ગંઠોડા ના ફાયદા | ગંઠોડા નો ઉપયોગ | પીપરીમૂળ ના ફાયદા | Ganthoda na fayda

ગંઠોડા ના ફાયદા - પીપરીમૂળ ના ફાયદા - ગંઠોડા નો ઉપયોગ - Piper Root benefits in Gujarati - ganthoda na fayda
Advertisement

ગંઠોડા એક ઔષધી ના સ્વરૂપે વાપરવામાં આવતી જડીબુટ્ટી છે. જેને આપણે મસાલા તરીકે પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. ગંઠોડા નો સ્વાદ થોડોક તીખો હોય છે અને તેની તાસીર થોડીક ગરમ હોય છે. ગંઠોડા ના કાચા ફળ પણ ઔષધી તરીકે ખુબ જ ઉપયોગમાં આવે છે. તેના કાચા ફળને તોડીને તેને સુકવીને ઉપયોગમાં લેવામાં આવે છે. તેના ફળની સાથે તેના મુળિયા નો પણ અલગ અલગ બીમારીઓમાં ઉપયોગ કરવામાં આવે છે જેને આપને ગંઠોડા અને પીપરીમૂળ ના નામ થી ઓળખીએ છીએ તો ચાલો જાણીએ ગંઠોડા ના ફાયદા અને ગંઠોડા નો ઉપયોગ , પીપરીમૂળ ના ફાયદા , Ganthoda na fayda, Piper Root benefits in Gujarati.

Table of contents

ગંઠોડા | Ganthoda

આ ફળ વેલા સ્વરૂપે થાય છે. વરસાદની સિઝનમાં તે ખુબ જ વિકાસ પામે છે. તેના પાંદડા દિલ અથવા ઈંડા ના આકારના હોય છે. વરસાદની સિઝનમાં તેમાં ફૂલ આવે છે. તેમાં જે ફળ આવે છે તે લાંબા વેલણ ના આકારના પીળા અને નારંગી રંગના હોય છે. ગંઠોડા બે પ્રકારના હોય છે. નાના ગંઠોડા અને મોટા ગંઠોડા. બન્ને પ્રકારના ગંઠોડા ઔષધી તરીકે વાપરવામાં આવતા હોય છે. અનેક ઔષધીય ગુણો ને કારણે આયુર્વેદમાં અલગ અલગ ઘણીબધી સમસ્યાઓમાં ગંઠોડા નો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો જાણીએ ગંઠોડા ના સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ.

ગંઠોડા ના ફાયદા | પીપરીમૂળ ના ફાયદા અને ઘરેલું ઉપચાર મા ઉપયોગ

દાંત ના દુખાવામાં ગંઠોડા નો ઉપયોગ

ગંઠોડા ના ૧-૨ ગ્રામ ચૂર્ણમાં સિંધા નમક, સરસીયું તેલ અને હળદર મિક્ષ કરીને દાંત પર ઘસવાથી દાંતના દુખાવો મટે છે.

Advertisement

મધ અને ઘી ને ગંઠોડાના ચૂર્ણ માં મિક્સ કરીને દાંત પર લગાવવાથી દુખાવામાં રાહત મળે છે.

૩ ગ્રામ ગંઠોડા ના પાવડરમાં ૩ ગ્રામ મધ નાખીને તેને દાંત પર દિવસમાં બે થી ત્રણ વાર ઘસવાથી દાંત માં ઠંડુ ખાવાથી જે દુખાવો થાય છે તે મટી જાય છે.

બાળકોને જયારે દાંત આવે છે ત્યારે ખુબ જ દુખાવો થતો હોય છે ત્યારે ૧ ગ્રામ ગંઠોડા ના પાવડરમાં ૫ ગ્રામ મધ મિલાવીને બાળકોના દુખતા દાંત, પેઢા અને દાઢ પર ઘસવાથી દાંત માં દુખાવો થતો નથી અને દાંત સરળતાથી આવી જાય છે.

દરેક પ્રકારની ઉધરસમાં ગંઠોડાનો ઉપયોગ

ગંઠોડા ને તલના તેલ માં શેકીને ઠંડુ થાય એટલે પીસીને પાવડર બનાવી લો. તે પાવડરમાં સાકર નાખીને મિક્ષ કરીને બોટલમાં ભરી લો. ૧-૨ ગ્રામ જેટલો પાવડરનો ઉકાળો બનાવીને પીવાથી કફજન્ય ઉધરસ મટી જાય છે.

તમે ગંઠોડા ના પાવડરને ઘીમાં શેકીને તેને પીસીને તે પાવડરમાં સિંધા નમક અને મધ મિલાવીને ચાટવાથી ઉધરસમાં ફાયદે કરે છે.

ગંઠોડા ને પીસીને તેમાં ફક્ત મધ મિલાવીને બાળકોને ચટાડવાથી તેમની શરદી, ઉધરસ, અને કફ મટી જાય છે.

શરદીમાં ગંઠોડા

ગંઠોડાના મુળિયા, ગંઠોડાના ફળ, કાળા મરી અને સુંઠ આ બધું સરખા ભાગે લઈને તેને મધ સાથે ચાટવાથી શરદી માં રાહત મળે છે.

ગંઠોડા ના પાવડરનો ઉકાળો બનાવીને તે ઉકાળામાં મધ નાખીને ન્વ્શેકો ઉકાળો પીવાથી શરદી મટી જાય છે.

ગળું બેસી ગયું હોય ત્યારે ગંઠોડા નો ઉપયોગ

ગંઠોડા અને હરડેને સપ્રમાણ લઈને તેને પીસીને ગરણી ની મદદથી ગાળી ને તેમાંથી ૧-૨ ગ્રામ જેટલું ચૂર્ણ લઈને તેમાં મધ મિક્સ કરીને ચાટતા રહેવાથી બેસી ગયેલો અવાજ ખુલી જાય છે.

અસ્થમા-દમ – શ્વાસ ના રોગોમાં ગંઠોડા નો ઉપયોગ

ગંઠોડા નું ફળ તેના મુળિયા, બહેડા અને સુંઠ આં બધાને સરખી માત્રામાં લઈને ચૂર્ણ બનાવી લો. હવે આ ૩ ગ્રામ ચૂર્ણમાં મધ મિલાવીને દિવસમાં ત્રણ ચાટવાથી લાભ થાય છે.

૧ ગ્રામ ગથોડા ના પાવડરમાં તેનાથી બમણું મદ મિલાવીને ચાટવાથી શ્વાસ ને સબંધિત લગભગ બધી સમસ્યાઓમાં રાહત મળી જાય છે.

અનિંદ્રામાં ગંઠોડાનો ઉપયોગ

ગંઠોડા ના મુળિયા ને પીસીને બારીક ચૂર્ણ બનાવીને સાકર નાખીને દિવસમાં ૨ વાર સેવન કરવાથી ઊંઘ સારી આવે છે અને પાચન સબંધિત દરેક સમસ્યામાં રાહત મળે છે.

ઘાવ-જખમ-મુંઢ ઘા પર ગંઠોડા

શરીર ના કોઈપણ અંગ પર વાગ્યું હોય અથવા મુંઢ ઘા હોય ત્યારે ગંઠોડાના મુળિયાના પાવડરને ગરમ દૂધમાં નાખીને અથવા ગરમ પાણીમાં નાખીને પીવાથી તરત જ આરામ મળે છે.

દૂધમાં હળદર નાખીને પીવાથી પણ ઘાવમા રાહત મળે છે.

વજન ઘટાડવા ગંઠોડા નો ઉપયોગ

૨ ગ્રામ ગંઠોડા ના પાવડરમાં મધ નાખીને દિવસમાં ત્રણ વાર ચાટવાથી ફાયદો થાય છે. અમુક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવો જોઈએ. આ ચૂર્ણ ના સેવન કર્યા પછી એક કલાક સુધી કંઈપણ ખાવું નહિ. પાણી પી શકાય છે.

કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ઉપયોગી

આજકાલ ના ફાસ્ટ ફૂડના જમાનામાં હૃદય રોગ સબંધિત સમસ્યાઓ વધતી જાય છે. ઘણી વ્યક્તિઓ કોલેસ્ટ્રોલ વધવાની શિકાયત ધરાવતા હોય છે. ત્યારે ગંઠોડા નો આ સરળ ઉપાય અજમાવવા જેવો છે. ગંઠોડા ના પાવડરમાં મધ નાખીને ચાટવાથી કોલેસ્ટ્રોલ કન્ટ્રોલમાં રહે છે અને ઘટાડી પણ શકાય છે.

ઉલટી માં ગંઠોડા

કાળી દ્રાક્ષ, આંબળા, સાકર અને ગંઠોડાને સરખા પ્રમાણમાં લઈને પીસી લો. ૩ ગ્રામ ચૂર્ણમાં ૧ ગ્રામ ઘી અને ૪ ગ્રામ મધ નાખીને દિવસમાં ત્રણ વખત સેવન કરવાથી ઉલટી થતી બંધ થઇ જાય છે.

ઝાડા રોકવા ગંઠોડા નો ઉપયોગ

ઝાડા થઇ ગયા છે અને બંધ નથી થતા ત્યારે ગંઠોડાના ૨ ગ્રામ જેટલા પાવડરને બકરી અથવા ગાયના દૂધમાં નાખીને પીવાથી ફાયદો થાય છે.

પેટના રોગોમાં ગંઠોડા ના ફાયદા

નાની હરડે અને ગંઠોડા ને સરખી માત્રામાં લઈને પીસી લો. તેમાંથી એક ચમચી પાવડરને ગરમ પાણી સાથે લેવાથી પેટના દર્દ, મરોડ વગેરે સમસ્યા માંથી છુટકારો મળી રહે છે.

૨ ગ્રામ સિંધા નમક માં ૨ ગ્રામ ગંઠોડાનો પાવડર મિક્સ કરીને ગરમ પાણી સાથે લેવાથી પેટ ના દુખાવામાં રાહત મળે છે.

સુંઠ, કાળા મરી અને ગંઠોડા આ ત્રણેય વસ્તુ સરખા ભાગે લઈને પીસી લો. જમ્યા પછી એક ચમચી ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી ફાયદો થાય છે.

પાચનતંત્ર ના વિકારો દૂર કરે છે

નાના ગંઠોડા ને ગાય કે બકરીના દૂધમાં નાખીને ૧૦-૧૫ મિનીટ ઉકાળો. પછી ઉકાળેલા ગંઠોડા ખાઈને ઉપર થી તે દૂધ પી જવું. આમ દરરોજ દાન્થોડા ની સંખ્યા વધારતી જવી. જયારે પેટના દર્દોમાં રાહત થતી જણાય ત્યારે સંખ્યા ઘટાડી દેવી. આમ કરવાથી પાચન તંત્ર સબંધિત દરેક વિકારો મટી જાય છે.

ગંઠોડા અને સુંઠ ને સરખા પ્રમાણમાં લઈને તેનો ભુક્કો બનાવી લો. તેમાંથી ૨ ગ્રામ માત્રામાં આ ભુક્કો લઇ તેમાં મધ મિલાવીને દિવસમાં ત્રણ વખત જમ્યા પહેલા સેવન કરવાથી ખોરાક નું પાચન સારી રીતે થાય છે અને પાચન તંત્ર ની સમસ્યાઓ થતી નથી.

કબજીયાત દૂર કરવા ગંઠોડા

ગંઠોડા ના મુળિયા ના પાવડરમાં એલચીનો ભુક્કો નાખીને ૩ ગ્રામ ની માત્રામાં તે ભુક્કો લઈને તેને ઘી સાથે સેવન કરવાથી કબજિયાત દૂર થાય છે. સવાર-સાંજ સેવન કરવું.

આતરડા ના વિકારમાં ગંઠોડા

ગંઠોડા ના મૂળ ને પીસીને તેને દૂધ અને અરડુસી ના પાન ના રસ સાથે મિલાવીને પીવાથી આતરડા ના દર્દો માં રાહત મેળવી શકાય છે.

હરસ-મસા માં ગંઠોડા

જીરું, સિંધા નમક અને ગંઠોડા ના પાવડરને સરખી માત્રમાં લઈને તેને છાશ સાથે સવારે ભૂખ્યા પેટે લેવાથી હરસ અને મસામાં રાહત મળે છે.

માથાના દુખાવામાં ગંઠોડા ના ફાયદા

કાળા મરી, દ્રાક્ષ, જેઠીમધ, સુંઠ અને ગંઠોડા આ બધું સરખા ભાગે લઈને મિક્ષ કરી લો. તેને પીસીને તેમાંથી ૨ ગ્રામ ચૂર્ણને માખણ નાખીને પકાવો. હવે બનેલું ઘી ગાળીને આ ઘી ના ૧ થી ૨ ટીપાં નાકમાં નાખવાથી માથાનો દુખાવો મટી જાય છે.

ગંઠોડાને પાણીમાં ઘસીને તેનો કપાળે લેપ કરવાથી માથાનો દુખાવો હળવો થાય છે.

એનીમિયા માં ગંઠોડા

એનીમિયા ના દર્દમાં ગંઠોડા નો ઉપયોગ ફાયદેમંદ સાબિત થાય છે. ૧ ભાગ મધ, બે ભાગ ઘી, ચાર ભાગ ગંઠોડા, ૮ ભાગ સાકર, તજ, તમાલપત્ર, એલચી, નાગકેસર, અને દૂધ આ બધું લઇ સારી રીતે મિક્સ કરીને તેના લાડવા બનાવી લો. દરરોજ એક લાડવો ખાવાથી એનીમિયામાં ધીમે ધીમે અવશ્ય લાભ થાય છે.

માસિકધર્મ સબંધિત સમસ્યાઓમાં

માસિકધર્મ સબંધિત સમસ્યાઓમાં ગંઠોડા નો ઉપયોગ આ રીતે કરવો. ગંઠોડા, સુંઠ, મરીચ અને નાગ્કેશ્રને સરખા ભાગે લઈને બારીક ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ માંથી ૧-૨ ગ્રામ ચૂર્ણ દૂધ સાથે મિલાવીને લેવાથી માસિકધર્મ સબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે.

સાઈટીકા વા માં ગંઠોડા

તલ ના તેલ માં ગંઠોડા અને સુંઠને નાખીને ઉકાળીને પકાવો. આ તેલ થી માલીશ કરવાથી સાઈટીકા વા માં રાહત મળે છે.

૩ ગ્રામ ગંઠોડાનો પાવડર, ૧૦મિલિ એરંડિયું તેલ અને ૧૦૦ મિલી ગૌમૂત્ર મિક્સ કરીને દિવસમાં બે વાર પીવાથી સાઈટીકા વા માં લાભ થાય છે.

અડધી ચમચી ગંઠોડા ના પાવડરને એરંડિયા તેલ માં નાખીને સરખી રીતે મિક્સ કરી લો. આનું દરરોજ નિયમિત રીતે સવાર- સાંજ સેવન કરવાથી લાભ થાય છે.

તાવમાં ગંઠોડા નો ઉપયોગ

ગંઠોડા ના પાવડરમાં મધ નાખીને ચાટવાથી કફજન્ય તાવ માં રાહત મળે ચેહ.

ઉધરસ સાથે તાવ આવતો હોય તો ગંઠોડા ના મૂળનો ભુક્કો,ઘી અને મધ બધું મિક્સ કરીને ચાટવાથી તાવમાં રાહત મળે છે.

ગંઠોડા ના ૩ ગ્રામ પાવડરને એક ગ્લાસ પાણીમાં ઉકાળીને પાણી જયારે અડધું રહે ત્યારે તેમાં મધ નાખીને સવાર-સાંજ પીવાથી કફ ના લીધે તાવ આવતો હશે તો મટી જશે.

હૃદય રોગો માં ગંઠોડા

બીજોડા ની છાલ નું ચૂર્ણ, અને ગંઠોડા નો ભુક્કો આ બન્ને સરખી માત્રામાં લઈને ચૂર્ણ બનાવી લો. સવારે ૩ ગ્રામ ની માત્ર માં અર્જુન છાલ ના પાણી ના ઉકાળામાં નાખીને સેવન કરવાથી છાતીમાં થતો દુખાવામાં રાહત મળે છે

એલચી અને ગંઠોડા ના મૂળ ના પાવડરને સરખા ભાગે લઈને બારીક ચૂર્ણ બનાવી લેવું. હવે તેમાં ૩ ગ્રામ ની માત્રામાં ગાયનું ઘી નાખીને દરરોજ સવાર-સાંજ સેવન કરવાથી હૃદય રોગ માં ફાયદો થાય છે.

ગંઠોડા ના નુકશાન

સ્તનપાન કરાવતી મહિલાઓએ તેના સેવન થી દૂર રહેવું જોઈએ અથવા તેનો ઉપયોગ સીમિત માત્રામાં કરવો જોઈએ.

ગંઠોડા ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો

ગંઠોડા ને અંગ્રેજી મા શું કહેવાય છે?

અંગ્રેજી મા ગંઠોડા ને Piper Root ના નામે ઓળખવામા આવે છે

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

ગવાર ના ફાયદા | ગુવાર ના નુકશાન | Guvar na fayda | Cluster beans benefits

પીળા દાંત ને સફેદ કરવાના સરળ અને પ્રાકૃતિક ઉપાયો | dant safed karvani rit | dant safed karvana upay

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement