ઘરે આલું ગાજર અને મટર નું ટેસ્ટી શાક બનાવવાની રીત – Aloo gajar ane matar nu shaak banavani rit શીખીશું , do subscribe Your Food Lab YouTube channel on YouTube If you like the recipe , શિયાળા ની ઋતુ માં ગાજર અને લીલાં વટાણા ખૂબ જ સરસ મળે છે. સાથે ખૂબ હેલ્થી પણ છે. આ શાક ને તમે રોટલી કે પરાઠા સાથે ખાઈ શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક હસતા હસતા બે ની જગ્યાએ ચાર રોટલી ખાઈ જશે તેટલું ટેસ્ટી બને છે. તો ચાલો આજે આપણે ઘરે આલું ગાજર અને મટર નું શાક બનાવતા શીખીએ.
આલુ ગાજર મટર નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- ટામેટા 4-5
- આદુ 1 ઇંચ
- લસણ ની કડી 5-6
- લીલાં મરચાં 2-3
- ઘી 2 ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 2
- હળદર ¼ ચમચી
- લાલ મરચું પાવડર 1 ચમચી
- ધાણા પાવડર 1 ચમચી
- પાણી ½ કપ
- સ્વાદ પ્રમાણે મીઠું
- 2 બટેટા ના ટુકડા
- વટાણા 2 કપ
- ગાજર ના રાઉન્ડ સેપ માં પીસ 2 કપ
- ગરમ મસાલો 1 ચમચી
- કસૂરી મેથી 1 ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
આલુ ગાજર મટર નું શાક બનાવવાની રીત
આલુ મટર અને ગાજર નું શાક બનાવવા માટે સૌથી પહેલાં તેના માટે પ્યુરી બનાવી લેશું.
પ્યુરી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જાર લ્યો. હવે તેમાં ટામેટા ના ટુકડા, આદુ, લસણ અને લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. હવે ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં હિંગ નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.
તેમાં હળદર, લાલ મરચું પાવડર અને ધાણા પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં થોડું ગરમ પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે મસાલા ને સરસ થી સેકી લ્યો.
તેમાં બનાવી ને રાખેલી પ્યુરી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ધીમા તાપે દસ થી બાર મિનિટ સુધી સેકી લ્યો.
તેમાં બટેટા ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં એક કપ જેટલું ગરમ પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને પાંચ થી છ મિનિટ સુધી ચડાવી લ્યો.
ત્યાર બાદ તેમાં વટાણા અને ગાજર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ફરી થી અડધા કપ જેટલું ગરમ પાણી નાખો. હવ તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ફરી થી ઢાંકી ને બે થી ત્રણ મિનિટ સુધી ચડાવી લ્યો.
ત્યાર બાદ તેમાં ગરમ મસાલો અને કસૂરી મેથી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવ તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હવે તૈયાર છે આપણું ટેસ્ટી આલું મટર અને ગાજર નું શાક. હવે તેને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ આલું મટર અને ગાજર નું શાક ખાવાનો આનંદ માણો.
recipe NOTES
- આલુ મટર અને ગાજર ના શાક ની જેમ તમે મિક્સ વેજીટેબલ નું શાક પણ આ રીતે બનાવી શકો છો.
Aloo gajar ane matar nu shaak banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
મેવા પાક બનાવવાની રીત | Meva pak banavani rit
ટમેટા રાઈસ બનાવવાની રીત | Tomato Rice banavani rit | Tomato Rice recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે