ડ્રાયફ્રુટ મઠો બનાવવાની રીત | Dry fruit matho banavani rit

ડ્રાયફ્રુટ મઠો બનાવવાની રીત - Dry fruit matho banavani rit - Dry fruit matho recipe in gujarati
Image credit – Youtube/Cooking Kahani
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ડ્રાયફ્રુટ મઠો બનાવવાની રીત – Dry fruit matho banavani rit શીખીશું. શ્રીખંડ નું જ એક નામ મઠો છે ગરમી ની સીઝન માં ઠંડુ  ખાવા ની ખૂબ મજા આવે છે, do subscribe Cooking Kahani YouTube channel on YouTube If you like the recipe , ત્યારે ખૂબ સરળ રીતે તૈયાર થઈ જાય અને મહેનત પણ ઓછી અને સ્વાદિષ્ટ ઠંડુ મઠો તૈયાર થઈ જાય છે તો ચાલો જાણીએ Dry fruit matho recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ડ્રાયફ્રુટ મઠો બનાવવા જરૂરી સામગ્રી

  • દહીં 1 ½ લીટર
  • કાજુ ની કતરણ 5-7 ચમચી
  • બદામ ની કતરણ 5-7 ચમચી
  • કીસમીસ 2-4 ચમચી
  • પીસેલી ખાંડ ½ કપ
  • વેનીલા આઈસ્ક્રીમ જરૂર મુજબ

ડ્રાયફ્રુટ મઠો બનાવવાની રીત | Dry fruit matho recipe in gujarati

ડ્રાયફ્રુટ મઠો બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દોઢ કિલો દૂધ ને ગરમ કરી ઊકળે એટલે ગેસ ધીમો કરી થોડી વાર ઉકાળી લેવું ત્યાર બાદ ગેસ બંધ કરી દૂધ નવશેકું થાય ત્યાં સુધી ઠંડુ કરી લ્યો ત્યાર બાદ પા ચમચી દહીં નાખી ને મિક્સ કરી લ્યો અને દહી જમાવા ઓછા માં ઓછી છ સાત કલાક અથવા આખી રાત ઢાંકી ને મૂકો

દહીં બરોબર જામી જાય એટલે એક સાફ કોટન ના કપડા માં દહી નાખી કપડા ને ગાંઠ મારી ચારણી માં મૂકી ચારણી તપેલી પર મૂકી તપેલી ને ફ્રીઝ માં પાંચ છ કલાક મૂકી દયો,

Advertisement

છ કલાક પછી દહી માંથી બધું પાણી અલગ થઈ તપેલી માં આવી જસે ને કપડા માં રહેલ મસ્ત ક્રીમી અને ઘટ્ટ દહીં ને એક તપેલી માં કાઢી લ્યો

દહીં ને ચમચા કે વ્હીસ્પર વડે પાંચ સાત મિનિટ બરોબર મિક્સ કરી સ્મૂથ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ ( ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો )નાખી મિક્સ કરી લ્યો ને ખાંડ ને દહી માં ઓગળી લ્યો ખાંડ બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં વેનીલા આઈસ્ક્રીમ નાખી ફરી ફેટી ને બરોબર મિક્સ કરી લ્યો આઈસક્રીમ ને પાંચ મિનિટ સુંધી હલાવી મિક્સ કરી સ્મૂથ કરી લ્યો ત્યાર બાદ એમાં કાજુ ની કતરણ, બદામ ની કતરણ અને કીસમીસ નાખી મિક્સ કરી લ્યો (અહી ડ્રાય ફ્રુટ ને શેકી ને પછી તેની કતરણ પણ નાખી શકો છો )

તૈયાર મઠા ને ઉપરથી ગુલાબ ની પાંદડી અને ડ્રાય ફ્રુટ ની કતરણ ભભરાવી ઠંડુ કરી સર્વ કરો  ડ્રાયફ્રુટ મઠો

Dry fruit matho banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking Kahani ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ખારી લસ્સી અને મીઠી લસ્સી બનાવવાની રીત | Khari lassi ane mithi lassi banavani rit

સફરજન ચાટ બનાવવાની રીત | Safarjan chat banavani rit

પાણીપુરી ના પાણી નું પ્રિમિક્ષ | pani puri na pani nu premix banavani rit

કોર્ન ફ્લોર કુકી બનાવવાની રીત | corn flour cookie banavani rit| corn flour cookie recipe gujarati

ચીલ ની ભાજી ના પરોઠા બનાવવાની રીત | chil ni bhaji na paratha banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement