તેમાં એલચી પાવડર નાખો અને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

Advertisement

ત્યાર બાદ એક પ્લેટ ને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં મિશ્રણ ને ઠંડું થવા દયો. મિશ્રણ ઠંડુ થાય એટલે હાથ માં થોડું ઘી લગાવી મિશ્રણ ને ગુંથી ને એક ભેગુ કરી લ્યો. હવે તેના બે ભાગ કરી દયો. તેમાંથી એક ભાગ ન સાઇડ પર રાખી દયો.

હવે મોદક માટેનું મોલ્ડ લ્યો. હવે તેને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં મિશ્રણ ભરી ને સરસ થી મોદક બનાવી લ્યો. અને એક પ્લેટ માં રાખતા જાવ. આવી રીતે બધા માવા મોદક બનાવી ને તૈયાર કરી લ્યો.

પાન મોદક બનાવવાની રીત

પાન મોદક બનાવવા માટે સૌથી પેહલા તેનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ. એના માટે એક બાઉલ માં બે  ચમચી જેટલું ગુલકંદ નાખો. હવે તેમાં કાજુ, બદામ અને પીસ્તા ના બારીક ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું પાન મોદક માટેનું સ્ટફિંગ.

મિશ્રણ માંથી એક ભાગ જે સાઇડ પર રાખ્યો હતો તેમાં ગ્રીન ફૂડ કલર નાખો. અને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. મિશ્રણ નો સરસ પાન કલર તૈયાર થઈ જશે.

હવે મોલ્ડ માં થોડું મિશ્રણ નાખો. અને આંગળી થી પ્રેસ કરી વચ્ચે થોડું જગ્યા બનાવો. હવે તેમાં થોડું સ્ટફિંગ નાખો. હવે ફરી થી થોડું મિશ્રણ નાખી મોદક ને દબાવી લ્યો. હવે તેમાંથી સરસ થી મોદક તૈયાર થઈ જશે. આ રીતે બધા પાન મોદક બનાવી ને તૈયાર કરી લ્યો.

હવે તૈયાર છે ગણેશ ચતુર્થી સ્પેશિયલ ગણેશજી માટેના માવા મોદક અને પાન મોદક.

Mava modak and pan modak recipe notes

  • સ્વીટ મિલ્ક પાવડર હોય તો ખાંડ નાખવી નહિ.

Mava modak ane pan modak banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Mrunal’s Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પર્યુષણ સ્પેશિયલ મગ નું ખાટું મીઠું શાક અને મસાલા પૂરી બનાવવાની રીત | Paryushan special mag nu khatu mithi shak ane masala puri banavani rit

વાલોર નુ શાક બનાવવાની રીત | valor nu shaak banavani rit | valor nu shaak recipe in gujarati

ચુરમુર બનાવવાની રીત | churmur banavani rit | churmur recipe in gujarati

બટાકા નો હલવો બનાવવાની રીત | bataka no halvo banavani rit | bataka no halvo recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement