ગુલકંદ શેક બનાવવાની રીત | Gulkand shake banavani rit

ગુલકંદ શેક બનાવવાની રીત - Gulkand shake banavani rit - Gulkand shake recipe in gujarati
Image credit – Youtube/शिव संसार
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ગુલકંદ શેક બનાવવાની રીત – Gulkand shake banavani rit શીખીશું. ઉનાળા ની ગરમી માં ઠંડુ ઠંડુ ખાવા પીવાની ખૂબ મજા આવી જાય છે, do subscribe शिव संसार YouTube channel on YouTube If you like the recipe ,પણ બધા ઠંડા સ્વાસ્થ્ય માટે પણ સારા હોય એ જરૂરી તો ના હોય પણ આજ આપણે જે ઠંડુ બનાવશું એ ઠંડક તો આપશે સાથે સ્વાસ્થ્ય પણ ખૂબ સારું છે તો ચાલો જાણીએ Gulkand shake recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ગુલકંદ શેક બનાવવા જરૂરી સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ 1-2 ગ્લાસ
  • પલાળેલા કાજુ 8-10
  • પલાળેલી બદામ 8-10
  • ગુલકંદ 3-4 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • બરફ ના કટકા
  • પિંક કલર 1 -2 ચપટી
  • રોઝ સીરપ 1 +1 ચમચી
  • ગુલાબ ના પાંદડા 1-2
  • ડ્રાય ફ્રુટ ની 1 ચમચી

ગુલકંદ શેક બનાવવાની રીત | Gulkand shake recipe in gujarati

ગુલકંદ શેક બનાવવા સૌપ્રથમ  ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરી ukadi ને ઠંડુ કરી ફ્રીઝ માં મૂકી ઠંડુ કરી લ્યો ત્યાર બાદ કાજુ ને એક કપ પાણી માં નાખી પાંચ છ કલાક પલાળી મુકો અને બદામ ને પણ એક કપ પાણી માં પલાળી મુકો ને બરોબર પલાળી લીધા બાદ એના ફોતરા કાઢી નાખવા અને એક કાજુ, એક બદામ, બે પિસ્તા ની કતરણ કરી એક બાજુ મૂકો અને ગુલાબ ના પાંદડા ને પણ ધોઇ ને સાફ કરી લ્યો.

હવે મિક્સર જાર માં ઠંડુ કરેલ ફૂલ ક્રીમ દૂધ નાખો સાથે એમાં પલાળેલા કાજુ અને પલાળેલા ફોતરા વગરની બદામ નાખી ને બરોબર પીસી લ્યો ત્યાર બાદ એમાં ખાંડ, ગુલકંદ, પિંક ફૂડ કલર, એક ચમચી રોઝ સીરપ અને બે ત્રણ બરફ ના કટકા નાખી ને બરોબર પીસી લ્યો.

Advertisement

હવે સર્વિંગ ગ્લાસ માં તૈયાર કરેલ શરબત નાખો સાથે બે ટુકડા બરફ ના કટકા નાખી ને ઉપર થી ડ્રાય ફ્રુટ ની કતરણ, રોઝ સિરપને ગુલાબ ની પાંદડી થી ગાર્નિશ કરો ઠંડો ગુલકંદ શેક.

Gulkand shake banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર शिव संसार ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

દૂધ વાળી બ્રેડ બનાવવાની રીત | Dudh vari bread banavani rit

તરબૂચ ની છાલ ની ચટણી | Tarbuch ni chal ni chutney

ટામેટા ની ગ્રેવી બનાવવાની રીત | Tameta ni greavy banavani rit

દહીં પાપડી ચાટ બનાવવાની રીત | Dahi papdi chat banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement