ગરમ પાણી પી ને આવી રીતે ઘટાડીએ વજન

hot water for weight loss in Gujarati - ગરમ પાણી વજન ઘટાડવા
Advertisement

આજ અમે તમને દરેક વ્યક્તિ ને મુજાવતા પ્રશ્નો જેવાકે, વજન ઘટાડવા માટે શું કરવું પડે, વજન ઘટાડવા માટેના ઉપાય , વજન ઘટાડવા માટે શું કરવું જોઈએ,ગરમ પાણી થી કઈ રીતે વજન ઘટાડી શકાય, vajan ghatadva ni rit, how to use hot water for weight loss in Gujarati,જેવા પ્રશ્ન નો જવાબ આપીશું.

આપને સૌ જાણીએ છીએ કે પાણી આપણા શરીર માટે કેટલું જરૂરી છે. તજજ્ઞો ની માનીએ તો રોજ ના આપને ૭ થી ૮ ગ્લાસ પાણી પીવું જોઈએ.ઘણા લોકો નું એવું માનવું છે કે આપણે સાદું પાણી પીવું જોઈએ તો વરી તજજ્ઞો ની સલાહ માનીએ તો ગરમ અથવા નવસેકું પાણી પીવું જોઈએ.

તજજ્ઞ ની સલાહ જે કઈ પણ હોય પણ આપને જાણીએ જ છીએ કે ગરમ પાણી પીવું કેટલું લાભકારી છે. ખાસકરી ને વજન ઘટાડવા માટે.

Advertisement

આમ તો ઓછુ ખાવાથી અને સક્રિય જીવનશૈલી અપનાવાથી વજન ઘટાડી શકાય છે એવી સલાહ આપવામાં આવતી હોય છે. તેમ છતાં વજન ઘટાડવું એ આજના જંક ફૂડ ને  ફાસ્ટફૂડ  ના જમાના માં બહુ જ મુશ્કેલી ભર્યું કામ થઇ ગયું છે. એમાં કોઈ આશ્ચર્ય નથી કે વજન ઘટાડવા માટેના ઘણા બધા લેખ જોવા મળતા હોય છે.

hot water for weight loss

જો તમે પણ વજન ઘટાડવાની મથામણ માં પડ્યા છો અને તમે પણ એના માટે ઘણા બધા નુસખા અજમાવી ચુક્યા હસો જેમકે—કાર્બોહાઈડ્રેટ નોસેવન ના કરવું પ્રોટીન થી ભરપુર વસ્તુઓ ખાવી, ખાંડ ના ખાવી, અને મીઠા નું પ્રમાણ ખોરાક માં ઓછું રાખવું, સવાર ના નાસ્તા માં માત્ર ફળો નું જ સેવન કરવું અને રાત્રી ભોજન ના કરવું,

બીજા અનેક પ્રકાર ના ડાયટ પ્લાન પણ અપનાવ્યા હસે પણ જો અમે તમને એમ કહીએ કે તમારે આ બધું કરવાની કોઈ જ જરૂરત નથી પરંતુ માત્ર જો તમે નિયમિત રીતે ગરમ પાણી પીવાનું ચાલુ કરી દેશો તો તમારો વજન ઘટાડવા માં મદદ થશે તો કદાચ તમને અમારી વાતો પણ વિશ્વાસ નહિ આવે, પણ આ સાચું છે. તો ચાલો તમને જણાવીએ કે કેવી રીતે આપને માત્ર ગરમ પાણી પી ને વજન ઘટાડી શકો છો.

ગરમ પાણી  પીવાથી કઈ રીતે વજન ઓછો થાય છે?

આમ તો તમે સાંભળ્યું જ હશે કે ગરમ પાણી અથવા તો નવસેકું પાણી પીવાથી વજન ઘટાડી શકાય છે. પણ કેવી રીતે? તો ચાલો આજે અમે તમને એ જણાવીએ .

ગરમ પાણી પીવાથી આપના શરીર નું તાપમાન કન્ટ્રોલ માં રહે છે જેથી કરીને મેટાબોલીઝમ સક્રિય થાય છે,ગરમ પાણી પીવાથી તમારી પાચનશક્તિ માં વધારો થાય છે. ગરમ પાણી આપણી ધીમી થઇ ગયેલી પાચન પ્રક્રિયા ને ઝડપી બનાવે છે, અને વજન ઘટવામાં મદદ કરે છે.

ગરમ પાણી તમારા શરીર માં રહેલી વધારા ની ચરબી ને દૂર કરવામાં મદદ કરે છે,જેનાથી આપના શરીર ના ફેટ સેલ્સ જલ્દી થી બાળી નાખે છે, અને વજન ઓછું થાય છે.

એટલું જ નહિ ગરમ પાણી તમારી ભૂખ ને પણ ઓછી કરે છે. જો તમે ઈચ્છો તો જમવાના ૩૦ મિનીટ પહેલા ગરમ પાણી પી શકો છો. જેના થી તમને ભૂખ ઓછી લાગશે અને આપના શરીર માં કેલેરી બળવામાં ૧૩% મદદ કરશે અને તમારું વજન કાબુ માં રહેશે,ગરમ પાણી પીવાથી પેટ ભરેલું ભરેલું લાગે છે. અને તમને ભૂખ પણ ઓછી લાગે છે.

ગરમ પાણી પાચન ની પ્રકિયા ને મજબૂત બનાવે છે. જેનાથી ખાધેલો ખોરાક આરામ થી પચી જાય છે. સાથે સાથે  ગરમ પાણી પીવાથી આતરડા સંકોચાવાના ચાલુ થાય છે જેનાથી શરીર માં રહેલા અપાચ્ય પદાર્થો કે જે આપના શરીર માં bloating(પેટ નું ફુલાવું ) ની સમસ્યા ઉભી કરે છે અને વોટર વેટ વધારે છે, એને પણ આરામ થી શરીર ની બહાર કાઢવામાં મદદ કરે છે.

hot water – ગરમ પાણી પીવાનો એ મતલબ નથી કે તમારું મોઢું બડી જાય એટલું પીવું, પરંતુ એટલું ગરમ પીવું કે જે તમારું શરીર સહન કરી શકે . જો કે ગરમ પાણી ને આપણા રોજીંદા જીવન માં ઉમેરવું સહેલું નથી કારણ કે ગરમ પાણી પીવાથી તમારું ગળું સુકાવા લાગે છે,

પણ જો તમે નિયમિત દરરોજ ગરમ પાણી પીસો તો તમને એની આદત થઇ જશે  અને તમને ગરમ પાણી પીવાના ફાયદા નજર આવવા લાગશે.

ગરમ પાણી થી કઈ રીતે વજન ઘટાડી શકાય?

સવારે ઉઠીને ભૂખ્યા પેટે  સૌથી પહેલા એક ગ્લાસ ગરમ પાણી પીવું,સવારનો નાસ્તો કરતા પહેલા, બપોર નું જમતા પહેલા, અથવા તો એમ કહી શકાય કે કોઈ પણ પ્રકાર નું ભોજન લેતા પહેલા ગરમ પાણી પીવું.

Hot water – ગરમ પાણી પીવાનો ફાયદો તમને ત્યારે જ મળશે જયારે તમે  ફાસ્ટ ફૂડ અથવા કોઈ પણ પ્રકાર નું ડ્રીંક લેવાનું ઓછું કરશો. સાથે સાથે રોજીંદા આહાર માં ખાંડ નું પ્રમાણ ઓછુ કરવું, વધારે પડતું કેલેરી યુક્ત આહાર પણ ના લેવો,hot water for weight loss.

ગરમ પાણી પીતી વખતે આ બાબતો નું ખાસ ધ્યાન રાખવું:

Hot Water – ગરમ પાણી પીવાથી પેટ ની ચરબી તો જરૂર થી ઘટે જ છે, પણ ફક્ત એના પર જ આધાર ના રાખતા કસરત પણ કરવી જરૂરી છે. એક ગ્લાસ પાણી એટલે કે ૨૫૦મીલીમીટર ગરમ પાણીથી  ફક્ત ૧૨ કેલેરી જ  બળે છે,

નિયમિત ગરમ પાણી પીવાથી શરીર માં અમુક મહત્વ ના ફેરફાર જરૂર થી થાય છે, જે તમને વજન ઘટાડવા માં મદદ કરે છે. તેમ છતાં પણ અમુક બાબતો આપને ધ્યાન રાખવી જરૂરી છે.

એ વાત નું ખાસ ધ્યાન રાખવું કે એક સાથે ગરમ  પાણી નહિ પીવું. પરંતુ ધીમે ધીમે પીવું પણ એ વાત ધ્યાન રાખવી કે પાણી ઠંડુ થવા પહેલા પી લેવું નહિતર કોઈ જ લાભ નહિ થાય.

ઘણું બધું ગરમ પાણી પીવાથી તમારા શરીર ને નુકસાન થઇ શકે છે. એટલે તમારે ફક્ત ૪ થી ૫ ગ્લાસ  ગરમ પાણી પીવું,જો તમે ઈચ્છો તો સવાર ના ભાગમાં  એક ગ્લાસ ગરમ પાણી માં એક લીંબૂ  નીચોવી ને પી શકાય છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

ગેસ થવાના કારણો અને તેના ઘરગથ્થુ ઉપચાર જે તમે ઘરે ખુબજ સરળતા થી કરી શકો છો | ges no upchar | ગેસ નો ઉપચાર 

ઇમ્યુનિટી ને પણ બુસ્ટ કરવા સાથે સાથે વજન ઉતારવામા તમારી મદદ કરે છે આ આયુર્વેદિક કાળો જે ખુબજ જલ્દી બની જાય છે.

શિયાળામાં ગુંદ નું સેવન કરવાના ફાયદા | ગુંદ ખાવાના ફાયદા | gund na fayda

એપલ સીડર વિનેગર ના ફાયદા | એપલ સીડર સરકો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement