આમળા નો છૂંદો બનાવવાની રીત | Aamla no chundo banavani rit

આમળા નો છૂંદો - Aamla no chundo - આમળા નો છૂંદો બનાવવાની રીત - Aamla no chundo banavani rit
Image credit – Youtube/Simran's Kitchen Hindi
Advertisement

ઘરે આમળા નો છૂંદો બનાવવાની રીત – Aamla no chundo banavani rit શીખીશું , do subscribe Simran’s Kitchen Hindi YouTube channel on YouTube If you like the recipe ,શિયાળા ની ઋતુ માં આમળા માર્કેટ માં સરળતાથી મળી જાય છે. અને આમળા આપણી આંખ , વાળ અને આપણી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. આજે આપણે આમળા થી ખૂબ જ ટેસ્ટી અને ચટપટો છૂંદો બનાવતા શીખીશું. એકવાર બનાવ્યા પછી તેને સ્ટોર કરી ને રાખી શકાય છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી આમળા નો છૂંદો બનાવતા શીખીએ.

આમળા નો છૂંદો બનાવવા જરૂરી સામગ્રી

  • ગોળ 250 ગ્રામ
  • આમળા 500 ગ્રામ
  • ડ્રાય આદુ પાવડર 1 ચમચી
  • મરી પાવડર 1 ચમચી
  • સંચળ પાવડર ½ ચમચી
  • એલચી પાવડર ½ ચમચી
  • કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી

આમળા નો છૂંદો બનાવવાની રીત

આમળા નો છૂંદો બનાવવા માટે સૌથી પહેલાં આમળા ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને કોટન ના કપડાં થી લુછી લ્યો. હવે તેને ગ્રેટર ની મદદ થી ગ્રેટ કરી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ગ્રેટ કરીને રાખેલ આમળા નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો.

Advertisement

ત્યાર બાદ તેમાં ગોળ ને ઝીણું સુધારીને નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે મિનિટ સુધી ઢાંકી દયો.

હવે બે મિનિટ પછી તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને આમળા અને ગોળ નું પાણી બળી જાય ત્યાં સુધી ધીમા તાપે સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં ડ્રાય આદુ નો પાવડર, મરી પાવડર, સંચળ પાવડર, એલચી પાવડર અને કાશ્મીરી લાલ મરચું પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ફરી થી બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે આપણો ટેસ્ટી અને ચટપટો આમળા નો છૂંદો. હવે તે ઠંડો થાય ત્યારે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.

Aamla no chundo recipe notes

  • ગોળ ની જગ્યાએ તમે ખાંડ નો ઉપયોગ કરી ને પણ છૂંદો બનાવી શકો છો.

Aamla no chundo banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Simran’s Kitchen Hindi

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Simran’s Kitchen Hindi ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સંભારિયું શાક બનાવવાની રીત | Sambharyu shaak banavani rit

ઇન્દોરી પૌવા બનાવવાની રીત | indori pauva banavani rit | indori poha recipe in gujarati

લસણ વગર ની વડાપાવ ની ચટણી બનાવવાની રીત | lasan vagar ni vada pav ni chutney banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement