મિલ્ક બાર બરફી બનાવવાની રીત | Milk baar barfi banavani rit | Milk baar barfi recipe in gujarati

મિલ્ક બાર બરફી બનાવવાની રીત - Milk baar barfi banavani rit - Milk baar barfi recipe in gujarati
Image credit – Youtube/Maa Beti Kitchen Star
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે મિલ્ક બાર બરફી બનાવવાની રીત – Milk baar barfi banavani rit શીખીશું. આ મીઠાઈ બનાવવી ખૂબ સરસ છે, do subscribe Maa Beti Kitchen Star YouTube channel on YouTube If you like the recipe , અને આમાં કોઈ પ્રકારનો માવો કે કડેસ મિલ્ક નો ઉપયોગ કર્યા વગર બનાવતા હોઈએ થોડો લાંબો સમય સાચવી ને ખાઈ શકો છો અને આવેલા મહેમાન ને પણ ખવડાવી શકો છો તો ચાલો જાણીએ Milk baar barfi recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

મિલ્ક બાર બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • મિલ્ક પાઉડર 1 ½ કપ
  • ખાંડ ½ કપ
  • ઘી 4-5 ચમચી
  • એલચી પાઉડર ¼ ચમચી
  • પાણી ½ કપ
  • ચાંદી ની વરખ / ડ્રાય ફ્રુટ ની કતરણ જરૂર મુજબ

મિલ્ક બાર બરફી બનાવવાની રીત | Milk baar barfi recipe in gujarati

મિલ્ક બાર બરફી બનાવવા સૌપ્રથમ એક બટર પેપર મુકેલ થાળી તૈયાર કરી લ્યો અથવા થાળી માં ઘી લગાવી ને એક બાજુ મૂકો. હવે એક કડાઈમાં પાણી અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકી ને ગેસ ચાલુ કરી ને ખાંડ ને ઓગળી લ્યો ને ખાંડ માં કચરો હોય તો એક ચમચી દૂધ નાખી મિક્સ કરી લ્યો અને ઉપર આવેલા કચરો અલગ કરી લ્યો.

 ત્યાર બાદ ચાસણી માં એલચી પાઉડર અને બે ચમચી ઘી નાખી મિક્સ કરો લ્યો અને ચાસણી ને એક તાર ની થાય ત્યાં સુંધી હલાવતા રહી ને ચડાવી લ્યો ચાસણી એક તાર ની થાય એટલે એમાં અડધો કપ મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ બીજો અડધો કપ મિલ્ક પાઉડર નાખી મિક્સ કરો ત્યાર બાદ ત્રીજો અડધો કપ મિલ્ક પાઉડર નાખી ને મિક્સ કરી લ્યો.

Advertisement

આમ ત્રણ વખત થોડો થોડો મિલ્ક પાઉડર નાખી બરોબર મિકા કરી લ્યો  મિશ્રણ કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે ગેસ બંધ કરી ઝડપથી મિશ્રણ ને બટર પેપર પર અથવા ગ્રીસ કરેલ થાળી માં નાખી ગ્રીસ કરેલ વાટકા થી બરોબર એક સરખો ફેલાવી લ્યો.

 હવે એના ઉપર ચાંદી ની વરખ અથવા ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી ને બે ત્રણ કલાક સેટ થવા દયો બરફી બરોબર સેટ થઈ જાય એટલે ચાકુ થી મનગમતા આકાર અને સાઇઝ ના કટકા કરી લ્યો ને મજા લ્યો મિલ્ક બાર બરફી.

Milk baar barfi banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Maa Beti Kitchen Star ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

આલુંબુખારા ની ચટણી બનાવવાની રીત | Aaloobukhra ni chutney banavani rit

ગુલકંદ શેક બનાવવાની રીત | Gulkand shake banavani rit

ક્વિનવા ઢોસા વિથ ચટણી બનાવવાની રીત | Quinoa Dosa banavani rit

ચીકુ મિલ્ક શેક બનાવવાની રીત | Chiku milk shake banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement