ધાણા અને ખાલીપેટે ધાણા નું પાણી પીવાના ફાયદા – dhana na fayda

dhana na fayda in gujarati - Dhana na fayda - ધાણા ના ફાયદા - ધાણા નું પાણી પીવાના ફાયદા - Dhana nu Pani piva na Fayda - ધાણા નું પાણી ફાયદા
Advertisement

ધાણા ગુજરાત ની અંદર આપણે ઘણીબધી વાનગીઓ માં તેની ઉપર ગાર્નીશિંગ કે તેની ચટણી બનવતા હોઈએ છીએ અને તેનો આપણે મસાલા માં પણ ઉપયોગ કરતા હોએ છીએ આવું આપણે વર્ષો થી કરીએ છીએ જેની પાછળ તેની અંદર રહેલ ખુબજ સારા ઔષધીય ગુણો રહેલ છે જે આપણા શરીર માટે ખુબજ ફાયદા કારક છે જેથી બીમારીઓ આપણા પાસે આવી શક્તિ નથી.તો ચાલો જાણીએ,ધાણા ના ફાયદા, ધાણા નું પાણી પીવાના ફાયદા, Dhana nu Pani piva na Fayda,Dhana na fayda in Gujarati.

લીલા ધાણા ને કરમાવી ને છૂટી પડેલી દાળ ને આપને મુખવાસ તરીકે ખાઈએ છીએ, પાન ના મસાલા તરીકે પણ તેનો ઉપયોગ થાય છે.

ભારત માં ધાણા ને સુકન તરીકે માનવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્ય માં ગોળ ધાણા વહેચવાનો રીવાજ છે

Advertisement

ભારત માં દેવ મંદિરો માં પ્રસાદ તરીકે વહેચવામાં આવતી પંજરી માં પણ ધાણા નો ઉપયોગ થાય છે. ભારત માં લાંબા સમય થી ભોજન માં અને ઔષધ તરીકે ધાણા નો ઉપયોગ થતો આવ્યો છે.

ધાણા માં પોટેશિયમ ,કેલ્શિયમ, મેગ્નેશિયમ, અને વિટામીન-સી ભરપૂર માત્રા માં હોય છે. ધાણા નું પાણી પીવાથી લીવર અને હાર્ટ ની બીમારી માં ફાયદો થાય છે અને ટાયફોઈડ થવાનો ખતરો રહેતો નથી

Dhana na fayda in Gujarati

અરાઈ થાય ત્યારે 2 ગ્લાસ પાણી અંદર 2 ચમચી આખા ધાણા 4 કલાક સુધી પલારી રાખો અને ત્યાર બાદ તે પાણી થી સ્નાન કરવાથી અરાઈ મટે છે તેમજ આ જ પાણી આંખ બંધ કરી રોજ મોઢું ધોવાથી મોઢા પરથી ડાઘા દુર થશે.

મૂઢ માર લગતા સોજો થઇ જય અને લીલો ડાઘો થઇ જય ત્યરે હળદર સાથે ધાણા ને પીસી ને થોડા તેલ ની અંદર સેકી લો હવે તેને વાગ્યું હોય ત્યાં લગાવવાથી જલ્દી ફાયદો થાય છે.

જો તમને થાઇરોડ ની સમસ્યા છે  તો ધાણા ના બીજ નું સેવન કરવું જોઈએ તેની અંદર રહેલ વિટામિન્સ, ખનીજ અને એન્ટીઓક્સીડેંટ મળી રહે છે જે થાઇરોડ ની સાથે તમારા શરીર ના હોર્મોન ને સંતુલન કરવામાં મદદ કરે છે

લીલા ધાણા ની અંદર એન્ટીફંગલ , એન્ટીઓક્સીડેંટ જેવા ઘણા ગુણો રહેલ છે જે તમારી ત્વચા ને નુકશાન કરતા રેડિકલ્સ ને રોકે છે અને તમારી ચામડી ને સ્વસ્થ બનાવે છે,ધાણા નું પાણી પીવાના ફાયદા, Dhana nu Pani piva na Fayda.

સુકા ધાણા ખાવામાં  થોડાક કડવા, તીખા હોય છે. પરંતુ તે પાચન કરનાર, જવર ને મટાડનાર, રૂચી ઉત્ત્પન્ન કરનાર ,ઝાડા ને રોકનાર છે. તરસ, બળતરા, ઉલટી, શ્વાસ, ઉધરસ, કૃમિરોગ મટાડે છે.

Dhan no gharelu upyog – upay

 ધાણા ના ફાયદા અડધા તોલા ધાણા ને ઉકાળી ને તેમાં દૂધ અને ખાંડ નાખી ચા બનાવી ને દરરોજ સવારે પીવાથી પાચન ક્રિયા સુધરે છે.

ધાણા, જીરું, ફુદીનો, સિંધા નમક, કાળા મરી, દ્રાક્ષ, એલચી આ બધું સરખા પ્રમાણ માં લઇ ને ચટણી બનાવી ને તેમાં થોડો લીંબૂ નો રસ મિક્ષ કરી ને  ભોજન સાથે લેવાથી અરુચિ મટે છે.

તાવ માં વારંવાર તરસ લાગે છે, ત્યારે આખા ધાણા ને પાણી માં પલાળી, મસળી અને ગાળી ને તે પાણી માં મધ, દ્રાક્ષ અને સાકર નાખી ને પીવાથી તાવ માં લાગતી તરસ શાંત થાય છે.

ધાણા, વરિયાળી, અને સાકર ને સરખે ભાગે લઇ ને ઉકાળો બનાવી ને પીવાથી આમદોષ થી આવેલો તાવ પરસેવો વળી ને ઉતરી જાય છે.

ધાણા ના ફાયદા જો ધાણા ને રાત્રે પાણી માં પલાળી ને સવારે મસળી ને ગાળી ને તેમાં સાકર નાખી ને તે પાણી પીવાથી વાત્ત-પિત્ત માં ફાયદો થાય છે.

જે વ્યક્તિઓ ને કોઠે ગરમી બહુ જ હોય તેઓએ, ધાણા અને જીરું સરખા ભાગે લઇ ને અધકચરું ખાંડી ને રાત્રે પાણી માં પલાળી રાખો. સવારે તેમાં સાકર નાખી ને ત્રણ-ચાર દિવસ પીવાથી કોઠા ની ગરમી શાંત થાય છે અને હાથ પગ માં બળતરા થતી હોય તો તે પણ શાંત થાય છે.

મલેરિયા તાવ નાં રોગી ને વારંવાર ઉલટીઓ થાય ત્યારે અધકચરા ખાંડેલા ધાણા પાણી માં પલાળી, મસળી, ગાળી ને થોડી થોડી વારે આ પાણી દર્દી ને એક એક ચમચી આપવાથી ઉલટી બંધ થઈ જાય છે.

ધાણા ના ફાયદા – Dhana na fayda

પા તોલા ધાણા નું ચૂર્ણ અને એક તોલો સાકર ચોખા ના ઓસામણ માં મિક્ષ કરી ને પીવાથી ગર્ભાવસ્થા દરમિયાન થતી ઉલટીઓ માં રાહત થાય છે.

સાકર અને ધાણા ને ભેગા કરી ને ચોખા ના ઓસામણ માં નાખી ને પીવડાવવાથી બાળકો ની ઉધરસ અને તેનો શ્વાસ મટે છે.

ધાણા ને રાત્રે પાણી માં પલાળી રાખી, સવારે ગાળી ને તે પાણી પીવાથી અથવા કોથમીર નો રસ પીવાથી ઝાડા માં અને મસા માંથી પડતું લોહી બંધ થાય છે.

ધાણા નું ચૂર્ણ અને સાકર દહીં માં મેળવી ને પીવાથી માદક પદાર્થો નું જોશ ઓછું થાય છે.

કોથમીર ને છુંદી, રસ કાઢી, સ્વચ્છ કપડા થી ગાળી તેના રસ ના બે-બે ટીપા બન્ને આંખો માં સવાર સાંજ નાખવાથી દુખતી આંખો માં ફાયદો થાય છે. આંખ ના ખીલ, ફૂલ્લું, છારી વગેરે પણ મટે છે. તેમજ ચશ્માં ના નંબર પણ ઉતરે છે.

આખા ધાણા ને પાણી માં પલાળી રાખી, સવારે મસળી ને ગાળી ને તે પાણી થી આંખો ધોવાથી આંખો ને ખુબ જ ફાયદો થાય છે.

લીલા ધાણા ને પીસી ને, ગરમ કરી ને પોટલી બનાવી મસા થયા હોય ત્યાં બાંધવાથી અને સેક કરવાથી મસા નરમ પડી જાય છે અને તેની પીડા ઓછી થાય છે.

ધાણા ના ઉપયોગ

ધાણા ને જવ ના લોટ ની સાથે વાટી તેની પોટીસ બાંધવાથી ઘણા દિવસો નો સોજો ઉતરી જાય છે.

યુનાની હકીમો પણ ધાણા ને છાતી માંથી કફ કાઢનાર, ઊંઘ લાવનાર, પેશાબ વધારે લાવનાર, પેટ ની પીડા નો નાશ કરનાર અને પાચક માને છે.

એલોપેથી દ્દવાઈઓમાં ધાણા માંથી કાઢેલું તેલ વપરાય છે. આ તેલ વાત્તહર હોવાથી આફરો અને ઉદરશૂળ ના રોગ માં ફાયદો કરે છે.

આખા ધાણા એક ચમચી, એક ચમચી મધ, થોડીક હળદર અને એક ચમચી મુલતાની માટી આ બધુ મિક્ષ કરી ને ફેસપેક જેવું બનાવી ચહેરા પર લગાવવાથી ખીલ ની સમસ્યા માંથી છુટકારો મળે છે.

વાળ ખરવાની સમસ્યા હોય તો તમેં જે હેર ઓઈલ વાપરો છે તેમાં ધાણા નો પાવડર નાખી ને અઠવાડિયા માં બે વાર આ તેલ નાખવાથી ફાયદો થાય છે.

Dhana nu Pani piva na Fayda 

એક મુઠ્ઠી ધાણા ને રાત્રે પાણી માં પલાળી ને સવારે મસળી ને ગાળી ને આ પાણી પીવાથી, ડાયાબીટીસ, હૃદયરોગ માં ફાયદાકારક સાબિત થાય છે.

અનિયમિત માસિકધર્મ ની સમસ્યા માં ધાણા ખુબ જ ફાયદેમંદ છે. તમારે અડધા લીટર પાણી માં ૬ ગ્રામ જેટલા ધાણા નાખી ને પાણી ને ઉકાળો. જયારે પાણી અડધું રહે ત્યારે તેમાં એક ચમચી સાકર નાખી ને નવસેકું રહે ત્યારે પીવું. દિવસ માં ત્રણ વાર આ પાણી પીવું.

ધાણા નું પાણી બનાવવાની રીત

એક ગ્લાસ પાણી ની અદર લીલા ધાણા ઉમેરી આખી રાત મૂકી રાખો સવારે તેને ગારી લીંબુ ના રસ ના થોડા ટીપા ઉમેરો અને પછી તેનું ખાલી પેટે સેવન કરો,

અથવા તો એક કપ પાણી અંદર 1 ચમચી ધાણા ના બીજ ઉમેરી આખી રાત મૂકી રાખો, સવારે પાણી ગારીલો અને તેનું ખાલી પેટે સેવન કરો

ધાણા નું પાણી પીવાના ફાયદા

જો તમને પાચન ને લગતી સમસ્યા છે, ગેસ એસીડીટી ને લગતી સમસ્યા છે તો તે દુર કરવામાં ધાણા નું પાણી તમને મદદ કરે છે.

લીલા ધાણા ની અંદર રહેલ ફાયદાકારક ગુણધર્મો તમને થાઇરોડ ને કંટ્રોલ કરવામાં મદદ કરે છે

ધાણા ની અંદર રહેલા ગુણો તમારા શરીર નું મેટાબોલીસમ ની પ્રક્રિયા ને જડપી બનાવે છે જે તમારા શરીર અંદર રહેલ ફેટ ને ઓછુ કરે છે અને તમારું વજન જલ્દી ઓછુ થાય છે.

જો તમને ડાયાબીટીસ ની સમસ્યા હોય તો ધાણા નું પાણી તે કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે જો તમારું ડાયાબીટીસ ઓછુ થઇ જતું હોય તો ધાણા નું સેવન કરવું જોઈએ નહિ. તે તમારું વધારે સુગર ઓછુ કરશે.

લીલા ધાણા ના પાણી ને ડીટોક્ષ પાણી તરીકે પણ ઓળખવામાં આવે છે તે આપણા શરીર માંથી હાનીકારક તત્વો ને બહાર કાઢવાની સાથે સાથે લીવર ને પણ સાફ કરવામાં મદદ કરે છે.,Dhana na fayda in Gujarati.

ધાણા નો ઉપયોગ કરતી વખતે અમુક ધ્યાન માં રાખવાની બાબતો

જો તમે કોઈ પણ બીમારી માટે ધાણા નો ઉપયોગ કર્યો છે અને એ બીમારી માંથી છુટકારો મળી ગયો છે તો તમારે ધાણા નો ઉપયોગ બંધ કરી નાખવો, વધારે સમય સુધી કારણ વગર ઉપયોગ કરવાથી લીવર ની બીમારી થવાનો ભય રહે છે.

અમુક લોકો ને ધાણા નો ઉપયોગ કર્યા પછી ચક્કર આવવા લાગે છે, ઉલટી થાય છે, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો ધાણા નો ઉપયોગ કરવો નહિ.

ગર્ભવતી મહિલાઓએ વધારે માત્રા માં ધાણા નું સેવન કરવું જોઈએ નહિ.

જો તમે સનબર્ન ની સમસ્યા છે તો ધાણા નું સેવન કરવું નહિ.

અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી Dhana nu Pani Fayda, ધાણા નું પાણી ફાયદા, ધાણા ના ફાયદા, Dhana na fayda in Gujarati, જો ગમી હોય તો મિત્રો સાથે અચૂક share કરજો

લોકો ધાણા ને લગતા પ્રશ્નો

શું કોથમીર આંખો માટે ફાયદાકારક છે ?

કોથમીર ની અંદર એન્તીઓકસીડેંટ ગુણો રહેલ છે જે આપણી આંખો ને વિવિધ રોગો થી બચાવી છે

શું ધાણા કીડની માટે ફાયદાકારક છે ?

લીલા ધાણા ની અંદર ફોસ્ફરસ, કેલ્સિયમ,પોટેશિયમ જેવા પોષકતત્વો રહેલ છે જે આપણી પાચન ક્રિયા ને સારી કરે છે તેમજ કીડની ની કાર્યપ્રણાલી સુધારવામાં મદદ કરે છે

શું ધાણા ચરબી ઓછી કરે છે ?

ધાણા ની પાણી તમને ચરબી ઓછી કરવામાં મદદ કરી શકે છે

શું ધાણા સારી ઊંઘ મેળવવામા મદદરૂપ થાય છે ?

ધાણા નું સેવન કરવાથી તમારું ચેતાતંત્ર અને તમારા શરીર ને આરામ મળે છે જે તમને સારી ઊંઘ લાવવામા મદદરૂપ થાય છે

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

શિંગોડા ના ફાયદા | શિંગોડા ખાવાના ફાયદા | શિંગોડા ફાયદા | singhoda na fayda

ગેસ થવાના કારણો અને તેના ઘરેલું ઉપાય | ges thavana karan | ges no upchar| ges thay to su karvu

ફુલાવર ના ફાયદા | ફુલાવર ખાવાના ફાયદા | fulavar na fayda | fulavar na fayda in gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement